________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૬૮
સંયમ જેવાની અપેક્ષા હતી. પણ અવ્યવસ્થિત કપડાં અને અવ્યવસ્થિત વાળ સિવાયનું કોઈ લક્ષણ જોવા મળ્યું નહીં. કેલિફોનિયા હિપીજનોનું મુખ્ય ધામ ગણાય છે. પણ ધારી ધારીને જોવા છતાં તેમનામાં અન્ય અમેરિકનો કરતાં ઉપર જણાવેલ વિશેષતા સિવાય મને તે કશું જ જણાયું નહીં. જેમ અન્ય અમેરિકન યુવક-યુવતીએ ચેષ્ટા-કુચેષ્ટા કરતા નજરે ચડે છે તેવી જ ચેષ્ટા-કુચેષ્ટા આ હીપીજમાં પણ દેખાઈ. ફીશરમેન્સ વાર્ફમાં મુંબઈની ચોપાટીનું વાતાવરણ છે, પણ તે તેથી પણ રમણીય છે. બોટમાં પેસિફિક સમુદ્રની બે કલાક યાત્રા કરી. તે ટાણે એક અત્યંત સાહસી વીરનાં દર્શન થયા. નાનકડી બેટ ઉપર સઢ ચડાવીને એકાકી એ વીર નીકળી પડે હતો. સઢ સમેત સમગ્ર બોટ પાણીમાં ડબી જાય, તેને પણ પત્તો ન લાગે એવી રીતે ડૂબી જાય, છતાં થોડી વારમાં સઢ ઉપર દેખાય, પછી નાનકડી બોટ દેખાય અને એ વીર એ બોટમાં એક બાજુએથી ચડવાનો પ્રયત્ન કરતો દેખાય. હવાથી સઢ ભરાઈ જાય, બોટ એક તરફ સાવ નમી જાય તે મહામહેનતે માંડ ઉપર ચડે, ત્યાં તો ફરી મજાના મારથી નૌકા ડૂબી જાય–આવું તે અનેક વાર અમે જોયું, પણ અદમ્ય ઉત્સાહી એ યુવાન આ કસરત કર્યા જ કરતો હતો. કદાચ એ નૌકાદળને સૈનિક હશે. પણ તેનું આ સાહસ માન ઉપજાવે અને મન ઊંચા કરી દે તેવું હતું. નૌકા જગવિખ્યાત બે પુલ નીચેથી પસાર થઈ. એક પુલ તે ગોલ્ડન ગેઇટના નામે ઓળખાય છે. તેના બે થાંભલા વચ્ચેની ધરી દુનિયાના કોઈ પણ પૂલથી અધિક છે. અને બીજો પૂલ સાન ફ્રાન્સિસ્કો અને બર્કલેને જોડતો પુલ છે. તેની લંબાઇ આઠ માઇલ છે એમ જણાવવામાં આવ્યું. સમુદ્રમાં એ પુલ બાંધવામાં આવ્યું છે અને વચ્ચે એક ટાપુમાંથી પસાર થઇ સાનફ્રાન્સિસ્કોથી બર્કલે સુધી લંબાય છે. આ બન્ને નગરો સમુદ્રની ખાડીના બન્ને કિનારે ટેકરીઓ ઉપર વસેલા છે. એટલે રાત્રે તે બન્નેનું દશ્ય અનુપમ હોય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલમાં છે. તેમાં ૨૮,૦૦૦ વિદ્યાર્થીઓ ભણે છે અને ૨,૫૦ જેટલા અધ્યાપકો છે. તેમાં નવ તો નોબલ ઇનામ પામી ચૂક્યા છે. આ ઉપરથી એ યુનિવર્સિટીનું મહત્ત્વ સમજાય છે. બર્કલેને યુનિવર્સિટી નગર કહીએ તે પણ કહી શકાય તેમ છે. આ યુનિવર્સિટીએ આ જ વર્ષે સો વર્ષ પૂરાં કર્યા છે. તેનો ઉત્સવ ચાલી રહ્યો છે. તેના અનુસંધાનમાં જ અનેક કોન્ફરન્સ તે પિતાને આંગણે ભરશે. અમેરિકન કોન્ફરન્સ ટાણે જ બીજી બે કોન્ફરન્સ ચાલી રહી હતી. હોસ્ટેલે દેશની સમૃદ્ધિને અનુરૂપ જ છે. દરેક રૂમમાં ટેલિફોનની વ્યવસ્થા છે. પણ વિદ્યાર્થીએની અશલીલતા તેમના રૂમના બારણા ઉપરના લખાણમાં, લીફટમાંના લખાણોમાં અને અન્યત્ર જોવા મળી. તે આપણે ત્યાંના બાથરૂમનાં લખાણો અને ચિત્રોને પણ આંટી દે તેવી જ હતી. યુનિવર્સિટીનું વાતાવરણ તે સંયમમય હશે તેવી અપેક્ષા રાખીએ, પણ ત્યાં તે રસ્તા ઉપર અને રેસ્ટોરાં કે બેઠકોના ઓરડામાં વિદ્યાર્થીયુગલની કુચેષ્ટા જોવા મળી. સમાજની શરમ જેવું કાંઇ હોય તેવું દેખાતું નથી. અધ્યાપકો પસાર થતા હોય કે અમારા જેવા બહારના અતિથિ-પણ યુગલની ચેષ્ટામાં કોઈ ફરક પડે જ નહિ. જાણે કે એ બે સિવાય તેમની સમક્ષ કોઈ બીજી દુનિયા છે જ નહિ. એ પ્રકારની મસ્તી અને ઉપેક્ષા સહજ છે. ઑફિસના ટેબલ પાસેની લાઇનમાં જે યુગલ ઊભું હોય અને ચુંબનનું મન થઇ આવે તો પણ તેઓને ત્યાં કશી જ રૂકાવટ પડતી નથી. આપણે આડું જોઇએ તે ભલે. તેમને મન તો તેઓ બેનું જ અસ્તિત્વ હોય તેમ તેઓ વતે છે. આ પ્રજાને આ અસંયમ તેમને કયાં લઇ જશે તે જોવાનું છે. છાપામાં તે હવે ચર્ચા એની જ જોવા મળે છે કે સેકસની બાબતમાં જે શરમ છે તેને લઈને જ ઘણો અનર્થ થાય છે. માટે એ શરમથી જેટલા પ્રમાણમાં દૂર થવાય તેટલા પ્રમાણમાં મન સ્વસ્થ બને. એટલે એ શરમ દૂર કરવાના પ્રયત્ન થઇ રહ્યા છે..
અત્યાર સુધી કેનેડામાં તે કોઇ બર્થકન્ટ્રોલની દવાની ખુલ્લી જાહેરાત કરી શકતું નથી. અમુક પ્રાન્તમાં તો રવિવારને રોજ સીનેમા,
રેઇસ કે જુગારની બંધી છે. આ ધાર્મિક પાદરીઓની જાગૃતિને પરિણામે ચાલું હતું. પણ હવે તેની છૂટ આપવાના ઉપાયો લેવાઇ રહ્યા છે. તેનો વિરોધ કરનાર પણ કોઈ જોવા મળતું નથી. એ કાયદો. સુધારવાનું સૂચવનાર મિનિસ્ટર કહે છે કે આ સુધારાની સુચના વિરૂદ્ધ મને માત્ર બે ટેલિફોન મળ્યા છે. આથી જોઇ શકાય છે કે સંયમની પાળ તૂટી રહી છે. તેને રોકનાર ગાંડામાં ગણાય તે નવાઇ નહિ. કેટલીક બહેનેએ અભિપ્રાય આપ્યો છે કે રવિવારે રેઇસ વગેરેની છૂટી મળશે તો તે માત્ર એક દિવસ જે પરિવામિલન સંભવ બનાવે છે તે પણ ટળી જશે અને જીવનમાં પરિવારસંમેલનનું સ્થાન જ રહેશે નહિ. કાં તો સૌ ધંધામાં, અને કાં તો રેસ અને સિનેમામાં, પણ ઘરમાં તે નહિ.
અમેરિકન એરિયેન્ટલ કોન્ફરન્સમાં ભારતીય નાટક, દર્શન, સાહિત્ય આદિને લગતા અનેક લેખ વંચાયા અને રસપ્રદ ચર્ચા પણ થઈ. ઉપરાંત ચીન-જાપાન-ઈરાન-ઈરાક-ઈજિપ્ત-ઈઝરાઈલ-ટર્કી આદિ દેશની સંસ્કૃતિ અને ઈતિહાસ વિશે પણ અનેક વિદ્વાનોએ પિતાની શધો રજૂ કરી. કુલ ૧૬૯ નિબંધ આવ્યા હતા. વિદ્વાનની હાજરી ચારથી પણ વધારે હતી. તેમાં ભારતીય વિદ્રાને પણ ઠીક ઠીક સંખ્યામાં હાજર હતા. અમેરિકાની અનેક યુનિવર્સિટીમાં હવે ભારતીય સંસ્કૃતિનું અધ્યયન-અધ્યાપન થઈ રહ્યું છે. એટલે ઘણા ભારતીય વિદ્રાનેને અમેરિકામાં વસવાનો અવસર મળ્યો છે. તેમાંના ઘણા ખરા યુવાન વયના છે ઉત્સાહી છે. કેટલીક વાર અતિ ઉત્સાહી જણાય છે. એક પણ નિબંધ જૈનધર્મ કે સંસ્કૃતિ વિશે હતો નહિ એ સૂચક છે. હોનેલ્લૂમાં ૧૯૩૯, ૪૯, 'પ૯, અને '૬૪માં પૂર્વપશ્ચિમના તત્ત્વજ્ઞાનીઓની કોન્ફરન્સ ભરવામાં આવી. તેમાં એક પણ જૈન વિદ્વાને ભાગ લીધો નથી. એ ચારેય કોન્ફરન્સમાં જે લેખો રજૂ થયા તે સંગ્રહાયા છે. તે સંગ્રહોમાંથી હમણા Indian mind નામે એક ૪૫૮ પાનાંનો સંગ્રહ ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનના સારભૂત તત્ત્વોને સમાવેશ કરીને પ્રકાશિત થયા છે. તેમાં જેને ધર્મ વિશે પ્રે. રાજુ જેવા પ્રસિદ્ધ વિદ્વાને જે અભિપ્રાયો વ્યકત કર્યા છે તે વાંચી આશ્ચર્ય થાય છે. આમાં દોષ જૈન વિદ્યાના પ્રચારકોનો છે. પૂરી સામગ્રી વિદ્વાનો સમક્ષ યથોચિત રુપમાં રજૂ જ ન થઈ હોય પછી બીજાને દોષ દે દે ? આ બાબતમાં હાહા તો બહુ થાય છે, પણ યથોચિત માર્ગનું અવલંબન લેવામાં આવશે નહીં ત્યાં સુધી તો કશું જ થશે નહીં અને જૈનધર્મ વિશેનું વિદ્વાનોનું અજ્ઞાન કહે કે ઉપેક્ષા કહે તે વધતું જ જશે. વિદેશી ભાષામાં જૈન ધર્મને યથાર્થ પરિચય કરાવતા પુસ્તકો એક નહીં અનેક પ્રકાશિત કરવા જરૂરી છે. ભૂલ કરનાર લેખકની ભૂલને માફ કરવાની કે તે પ્રત્યે ઉપેક્ષા રાખવાની જરૂર છે અને તેને ઉધડો લઈ એ વિષયમાં તેને લખતે જ બંધ કરી દેવાની જરૂર નથી. આ પ્રક્રિયા અત્યાર સુધી અપનાવવામાં નથી આવી. અનેક લેખકોને જૈન ધર્મ વિશે લખવા દે-ભલે તેઓ ભૂલ કરે. તમે યથાર્થ સામગ્રી પુરી પાડો, એટલે ભૂલે એછી થશે અને વિદ્રાનેમાં યથાર્થ સમજ આવશે. પરિણામે અણખેડાયેલા આ ક્ષેત્રમાં અનેક વિદ્વાને પ્રવેશશે. આમ થશે તો જ જૈન ધર્મ વિશેનાં લખાણોને ઉકત પ્રકારના સંગ્રહમાં સ્થાન મળશે. અત્યારે તો સ્થિતિ એ છે કે આવા પ્રકારના પુસ્તકમાં બધા મળી બે ત્રણ પાનાં જ જૈન ધર્મ વિશે ભાગ્યે જ જોવા મળે છે, જાણે કે ભારતીય સંસ્કૃતિના ઉદય
અને વિસ્તારમાં જૈનોનું કશું જ પ્રદાન ન હોય. ટોરોન્ટો, તા. ૩૦-૩-૬૮.
દલસુખ માલવણિયા ગુજરાતી વિઘાથીઓને મફત શિક્ષણ દાદરમાં આવેલ “દિવ્ય મિત્ર મંડળ” પોતાનાં સિદ્ધ કરવા મુંબઈમાં વસતા ગરીબ ગુજરાતી વિદ્યાર્થીઓને શાળાના ૧ થી ૧૧ ધોરણના વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો આપનાર છે. જેના અરજીના ફોર્મ તેમના કાર્યાલય ૩૮, દેતી ભુવન, બીજે માળે, ડૉ. ડી. સિલબારડ, દાદર (વેસ્ટ) મુંબઈ-૨૮ તેમજ દાદર ટી ડેપ, શાક મારકીટની બાજુમાં ડૉ. ડી. સિલ્વાડ, દાદર (વેસ્ટ) મુંબઈ-૨૮ પરથી મળશે.
બીપીન પી. દોશી માનદ મંત્રી.