________________
તા. ૧-૬-૬૮
પ્રભુ જીવન
સાર લા, અસાર છોડો !
મને ઘણા પૂછે છે કે આચાર્ય રજનીશ અને કૃષ્ણમૂર્તિ તે ગીતા, કુરાન વગેરે ધર્મગ્રંથોનો આધાર ન લેવાનું કહે છે, અને તમે તો ગીતા, કુરાન વગેરે ગ્રંથાનું અધ્યયન કરવાનું કહો છે. તા આ બે વાત વચ્ચે ફરક શે છે?
હું કાશ્મીરમાં હતા, ત્યારે મૌલવી અને ફકીરોની એક મોટી સભામાં મે' એક વાર કહેલું કે કોઈ પણ ધર્મગ્રંથ મારા માથા ઉપર લેવા હું તૈયાર નથી. ગીતા અને કુરાન જેવા ગ્રંથ પણ આખા ને આખા માથા પર લેવાની મારી તૈયારી નથી. મારું આ કહેવું તે લોકોએ પ્રેમથી સાંભળી લીધું. છેવટે હું કરું તો એ જ છું ને કે સાર લઈ લઉં છું અને અસાર છેડી દઉં છું. કરાન - સાર, ખ્રિસ્તધર્મ–સાર વગેરેને અર્થ જ એ કે તેમાંથી અસાર કાઢી નાખી સાર સંગ્રહિત કરવામાં આવ્યો છે.
હું આ એટલા માટે કરું છું કે સમાજની શ્રદ્ધાને વિવેકનું બળ જોઈએ. સમાજ તો બાળક જેવા હોય છે. બાળકને સમજાવવું પડે છે કે આ ખા, આ ન ખા. ન ખાવા જેવી વસ્તુ ખાઈશ તો નુકસાન થશે. એટલા માટે હું માતાનું કામ કરું છું. મા બાળકને આ બધું શીખવતી હોય છે. હું પ્રાથમિક શાળાના શિક્ષક અને તેઓ (આચાર્ય રજનીશ અને કૃષ્ણમૂર્તિ) છે કાલેજના પ્રોફેસર! હું શૂન્યમાંથી વસ્તુ નિર્માણ કરું છું એટલેા જ ફરક છે.
રુહુલ કુરાનની જ વાત લો ને ! કુરાનમાં આઠ હજાર આયાત છે. મે તેમાંથી અગિયારસ - બારસા આયાત લીધી છે. એટલે કે છઠ્ઠો ભાગ સાર રૂપ તેમાં આવી ગયો, અને એક સમગ્ર ઉત્તમ વસ્તુ બની, જે અન્ય ધર્મીઓને પણ માન્ય થઈ શકે અને તેઓ તેનો સ્વીકાર કરી શકે. ત્યારે આમાં સમાજને કેટલા મેાટો લાભ થયો કે અન્ય ધર્મીઓ સુદ્ધાં તે વાંચી શકે છે અને બધાના સમય પણ બચે છે.
ખ્રિસ્તીધર્મ - સાર કાઢવાના જ્યારે વિચાર થયો, ત્યારે મુંબઈથી એક મિત્રે લખ્યું કે આ પુસ્તક જલદી તૈયાર કરો એટલે ખ્રિસ્તી સમાજ સાથે અમે સંબંધ બાંધી શકીએ. તેમાંયે આઠ હજારમાંથી ૧,૧૦૦ વાકય લીધાં છે. એટલે કે સાતમા ભાગ રાખી લઈને બાકી બધું કાઢી નાખ્યું, તેને લીધે કોઈનું યે હૃદય દુભવ્યા વિના બધા ધર્મવાળા પ્રેમપૂર્વક તેનું અધ્યયન કરી શકશે. રાજગૃહ ( બિહાર ) ,૪-૨-’૬૮
ધર્મગ્રન્થોનો આધાર છેડો, સ્વાનુભૂતિ તરફ વળે !
વિનાબા
"
રાજકોટથી શ્રી ધીરજલાલ દવે જણાવે છે કે શ્રી રજનીશજી અને શ્રી કૃષ્ણમૂતિના દષ્ટિબિંદુ અંગે વિનોબાજીએ જે વિચારો દર્શાવ્યા છે (ભૂ. ૪૬૬) તે બાબત અહીં તા. ૩૧-૩-’૬૮ ના રોજ શ્રી રજનીશજીએ કહ્યું, “ વિનેબાજીએ કુરાન-સાર અને ખ્રિસ્તીધર્મ-સારના ઉલ્લેખ કરી સાર તત્ત્વ લઈને અસાર તત્ત્વ છેડવાની પોતાની દષ્ટિ બતાવી છે. .પણ મારી તો સમજમાં નથી આવતું કે એ ગ્ર’થામાંહેન કોઈ સાર - અસાર ભાગ કહેવાને આપણને અધિકાર ખરો ? એકને જે સારભૂત લાગે, તે બીજાને ન પણ લાગે. ગીતા, કુરાન, બાઈબલ એમના નિર્માતાઓની અનુભૂતિ હતી. એમની અનુભવવાણીના ન્યાયાધીશ હું ન બની શકું અને એટલે જ તો હું કહું છું કે એ ઝંઝટ છેડો. ધર્મગ્રંથોના આધાર શોધવામાં તમારો સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવાનો કાળ વ્યર્થા ન ગુમાવે. તમારા સ્વાનુભવમાંથી જ તમારો સાચો ધર્મ જાગી ઊઠશે. વળી, વિનોબાજી કહે છે કે શ્રદ્ધાને વિવેકનું બળ મળવું જોઈએ. જ્યારે મારું કહેવું છે કે શ્રાદ્ધાને સ્થાને વિવેક જોઈએ. જ્યારે આપણે એમ કહેવું પડે છે કે શ્રાદ્ધાને વિવેકનું બળ જોઈએ, ત્યારે એમાંથી એ વાત ચોખ્ખી ફલિત થાય છે કે શ્રાદ્ધામાં અને એની પાછળ સામસાનું વિરોધાભાસી તત્ત્વ પડયું જ છે અને એને કારણે જ પછી વિવેકની વાત કરવી પડે છે. ત્યાર પછી વિનાબાજીએ સમાજને બાળક જેવા ગણાવ્યો છે, અને તેને સાર - અસાર બધું સમજાવવું પડે છે. બાળકને સમજાવવું એટલે શૂન્યમાંથી સર્જન કરવું અને અન્યને સમજાવવું તે જુદું ને કંઈક મુશ્કેલ તેવા ભેદ વિનોબાજીએ દર્શાવ્યો છે. પરંતુ ખરું જોતાં મારે મન તો બાળક અને મોટાઓને સમજાવવામાં આધ્યાત્મિક ક્ષેત્રે કશો જ ફરક નથી. બાળકને (સમાજને) શૂન્યવત્ કેમ ગણી શકાય? અનેક સંસ્કારો લઈને તે અવતરે છે. મારી દષ્ટિ ભિન્ન છે કે આધ્યાત્મિક ક્ષેત્રે શૂન્યમાંથી સર્જન કરવાનું નથી, પણ સર્જનમાંથી જે કાંઈ સંસ્કારો પડયા છે તેમાંથી શૂન્ય તરફ જવાનું છે, એની નિર્જળા કરવાની છે. અહંમાંથી ન - અહં તરફ હોવાનું છે.”
પરમાનંદ
3
૨૫
નવી દુનિયામાં–૬
અમેરિકન ઓરિએન્ટલ એસેાસિએશનના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપવા માટે ટોરોન્ટો યુનિવર્સિટી તરફથી અમારા વિભાગના બધા જ અધ્યાપકોને મુસાફરી ખર્ચ આપવામાં આવ્યું હતું. એટલે અનિવાર્ય કારણે જે આવી શકે તેમ હતા નહીં તે સિવાયના બધા જ અધ્યાપકોએ બર્કલેમાં હાજરી આપી. અમે અહીંથી તા. ૧૬ માર્ચની વહેલી સવારે વિમાનમાં સવાર થયા. રસ્તામાં ચીકાગા શહેરના એરોડ્રોમ ઉપર વિમાન ૪૫ મિનિટ રોકાયું અને બપોરે અમે સાનફ્રાન્સિસ્કો ઊતર્યા. અહીં અને ત્યાંના સમયમાં ત્રણ કલાકનો ફરક છે. સાનફ્રાન્સિસ્કો નગર ૧૯૦૬માં ભૂકંપ અને આગને કારણે તારાજ થયું હતું, પણ અત્યારે માત્ર એક જૂના દેવળના ભગ્નાવશેષ સિવાય તે આગનું કયાંય નામનિશાન નથી. સમગ્ર શહેર નવેસરથી વસાવવામાં આવ્યું છે એટલે સુવ્યવસ્થિત છે. પેસિફિક મહાસાગરથી ત્રણ બાજુ વીંટળાએલ હોઈ અને સમગ્ર શહેર ટેકરી ઉપર વસેલ હોઈ, રાત્રે તેની રમણીયતા અદ્ભૂત લાગે છે. મુંબઈમાંના કોલાબા, મરીન ડ્રાઈવ, નરીમાન પોઈન્ટ, વાલકેશ્વર, હેંગિંગ ગાર્ડન વિભા ગના દશ્યો સમગ્ર શહેરમાં જોવા મળે છે. આ શહેરની વાહનવ્યવહારની વિશેષતામાં કેબલકારની માજ માણવા જેવી છે. મુંબઈની ટ્રામની ભીડને પણ ભૂલાવી દે તેવી નાનકડી—વીજળીથી ચાલતીઆ ટ્રામગાડી સહેલાણીઓની રમુજનું એક અપૂર્વ સાધન છે. ગાઈડેડ ટૂરની બસ શહેરમાં દર્શનીય સ્થળોએ ફેરવે છે અને શહેરની ઊંચામાં ઊંચી ટેકરી ઉપરથી સમગ્ર શહેરનું દૃશ્ય દેખાડે છે. મ્યુઝીયમાનું આ શહેર છે એમ કહીએ તો ખોટું નથી. મુંબઈથી ધણું સુંદર એકવેરિયમ અહિં છે. કલાપ્રદર્શનનું મ્યુઝિયમ બહુ જ વિશાળ છે. તેમા અમે ગયા ત્યારે એક વિભાગમાં ભારતીય આદિવાસીઓની કળા-કારીગરીની વસ્તુઓનું પ્રદર્શન ભાઈ હકુ શાહ ગાઠવી રહ્યા હતા. એક ગુજરાતી અને તે પણ અમદાવાદના એક ભાઈને આ કાર્ય માટે રોકવામાં આવ્યા છે જાણી અને તેમને મળીને ઘણા આનંદ થયો. તેમણે ગેાઠવાનું એ પ્રદર્શન અમને દેખાડયું. તે જ મ્યુઝિયમના એક ભાગમાં ભારતીય પ્રાચીન શિલ્પના સુંદર નમુનાઓ ગોઠવવામાં આવ્યા છે. મ્યુઝિયમના મકાનની આસપાસ સુંદર બગીચા છે. તેના એક વિભાગમાં જાપાનીઝ ટી ગાર્ડનની રચના જોવા જેવી છે. આ ભાગની રચના અહીંની જાપાનીઝ પ્રજાએ પેાતાના પૈસે કરીને તે સરકારને સોંપી દીધી છે. તેમાં વિશાળકાય બુદ્ધમૂર્તિ મૂકવામાં આવી છે અને જાપાનીઝ સ્થા ત્યના નમુના ઉપર શીતગૃહોની રચના કરવામાં આવી છે. સાનફ઼ાન્સિકોમાં એક વિભાગ ચીના ટાઉન નામે ઓળખાય છે. ત્યાં વસ્તી માટે ભાગે ચીનાઓની છે અને સમગ્ર બજાર પણ ચીની વસ્તુઓથી ભરપુર છે. તેમાં ફરનારને હોંગકોંગ કે કોઈ ચીની નગરમાં ફ્રી રહ્યાના આનંદ મળે છે. કેલિફોર્નિયા પ્રાન્તનું સાનફ્રાન્સિકો મુખ્ય નગર છે. એથી તેની વિધાનસભા અને બીજા સરકારી મકાનોની ભવ્યતા નવી દિલ્હીના સરકારી મકાનોની યાદ આપી જાય છે. અમેરિકન પ્રજાને જોવાનો આ પ્રથમ જ અવસર હતો. અમે વાય. એમ. સી. એ. માં ઉતર્યા હતા. તેની આસપાસ ઘણી નાઈટ કલબા ચલાવતી હોટલા છે. સવારે જ્યારે ચાપાણી કરવા હોટલની શોધમાં અમે ફરતા હતા ત્યારે દારૂીયાના પાકાર સાંભળવા મળ્યા. રસ્તા ઉપર ભારતની જેમ ભીખારીઓ પણ મળ્યા—જો કે સભ્યતાથી ભરપૂર-અને માનસિક અસ્વસ્થ પુરૂષો પણ રસ્તા ઉપર ભમતા ભાળ્યા. આટલી સમૃદ્ધિથી ભરપુર આ દેશના જનાના ચહેરા ઉપર સમૃદ્ધિના આનંદ, ધારી ધારીને જોવા છતાં, મને જવલ્લેજ દેખાયો. માનસિક વ્યથા થાક, ઉંચાટ આદિ ભાવા સામાન્ય રીતે પુરુષોના ચહેરા ઉપર જોવા મળ્યા. હીપી વિશે સાંભળી રાખ્યું હતું એટલે તેમનામાં ઉલ્લાસ અને