________________
Regd. No. MH. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭ '
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક ૩
જ પ્રબુદ્ધ જીવન
મુંબઈ, જુન ૧, ૧૯૬૮, શનિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નેંધ
અરાજકતાના માર્ગને વરેલી શિવસેના
મુંબઈ ખાતે ફેરીઆને ધંધો કરીને બે પૈસા રળી ખાતા સમુદાય સામેના મોરચાના નામે શિવસેનાએ મુંબઈના કોટ વિભાગમાં ગયા મે માસની ૨૦મી તારીખે સાંજના વિભાગમાં જે તેફાને કર્યો છે અને જે તારાજી સરસ્યું છે અને ત્યાર બાદ બેરીબંદર સ્ટેશને જે તોફાન મચાવ્યું છે અને હાર્બર લાઈનનાં સ્ટેશને ઉપરના ખાવા પીવાના ઍલે ઉપર ખાણીપીણીની ચીજોની જે તડફંચી કરી છેઆ બધા સમાચાર શિવસેનાના આયોજન પાછળ કેવું રાક્ષસી માનસ કામ કરી રહ્યું છે તેની ઝાંખી કરાવે છે.
મુંબઈના ચાલુ શહેરી જીવનવ્યવહારમાં જાહેર માર્ગો ઉપર જ્યાં ત્યાં બેસીને કે હરતા ફરતા રહીને ફેરીઆએ જે અવરોધ અને ત્રાસ પેદા કરે છે તેનું નિયમન થવું જોઈએ એ એક બાબત છે અને આ ત્રાસ અને અવરોધ દૂર કરવાની ફરજ મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈના સુધરાઈ ખાતાની છે તેની જગ્યાએ પોતે જ કાયદો હાથમાં લઈને સેંકડોની સંખ્યામાં નીકળી પડવું અને શહેરના મેટા રાજમાર્ગ ઉપર મનમાં આવે તેવી ભાંગફોડ કરવી, લૂંટફાટ ચલાવવી અથવા તો દુકાનના માલ તથા સરસામાનને વેરવિખેર કરવો એ જુદી જ બાબત છે. આ રીતે કાયદો હાથમાં લઈને નીકળનાર આ શિવસેનાનાં જુથે કયારે કેવી તારાજી સર્જશે તેની કલ્પના થઈ શકતી નથી. આ ઉપરથી મુંબઈના ચાલુ જીવન માટે શિવસેના કેટલા મોટા ભયસ્થાનરૂપ છે તેને કોઈને પણ સ્પષ્ટ ખ્યાલ આવ્યા વિના રહે તેમ નથી.
આ પ્રવૃત્તિ હજ ઉગતી છે. તેને વખતસર કાયદો અને સત્તાના દોરથી દબાવવામાં નહિ આવે તો, એમાં કોઈ શંકા નથી કે, સમય જતાં મુંબઈમાં વસતા નાગરિકોની સહીસલામતી નામશુન્ય બની જશે, મુંબઈની આબાદી બરબાદ થશે અને મુંબઈના છતાં જેમને હવે મહારાષ્ટ્રીયન તરીકે સ્વીકારવાને—ઓળખવાને-સીધે કે આડકતરો ઈનકાર કરવામાં આવે છે તેમને પોતાના વ્યાપારવ્યવસાય માટે સ્થાનાન્તર કરવાને વિચાર કરવાની ફરજ પડશે. આનું પરિણામ મુંબઈને આરપાર જર્જરિત કરવામાં આવશે, જે વસ્તુત: કોઈના પણ લાભમાં નહિ હોય. આ વસ્તુસ્થિતિને કોઈ પણ સમજદાર માનવી ઈનકાર કરી નહિ શકે. એમ છતાં મરાઠાવાડાના અધ્યાપક શ્રી. યુ. એન. લિમાયે જણાવે છે કે “મને શિવસેનામાં કશું અયોગ્ય કે અનુચિત જણાતું નથી. લોકો કહે છે કે એ મારા ભયસ્થાન રૂપ છે, પણ તે તે જે મહારાષ્ટ્ર નથી તેમના માટે છે. મહારાષ્ટ્રીઓ માટે શિવસેના કેવળ કલ્યાણકારી પ્રવૃત્તિ છે.”
એક યુનિવર્સિટીના અધ્યાપક આવી રીતે વિચારી રહ્યો છે તે ઉપરથી આ ઝેરી વિચાર કેટલે સુધી પહોંચ્યો છે અને તેના ગર્ભમાં કેટકેટલા અનર્થો રહેલા છે તેની એટલે કે આપણ સર્વની સામે આવી રહેલ આંધીની આપણને આગાહી થાય છે. ગૃહખાતાના પ્રધાન શ્રી ચહાણ આ શું કહી રહ્યા છે?
કેન્દ્રના ગૃહખાતાના પ્રધાન શ્રી યશવન્તરાવ ચવ્હાણ મહારાષ્ટ્ર પ્રદેશ મહાસભા સમિતિના ઉપક્રમે તા. ૨૦૫-૬૮ ના રોજ યોજાયેલ પરિસંવાદમાં શિવસેના અંગે ઉલ્લેખ કરતાં જણાવે છે કે,
“મરાઠીભાષી લોકોને ગમે તે અગવડ કે ફરિયાદ હોય, પણ મુંબઈમાં વસતા દક્ષિણના લોકો સામે ઝેર ફેલાવવું એ ઘણું ખોટું છે, એટલું જ નહિ પણ, જુગુપ્સા પેદા કરે તેવું છે. આ શિવસેના વાળા કોઈ ને કોઈ વ્યવસાયદ્રારા પેટીયું મેળવવાનો પ્રયત્ન કરતાં દક્ષિણવાસી રામે શા માટે મેરો માંડે છે અને જેમણે નેકરીઓ કે કામ આપવા અંગે અમુક ભેદભાવપૂર્વકની નીતિ અંગીકાર કરી છે તેવા માલિકો સામે તેઓ કેમ જેહાદ ચલાવતા નથી ? બધા પોએ એકઠા થઈને આ હીલચાલ દબાવી દેવી જોઈએ અને આ બાબતમાં કેંગ્રેસ સૌથી મોટી સંસ્થા હેઈને તેની સૌથી વધારે જવાબદારી છે.” આવા ઉદ્ગારો દ્વારા તેમણે શિવસેનાને વિરોધ કર્યો છે અને એમ છતાં નોકરી અને વ્યવસાયનું વિતરણ કરતા વહીવટદારો અને માલિકો સામે જેહાદ ચલાવવાની ઉપરના ઉંદુગારો દ્વારા તેમણે આડકતરી પ્રેરણા આપી છે જે પરસ્પર વિરોધી છે.
આમ દ્વિધા પેદા કરતું શ્રી ચવ્હાણનું કથન શિવસેના સામેની તેમની વિરોધી નિષ્ઠાને શંકાસ્પદ બનાવે છે. આ ઉપરાંત દેશમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ધરાવનાર કેન્દ્રીય પ્રધાન આવું અનર્થપૂર્ણ સૂચન કરે તે ધૃષ્ટતાની અવધિ છે, ઔચિત્યની બધી સીમાને વટાવી જાય છે. કલા-રવિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ કલાભવનનું ખાતમુહૂર્ત
તા. ૧૬-૩-૬૮ ના પ્રબુદ્ધ જીવનમાં જે કલાગૃહને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે કલાગ્રહનું તા. ૨૫-૪-૬૮ ના રોજ ગુજ રાતના રાજયપાલ શ્રીમન નારાયણ અગ્રવાલના વરદ હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું છે. આ કલાગૃહના સંબંધમાં જણાવવાનું કે ગુજરાતના સુવિખ્યાત કલાગુરુ શ્રી રવિશંકર મહાશંકર રાવળની કલાના ક્ષેત્રે અનેકવિધ સેવાઓની કદર રૂપે અમદાવાદ ખાતે એક ભવ્ય ‘કલા - ગૃહનું નિર્માણ કરવાના હેતુથી કેટલાક સમય પહેલાં કલા-રવિ ટ્રસ્ટ એ નામનું એક ટ્રસ્ટ ઉભું કરવામાં આવ્યું છે. શ્રી પ્રભુદાસ પટવારી, નવનીતલાલ સાકરલાલ શોધન, કાન્તિલાલ મણિલાલ, બચુભાઈ રાવત, અનન્તરાય રાવળ, કનુ દેસાઈ તથા જનાર્દન રાવળઆ મુજબ ઉપર જણાવેલ ‘ક્લા - રવિ’ ટ્રસ્ટના સાત ટ્રસ્ટીઓ છે. આ ટ્રસ્ટને આવકારતાં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ મર્હમ નવાબ મહેંદી નવાઝ જંગ સાહેબે રૂ. ૧,૦ની બીજદાન સાથે એવી ઈચ્છા વ્યકત કરેલી કે:
શ્રી રવિશંકર રાવળે કલા અને ચિત્રના ક્ષેત્રે જે ફાળે આપ્યો છે તેને અમદાવાદ અને ગુજરાતના કળાકારેને હંમેશાને લાભ મળતો રહે એવા આકારનું કોઈ મૂર્ત રૂપ આપવામાં આવે તે તે અતિ યોગ્ય કાર્ય થયું ગણાશે.
“આના અનુસંધાનમાં હું એમ સૂચવું છું કે આ કલારવિ ટ્રસ્ટના વ્યવસ્થાપક એવી યોજના કરે કે જેમાં ચિત્રકારો-વિઘાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ જેવો કોઈ પ્રબંધ હોય અને તે સાથે કળાકારોને પોતાના કાર્ય માટે આવશ્યક એવી બધી સાધનસામગ્રી અને પુસ્તકાલયની પૂરી સગવડતા હોય. ગુજરાત સરકાર આવી વસાહત માટે સાબરમતીના કિનારે જમીનને ટુકડો આપશે એવી ધારણા ઉપર આવી જના માટે રૂ. પાંચ લાખની જોગવાઈ કરવાની રહેશે.”
આ અંગેનાં ચક્રો ગતિમાન થવાના પરિણામે જણાવતાં આનંદ થાય છે કે આ કલાગૃહ ઉભું કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે