SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ f 120 ૨૨ સ્થળ પણ સ્મરણપટે અંકાઈ ગયું. વળી વસિત ઘણી ઓછી હાવા છતાં અહિં ચારપાંચ સારા વિશ્રામગૃહો અદ્યતન સગવડો પૂરી પાડે છે એટલે અહિં સ્વસ્થપણે રહેવું પણ ફાવે એમ છે. આપણને તો ખજીયાર ખૂબ ગમ્યું. પ્રબુદ્ધ જીવન ત્યાં એક નવી જાતનું દેવદારનું વૃક્ષ જોયું. નીચે લગભગ ચારપાંચ ફુટ સુધી એક જ ઝાડ લાગે, પણ ત્યાંથી ઉપર છ ઝાડ થઈ જાય—કે પછી છ થડવાળાં છ ઝાડનું સંયુકત – વૃક્ષ જ ગણી લો. ત્યાંનાં આ વૃક્ષમાંથી કેટલાંક તા લગભગ ૧૩૫ ફીટ ઊંચા ને ચારપાંચ ફીટ પહાળાં છે. ખજીયાર જવા માટે જીપ ભાડે લીધેલી તે બપારે એક વાગે પાછી આપવાની હોવાથી જલ્દી પાછાં ફરવું પડયું. બાકી મનમાં તે એમ જ થયાં કર્યું કે જાણે અહિં નિરાંતે રહીએ તે કેવી મજા આવે! એની વિશેષતા—લીલી મધુર શાંતિ–માણવા માટે બસ આટલા જ સમય મળ્યો? * (તા. ૨૭-૫-૬૭ ડેલહાઉસી) હમણાં હમણાં સંધ્યા એર ખીલે છે - પાંચેક દિવસની વર્ષા પછી કુદરત ન્હાઈધોઈને સ્વચ્છ થઈ છે. આકાશની ધૂળ શમી જવાથી આકાશ ઘેરૂ ભૂરૂ લાગે છે અને સાંજને સમયે સૂર્યના તેજસ્વી ગુલાબી રંગ ખૂબ દીપી ઊઠે છે. એ તેજની સુરખીને લીધે ખીણની હરિયાળી કોઈ સુંદર રાગના ભાવભર્યા આલાપ જેવી મધુર લાગે છે, જાણે આખા પર્વતમાં સૌમ્ય પ્રસન્નતા ગુંજતી ન હેાય? અને પેલાં હિમશિખરોનું તો પૂછવું te શું? કોઈ રાજસભામાં એક પછી એક રાજવીઓ જેમ પર્વતો હારબંધ ગાઠવાઈ ગયા છે, અને એમનાં મુગટોનાં હીરામોતી ઝગમગી રહ્યાં છે. કેવા રાજવીઠાઠથી એ પોતાની શાભા માણી રહ્યાં છે ! શિખરે શિખરે રંગભીનાં તેજતારણેા ઝૂલી રહ્યાં છે, અને આખી સૃષ્ટિ આનંદધારામાં તરબાળ બનીને ગાઈ રહી છે “આનંદલાકે મંગલાલે કે બિરાજે સત્યસુંદર !” સમાસ ગીતા પરીખ શ્રી શંકરરાવ દેવના વાર્તાલાપ ગયા એપ્રિલ માસની ૩૦મી તારીખે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરીના નિવાસસ્થાને, શ્રી જયપ્રકાશ નારાયણની આગેવાની નીચે દિલ્હી ખાતે દેશના રાજકારણી આગેવાન અને બુદ્ધિશાળી વ્યકિતવિશેષોનું આગામી ઑગસ્ટ માસમાં જે નેશનલ કન્વેન્શન ભરાવાનું છે તે નેશનલ કન્વેન્શન અંગે વિશેષ સમજૂતી આપવાના હેતુથી શ્રી શંકરરાવ દેવના એક વાર્તાલાપ યોજવામાં આવ્યા હતા, આ વાર્તાલાપમાં ભાગ લેવા માટે પરિમિત સંખ્યામાં ભાઈબહેનો ઉપસ્થિત થયાં હતાં. શ્રી શંકરરાવ દેવે કોઈ મોટી સભામાં ભાષણા કરવાને બદલે આવી નાની મંડળી સમક્ષ પોતાના વિચારોની આપ-લે કરવાનું પોતે વધારે પસંદ કરે છે એમ જણાવતાં કહ્યું કે “આપણે શબ્દમાં વિશ્વાસ ખોઈ બેઠા છીએ; જિંદગી જાણે કે અટકી ગઈ છે; જીવન જાણે કે બંધ પડી ગયું છે; માણસને માણસમાં વિશ્વાસ રહ્યો નથી. એટલે હવે માટી મેદની સામે ભાષણ કરવું એ શકિતના દુર્વ્યય કરવા જેવું મને લાગે છે. હું તો અહીં વિચારોનું આદાનપ્રદાન કરવા આવ્યા છું. એમાં સત્ય હશે તે મારા શબ્દમાં વિશ્વાસ આવશે. આપણી વચ્ચે મને Spritual communicationની અપેક્ષા છે. આ માટે આઠ દશ મિત્રાથી વધારે સંખ્યાની અપેક્ષા હોતી નથી. આથી આટલી નાની સંખ્યામાં ઉપસ્થિત થયેલાં ભાઈ–બહેનાને મળીને વિશેષ આનંદ છે. હું તમને સમજવાનો પ્રયત્ન કરીશ, તમે મને સમજવાનો પ્રયત્ન કરશેા.” તા. ૧૬-૫-૬૮ દન થાય છે તેની અસમ વહેંચણી, વિકાસની ધીમી પડતી જતી ગતિ, વિશાળ સમાજના ભિન્ન ભિન્ન સ્તરો વચ્ચે વધતી જતી અસમાનતા, જુદા જુદા રાજકીય પક્ષની સિદ્ધાન્તવિહાણી વર્તણૂંકના કારણે ગૂંથાતી જતી લેાકશાહી અને તે કારણે પેદા થતી અશાન્તિ અને અકળામણ—આ બધું સઘળા કોયલક્ષી લોકોના દિલને વ્યગ્ર બનાવી રહેલ છે. આમાં વળી ૨૦ વર્ષના ભૂતકાળના નબળા રાજ્યવહીવટે ઊભી કરેલી સમસ્યાઓની, કેન્દ્રીય સરકારની નબળી પડતી જતી પકડની, અને રાજ્યોમાં વ્યાપી રહેલી વહીવટી અસ્થિરતાની ઉમેરણી કરો. પક્ષાના આન્તરિક ઝઘડાઓ, પક્ષની ફેરબદલીનું આજે ચાલી રહેલું નાટક વગેરેના કારણે દિવસાનુદિવસ પરિસ્થિતિ વણસતી ચાલી છે. આ બાબતમાં સમજુ માણસાએ હવે મૌન બેસી રહ્યું પાલવે તેમ નથી. આના ઉપાય બધાંયે સાથે મળીને વિચારવા ઘટે છે. ત્યાર બાદ દેશની અદ્યતન પરિસ્થિતિનું વિવરણ કરતાં શ્રી. શંકરરાવ દેવે જણાવ્યું કે “આજની પરિસ્થિતિ અનેક કારણે ચિન્તાજનક બનતી જાય છે. ઘટતું જતું અનઉત્પાદન અને જે ઉત્પા “આજે આપણી બાવન કરોડની વસ્તીને ખવરાવવાના પ્રશ્નને રાષ્ટ્રીય કટોકટી ઊભી કરી છે. જ્યારે આપણા ઉપર બહારનો કોઈ દેશ હુમલા કરે છે ત્યારે તેને આપણે રાષ્ટ્રીય કટોકટી તરીકે જાહેર કરીએ છીએ અને આપણે બધા એક થઈ જઈએ છીએ. પણ આ ખાદ્યતંગીના આપણે આ રીતે વિચાર કરતા નથી અને પ્રજા મોંઘવારીની ભીંસમાં કચડાતી જાય છે, પીસાતી જાય છે. “આજે આપણી વચ્ચે મતભેદો છે, પક્ષાપક્ષી છે અને તેથી દેશની સમગ્ર પરિસ્થિતિના સાથે મળીને આપણે કોઈ વિચાર કરતા નથી પણ આજની કટોકટીનો તકાદો છે કે આપણે એકઠા થઈએ, સાથે બેસીને દેશના પાયાના પ્રશ્નોને વિચાર કરીએ, ઉકેલ શેાધીએ. હું સમજું છું કે આપણી વચ્ચે total agreement-સંપૂર્ણ એકમતી શકય નથી. આમ છતાં પણ આપણે સાથે મળીને કઈ બાબતમાં કર્યાં સુધી મળતા થઈએ છીએ તેનો તાગ કાઢીએ, અંગ્રેજીમાં જેને cousensus કહેવામાં આવે છે તે સિદ્ધ કરીએ અને આ મિલનભૂમિકા ઉપર આપણે શકય તેટલા સક્રિય બનીએ. આજની આખી સમસ્યાને ચાર ભાગમાં આપણે વહેંચીએ (૧) રાષ્ટ્રીય એકતા કેમ સાધવી, (૨)બંધારણીય અને વહીવટી ક્ષેત્રમાં આવશ્યક ફેરફારો, (૩) આર્થિક અને સામાજિક ક્ષેત્રે આવશ્યક પરિવર્તન, (૪) સંરક્ષણ અને પરદેશી રાજનીતિની પુનર્વિચારણા. આમાંથી પહેલા બે મુદ્દાઓ ઉપર વિચાર કરવા માટે આવતા આગસ્ટ માસમાં દિલ્હી ખાતે એક નેશનલ કન્વેન્શન યોજવાનું વિચારાયું છે. આ કન્વેન્શનમાં ભિન્ન ભિન્ન રાજકીય પક્ષાના આગેવાન, બુદ્ધિશાળી લોકો, નિષ્ણાતો અને તે તે વિષયના પંડિતાને નિમંત્રણ આપવામાં આવશે અને આગળ જણાવ્યું તેમ Conses.sus તારવવાના પ્રયત્ન કરવામાં આવશે. આ કન્વેન્શન માટેની કમિટીના શ્રી જયપ્રકાશ નારાયણ પ્રમુખ છે, હું–શંકરરાવ દેવ–ઉપપ્રમુખ છું, શ્રી રમેશ થાપર તથા સુગતા દાસગુપ્તા મંત્રીઓ છે અને શ્રી એસ . નિર્જલિંગપ્પા, બી. પી. મૌર્ય, શિલુ આએ, એસ. એમ. જોષી, નાથ હૈ, એસ. એ. ડાંગે, ઈ. એમ. એસ. નામ્બુદ્રીપાદ, અટલબિહારી વાજપાઈ, ટ્રાન્ક એન્થની, નિકોલાસ રાય, એન. જી. ગારે, જ્યાર્જ ફરનાન્ડીઝ, કે. કામરાજ, જે. જે. સિંધ, વિમલા ઠકાર, ત્રિગુણ સેન, સી. ડી. દેશમુખ, બલરાજ મધોક, જે. બી. કૃપલાણી, સિદ્ધરાજ ઠ્ઠા, વગેરે ૪૮ સભ્યો છે. આ રીતે અનેક પક્ષ અને વિચારધારાઓના પ્રતિનિધિઓને આ કમીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નેશનલ કન્વેન્શનના સ્વરૂપ અને તેને લગતી રચનાનો આપને કાંઈક ખ્યાલ આપવા અને તેના કાર્યમાં આપને રસ લેતા કરવા એ આશયથી હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આપે મારી વાતને આટલા ધ્યાનથી સાંભળી અને તેમાં રસ દાખવીને જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરી તે માટે આપનો હું ખૂબ આભાર માનું છું.” આ રીતે શ્રી શંકરરાવ દેવ સાથેના વાર્તાલાપ લગભગ દોઢેક કલાક સુધી ચાલ્યા અને તે કારણે ઉપસ્થિત ભાઈબહેન પ્રભાવિત બન્યા. શંકરરાવ દેવને જોતાં માલૂમ પડયું કે તેમણે પહેલાંનું સ્વાસ્થ્ય અને જોમ અને ચિત્તપ્રસાદ પુન: પ્રાપ્ત કરેલ છે. અને તે કારણે સૌએ સવિશેષ પ્રસન્નતા અનુભવી. સંકલન: પ્રમાનંદ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સધ ઃ મુદ્રક અને પ્રકાશકઃ શ્રી પરમાન ંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુ’બઇ–૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ ૧. ( ′
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy