SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૬૮ પ્રબુદ્ધ જીવન ૧૫ તિબેન મા ભળી બિરી પ્રજા કોઈ મુર્ખ ગેરો હોવો જોઇએ એમ મનાય છે, પણ જાતિભેદની સામે લડનાર કોઈ હબસી પણ તે હોઈ શકે કે જેને પિતાની વધતી જતી વૈરવૃત્તિને ડો. કીંગના કારણે પરાણે દાબી રાખવી પડતી હોય. એ તો કુદરતી છે કે આવો માણસ ડો૦ કીંગને પોતાના માર્ગમાં એક આડખીલી રૂપ માને. ડો૦ કીંગના કરૂણ મૃત્યુ પછી જે તેફાને થયાં તે ઉપરથી જો કંઈ સુચન મળતું હોય તો એમ કહી શકાય કે જે પ્રસરતી જતી હિંસાવૃત્તિને અટકાવવા ડો૦ કીંગના પ્રયત્નો હતા, તેમાં અત્યારે તે એક રીતે પછાપડવાપણું થયું છે. હાલ તુરત એ વિશે કંઈ કહેવું એ કદાચ વધારેપડતું વહેલું હોય. એક ગોરાએ છોડેલી ગોળી સામેની તે એક પ્રત્યાધાત પણ હોય. અનેક જાતિઓને સમાવતો સમાજ ડો૦ કીંગના મનમાં એકબીજામાં ભળી જઈને રહેતા એક એવા સમાજની કલ્પના હતી કે જે સમાજમાં હબસી પ્રજા લેશ માત્ર ભેદભાવ વિના ગેરા અમેરિકને સાથે જીવી શકે. ડો૦ કીંગના જીવનના ભાગે પણ જો આવી સમાજરચના થશે તો તે એક આનંદજનક બીના હશે. જો એમ બને તે ડો૦ કીંગે આપેલો ભોગ નિરર્થક ગયો નહિ ગણાય. કેમકે આવી એકતા સાધવા માટે પોતાનો જીવ આપવો પડે તો તે માટે તેમની પૂરી તૈયારી હતી જ. તેમણે એક ઠેકાણે લખ્યું છે, “સૌથી પહેલું એ અગત્યનું છે કે બે મેટા પક્ષો-હબસીઓ અને ઉદારમતવાદી ગરા-નું એવું સંગઠ્ઠન થાય કે તે સારા દિલથી ગરીબો માટે કામ કરે. ડો૦ કીંગ જ્યારે ગરીબોને માટે કંઈ કહેતા ત્યારે ગોરા કે કાળાને ભેદભાવ તેમના દિલમાં લેશમાત્ર નહોતો. છેલ્લે છેલ્લે આ પ્રકારની ભૂમિકા તૈયાર કરવા પાછળ તેમણે પિતાની બધી શકિત વાપરી હતી. વોશીંગ્ટન ઉપર મોરચે લઈ જવાનો જે કાર્યક્રમ એમણે યોજ્યો હતો તે એ જાહેર કરવા માટે જ હતો કે કોઈ પણ ગરીબ માનવી, પછી તે હબસી હોય, રેડ ઇન્ડીયન હોય, કે બીજી કોઈ કચડાએલી જાતિને હોય, પણ બધાને સમાન અધિકાર મળવો ઘટે. આ જાતિભેદની લાગણીને તેઓ પાયાને અવરાધ ગણતા, જો એ દૂર થાય છે તેમાં હબસીઓની મુકિત પણ સમાઇ જાય છે એમ તેઓ માનતા. આ કલ્પના પાછળ તેમનું આધ્યાત્મિક ચિંતન અને અમેરિકન પ્રજાના મૂળભૂત સંસ્કાર એ બેને તેમને આધાર હતો. એટલે એક બાજુથી “મુકત થયેલા હબસીઓ તરફથી તમારે કોઈ જાતને ભય રાખવાની જરૂર નથી” એમ ગોરાઓને તેને સમજાવતા અને બીજી બાજુથી, ગોરા અમને કચડી નાખનારા છે એવી દઢ થઇ ગયેલી માન્યતાને કાઢી નાખવા તેઓ હબસી ભાઇઓને સમજાવતા. બન્નેને એકબીજાની જરૂર છે એ વાત બન્ને પક્ષના દિલમાં જે ન ઊતરે તો કોઈ પ્રગતિ થવાની શકયતા નથી એમ તેઓ માનતા હતા. તેઓ કહેતા; જો એકબીજા પ્રત્યેના ભયની શંકાની લાગણી અને પક્ષના મનમાંથી નીકળી જાય તો જ એ સાચી મુકિત હશે, તો જ બધા ભાઇચારાથી સાથે રહી શકશે. હતાશ થયેલા પિતાના અનુયાયીઓને તેમણે સમજાવ્યું કે તમે શંકાશીલ રહ્યા કરશો તો તે તમને ડગલે ને પગલે બંધનરૂપ થશે. વળી, જે ગરા મિત્રો આપણાં કારણે મૃત્યુને ભેટયા, જેમણે આપણા કારણે આર્થિક લાભ જતા કર્યા, અને જેઓએ રાજ્ય તરફની કનડગતિ વહોરી લીધી તે બધાની તમે અવગણના કરી ગણાશે. એમની વિશિષ્ટ નીતિ–કાર્યપદ્ધતિ ડિશ૦ કીંગની અહિંસક નીતિથી આકર્ષાઇને જ ગેરા મિત્રો હબસી પ્રજાની પડખે રહી લડયા હતા. તેઓનું માનવું હતું કે આ સામાજિક સુધારામાં તેમના પોતાના પણ નૈતિક અને આર્થિક લાભે સમાયો છે. આ અહિંસક નીતિને જ પકડી રાખવાનું તેમને બીજું એક કારણ એ હતું કે તેઓ દઢતાથી માનતા હતા કે ગમે તે થાય પણ અમેરિકન ગોરાઓને અને અમેરિકન હબસીઓને સાથે રહીને જ જીવવાનું છે. બેમાંથી કોઈ એકને પણ કાઢી મૂકી શકાય તેમ નથી. એક વખતે તેમણે મને કહ્યું હતું કે “મારું કાર્ય મહાત્મા ગાંધી કરતાં વધારે કપરૂં છે. મહાત્માજીએ ગોરાઓને ભારતની બહાર કાઢવાના હતા, પણ અમે એ કલ્પના કરી શકીએ તેમ નથી.” લડાઈ પૂરી થયા પછી ગોરાઓની જેમ તે પોતે પણ યુ. એસ. એ. ની સીમાની અંદર જ રહેવાના છે એ નગદ સત્ય તે જાણતા હતા અને તેને અનુસરીને પોતાની નીતિ તેમને ઘડવાની હતી. આવી લડાઈમાં, માનવીનું શાણપણ કહે છે કે, કોઈ વિજેતા હોઈ ન શકે. ઉલટું વિરોધીઓએ પણ એક જ વાવટો હાથમાં લઈને અને એક જ સૂત્ર પોકારતાં સાથે સાથે કૂચ કરવી જોઈશે. ડો૦ કીંગને અહિંસામાં શ્રદ્ધા હોવાનું આ પણ એક કારણ હતું. તેઓ કહેતા કે, Black Power-બ્લેક પાવર-ની એક નબળાઇ એ છે કે તે જોઈ શકતા નથી કે હબસીઓને ગોરા વિના ચાલવાનું નથી અને ગોરાઓને હબસીઓ વિના ચાલવાનું નથી. બ્લેક પાવર ગમે તેટલા બુમબરાડા પાડી સુત્રો બેલે, પણ એવો કોઈ તેમના માટે જુદી માર્ગ નથી જે દ્વારા તેઓ પોતે સત્તા અને સગવડ મેળવી શકે અને તેમાં ગોરાઓને કંઇ લાગેવળગે એવું ન હોય. તેમ જ તે મેળવવા માટે ગોરાઓને પણ કોઇ એવો જુદો માર્ગ ન હોય કે જેમાં કાળાને કંઇ લાગતુંવળગતું ન હોય. આ બધી દલીલે તેઓ ગોરાઓ સાથે કરતા અને કાળા સાથે પણ કરતા. પણ છેલ્લે છેલ્લે પલ્લું એમના વિરોધીઓ તરફ નમતું જતું હતું કે જેઓ તેમને છોડી ગયા પછી ભયજનક રીતે મજબૂત બનતા જતા હતા. સંકુચિત માનસ બહુ દુ:ખિત હૃદયે તેઓ આ બધું તેમને કહેતા. થાકયા વગર લાંબા વખત સુધી તે તેમની સાથે ચર્ચાઓ કરતા. જેના કારણે બીજાએના દિલમાં કાળાઓ પ્રત્યે નફરત ઊપજે છે તે સંકુચિત માનસ તજી દેવા તેઓ તેમને ખૂબ સમજાવતા. ગરા અને કાળા મિત્ર બનીને ભાઇચારાથી સાથે રહી શકે છે તેમાં તેમને અખૂટ શ્રદ્ધા હતી, અને પિતાની બુદ્ધિશકિતથી તેમ જ વાણીચાનુરીથી આ બધું તેઓ બીજાઓને સમજાવતા. અંતરની શુભનિષ્ઠાથી કરેલાં ઘણાં કાર્યોમાં તેમને મળેલી સફળતાના અનેક દાખલા તેઓ આપતા. અને હબસીઓને અલગ પાડી નાખવાથી ભોગવવી પડનારી મુશ્કેલીઓની તેઓ ચેતવણી આપતા. - હબસીઓ કોઇ દિવસ જીતી શકવાના નથી એવી દઢ માન્યતા થઈ જવાથી જે કેટલાક હબસીઓ “નિહિલિસ્ટ ફિલોસોફી” તરફ ઢળ્યા હતા તે માટે પોતાને થતું દુ:ખ તે છુપાવી શકતા નહોતા. તેને શું પ્રત્યાઘાત આવશે તે પણ તેઓ સમજતા હતા. તેમને ઉતારી પાડનારાઓ પ્રત્યે પણ તેઓ અનુકંપા દર્શાવતા અને સાથે સાથે તેમની માન્યતાઓને પણ એટલા જ પ્રેમથી તેઓ વિરોધ કરતા. તેમને તેઓ મહાત્મા ગાંધીનો માર્ગ સમજાવતા. જેઓ ગોરાઓ પ્રત્યે તિરસ્કારથી જોતા તેમના દિલમાં અહિંસાની તાકાતથી પરિવર્તન લાવવાના તેઓ હંમેશા પ્રયત્ન કરતા. જ્યાં સુધી કંઈ પણ આશાનું કિરણ દેખાતું હતું ત્યાં સુધી તેમના અનુયાયીઓ તેમની પડખે રહ્યા, પણ આ આશા ૧૯૬૫ ના સિવિલ રાઇટસ બિલ પસાર થવાથી જયારે તૂટી પડી ત્યારે તેમાંના ઘણા નિરાશ થઈ ગયા. જેણે તેમનામાં આશા જન્માવી હતી તેનાજ તેઓ પ્રતિસ્પર્ધી બની ગયા, એટલું જ નહિં પણ, એમની તેમણે ઠેકડી ઉડાડવા માંડી. ડે. કીંગે તેમને માફી આપી, તેમના વિશે દિલમાં કોઈ ડંખ ને રાખે, પણ પોતે પોતાના માર્ગથી જરા પણ ચલાયમાન ન થયા. તેઓને થનું દુ:ખ તે સમજતા હતા અને સાથે એ પણ સમજતા હતા કે હતાશ થઈ જઈને સક્રિય કાર્યક્રમને સંભાવી દેવાથી કોઇ કાન્તિને સફળ બનાવી શકાતી નથી. સફળતાને માર્ગ પોતામાં જે અહિંસા ઉપરની દઢ શ્રદ્ધા હતી, તેનું ફરી ફરીને ટણ કરી બીજાઓની શંકાઓ તેને દૂર કરતા. “મક્કમતાથી ઊભા રહેવું, અહિંસક રીતે આગળ વધવું, કયાંક પાછા પડયા તે તે સ્વીકારી લઈ આશા ભાંગવા ન દેવી.” આ સફળતા માટે શ્રેષ્ઠ માર્ગ છે એ તેમના સાથીઓને ગળે ઉતારવા તે સતત મથતા રહેતા. તેઓ કહેતા, “સત્યના માર્ગે ચાલવા માટે જે કંઇ રાહના કરવાનું આવે તે સહન કરવું જોઇએ એમ સમજીને ચાલીએ તો
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy