________________
513-02-12 $115.
પ્રભુ જીવન
આ વખતની પણું વ્યાખ્યાનમાળા–ર
પા
(પયુર્ષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ પ્રા. ગૌરીપ્રસાદ વ્યાખ્યાનમાળાને છેલ્લે દિવસે પાસે બેઠેલા એક મિત્રને મેં કહ્યું હતું કે, શ્રી પરમાનંદભાઈ આવતીકાલથી આવતા વર્ષની વ્યાખ્યાનમાળાની યાજનાના કામમાં લાગી જશે! આ કેવળ રમૂજ ખાતર નહોતું કહ્યું, પણ વસ્તુસ્થિતિને હળવાશથી રજૂ. કરી હતી. એ તે દેખીતું છે કે કોઈ પણ સંકુલ કે બહુજનસાધ્ય યોજના આપ સિદ્ધ થતી નથી. એવી મહાન કે ભવ્ય નીવડે તેવી યોજનાની કલ્પના અને મનોરથા તા અનેક વ્યકિતનાં મનમાં ઊઠે—ઊઠતાં હાય છે; પણ તેને વાસ્તવરૂપે સિદ્ધ કરવાનું—સાચા અર્થમાં સિદ્ધ કરવાનું—કાર્ય તો વિરલ વ્યકિત કરી શકે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાની યોજનામાં ઉત્તરોત્તર સામર્થ્ય, વ્યાપકતા અને ઊંડાણનાં દર્શન થતાં રહે છે. તેની પાછળ શ્રી પરમાનંદભાઈની પોતાની આ વ્યાખ્યાના વિશેની કલ્પના અને ભાવના ઉપરાંત જીવનદૃષ્ટિની સમગ્રતા પણ રહી છે. પર્યુષણપર્વ આવ્યું એટલે કે પંદરસત્તર વકતાઓને બાલાવી વ્યાખ્યાન કરાવી નાખ્યાં એટલે પત્યું એવી એમની ભાવના નથી. ઉલ્ટું, વ્યાખ્યાનમાળાના સમગ્ર મુદ્ ગલને –Corpus—ને અમુક ઘાટ આપવાની એમની વૃત્તિ રહેતી હોંય છે: કેટલાયે વકતાઓ આરંભમાં કબૂલ કરતા હોય છે કે મારો વિષય ત। શ્રી પરમાનંદભાઈએ નિશ્ચિત કર્યો છે. અને મારે તેના વિશે બાલવાનું છે! શ્રી પરમાનંદભાઈ પોતે કહે છે કે વ્યાખ્યાનમાળાની યોજના દ્વારા મને આત્મતૃપ્તિ કે આત્મપૂર્તિ—Selffulfilment–ને અનુભવ થાય છે અને આનંદ થાય છે. પરાર્થને સ્વાર્થરૂપે જોવાની દૃષ્ટિ સાચી જીવનદષ્ટિ છે એમ કહી શકાય.
વ્યાખ્યાનમાળાને પ્રથમ દિવસે આર ભમાં પ્રાસ્તાવિક પ્રવચન કરતાં શ્રી પરમાનંદભાઈએ કહ્યું હતું કે આજે આપણે પ્રફ લ મનથી—ડાનંદના વાતાવરણમાં–મળીએ છીએ; કારણ કે બબ્બે વર્ષના દુકાળના સંકટ પછી આ વર્ષે કુદરતે મહેર કરી છે: ચેામેર ઘણા સારા વરસાદ થયા છે અને આ વર્ષ સારું જશે એવી આશા આપણે રાખીએ છીએ. તે પછી મારા પ્રાસ્તાવિક વચનામાં મેં શ્રી પરમાનંદભાઈનાં આ વચનના ઉલ્લેખ કર્યો હતા. અને ઉમેર્યું હતું; God has behaved; let us hope, now man behaves: કુદરતે - ઈશ્વરે - પેાતાનું કર્તવ્ય કર્યું છે; હવે માનવ પેાતાનું કર્તવ્ય કરશે એવી આપણે આશા રાખીએ. આજે ખરેખર પ્રશ્ન થાય છે કે હું, તમે અને આપણે સૌ માનવા આપણી ફરજે નિષ્ઠાપૂર્વક દા કરીએ છીએ ખરા? વરસાદ ન થયા હોય અને અનાજની છત—
તંગી - હોય ત્યારે તે ચીજવસ્તુના ભાવ ઊંચા હોય તે સમજાય, પણ વરસાદ સારો થયો હોય અને પુષ્કળ પાકની આશા હોય અને પાક ઉતરે ત્યારે પણ અનાજ વગેરેના ભાવા કૃત્રિમ રીતે ઊંચા જ રાખવામાં નહીં આવે એની અત્યાર સુધીના આપણા અનુભવ ઉપરથી ભાગ્યે જ ખાત્રી રાખી શકાય. સાચી અછત હોય તે ચીજવસ્તુ મળે જ નહિ – મળી શકે નહીં. માનવે સરજેલી કૃત્રિમ અછત હાય ત્યારે ઓછા ભાવે કાયદા પ્રમાણે મળવાની ચીજ મળે નહીં પણ ખુલ્લા બજાર કે કાળા બજારમાં ત્રણ ચાર ગણા વધારે ભાવે . એ ચીજ જોઈએ તેટલા પ્રમાણમાં મળી શકે તેનો અર્થ શે? આજે ચોખા, ખાંડ, ગોળ વગેરે જીવનની જરૂરીઆતની વસ્તુઓમાં આવી માનવનિર્મિત અછત પ્રવર્તે છે. ઔદ્યોગિક મંદી હોય તેની સાથે ભાવ - સપાટી ઊંચી રહ્યા કરે એવી આપણી લીલાએ પાશ્ચાત્ય અર્થશાસ્ત્રીઓને પણ મુંઝવી દીધા છે! પ્રજા તરીકે આપણી દષ્ટિ આવી વિકૃત હશે ત્યાં સુધી જયવારાની શી આશા રાખી શકાય ?
વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કાકાસાહેબ કાલેલકરના ‘સમન્વયયાત્રા’ વિષેના પ્રવચનથી થયા હતા તે ઉચિત હતું: 'એ પ્રવચનના
ચુનીલાલ ઝાલાએ લખી આપેલી સમાલાચના)
૧૧૯
સૂર સમગ્ર વ્યાખ્યાનમાળાના સ્થાયી સૂર જેવા બની રહ્યો હતા. કાકાસાહેબે કહ્યું કે વિજ્ઞાનના વિકાસના આ સમયમાં સંકુચિત –સનાતની - મનોવૃત્તિ ચાલી શકે તેમ નથી. સનાતની મનોવૃત્તિ કાળભગવાનની સાથે નહીં પણ હંમેશાં બે ડગલાં પાછળ હોય છે. આજે ધર્મના ભેદોને કે તેને કારણે વિખવાદોને અવકાશ નથી. અણુબોમ્બના આ સમયમાં યુદ્ધ થાય તો સર્વનાશ જ થાય એવું અમેરિકા અને રશિયાની મહાસત્તાઓ સમજે છે. આજે Thesis, Antithesis and Synthesis - ક્રિયા, પ્રતિક્રિયા ને સમન્વિતક્રિયા–જેવા અત્યાર સુધી શક્ય બનેલા ક્રમને અવકાશ નથી. આજે જીવનયોગ સાધવાનો છે. જયપરાજયની વાતો કરવાની નથી. સર્વનું સહકલ્યાણ સાધવાનું છે. આજે પરંપરાગત ધાતા ત્યજીને જે સમાજ વૈજ્ઞાનિક પદ્ધતિએ વિચારશીલ અને ક્રિયાશલ બનશે તે નેતૃત્ત્વ પામશે. ભારતે આ વાત સમજી લેવી જેઈએ. શ્રી ધૈર્યબાળ વારાઓં ‘સત્યમ, શિવમ ્, સુન્દરમ્'-ના વિષયવાક્યનું વિવેચન કરતાં કહ્યું હતું કે સામાન્ય રીતે સર્વત્ર - પણ ભારતમાં સવિશેષ - સામાજિક બળાનું વર્ચસ્વ ઘણું હોય છે. પશ્ચિમમાં વ્યક્તિનું સ્વાતંત્ર્ય સ્વીકારાયું છે અને જીવનસરણિમાં વ્યકત પણ થાય છે; જયારે આપણે ત્યાં વ્યક્તિનું મૂલ્ય હજી ઓછું અંકાનું રહ્યું છે અને વ્યકિત જીવનનાં બધાં પાસાંઓમાં સમાજના પ્રાબ૫થી રુંધાતી રહી છે. જે સમાજમાં ઊંડા વિચારના અભાવ હોય અને માત્ર દેખાદેખીમાં રાચતા હોય તે સમાજનું પતન થવાનું જ. વિકાસશીલ સમાજમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિચારશકિત હોય તેની સાથે -Value Judgments—મૂલ્યભાવના હોવી જોઈએ. આજે બુદ્ધિના વિકાસ · અવશ્ય થયા છે પણ મૂલ્યે! ઉપેક્ષા થઈ છે. પહેલા દિવસનાં આ બંને વ્યાખ્યાન એકબીજાનાં પૂરક નીવડયાં હતાં.
શ્રી રામપ્રસાદ બક્ષીએ “ઉપનિષદોનું હાર્દ” વિશે પ્રવચન કર્યું હતું. ઋગ્વેદરહિતાના સમયથી . તત્ત્વદષ્ટાને સમજાયું હતું કે વિશ્વમાં અને વિશ્વરૂપે નજરે આવતી અનેકતાનું મૂળ કોઈ એક જ તત્વ છે, જેને ઉપનિષદકાળના ઋષિઓએ બ્રહ્મ, સત્ વગેરે શબ્દોથી વર્ણવ્યું છે. પરમતત્ત્વ એક છે છતાં તેને પામવાના માર્ગો અનેક છે. જગતને મિથ્યા કહેવામાં આવ્યું છે તેનો અર્થ જગત તુચ્છ -Non existent—છે એમ નહીં - એનું અરિતત્ત્વ બ્રહ્મના અસ્તિત્ત્વ જેવું નથી એટલું જ. સત્તા (અસ્તિત્ત્વ)ના પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિભાસિક એવા ત્રણ પ્રકારો છે. પારમાર્થિક દશામાં એક અને અદ્રિતીય તત્ત્વ સ્વીકારાયું હોવા છતાં, વ્યાવહારિક દશામાં ઈશ્વરનું તત્ત્વ સ્વીકારાય છે; પુણ્ય પાપ, નીતિ અનીતિ, ધર્મ
અધર્મ વગેરે ભેદો પણ સ્વીકારાય છે. મોક્ષની સ્થિતિમાં બધા ભેદો ટળી જઈને કેવળ પરમ ઐક્યના અનુભવ થાય છે. વેદાન્તમાર્ગમાં નીતિને અવકાશ નથી, મેાક્ષ પણ વ્યકિતનો હોવાથી સ્વાર્થીપણાવાળા લાગે છે, કારણકે તેમાં સમાજના ઉત્કર્ષ કે મેાક્ષની ઉપેક્ષા થતી દેખાય છે એવા આક્ષેપ કેટલીક વાર કરાય છે, પણ તે પાયા– વિનાના છે. ગીતામાં વર્ણવાયેલા સ્થિતપ્રજ્ઞ, ભકત, જ્ઞાની, ગુણાતીત કે યોગીનાં લક્ષણો જોવાથી આ વાત સમજાશે. વેદાન્તમાં જ્ઞાન ઉપર ભલે ભાર મૂકાયો હોય, પણ અન્તિમ મહત્ત્વ તો અનુભૂતિ realizationનું છે.
પ્રાધ્યાપક દલસુખભાઈ માલવણિયાએ ‘સાર્વભૌમ સ્યાદ્વાદ— અનેકાન્તવાદ' નું નિરૂપણ કર્યું હતું.. આર ંભમાં તેમણે જણાવ્યું હતું કે સાર્વભૌમ વિશેષણ યોજવાના આશય એ છે કે જૈનેતર પર 'પરાએમાં પણ એક જ દષ્ટિને વળગી રહેવાને બદલે અનેક દષ્ટિ કે સ્વરૂપે સ્વીકારાયેલાં નજરે આવે છે. અનેકાન્તવાદની પણ પશ્ચાદ્