________________
૧૧૮
પ્રભુ
એક કરતાં અનેક ગુણધર્મો છે, જેથી મ્હાત્માજીનાં પુણ્ય નામ સાથે જોડવાની પાત્રતા ધરાવે છે.
હંસ તારામંડળ
અવકાશનાં આ સ્વીકૃત ૮૮ વિભાગો પૈકી હંસ (સીગ્નસ) નામે ઓળખાતા તારામંડળમાં પ્રસ્તાવિત તારા આવેલા છે, આ તારામંડળ ઉતરમાં ૧૯ કલાક અને પાંચ મીનીટ તથા ૨૨ ક્લાક વિષુવાંશ (રાઈટ એસેન્શન), અને ૨૮ અને ૬૦... ક્રાંતિ (ડેકલીનેશન) માં આવેલ છે. તે શ્વેત શ્યામ નિહારિકાથી રમ્ય બનેલું છે. અહીંથી આકાશગંગાના સર્પીલ બાહુ તરફ જવાય છે.
આ નિહારિકા ઉત્તર અમેરિકાનાં આકાર સાથે ખૂબ સાદૃશ્ય ધરાવતી હોઈ તેને “ઉત્તર અમેરિકન નિહારિકા” પણ કહેવાય છે. આ નિહારિકા આપણા પ્રસ્તાવિત તારા ડેનેબથી પૂર્વે ૩ છે. ડેનેબનાં તેજારાશિથી તે વધુ ઉજજવળ બનેલ છે. તે નિહારિકાના અદ્યતન દર્શક યંત્ર દ્વારા લેવાયેલા ફોટામાં લંબાવેલી ડોક અને આગળ પડતી ચાંચ, વેગથી ઉડી નીચે ઉતરતા હસની જે પ્રાચીનોએ પના કરી હતી તેની તાદૃશ્ય છાપ ઉપસી આવી છે.
હંસતારામંડળને એક બીજું નામ પણ આપેલ છે. તેમાં તારાઆ આકાશમાં ઈસુના આબેહૂબ વધસ્તંભ સર્જે છે. આ “હંસ પુચ્છ” તેના શિરે તેજથી ઝળહળે છે. ક્રોસ એ બલિદાનનું ને દૂર-વિશ્વભાતૃભાવનું પ્રતીક છે. ઈશુ ખ્રિસ્તે જીવનભર તેના પ્રચાર ર્યાં અને તે માટે તેણે બલિદાન આપ્યું. જગત મહાત્માજીનાં ઈસુની જેવા સત્ય ખાતર બલિદાનનાં યોગને પીછાને છે. જેરામે વ્યાજબી કહ્યું છે કે, “શહીદનું લાહી દેવળનાં પાયાનું બીજ છે.” આવા ક્રોસના શિરતારકને “ગાંધી” નામ આપવું પ્રશંસાપાત્ર બનશે. તારો ડેનેબ ધ્રુવપદ પામે છે
પૃથ્વી ફરતી ધરી હ ંમેશ માટે એક દિશા તાકતી નથી. ધરી ફરતા ભમરડાની પેઠે પૃથ્વી પર ડોલનચાક લે છે. એ સ્હેજ ત્રાંસી ફ્રે છે. તેનું ડોલન પરિભ્રમણ ૨૫૮૨૭ વર્ષે પુરૂ થાય છે. તે કાળમાં જે તારાઓ તરફ ધરીનું મધ્યબિંદુ આવે છે તે તારા ઉતરતારા બની જાય છે.
કાકાસાહેબ કાલેલકર સાથે ડેનેબતારા અને હંસમંડળ સંબંધમાં પત્રવ્યવહાર થતાં તેઓશ્રી લખે છે:
“સીગ્નસ એટલે હંસ એ પારકા લોકોએ આપેલું નામ સ્વીકાર્યા પછી ડેનેબને હંસપુચ્છ કહ્યા વગર છૂટકો નહોતો. પિતૃભકત શ્રાવણ પાસે જે તારા દેખાય છે તેને ‘ગાંધી’નું નામ આપવામાં ઔચિત્ય છે જ.” જયંતિ: શ્રેષ્ટ
આ ડેનેબ—હંસપુચ્છ તારક—વર્ગીકરણના હિસાબે પહેલા વર્ગમાં છે. પ્રસ્તુત તારા સીગ્નસ તારામંડળનાં મુખ્ય તારા પૈકીના એક મુખ્ય અને પ્રકાશિત તારા છે. ઉડતા હંસની પુંછડીને તે શાભાવે છે.
તારાવિશ્વમાં નરી આંખે દેખાતા અતિ ઉજજવલ ૨૦ તારાએમાં તે ઉજજવળતમ પંકીના છે. કરોડો તારાઓમાં પહેલા ત્રણ, તારાઓ અગત્સ્ય (કેનાપસ ), બાણરજ (રીગલ) અને હંસપુચ્છ છે. તે પૈકી તે એક છે. આમ તે જયોતિ: શ્રેષ્ટ (સુપર બ્રીલીઅન્ટ) છે. સાથે સાથે તે વિરાટ કોટ (સુપર જાયન્ટ) પણ છે.
દૂર સુદૂર
સૂર્ય પણ એક તારો જ છે. પૃથ્વીથી નવ કરોડ ત્રીસ લાખ માઈલ દૂર છે. પ્રકાશ દર સેકડૅ ૧,૮૬,૦૦૦ માઈલની ગતિ ધરાવે છે. જે મુજબ સૂર્યમાંથી પ્રકાશ પૃથ્વી ઉપર પહોંચતાં ૮.૩૩ મીનીટ થાય છે. આકાશીય સત્વોની દીર્ઘદૂરતા માપવા માઈલા નાના અને ક્ષુદ્ર બની જાય છે: તેથી તેને માટે પ્રકાશવર્ષનું માપ સ્વીકારાયેલ છે. એક પ્રકાશવર્ષમાં અવકાશી પદાર્થ ૫,૮૮૦,૦૦૦,૦૦૦,૦૦૦ માઈલ દૂર હોય છે. જય ( આલ્ફા સેન્ટૌરી) નામના તારો પૃથ્વીથી ૪.૩ પ્રકાશવર્ષ દૂર છે. આપણા આ હંસપુચ્છ ( ગાંધી ) ૬૫૦ પ્રકાશવર્ષ દૂર છે. માઈલમાં ગણીએ તો ૩૮૨૨ નાં આંકડા ઉપર બાર શૂન્ય ચડાવીએ તેટલે દૂર છે. પ્રથમ વર્ગનાં તારાઓમાં તે દૂરતમ છે. છેલ્લી શોધ મુજબ તે ૧૫૦૦ પ્રકાશવર્ષ દૂર હાવાનું જણાયું છે. સૂર્ય કરતાં દસ હજારગણા તેજસ્વી
સૂર્ય કેટલા તેજસ્વી છે? તેનાં કરતાં આપણા આ તારાના તેજાંક દસહજાર ગણા છે. વર્ણપટ શ્રેણી “એ ૨” છે. તે શુભ નીલવર્ણી તારક છે.
એક આકસ્મિક મહાયોગ
આ તારકના વિષુવવંશ (આર. એ.) ૨૦ કલાક ૪૦.૨ મીનીટ છે, અને ક્રાંતિ (ડેકલીનેશન) ૪૫.૦૯ છે. ખગોળીય ગણનાના આધારે તેની સૂર્ય સાથેની યુતિ (ક જકશન) તા. ૨૮મી જાન્યુઆરીનાં રોજ પ્રતિવર્ષ થાય છે.
જીવન
તા. ૧૬-૧૦-૧૭
છે. ડેનેબ તેના આમ સાયંતારક (ઈવનીંગ સ્ટાર) તરીકે અસ્ત થાય છે, અને તે પ્રભાતતારા તરીકે ઉદય પામે છે. આવા આકસ્મિક યોગ એ કુદરતની કોઈ અકલ્પ્ય બલીહારી ન ગણી શકાય ?
આ યુતિના યોગ માટે કાકાસાહેબ તા. ૧૮-૩-૬૬નાં પત્રમાં લખે છે કે, “એમાં વળી તમારા તાજા કાગળમાં તમે ઉમેરો છે કે, સૂર્યની ડેનેબ સાથેની યુતિ પણ મહાત્માજીનાં બલિદાન દિવસ નજીક આવે છે, એટલે ડેનેબને ‘ગાંધી” કહેવાની તમારી સૂચના હું આવકારૂં છું, એમાં મારૂ સમર્થન માનો.” ઉત્તર આકાશમાં વધસ્તંભ
આ તારક સૂર્યની પરિભ્રમણ કક્ષાથી થોડો દૂર ઉત્તરે હોઈ, યુતિ પછીના માક્ષ—ખુનદર્શન—આશરે બે દિવસ પછી થાય છે. તે આધારે તા. ૩૦મી જાન્યુ. (મહાત્માજીના મૃત્યુદિન) ના રોજ ફરી પ્રકટે
ઉત્તરના અત્યારના ધ્રુવતારક જો કે તેજસ્વીતામાં બીજા વર્ગના તારો છે, પણ તેનાં માર્ગદર્શક અને અવિચળ પદ માટે સહુનાં હૃદયમાં તે અનેરૂં આકર્ષણ જમાવે છે. ધ્ર ુવ અવિચળ છે, પણ તેનાં સ્થાને અચળ નથી. આજે જે સ્થાને ધૃ વ છે ત્યાં પણ તે પહેલા કાલીય (ડૂકો) મંડળના ધુબન (આલ્ફા ડ્રેકોનીસ) ઉતર તારો હતા. તેના આધારે મીસરવાસીઓએ પીરામીડની સાંકલના કરી હતી.
અત્યારે ઉત્તરના માર્ગદર્શક તારા તરીકે ધ્રુવમત્સ્ય મંડળના ધ્રુવ (પાલીરીસ) વહાણવટીઓને તેમજ વાયુયાનીઓને માર્ગદર્શક બની રહ્યો છે. આની પછી ઉત્તર-તારક તરીકે વૃષપર્વા મંડળ (સીફીયસ)નાં ત્રણ તારા ગામા, બેટા, અને આલ્ફા ઈ. સ. ૪૫૦૦, ઈ. સ. ૬૦૦૦ અને ૭૫૦૦માં ધ્રુવપદને પામશે. આ પછી પૃથ્વીની ધરીની પરિક્રમાનું મધ્યબિંદુ ઈ. સ. ૧૦,૦૦૦ આસપાસમાં ડેનેબ બનશે. આ ડૅબ ( ગાંધી ) તે કાળે ઉત્તર ધ્રુ વપદ સંભાળશે. આની પછી ઈ. સ. ૧૩૫૦ ૦માં વીણામંડળના અભિજિત (વેગા) તારો ઉત્તર-તારક બનશે, ફરી પાછા કાલીય મંડળના ધુબન ઈ. સ. ૨૩૦૦૦માં આવશે, અને ઉત્તરના આન્તનો ધ્રુવ પુન: ૨૮,૦૦૦માં ધ્રુવપદે સ્થાપિત થશે. આ ધ્રુવચક્રનાં તારાઓમાં કોઈ બીજા ત્રીજા વર્ગમાં આવે છે, જ્યારે ડેનેબ અને અભિજિત પ્રથમ વર્ગનાં વધુમાં વધુ તેજોમય જ્યોતિ છે.
ઉપસંહાર
આમ ડૅનેબ એ ગાંધી'નામ પામવા માટે પાત્રતા ધરાવતો સ્વીકરણીય તારો છે. આર્ય સંસ્કૃતિમાં આ રીતે પવિત્ર પુરૂષોને અંતરિક્ષમાં દિવ્યપદ આપવાની પ્રણાલિ છે. આ આપણા દેશની સંસ્કૃતિની નિજી વાત છે. તેમાં આંતરરાષ્ટ્રીય સંમતિની જરૂર નથી.
આ નામ વિધાન વિદ્રાન શ્રી રવિશંકર દાદાની સાન્નિધ્યમાં કાકાસાહેબ કાલેલકરે કરી દીધું છે. અખિલ ભારતીય સ્તર ઉપર પ્રજા તેને સ્વીકાર અને સત્કાર કરે તે માટે આ નામકરણને પ્રચાર કરવા વિનંતિ છે. ધ્રુવ, અગત્સ્ય કે વસિષ્ઠની પેઠે ભારતીયોના અંતરને ઉજાળનાર અંતરિક્ષમાં આ દિવ્ય સ્મારક છે. એ આપણા મહાત્માજી પ્રત્યેના અમર અર્ધ્ય છે. પ્રતાપરાય ગિ. મહેતા