________________
પ્રમુદ્ધ જીવન
૧૨૦
છે:
ભૂમિકા હોવી જોઈએ અને હતી. ઋગ્વેદસંહિતામાં અનેક દેવા છે અને બધા દેવે! એક પરમતત્ત્વનાં સ્વરૂપો છે એવું કહેવાયું સદ્ વિન્ના વરુધા વવન્તિ ।, એટલું જ નહીં પણ, જે જે દેવની પ્રાર્થના કરાતી હોય તે તે દેવને અધિદેવ તરીકે માનવાની પદ્ધતિ (Henotheism) સ્વીકારાઈ છે. આ સમન્વયની દષ્ટિ ઉપનિષદસાહિત્યમાં પણ જુદા જુદા સૃષ્ટિ - વાદા (theories of creation)માં અને તેમાં અભિપ્રેત સમન્વયમાં નજરે આવે છે. શ્રી મહાવીરના સમકાલીન બુધ્ધે અનાત્મવાદના સિદ્ધાન્ત સ્વીકાર્યો: આત્મા જેવું કોઈ સ્થાયી તત્ત્વ નથી, બધું ક્ષણિક છે અને ક્ષણિક પદાર્થોના પ્રવાહની કલ્પના સ્થાયિપણાનો ભાસ ઉત્પન્ન કરે છે. કર્મનાં ફળ આત્મા વિના બીજું કોણ ભાગવે એ પ્રશ્ન અને એવા બીજા પ્રશ્નાનું નિરાકરણ બૌદ્ધ દાર્શનિકોએ કર્યું છે. ભગવાન મહાવીરે દ્રવ્ય અને પર્યાયના સિદ્ધાન્ત સ્વીકારીને આ પ્રશ્નનું નિરાકરણ કર્યું છે. ભગવદ્ગીતામાં પણ જ્ઞાન, ભકિત અને કર્મના સમન્વય દર્શાવવામાં આવ્યો છે. સાંખ્ય, ન્યાય વગેરે દર્શનામાં પણ પુરૂષ—પ્રકૃતિની અને સામાન્ય-વિશેષની કલ્પના પણ સમન્વય ઉપર અવલંબે છે. સૌ પોતપાતાની દષ્ટિએ જીવનતત્ત્વોને જૂએ અને તે પ્રમાણે જીવનવિધાન આચરે. વિજ્ઞાનનાં પ્રતિપાદ્ય તત્ત્વો વિશે જેમ આપણે શ્રાદ્ધા રાખીએ છીએ તેમ અધ્યાત્મનાં તત્ત્વો વિશે પણ અધ્યાત્મના ઉપદેશકોમાં આપણે શ્રાદ્ધા સેવવી જોઈએ. હમણાં પશ્ચિમમાં Relativism નામની વિચારસરણી પ્રચાર પામતી જાય છે. તેને અને જૈન સાપેક્ષવાદને કશા સસંબંધ નથી એવી ચેતવણી તેમણે આપી હતી.
આવું જ દાર્શનિક સિદ્ધાન્ત નિરૂપનું પ્રવચન હતું. રે. ફાધર વાલેસનું. ફાધર વાલેસના ‘કુમાર’માં પ્રકાશિત થતા લેખો વસ્તુ, વિચાર, શૈલી અને ભાષાની દષ્ટિએ અત્યંત આકર્ષણ કરે તેવા હોય છે. તેથી તેમના વિશે શ્રોતાઓમાં વિશિષ્ટ અપેક્ષા હતી તે તેમનાં પ્રવચનોએ સર્વથા સંતોષી હતી એમ કહી શકાય. તેમના પહેલા પ્રવચનનો વિષય હતા “ભગવાન ઈશુ.” આરંભમાં અહિંસા અને સમન્વયના સિદ્ધાન્તનું ગૌરવ દર્શાવી તેમણે ઈશુના જીવનપ્રસંગાના સંક્ષેપમાં જ ઉલ્લેખ કર્યો હતા: પ્રધાનપણે તે ઈશુએ કરેલા ધર્મપદેશનાં કેટલાંક મર્મોનું વિવરણ કર્યું. હતું. Fatherhood of God and Brotherhood of man–ઈશ્વર પિતા છે અને માનવા તેનાં સંતાન છે એ ભાવનાનું શ્રી નગીનદાસ પરીખ અનૅ ફા. કવેલીએ ન્યુ ટેસ્ટામેન્ટના કરેલા ગુજરાતી અનુવાદમાંથી કેટલાંક અવતરણા ટાંકીને વિવરણ કર્યું હતું. એ જ રીતે–Service of God through service of man–લેકસેવા દ્વારા ઈશ્વરસેવાનું સૂત્ર પણ સમજાવ્યું હતું. સંતાન તરીકે ઈશ્વર પ્રત્યે માનવની ફરજો અને પરસ્પર ભાઈભાંડુ' તરીકેની ફરજો તરફ ધ્યાન દોર્યું હતું.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ‘ભગવાન મહાવીર’ વિષે પ્રવચન કરતાં ભગવાન મહાવીરના જીવનપ્રસંગો અત્યંત જાણીતા હોવાથી તેને થોડો ઉલ્લેખ જ કર્યો હતા: પ્રધાનપણે તેમની તપશ્ચર્યા, તપ:સિદ્ધિ, અહિંસાના સિદ્ધાન્ત વગેરેનું વિવરણ કર્યું હતું. જૈનધર્મ—Severely rational—અત્યન્ત બુદ્ધિનિષ્ઠ છે એમ સમજાવ્યું હતું. શ્રામણા અને શ્રાવકો માટેના આચાર—વિધાનમાં સંયમનું કેવું મહત્ત્વ છે તે દર્શાવ્યું હતું. આત્માને કષાયોથી મુકત કરવા જેથી કર્મબંધના છૂટે અને આત્મા પોતાના સ્વરૂપને પામે એવા જૈનધર્મને સિદ્ધાન્ત છે. જૈનધર્મ ઈશ્ર્વર કેદિવ્ય પિતાની કલ્પનામાં માનતા નથી. શાસ્ત્રનાં વચનોથી નહીં પણ અનુભવદ્નારા આત્માનું અસ્તિત્ત્વ પામવાનું છે. freedom of the soul આત્મા સ્વતન્ત્ર છે એમ જૈનધર્મ માને છે. શ્રી ચીમનભાઈએ પોતાના મુદાઓનું સમર્થન કેટલાંક અવતરણાારા કર્યું હતું.
શ્રી તારાબહેન શાહે “તમસ્વામી’ વિષે પ્રવચન કરતાં કહ્યું
તા. ૧૬-૧૦-{૭
· હતું કે જેમ કૃષ્ણને અર્જુન, બુદ્ધને આનંદ તેમ મહાવીરને ઈન્દ્રભૂતિ ગૌતમ હતા. ઈન્દ્રભૂતિગૌતમ વેદમાં પારંગત બ્રાહ્મણ હતા. પાંચસા શિષ્યો સાથે યજ્ઞ માટે આવેલા ત્યારે મહાવીરને સત્કારવા માટે દેવા તે જ નગરમાં આવ્યા હતા તે જોઈને તે મહાવીર પાસે આવ્યા: આત્મા છે કે નહીં તેવા પ્રશ્ન કર્યો; મહાવીર સર્વજ્ઞ હતા; તેણે આત્માના અસ્તિત્ત્વનું પ્રતિપાદન કર્યું, અને ઈન્દ્રભૂતિગૌતમ પોતાના શિષ્યો સાથે મહાવીરના અનુયાયી બન્યા અને ગૌતમ પ્રથમ ગણધરપદ પામ્યા. ગૌતમસ્વામીના જીવનમાંથી અષ્ટાપદ પર્વતારોહણ, અક્ષયપાત્ર વગેરે ચમત્કારપ્રધાન પ્રસંગાના ઉલ્લેખ કરીને તેનું બુદ્ધિગમ્ય નિરાકરણ કરવા શ્રી તારાબહેને પ્રયત્ન કર્યો હતા. ગૌતમ સ્વામીમાં અભિમાન નષ્ટ થઈ વિવેક, વિનય અને આચારશુદ્ધિના સદ્ગુણાથી જીવન ઉજજવલ બન્યું હતું તેનું વિવરણ કર્યું હતું.
અહીં ઐતિહાસિક હકીકતની દૃષ્ટિએ એક મુદ્દાને સ્પર્શવાનું ઉચિત લાગે છે. શ્રી ચીમનભાઈએ તેમ જ સૌ. તારાબહેને ગૌતમ સ્વામીએ આત્મા છે કે નહીં?' એવો પ્રશ્ન ભગવાન મહાવીરને કર્યો હતો અને મહાવીરે આત્મા છે એમ સિદ્ધ કરી આપ્યું હતું એ પ્રસંગના ઉલ્લેખ કર્યો હતો. હવે ઈન્દ્રભૂતિ ગૌતમ સમર્થ કર્મકાંડીયજ્ઞપ્રક્રિયામાં નિષ્ણાત—બ્રાહ્મણ હતા તે દેખીતું છે. અને કર્મકાંડ અથવા યજ્ઞસંસ્થા સ્વર્ગપ્રાપ્તિને ફળ તરીકે માનતી હોવાથી આત્માના અસ્તિત્ત્વમાં પહેલેથી જ માને છે. તે ઈન્દ્રભૂતિ જેવા કર્મકાંડપ્રવીણ બ્રાહ્મણને આત્મા છે કે નહીં તેવા સંશય થાય એ સંભવે નહીં. તેથી ઈન્દ્રભૂતિગૌતમ મહાવીરના અનુયાયી થયા એ હકીકતના મૂળમાં કોઈ બીજું કારણ હોવાનો સંભવ વધારે છે. અથવા તા મહાવીરે કોઈ જુદી જ રીતે આત્માનું અસ્તિત્ત્વ સિદ્ધ કર્યું હતું અને તેથી ઈન્દ્રભૂતિ પ્રભાવિત થયા હતા એમ માનવું ૉઈએ.
શ્રી ભૃણાલિની દેસાઈએ મહારાષ્ટ્રના સન્તાના પ્રજાઘડતરમાં ફાળા' એ વિષય ચર્ચ્યા હતા. રાજાઓના ઈતિહાસ ઈતિહાસ નથી— પ્રજાના ઈતિહાસ સાચા ઈતિહાસ છે એવા વિધાનથી ર ભ કરીને તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રી પ્રજાના ઈતિહાસ આરંભાયો તેરમી સદીમાં જ્ઞાનદેવથી, જેણે દલિતપીડિતાને ગીતાનું જ્ઞાન આપ્યું, વર્ણાશ્રમને સાચવ્યો, પણ નીચલા વર્ગની પ્રજાને સંસ્કારી. પુંડલીક, સખુબાઈ, નામદેવ, એકનાથ વગેરે સન્તોએ મહારાષ્ટ્રની પ્રજાને સ્વકર્મનિષ્ઠ, નીતિપરાયણ, દઢ ભકિતભાવવાળી અને નીડર બનાવી. રામદાસ સ્વામીએ શિવાજીના અભિમાનને દૂર કર્યું તે શિલા અને દેડકાના પ્રસંગ વર્ણવ્યો હતો. આ જીવનપ્રણાલીનું સંતાન બાલગંગાધર ટિળક, સંતાએ મહારાષ્ટ્રમાં મધુરાભકિતનું ‘મા’માં પરિવર્તન કર્યું હતું અને અનિષ્ટો સામે પ્રજાજીવનને રક્ષણ આપ્યું હતું.
ૐ. ફાધર વાલેસના બીજા વ્યાખ્યાનોના વિષય હતો. ધર્મ અને વિજ્ઞાન.' આ બે દષ્ટિ વચ્ચે પ્રાચીનકાળથી ગજગ્રાહ ચાલ્યા કરે છે અને વૈજ્ઞાનિક સત્યનું પ્રતિપાદન કરવા જતાં ગેલીલીએ જેવાને કેટલું સહન કરવું પડયું હતું તેના ઉલ્લેખ કર્યો હતા. આજે પણ વિજ્ઞાનનો વિકાસ બુદ્ધિનિષ્ઠ માર્ગે થયા કરે છે અને તેને ઈશ્વરની કે દેવાની આવશ્યકતા જણાતી નથી. પણ ધર્મને જેમ મર્યાદા છે તેમ વિજ્ઞાનને પણ મર્યાદા છે એ લક્ષમાં રાખવું જોઈએ. વિજ્ઞાન દ્વારા વસ્તુ કે વિષયોનાં સ્વરૂપ કે સંબંધ how ?કયે પ્રકારે, કઈ રીતે યોજાય છે તે સમજી શકાય, પણ why ?--એ બધાં શા માટે એ સ્વરૂપનાં સંબંધોનાં છે તેના ઉત્તર વિજ્ઞાન આપી શકે તેમ નથી. તે માટે ધર્મના આાય લેવા જોઈએ. પ્રેમથી - ભકિતથી વિજ્ઞાનને બુદ્ધિને આદું કરવામાં આવે અને વિજ્ઞાન દ્વારા પ્રેમને ભકિતને પરિમાર્જવામાં આવે - આ સમન્વયમાં જ જીવનવિકાસની સાચી દિશા છે. વિજ્ઞાન ‘આંધળા રાક્ષસ' છે. તેને ધર્મની દૃષ્ટિ મળે ! માનવના સાચા વિકાસ સધાય.
શ્રીમતી પુપુલ જયકર ‘ભારતની સાંસ્કૃતિક કટોકટી' વિષે બાલ્યાં હતાં. આજે કટુંબ વિભાજન, વસ્તીવધારા, સંદેશવ્યવહાર (Commu
4