SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧e પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-૧૬ ઘણી નથી, ગળામાં ઘણી બધી રૂદ્રાક્ષની માળા હતી, માથા પર જટા હતી, કપડાં ગેરૂઆ રંગના હોય એમ લાગ્યું, બે હાથમાં ફટૂલ ને રૂદ્રાક્ષનાં ઘરેણાં હતાં, ડાબા હાથમાં કમંડળ ને જમણા હાથમાં એક શીંગડા જેવું હતું. ઉઘાડા પગ હતા. એ સ્ત્રી ચંચલ અને આશ્ચર્ય લાગી. “કયા દેખતા હૈ સાધુજી?” “તુમ જનાના હૈ?” “જી, યહાં કયાં ખડા હુઆ હૈ? કહાં જાઓગે?” “ચન્દ્રાપુરી જાના. રાસ્તા છૂટ ગયા.” અચ્છા પરદેશી ! આઓ મેરી સાથ બતલાતી હું.” એમ કહીને ભૈરવી આગળ ચાલી, પણ એને રસ્તે કાંઈ સ્પષ્ટ આંકેલે નહોતે. એ વાંકીચૂંકી ચાલતી નદીના તટપરથી વળાંક લેતી નદીના પાણીની તરફ તે ઉતરતી હતી. મને આશ્ચર્ય થયું કે એને નહોતી કોઈ રૂકાવટ, નહોતી કોઈ આફત. જાણે એ પોતાના ઘરના આંગણમાં જતી હોય એમ ચાલતી હતી. એ તે સડસડાટ હસતી કૂદતી રમતી, નાચતી આનંદથી ચાલતી હતી. એની પાછળ બેસતાં બેસતાં ઢાળ ઉતરતે, ઉતરતો બહુ સાવધાનીથી ને ડગલે ડગલું જોઈ વિચારીને મૂકતે હું ચાલતો હતો. ઘણું ઉતરીને બાકી થોડું રહ્યું ત્યાં તે નદીના કિનારા આગળ એ કૂદી પડી. એનામાં લેહીને પ્રબળ આવેગ હતે. એને પ્રાણ તે જાણે અત્યંત અધીર હતે, જાણે નદીની જ પ્રતિમૂર્તિ ન હોય! એ ત્રણ મિનિટમાં ઉતરી, ત્યારે મને લાગી દશ મિનિટ. નદી આગળ ઉતરીને બન્ને જણ ચાલીને નદી આગળ ગયા, ને નદી પાર કરીને સામે કિનારે આવ્યા. એ આગળ આગળ જતી હતી, હુ પાછળ પાછળ. પાસે જ રણું વહેતું હતું, એની પાસે મને લઈ જઈને આઘેથી જ ચન્દ્રાપુરીને રસ્તો બતાવીને એણે વિદાય માગી. એને વિદાય તે આપવાની જ હતી, પરંતુ આટલી વારમાં મારી ચમક ભાંગી ગઈ. ઝરણાંને કાંઠે ઊભે રહીને આ આકસ્મિક આવી ચઢેલી કપાલકુંડલાની તરફ જોઈને મેં પૂછ્યું, “તુમ્હારા ઘર કહાં ?” - “બહુત દૂર યહાંસે. ચલતી હું, જા તુમ, આરામ કરો.” કહીને એ નદીના પથરાળા માર્ગે ઝડપથી ચાલવા લાગી. ચારેબાજુ ઘેરો કાળા અંધકાર હતો, કાળી પર્વતરાજી, એની ગંભીર ગુફામાંથી ઉન્માદિની ચંદ્રાને પ્રવાહ ખૂબ વેગથી ધસી આવતો હતો. એ નદીને વાટીને પેલી રહસ્યમયી સુંદરી થોડે દૂર ગઈ, નિશીથના અંચલામાં અદશ્ય થઈ ગઈ. ક્યાં હશે એનું ઘર, કેટલું દૂર, કેવા ગંભીર ને ઊંડાણભર્યા વનમાં? કોણ જાણે? વગરબાભે સ્થિર દષ્ટિથી ફકત એ દિશા તરફ જ કેટલીય વાર સુધી હું જોઈ રહ્યો. એ વિચિત્ર પ્રસંગ આજે તે મને પિતાને યે સ્વપ્ન જેવું લાગે છે. ચન્દ્રાપુરી, પહોંચીને ગોપાલદા તથા બ્રહ્મચારીને પાછા ભેટ થશે. લાંબા વિરહ પછી એ મિલન થયું હતું. હાશ, મારું ભલે બધું ય જાય, પણ ગોપાલદા ને બ્રહ્મચારીને હું છોડી નહિ શકું. જમ્યા ર્યા પછી ગાંજાની અસરમાં એ હતા, ત્યારે મેં મારે આ અનન્ય અનુભવ કહ્યો. પણ એવામાં તે એથી નાનું નવું નાટક થયું. એક વાર મારે નાસ્તિક, અને પરિત્યકત લેખે તિરસ્કાર થયો હતો. મારી વાત સાંભળીને ડોશીઓનું ટોળું એકાએક મારી પાસે આદરથી આવ્યું ને કહેવા લાગ્યું. “એ ભાઈ; માણસના વેષમાં મહાપુરુષ તમે કોણ છે? અમે પાપી, અધમ, જયારે તમારા જેવા પુણ્યશાળીને - જ, આ ભગવતીએ દર્શન દીધાં, હે ભાઈ ! એ કઈ તરફ ગયાં, : યે રસ્તે? તમે એમને પકડી કેમ ન રાખ્યા ભાઈ ! તમે તે પુય શાળી પુરુષ છે, અમારો ગુને મનમાં ન લાવશે ભાઈ! તમને અમે આટલા દિવસ સુધી......” A. હસવું દબાવીને આંખ બંધ કરીને બેઠો હતો. હવે બે હાથ પહોળા કરીને જાણે એમને અભયનું વરદાન આપતે હોઉં તેમ દેવ બોલતા હોય એવા અવાજે મેં કહ્યું, “સંભવામિ યુગે યુગે.” ચારુની માએ હસીને મારી ચરણરજ પોતાને માથે લીધી. સમતલ રસ્તો હોવાથી જંગલમાંથી મીરાચટ્ટી અમે પસાર કરી, રૂદ્રપ્રયાગથી અલકનંદાને વિદાય આપીને હવે અમે મંદાકિનીને પકડી હતી. મંદાકિનીને પેલે કિનારે ભીમસેન અને બલરામનું મંદિર અમે વટાવ્યું. તે પછી આવ્યું કુંડચટ્ટી. અહીંથી કેદારનાથને બરફ દેખાવા માંડયો, બરફનાં શિખરવાળા હિમાલય, સૂર્યના કિરણોમાં નહાતી, દૂધ જેવી સફેદ પર્વતમાળા, એના રંગની ઉજજવળતા રોમાંચકર હતી, એનું રૂપ નયનાભિરામ હતું. ત્યાંથી પાછું ચઢાણ શરૂ થતું હતું. એ જ ચઢતાં પ્રાણ નીકળી જાય એવો રસ્તો ને કીડીની જેવી ધીમી ગતિ. થેડાં પગલાં ચાલુ, પાછા ઊભે રહું. કોઈ અર્ધબેભાન યાત્રીના મેઢામાં થોડું પાણી રેડું, થોડું પાણી હું પણ પીઉં, ને પાછો થોડું આગળ ચાલે. એમ કરતાં કરતાં ગુપ્તકાશીની ધર્મશાળામાં આવી પહોંચ્યો. બહુ નાનું શહેર છે. એમાં પંદરથી વીશ ધર્મશાળાઓ હશે. થેડી દુકાને, વિશ્વેશ્વરનું પ્રાચીન મંદિર, દૂર એક ટપાલ ઓફિસ ને સામે જ બરફથી છવાયેલે પર્વત. આકાશ વાદળાંએથી ઘેરાયેલું હતું, કયાંય કયાંય થોડું ધુમ્મસ છવાયેલું હતું. નીચે પર્વતની તળેટીમાં નાનાશાં ગામડાં હતાં. એમાં સામાન્ય વસતિ, ધર્મશાળામાં સારી પેઠે સજાલી ને સુવ્યવસ્થિત હતી. આટલા દિવસે અમે ઠંડીથી કંપવા મંડયા. હવે અમે ઠંડકના આંગણામાં આવ્યા હતા. વસન્ત સમય પૂરો થવા આવ્યો હતો. બરફના સાનિધ્યમાં હતાં. અહીં જ ગોમુખી ધારા હતી. મણિકણિકા કૂંડમાં સ્નાન અને ગુપ્તદાનનું માહાભ્ય હતું. રસ્તા ઉપરથી ગુપ્તકાશીનું રૂપ સુંદર લાગતું હતું. દૂર ઉખીમઠ શહેર છબીના જેવું દેખાતું હતું. શિયાળાના વખતમાં આ આખો રસ્તો ને શહેર બરફથી છવાઈ જાય. મનુષ્ય અને જનાવર બધા નીચેની બાજુ ચાલી જાય. અનુવાદક : મૂળ બંગાળી ર્ડો. ચંદ્રકાન્ત મહેતા શ્રી પ્રબોધકુમાર સન્યાલ મહાપુરુષોને માપવાને સાચે માપદંડ (તા. ૩૧-૩-૬૬ના દિવસે રામનવમીનું પર્વ હતું અને તા. ૩-૪-૬૬ના દિવસે મહાવીર જયંતી દેશભરમાં ઉજવાણી. આ બન્ને મુગાવતારી પુરુના જીવનને અભ્યાસ કરતી વખતે રવ. કિશોરલાલ મશરૂવાળાએ “રામ અને કૃષ્ણ” એ પુસ્તકની પ્રસ્તાવનામાં જે દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું છે તે મનન કરવા યોગ્ય હોવાથી અત્રે રજૂ કરવામાં આવે છે. તંત્રી.) માણસ સ્વભાવથી જ કેઈને પૂજતે હોય છે જ, કેટલાક્ન દેવ કરીને પૂજે છે તો કેટલાકને મનુષ્ય સમજતો છતાં પૂજે છે. જેને દેવ કરીને પૂજે છે, તેને પિતાથી અલગ જાતિને સમજે છે. જેને મનુષ્ય રાખીને પૂજે છે, તેને એ પાતાને–ઓછાવત્તો--આદર્શ કરીને પૂજે છે. રામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈશુ વગેરેને જુદી જુદી પ્રજાના લોકો દેવ બનાવી–અ-માનવ કરી--પૂજતા આવ્યા છે. અને આદર્શ કરી એના જેવા થવાની હોંશ રાખી પ્રયત્ન કરી, પોતાને અભ્યદય સાધો એમ નહિ, પણ એનું નામેચ્ચારણ કરી, એમાં ઉદ્ધારક શકિતનું આરોપણ કરી તેમાં વિશ્વાસ મૂકી પોતાને અભ્યદય સાધવાઆજ એ સુધીની આપણી રીત છે. એ રીત ઓછી વસ્તી પણ અંધશ્રદ્ધા એટલે બુદ્ધિ ન ચાલે ત્યાં સુધીની જ માત્ર, શ્રદ્ધાની નહિ પરંતુ બુદ્ધિને વિરોધ કરનારી શ્રદ્ધાની છે. વિચાર આગળ એ ટકી શકતી નથી. જુદા જુદા મહાપુરુમાં આ દેવભાવ વધારે દઢ બનાવવાને પ્રયત્ન એ જ સર્વ સંપ્રદાયના આચાર્યો, સાધુઓ, પંડિત વગેરેનાં
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy