SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ८ પ્રબુદ્ધ જીવન મળે તે અંગે પોલીસીમાં અચૂક નોંધ કરાવે એ તેણે જોવું જ રહ્યું, જેથી આગળ ઉપર કોઈ તકલીફ ન થાય. ચૂકવવાના થતાં નાણાં સત્વર પગાર કરવાની એમની ફરજ છે એ તે તેમને ખ્યાલમાં જ આવતું નથી. ૩૮ કરોડ રૂપિયાના જંગી તફાથી સરકાર ભલે રાજી થાય, પણ જેમની દશા કફોડી થઈ હોય તેઓને એનાથી શું હરખ થાય? અત્રે મને કાશા વિદ્યાપીઠના એક આચાર્યના જૂના જમાનાના એક કિસ્સો યાદ આવે છે. એ આચાર્યનું અચાનક અને અકાળે અવસાન થયું. એણે રૂ. ૨૦૦૦નો વીમો ઉતરાવેલા, એના નાણાં ચૂકવવા વીમા કંપનીવાળા ખુદ બનારસ આવેલા અને મેં મરનારનાં પત્ની આ જ બાઈ છેએ જાતની ઓળખ આપી તેટલા પરથી તેમણે ત્યાં ને ત્યાં જ એ બાઈને વીમાની રકમ ચૂકવી દીધી. પરંતુ આ જગાએ જો વાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન પાસેથી નાણાં લેવાનાં હોત તે વીમાની રકમ કોર્પોરેશન પાસે જ રહી જાત, કારણ, વારસા સર્ટિફિકેટ મેળવવા પાછળ તેને વીમાની રકમ કરતાં વધારે નહિ તો એટલાં નાણાં તે ખર્ચવા જ પડત. સરકારી કર્મચારીઓમાં નાનેથી માંડીને છેક મેટા સુધીના સૌ કોઈને હક્કો હોય છે, અમુક નિશ્ચિતપણુ હોય છે, પરંતુ ફરજ તા તેમને કશી બજાવવાની હોતી જ નથી. ઈચ્છા ન હોય અને ફરજ ન બજાવે તો ય ચાલે છે, એને કોઈ કંઈ પૂછી શકતું નથી. પૂછવાની કોઈ હિંમત કરે તા એ કહેશે કે હું આ ચાલ્યા હડતાળ પર. આવકવેરો ભરવાને પાત્ર હોય એવી વ્યકિતએ નોટીસ મળતાં જ ટેંકસ ગમે તેટલા હોય તે પણ તે તરત ભરી દેવા પડે છે. પણ આવકવેરા ખાતાના અધિકારીએ વર્ષો સુધી કેસ ન પતાવે તેનું કંઈ નહિ. શિક્ષાની ધાક આપી સઘળી જાતના વેરા વસુલ કરી શકાય છે, કરવામાં આવે છે, પરંતુ સામાન્ય નાગરિકોને રાહત તે કશી જ મળતી નથી. કંઈ ફરિયાદ હોય તો કોર્ટે જઈ શકો છે એમ એને કહેવામાં આવે છે. કેમ જાણે અદાલતે જવાનું કામ સાવ આસાન ન હોય ! વિધાનસભામાં ખુદ સરકાર તરફથી કરવામાં આવેલાં નિવે દના અનુસાર પોસ્ટ ઓફ્સિની સેવિંગ્સ બેન્કનાં ખાતાઓમાં બાર કરોડ રૂપિયા એવા છે કે જે કોના જન્મે છે તે કળી શકાયું નથી. કોઈ પણ પ્રતિષ્ઠિત શરાફ કોને કેટલા પૈસા ચૂકવવાના છે તે શોધી કાઢતા હોય છે, પણ સરકારને તે જાણૅ એવી કોઈ ફરજ નથી, ફરજ બધી આમ જનતાના ભાગે આવેલી છે, હક્કો એને કશા નથી. સમાજવાદી સમાજરચનાનો પ્રચાર કરનારાએ તથા માનવી માનવી વચ્ચે પોતે સમાનતા સ્થાપી રહ્યા છે એવા દાવા કરનારાએ યોગ્ય પ્રકારના ચશ્મા ચઢાવી જોઈ લે કે ખરી પરિસ્થિતિ કેવી છે ! પચાસ પચાસ વર્ષના જાહેર જીવન બાદ આજે જ્યારે હું જોઉં છું કે સામાન્ય માનવીની કેવી અવદશા થયેલી છે, અને સરકારી કર્મચારીઓને કેવી કેવી સત્તાએ આપવામાં આવેલી છે ત્યારે મારું દુ:ખ અતિ તીવ્ર બની જાય છે. આવું સ્વરાજ્ય મેળવવા હું ઝુમ્યા ન હતા. દુખિયારા મારા આ દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તે જોવા હું જીવતો રહ્યો છું એ બદલ મને ગ્લાનિ નિપજે છે. રાજકર્તાઓને માટે એટલું જ કહેવાનું છે કે જેમણે આત્મસન્માન પુરેપુરું ગુમાવેલું છે, લાંચ લેવી ને દેવી તેને જે સાધારણ જીવનક્રમ લેખે છે તથા જેઓ એવી માન્યતા સેવતા થઈ ગયા છે કે કાં તો આપણે સરકારમાં દાખલ થઈ બેજવાબદાર સત્તા ભોગવવી અથવા શોષણખોરી તથા હીનવાને ભાગ બનેલાઓના વર્ગમાં ભળી જવું. એવા લોકો પર રાજ્ય ચલાવવામાં ય શા સ્વાદ છે ? (ગુજરાતી ડાયજેસ્ટ ) શ્રીપ્રકાશ તા. ૧-૫-૬ 8 મહાપ્રસ્થાનના પથ પર : ૯ બીજે દિવસે પાછો રસ્તો કાપવા શરૂ કર્યો. બ્રહ્મચારી ચાલતો હતા. અઘારબાબુ આગળ જતા હતા. એમની સાસુ ને પત્ની પણ ધીમે ધીમે ચાલતાં હતાં. અમારી મૈત્રી અને આત્મીયતા ગાઢ બનતી જતી હતી. અધારબાબુ પણ ખૂબ આનંદમાં હતાં, ને એમની પત્ની જાણે મારી મોટી બહેન હોય એમ વ્યવહાર કરતી હતી. એની આંખમાં ને મુખપર સ્નેહભર્યું હાસ્ય હતું. વાતચીતમાં આત્મીયતા હતી. બન્ને હાથમાં ભાઈની સેવા ને કાળજી હતાં. એના સાથમાં કોઈને પણ સૌભાગ્યનો અનુભવ થાય. છતોલી અને મચટ્ટી પાર કરીને મધ્યાહ્નના તડકામાં થાકેલા એવા અમે તે દિવસે રામપુર ચટ્ટીમાં આવી પહોંચ્યા. પણ એકાએક આપત્તિ આવી ચઢી. અધર બાબુના સાસુના પગમાં એક મોટા ફોલ્લા ઉપસી આવ્યો હતો. એને ચાલતાં બહુ જ કષ્ટ થતું હતું. બધા જ ખૂબ મૂંઝાયા. આ બાજુ એક બીજી આફત આવી ચઢી. બ્રહ્મચારી ને અધારબાબુ નીચે ઊભેલા હતા. ત્યાં વાતા કરતા એકદમ ઝઘડી પડયા. વાતો કરતાં કરતાં અધારબાબુએ બ્રહ્મચારીની તરફ કાંઈ વ્યકિતગત કટાક્ષ કર્યો. બ્રહ્મચારી આમ તો આળસુ હતો ને આરામપ્રિય હતા. જમવા સિવાય એ ભાગ્યે જ દેખાતા હોય. બ્રહ્મચારીના સ્વમાનને આઘાત લાગ્યો. એણે ક્રોધમાં કહ્યું, “હું કોઈની પરવા કરતો નથી સમજ્યા! તમે મને ખાવાનું આપે છે, તેનો અર્થ એ નહિ, કે તમને મારું અપમાન કરવાના હકક મળી ગયો છે.” અઘારબાબુએ કહ્યું, “તમારા જેવા તો બહુ જોઈ નાખ્યા.” એટલે બ્રહ્મચારી ચાલી જવાને તત્પર થયો. ભગવાનમાં એને પૂર વિશ્વાસ છે, એટલે એને તો ભગવાન સંભાળી લેશે, એમ કહીને એ પાતાનાં ગાંસડાં પોટલાં બાંધવા લાગ્યો. મારે પણ જવું જ પડશે. એક તો રાજ આટલો રસ્તો કાપવા એ મારાથી બને એમ નહોતું. બીજું, બ્રહ્મચારીને છોડી જવા એ પણ મારે મન મુશ્કેલ હતું. રાંધવા કરવાનું મેં પતાવ્યું હતું. બ્રહ્મચારીએ આજે ખાવાની ના કહી, નીચેના દુકાનવાળાને ત્યાંથી લાટ લઈને અને પાણીમાં મેળવીને એણે ખાઈ લીધો ને બોલ્યો, “હું તમારી રાહ જોઉં છું. તમે તમારું કામ પતાવી લા, નિહ તો દાદા આગળ ચાલો, શું કહે છે ?” મને લાગ્યું, કે અહીં એક ક્ષણ પણ એ રહેવા ઈચ્છતો નથી. ક્રોધથી એ કાંપતા હતો. મેં કહ્યું “જેમ સગવડ હોય એમ કરીએ.” એ ધામ ધખતો કઠોર દિવસ આજે પણ મને બરાબર સાંભર છે. ભાજન વગેરેથી પરવારી નિરૂપાય થઈને હું વિદાય લેવા ગયા. અધેરબાબુએ દુ:ખી થઈને કહ્યું, “તમે જો અમારી સાથે હો તો અમને ખૂબ આનંદ આવે. એ જાય છે તો એને જવા દો, જો કે, તમારે ઉતાવળ છે એ ખરું. શું કરીએ તમે જ કહો, એમને માટે આસ્તે આસ્તે....” મા અને દીકરીની પાસે વિદાય લેવા ગયો, જરા અંદર જઈને જોયું, તો તેઓ ભાત પીરસીને બેઠાં જ હતાં. સહેજ અડકતા પણ નહોતા. છેકરીએ કહ્યું, “તમે ચાલી જાઓ છે, તેથી માનાં આંસું તે સૂકાતાં નથી.” ‘“કેમ ?” “કેમ” એમ કહીને એણે પણ મોઢું ઊંચું કર્યું ને મારી તરફ જોયું. મારી તો એની તરફ્ જેવાય એવી દશા હતી જ નહિ. મેં કહ્યું, “તમે જ કહો હું શું કરૂ? મારે જવાની ઉતાવળ તો છેજ. પાછું તમને કયારેક મળવાનું થાય....... દીકરીની આંખમાં હવે આંસું સમાઈ શકયાં નહિ. એમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. એણે રડતે અવાજે કહ્યું, “મારે એકનો
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy