SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧ પ્રબુદ્ધ જીવન આવા સ્વરાજ્ય માટે હું લડા ભાવિના ગર્ભમાં નજર પહોંચે છે ત્યાં સુધીમાં તો મને એમ વરતાય છે કે આપણા દેશ હવે બે ભાગમાં વહેંચાઈ જવાનો. એક બાજુ હશે સર્વસત્તાધીશ સરકારી અમલદારો, જ્યારે બીજી બાજુ હશે જેમને નાગરિક તરીકે લેખી શકાય નહિ તેવા નિ:સહાય પ્રજાજનો. સત્તાવાળાએ જુલમ કરે, કરવેરા ઉઘરાવે, બીજી પણ ખરી ખોટી રીતે પૈસા પડાવે એ બધાંને તેઓ જીવનના એક સર્વસાધારણ ક્રમ તરીકે લેખતા થઈ જશે. એ બધું તદ્ન ખરું છે, બિલકુલ વ્યાજબી છે એમ જ તેઓ માનતા હશે. હું જાણું છું કે કોઈને કંઈ કામ કરાવવું હોય તો પૈસા વેર્યા વગર તે થઈ શકે જ નહિ એમ આજે લોકો સ્વાભાવિક રીતે માનતા થઈ ગયા છે. વર્ષોનાં વર્ષો સુધી અદાલતમાં કેસ ચાલ્યો હોય તે વિષે જાણે કંઈ ન હોય. તેમ સહજભાવે લોકો વાત કરે જ છે ને કે “કેસની અમુક તારીખે મુદત પડી!” સામાન્ય માનવીની અસહાયતા જોઈ મારા મનમાં શું શું શું થઈ જાય છે, કેવા રોષ ચઢી આવે છે તે હું કહી શકતો નથી. નાતજાતની વાત કરવી એ આજે ગુના બરાબર છે. પરંતુ મને લાગે છે કે સર્વસત્તાધીશ સરકારી અફસરોના વાડા પડી જશે. આજે પણ આપણે ત્યાં પહેલાથી માંડીને ચોથા વર્ગના અધિકારીઓની શ્રેણી તે અસ્તિત્વ ધરાવે જ છે. જૂના જમાનામાં ભારતમાં વિવિધ જ્ઞાતિના લોકોને વિધ વિધ હક્કો તેમજ સત્તાઓ મળતાં. સરકારી અધિકારીઓને પણ એવી જ જાતની સત્તા તથા હક્કો મળેલાં હોય છે. આ બધાં ઉપરાંત રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તથા પ્રધાનો જેવા મહામાનવો પણ હોય છે, જેમનું વર્ચસ્વ બધા પર ચાલે છે અને કાયદા તો તેમને જાણે કોઈ સ્પર્શતા જ નથી. હમણાં કોઈક ફરિયાદ કરતું હતું કે પરદેશથી પરત આવતા લોકોને દેશના જકાતખાતા તરફથી ભારે તકલીફ વેઠવી પડે છે. પરદેશથી વસવાટ કરી વતન પાછા ફરતાં હરખ થવાને બદલે એ પ્રસંગ ઉલટો ત્રાસજનક થઈ પડે છે. ફરિયાદ સાંભળી લાગતાવળગતાં ખાતાના પ્રધાનશ્રી ધૂંવાડું'વાં થઈ ગયા હતા અને વાયુ પ્રવચન કરી તેમણે જડબેસલાટ જવાબ વાળ્યો હતો કે જકાત ખાતું જે કંઈ કાર્યવાહી કરે છે તે સૌના સારા માટે જ છે. થોડા વખત પર મારી ભત્રીજી અમેરિકાથી અહીં ભારત આવી. જકાત ખાતાએ એની શું વલે કરી છે! તેના બધા સરસામાન ફેંદી વેરવિખેર કરી નાંખ્યો. ચીજ વસ્તુ પાછી પેટીઓમાં ભરવાની તો કોઈને પડી જ ન હતી. બિચારીની આંખે પાણી આવી ગયાં. એકલા હાથે તેને ચીજવસ્તુઓ ફરી ગોઠવીને મૂકવી પડેલી. જકાત ખાતાના કોઈ પણ માણસને ઉતારુના સામાન એવી રીતે તપાસવાની સત્તા ન હોવી જોઈએ. હું મુંબઈમાં રાજ્યપાલના પદે હતા ત્યારે આ જ છોકરી પરદેશથી ભારત પાછી આવી હતી અને ત્યારે તેને લેવા હું હવાઈ મથકે ગયા હતા. તે વેળાએ એને કશી તકલીફ નહાતી નડી. જકાતવાળાએ રાજ્યપાલને જોયા એટલે તે માલસામાન લાવેલી તેની યાદી જકાત અધિકારીએ તરત માન્ય રાખી અને જે કંઈ જકાત લેવાની થતી હતી તે વસુલ કરી લીધી. પરંતુ આ વખતે એવા કોઈ અધિકારી આ છોકરીને લેવા આવેલા ન હતા. એટલે જકાતવાળાઓએ તે તેના બાર વગાડી દીધા. સંબંધ ધરાવતા પ્રધાનશ્રીને આ બનાવમાંથી ચાહે તેટલા આત્મસંતોષ મેળવવાની છૂટ છે. મારા પૂજ્ય પિતાશ્રી તથા પ્રિય પુત્રના દુ:ખદ અવસાન થવાથી, હું રાજ્યપાલ હતા તે દરમ્યાન, મારે સંપત્તિવેરા ખાતાના અમલદારો સાથે કર્મસંજોગે કામ પાડવું પડયું હતું. મને બધી જાતની નહાતા! સગવડ કરી દેવામાં આવી હતી. સઘળાં રિટર્ન સ્વીકારી લેવામાં આવ્યા અને જે વેરો ભરવાના થતા હતા તે મે ભરી દીધા. હતા. એ રીતે આ દુ:ખદ કાર્ય માટે માત્ર થોડાંક જ અઠવાડિયામાં પતી ગયું હતું. ગવર્નરપદેથી હું ફારેગ થયા ત્યાર બાદ, મારો એક પિતરાઈ ગુજરી જતાં. વળી એની એ જ સંપત્તિ માટે મે સંપત્તિવેરાને લગતા ખાતા માટે રિટર્ન ભરી માલ્યાં. આંકડાઓ તો બધા અગાઉની માફક જ હતા, છતાં સત્તાવાળાઓ તે કેમે ય ન માને, એ આંકડાઓ સ્વીકારાવતા અમારા પરિવારને જે મુશ્કેલી પડી છે તેની વાત ન પૂછે. અગાઉ હું ગવર્નર હતા ત્યારે વારસા ર્સિટફિકેટ મેળવવામાં મને જરાય મુશ્કેલી નડી ન હતી, જ્યારે હવે તકલીફોનો કંઈ પાર ન હતો. કેસના નિકાલ લાવવાને બદલે ન્યાયાધીશ નિયત સમય કરતાં અદાલત વહેલી બરખાસ્ત કરી દે, અને કેસની મુદત પડે મહિનાઓ પછીની. આ કિસ્સામાં અમારે ભારે વ્યાજ ભરીને એક લાખ રૂપિયા રીતસર ઉછીના લેવા પડેલા, કારણ થાડા અઠવાડિયામાં પતવાને બદલે આ કેસ વર્ષથી પણ વધારે વખત ચાલ્યા. કેસની વિધિ પતાવવા પાછળ પૈસા તો ખરચવા જ પડે ને! તે સિવાય સંપત્તિવેરો ભર્યાનું સર્ટિફિકેટ મળે નહિ, સંપત્તિવેરાવાળાઓએ કંઈ કેટલીક વાર દોડાવ્યા. સંપત્તિ વેરા તરીકે રૂા. ૫૦ હજાર ચૂકવ્યા બાદ બીજા દસ હજાર રૂપિયા વારસા સર્ટિફિકેટ મેળવવા પાછળ ખર્ચાયા. ઉપરાંત બીજો પણ કેટલાક ખર્ચ થયો. કારણ કે, મરનારની મિલકત અમારા હાથમાં ન હતી. એ કંઈક અચાનક ગુજરી ગયેલા. વારસાનાનું કંઈ ભરેલું નહિ. વારસા સર્ટિફિકેટ વગર નાણાં ધીરવા બેન્કો તૈયાર નહતી. સંપત્તિવેરો ભર્યાનું પ્રમાણપત્ર મળે તો જ વારસા સર્ટિફિકેટ મળે તેમ હતું. પણ સંપત્તિવેરાને લગતા ખાતાના અધિકારી કોઈ રીતે સંતોષાય એમ ન હતું. પછી વારો આવ્ય. વીમાના પૈસા મેળવવાના. મારા સદ્ગત પિતરાઈએ પોતાના વીમે ઉતરાવ્યા હતા. વીમાવાળા લોકોએ પણ વારસા સર્ટિફિકેટ હોવું જ જોઈએ તેવા આગ્રહ રાખ્યો; કારણ મરનારું જવાન પોતાના મૃત્યુ બાદ પોલીસીના નાણાં કોને મળે તેની નોંધ પોલીસીમાં કરાવવાનું ભૂલી ગયેલા. આખરે વારસા સર્ટિફિકેટ તો મળ્યું, પણ વીમાવાળાઓએ જે ચેક મોકલ્યો તેનાં નાણાં ચૂકવવા સ્ટેટ બેન્ક તૈયાર ન હતી. કહે કે ચેક પર સહી કરવાના મને હક્ક જ નથી. એટલે વળી પાછા પત્રવ્યવહાર ચાલ્યો. પછી વીમાની રકમ અમારે ત્યાં હાથ આવી અને એમ દેવું ચૂકવ્યું. પોમા કંપનીના વહીવટ જો ખાનગી માલિકીના હસ્તક હોત તો ઉપર જણાવ્યા મુજબનો ચેક આપવા બદલ તેના પર કંઈ ન વીતત. પણ અત્યારે તો વીમા કંપનીના વહીવટ જાહેર ક્ષેત્ર કરે છે એટલે આ બધું ચાલે છે. ધી લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન વ ૩૮ કરોડ રૂપિયાનો નફો બતાવે છે. સંભવ છે કે તેને કંઈ કરવેરા ભરવા પડતા નહિ હોય.. ‘જીવન દીપ’નાં મકાનોનું ઉદ્ઘાટન કરતી વખતે આપણા સદ ્ ગત વડા પ્રધાન તેમ જ અન્ય પ્રધાનોએ આ કોર્પોરેશનના વહીવટકર્તાઓની પ્રશંસા કરવામાં કંઈ મણા રાખી નહોતી. પરંતુ નાણાં ચૂકવવામાં ઢીલ કેમ થાય છે, ચેકો અપાય છે તે સ્વીકારાતા કેમ નથી તથા વીમાનાં નાણાં મેળવવાની કાર્યવાહી ઘણી મુશ્કેલ તથા ખર્ચાળ હોઈ કેટલીય પેાલીસીના નાણાં પગાર થયા વગર વીમા કોર્પોરેશનમાં જ કેવી રીતે રહી જાય છે—આ બધું કોઈને પૂછવાનું સૂઝતું નથી. વીમા કોર્પોરેશનના અધિકારીઓને સૂઝતું નથી કે વીમા ઉતરાવનાર પ્રત્યેક વ્યકિત પોતાની હયાતી બાદ વીમાનાં નાણાં કોને
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy