________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૧૬
મંડપે મંડપે માંડિયા ભેળસેળ જે થંભ, ભે થંભે પૂતળી, નૃત્ય કરતી રંભ (૯-૨૨૨).
ભગવાન મહાવીર, પા. ૩૦૪) અને વચ્ચે કુમારપાલના સમયમાં સોરઠના રાજા સમરસેનને હરાવનાર ઉદયન મંત્રી ને કોંકણના રાજા મલ્લિકાર્જુનને હરાવનાર ઉદયનસુત બડ (વિજ્યલમીસૂરિ: ઉપદેશપ્રાસાદ ૪, ૩૬૯, ૩૭૫) સેનાપતિપદે હતા.
વિમલના અચૂક લક્ષ્યવેધ વિષે મુનિ લાવણ્યસમયના વિમલપ્રબંધમાં વિલ્યમ ટેલની વાર્તાનું સ્મરણ કરાવનારી વિગત આપી છે : * ૧. બાળ સુવરાવું કરી સાથરો,
પેટે પાન અદ્યતેર ધરું, કહે તેને વીંધું મનરંગ,
બાણ ન લાગે બાળકઅંગ. ૨. કળા દેખાડું અવર પ્રકાર,
વલેણું વલોવે નાર. ઝબકે વીંધાઈ જાય ઝલ,
ખસકો નવ લાગે ગાલ. ૩. જાઓ ને જોઈ આવો બાણ,
પહોંચે ગાઉ પાંચ પ્રમાણ (૬ : ૨૩૨૬). વિમલની આ કળા ‘ભીમતણે મન ભારે વસી ને એને પાંચસો ઘોડેસ્વારને ઉપરી દંડનાયક બનાવ્યું.
વિમલ વિરુદ્ધ ખટપટિયાએ રાજા ભીમના કાન ભંભેર્યા. વાઘને છુટ્ટો મૂકીને એને ઠેકાણે પાડવા તથા એક પ્રસિદ્ધ મલ્લ સાથે યુદ્ધ કરવા વિમલને કહ્યું, પણ એક પ્રસંગે વિમલને ઊની આંચ ન આવી, ‘એટલે વિમલના બાપદાદાના કાળનું રાજયનું લેણું કાઢ્યું.
છપ્પન કોટિ ટંકા ઘર ભરો, આવીને લેખું કરશે (–૬). આથી વિમલ કાઈ ગયો ને ચન્દ્રાવતી નગરી વસાવીને ત્યાં રહ્યો. ત્યાંથી તેણે રામનગરી (૭-૬૪) ઉપર ચડાઈ કરી ને ત્યાંના બાર સુલ્તાનને હરાવ્યા, જેણે “આપ્યા દંડ જે ઘોડા હાથી ઢંકા કોટિ જ ચાર” (૭-૧૦૦).
એવી જ રીતે એણે સિંધમાં નગરઠઠાના રાજા બંભણિયાને પણ હરાવ્યો, પછી “રૂપનગરને ઠઠા થકી વર્ષે વર્ષે આવેખિદમતી’ (નજરાણુ ૮-૮૨).
એક સાધુ ચન્દ્રાવતી આવ્યા. એની પાસે સ્વપ્રમાદનિવેદનરૂપ આલોચના વિમલે કરી એટલે
ધર્મઘોષસૂરિ બેલે હસી, તુજ આયણ આવું કિસી? મહારંભ કીધા લખ કોડિ આયણ દેતાં અમ–ખાડિ (૯-૧૬૬). પણ આગમે કહ્યું છે તેય, મિથ્યાદષ્ટિ થાનક હોય;
ત્યાં જિનમંદિર કિહે કરાય તે નરવર આરાધક થાય (૧૬૭).’
એટલે વિમલે ત્રણ દિવસના ઉપવાસ કરી અંબાજીનું ધ્યાન ધર્યું. અંબાજી પ્રત્યક્ષ થયાં ને બોલ્યાં,
માગે વર, તમ તૂટી સહી (૧૫). વિમલે ‘પહેલે વર માગ્યો પ્રાસાદ' (મંદિર) (૧૫) ને ‘બીજો વર માગે એક પુત્ર' (૧૯૬). પણ અંબાજી કહે,
કે સુત કે પ્રૌઢ પ્રાસાદ, બે વરને, વત્સ, મ કરીશ વાદ. વિમલે પોતાની પત્ની શ્રીદેવીને કહ્યું, ' કહે તે સુત માગું વરલબ્ધ, કહે તે જિનપ્રાસાદ "પ્રસિદ્ધ.
' (૧૯૭), પત્ની કહે, “સુત માગે વાધે સંસાર. વળી દીકરો કલદીપક થાય કે પછી દીફર્યો કુલાંગાર થાય એ કોણ જાણે? એટલે '
વેગે કરી માગો પ્રાસાદ (૨૦૦).” અને સંવત ૧૦૮૮માં વિમલવસતિની પ્રતિષ્ઠા થઈ. “ધીરજલાલ ધનજીભાઈ શાહ: વિમલપ્રબંધ (ગુજરાતી સાહિત્ય સભા).
પરમાનંદભાઈને હું મળ્યું ત્યારે અમારી ગોઠડી ચાલતી હોય ત્યાં હું ટેબલ ઉપર પડી પડી હોય તેનું સવે ક્ષણ કરું ને કોઈ
પડી જોવા જેવી લાગે તે લઈ જાઉં. આમ ધીરુભાઈની ચોપડી મારા હાથમાં આવી. એટલે ૧૯૨૬માં શ્રી નગીનદાસ અમુલખરાયની પ્રેરણાથી હું જૈનસાહિત્ય જે હાથમાં આવે તે જેતે હતો ત્યારે (શ્રી મણિલાલ વ્યાસને) વિમલપ્રબંધ જોયો હતો એનું પુનર્દર્શન થયું ને ઉપલે લેખ લખવાનું બન્યું.
એ તે જાણે ઠીક, પણ પરમાનંદભાઈ ઉપર ધીરુભાઈની ચેપડીનું અવલોકન કરવાને ભાર છે તેય મારે યથાશક્તિ ઉતારવો આવશ્યક છે.
ધીરુભાઈએ એક તે વિમલપ્રબંધને શુદ્ધ પાઠ પાઠાન્તરસહિત ૨૩૬ પાનાંમાં આપ્યો છે ને ઉપઘાતરૂપે ૧૬૦ પાનાંને મહાનિબંધ જોડ્યા છે. તેમાં લાવણ્યસમયનું જીવન તથા કવન, વિમલનું જીવન, વિમલપ્રબંધનું મૂલ્યાંકન, સાર, સમાજદર્શન તથા ભાષાઆવા આવા વિષયની ચર્ચા કરી છે.
ભાઈએ ઘણા પરિશ્રમ કર્યો છે, પણ લાવણ્યસમય વસ્તુ ઉપર નહિ પણ જૂના ગ્રંથ ઉપર આંખ ફેરવીને કાવ્ય રચે છે એ વાતનું ધ્યાન નહિ રહેવાથી સમાજનું યથાતથ દર્શન કરવામાં ભાઈને કયાંક ક્યાંક, સફળતા નથી મળી. જેમ કે, ચેથા ખંડના ત્રીસમા શ્લોકમાં સમાજની વસ્તુસ્થિતિનું વર્ણન નથી, પણ એક સંસ્કૃત સુભાષિતનું ભાષાન્તર જ છે:
लालयेत् पञ्च' वर्षाणि दश वर्षाणि ताडयेत् । प्राप्ते तु षोडशे वर्षे पुत्रं मित्रं समाचरेत् ॥
વિમલને પાંચ વર્ષ પૂરાં થયે નહિ પણ પાંચમે વર્ષે નિશાળે બેસાડ્યો હતો (૪-૨૫). કન્યાવિક્રયની ‘પદ્ધતિ ચાલુ હતી’ એમ નહિ પણ કોક કોક માબાપ કન્યાવિક્રય કરતાં’ એમ કહેવું જોઈએ. ગાળ્યા વિનાનું પાણી તો જૈનેતર પણ ન વાપરે, કેમકે એમાં તે આરોગ્યની રક્ષાની વાત છે, પણ કપડાં ન ધુએ અણગળ વારિ’ (૩-૧૧૫), આવું તે એક કુમારપાળ કરતા હોય તે કરતા હોય. સુપ્રભાત શબ્દ પ્રભાતિયાંમાં વપરાય છે, અંગ્રેજના good morning અથવા આપણા રામ રામ કે જે જે પ્રમાણે નહિ (ચૂલિકા ૧૦૬). કોટિધ્વજ ધજાગરો ચડાવે ને કોટિધ્વજને પડખે રહે તેનું ઐતિહાસિક પ્રમાણ કાંઈ છે? વણિકપુત્ર વિરાટ પુરુષના હૃદયથી ઉત્પન્ન થયા એમ કહીને લાવણ્યસમયે પુરુષસૂકતમાં રમણીય સુધારો કર્યો છે ને વાણિયા ને કણબીનું માન વધાર્યું છે:
વૈશ્ય હૃદય ઉત્પત્તિ વખાણ' (૨-૮૦). ભાઈએ વાણિયા ને મહેતાનું સમીકરણ કર્યું છે તે બરાબર નથી. મહેતા માનસૂચક શબ્દ છે ને એને અમુક નાત સાથે સંબંધ નથી. આજ પણ નાગરમાં ને પારસીમાં પણ મહેતા છે ને સાર્વવણિક વિદ્યાગુરુ મહેતાજી કહેવાય છે (૨-૪૭). દ્રોણ ને ધનુષનાં માપ ચાલું વ્યવહારમાંથી નહિ પણ ચોપડીઓમાંથી લીધાં છે (ઉપોદઘાત પા. ૧૨૯). આધારગ્રન્થના સંક્ષેપની ટીપ છાપવાની રહી ગઈ લાગે છે. ગાંધીજીનું નામ મેહનલાલ લખ્યું છે તે સારું ન લાગ્યું.
અંતે વિમલ **મંત્રીના ચરિત્ર ઉપર ફરી આંખ ફેરવવાની તક આપી તે માટે મારે ધીરુભાઈને પાડ માનવો જોઈએ.
દેસાઇ વાલજી ગેવિન્દજી ** માગણ મનવાંછિતદાતાર, કરે નિરંતર પરઉપકાર: ત્રિભુવન તેજ તપતે ધીર, પરવારીને પ્રકર્યો વીર (૮-૧૧૪). સંવત પંદર અડસઠ વડો રાસવિસ્તાર (ચૂલિકા. ૫).