SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫ રહી શકી હાત. સંયુકત રાષ્ટ્રસંસ્થાની સૌથી પ્રથમ શાંતિસેના ઈજિપ્ત અને ઈઝરાયેલની સરહદ વચ્ચે ગોઠવવાનું ઐતિહાસિક કાર્ય કરી બતાવી હૅમરશેાલ્ડે એમના દધૈર્ય અને આવડતના શાંતિભૂખ્યા જગતને સ્વાદ કરાવ્યો. કોંગાની હોળીમાં એ હોમાઈ ગયા. એમની આ નોંધપાથી વાંચનારને એમ લાગશે કે એમણે આવા જ મૃત્યુની ઝંખના કર્યું રાખી હતી. પ્રબુદ્ધ જીવન હૅમરશાલ્ડને કર્મભૂમિમાં રહીને આત્મસાક્ષાત્કાર કરવા હતા. એમણે નોંધ્યું છે કે છેક બાળપણથી એમને એવા સંસ્કાર પડયા હતા કે પોતાના દેશ કે માનવજાતની શુદ્ધ સેવા વિના જીવનમાં શાંતિ કે તૃપ્તિ નહીં મળે. એમની સેવાની કલ્પના એવી હતી કે જરૂર પડયે સર્વસ્વનો ભાગ આપવા, પણ હૃદય-દુર્બળતાને કારણે જીવનયુદ્ધમાં પીછેહઠ કદી ન કરવી. ૧૯૬૦માં રશિયાએ. જ્યારે માગણી કરી કે હૅમરશાલ્ડે રાજીનામું આપી દેવું જોઈએ ત્યારે આ કર્તવ્યનિષ્ઠ પુરુષે આવા જવાબ આપેલા : “સાવિયેટ યુનિયનના પ્રતિનિધિએ મારા રાજીનામાની માગણી કરતી વેળા હિંમતના ઉલ્લેખ કર્યો છે. રાજીનામું આપવું તે સાવ સહેલી વાત છે. આવા સંજોગામાં ટકી રહેવું એટલું સહેલું નથી. એક મહાસત્તાની ઈચ્છાને તાબે થવું એ સહેલી વાત છે. એ ઈચ્છા સામે પડકાર ફેંકવા એ એટલી સહેલી વાત નથી.” પોતાની માન્યતા માટે બધું હામી દેવું અને આંધી વચ્ચે અણનમ ઊભા રહેવું–હૅમરશેલ્ડે એમના જીવનમાં આ ભાવના ચરિતાર્થ કરવા પ્રમાણિક પ્રયત્ન કર્યો. આવા પ્રયત્ન કરવાનો વિચાર કરવા તે પણ જેવી તેવી વાત નથી. કોઈ ઊંડા સ્તરમાંથી શકિત અને શ્રદ્ધા સતત ઝર્યા ન કરતાં હોય તો બાહ્ય જગતના ઝંઝાવાતમાં માત્ર સારી વાત કરીને કોણ ટકી શકે ? હૅમરશોલ્ડના ચિત્તમાં નિભાડો ધખ્યા કરતો હતો. દુન્યવી સત્તાની ટોચે બેઠેલા આ હોશિયાર માણસ એના આંતરજીવનના ધમસાણાની નોંધ રાખતા હતા એની કોઈને ખબર ન હતી, હૅમરશેાલ્ડ વિષે કોઈ જાણતું ન હોય અને માત્ર આ નોંધપોથીમાંથી તે અણસારો ય ન આવે કે હૅમરાલ્ડ સ્વીડનના આગેવાન અર્થશાસ્ત્રી તથા રાજપુરુષ હતા અને સંમ્યુકત રાષ્ટ્રસંસ્થાના મહામંત્રી હતા. એમના બાહ્ય જીવનનો આ નોંધપાથીમાં કયાંય પડછાયાયે પડતા નથી. હૅમરશોલ્ડ વિષે કશું ન જાણનાર વ્યકિતને એમ લાગે કે કોઈ કર્મવીર અને સાધકની આ મંથનપાથી છે. હૅમરશેાલ્ડના વિચાર એવા ન હતા કે આ નોંધપોથી પ્રસિદ્ધિ પામે. એમના અવસાન પહેલાં પાંચેક વર્ષે એમને એમ થયું કે આ ટાંચણામાં કોઈને કદાચ રસ પડે, પણ એમની હયાતિ દરમિયાન આ અંગત મથામણાનો ધજાગરો કરવાની આ શરમાળ માણસની જરા ય ઈચ્છા ન હતી. એમના મૃત્યુ પછી જે કાગળિયાં મળ્યાં. એમાં એમણે એમ જણાવેલું કે આ નોંધપોથી જ એમનું ખરું “રેખાચિત્ર” છે. હૅમરશેાલ્ડ ખાનગીમાં કવિતા લખતા. તે શાંત પ્રકૃતિના કવિ હતા. અને હૈયાની ઘમસાણાના પણ ગાયક હતા. એમણે આ નોંધપોથી લખવાની શરૂઆત કરી ત્યારે-લગભગ ૨૫ વર્ષની ઉંમરે જીવનની નેમ નક્કી કરી લીધી હતી. Smiling, sincere, incorruptible— His body disciplined and limber. A man who had become what he could. And was what he wasReady at any moment to gather everything Into one simple sacrifice. હસમુખા, સાચેા, લાલચમુકત— એનું શરીર ચપળ અને શિસ્તબદ્ધ, એ માણસ જે કાંઈ બની શકે તે બન્યું. ૫ અને હતા તે જ રહ્યોસાવ સાદા સ્વાર્પણમાં ગમે તે ઘડીયે સઘળુ" હામી દેવા તૈયાર. થોડાં વર્ષ બાદ એમણે સ્વાર્પણનું ચિત્ર વધુ સ્પષ્ટ કર્યું : "We are not permitted to choose the frame of our destiny. But what we put into it is ours. He who wills adventure will experience it-according to the measure of his courage. He who wills sacrifice will be sacrificed according to the measure of his purity of heart." << આપણા પ્રારબ્ધનું ખોખું પસંદ કરવાનું આપણા હાથમાં નથી. પણ એ ખોખામાં શું મૂકવું તે આપણા હાથની વાત છે. જેનામાં સાહસની સંકલ્પશકિત છે તે તેની હિંમતના પ્રમાણમાં સાહસનો સ્વાદ પામશે. જેનામાં સ્વાર્પણની સંકલ્પશકિત છે તે તેની નિર્મળતાના પ્રમાણમાં ભાગ આપી શકશે. એમણે એક કાવ્યમાં એમ પણ કહ્યું છે કે જ્યારે માણસ પોતે ભાગ બનવા તલપાપડ થાય છે ત્યારે ઈશ્વર પેાતે જ આવી વ્યકિતનાં ખાળિયામાં પ્રવેશે છે. પણ સ્વાર્પણ વેળાએ હ્રદય રીઢું ન થવું જોઈએ. શહીદ શહાદત સમયે હ્રદયની કુમાશ ગૂમાવી બેસે તો સ્વાર્પણના શે। અર્થ ? સ્વાર્પણના હેતુ તો એ હોય કે જીંદગી બીજાને માટે વધુ જીવવા જેવી બને. અનાસકિતથી શુદ્ધ સેવા કરતાં કરતાં જીવનને કઈ રીતે અર્થપૂર્ણ કરવું ? વાત મુશ્કેલ છે પણ કામ કરવા જેવું છે. What I ask is absurd : that life shall have a meaning. What I strive for is impossible: that my life shall acquire a meaning." “જીવનનો કોઈ અર્થ હોવા જોઈએ એવી મારી માગણી બેહૂદી લાગશે. મારું જીવન અર્થપૂર્ણ બને એવી મથામણ મૃગજળ પાછળ દોડવા જેવી છે.” પૂર્ણ વાડીલાલ ડગલી વણિક સેનાપતિ વનરાજ રાજધાની માટે યોગ્ય સ્થાન શોધતો હતો. એને ભરવાડ અણહિલ્લ સાખડે પૂછ્યું કે ‘શું જુએ છે ?’ ‘નગરનિવેશને લાયક શૂરભૂમિ ગાતીએ છીએ, એમ એને કહ્યું એટલે એ કહે, ‘નવી સ્થાપવાની નગરીને જો મારું નામ આપે તે સરસ જગ્યા બતાવું.' વનરાજ કહે, ‘ ભલે.’ એટલે જ્યાં સસલાએ કૂતરાને બીવરાવ્યા હતા તે ઠેકાણું અણહિલ્લે બતાવ્યું : यावती भू: शशकेन उच्छासिता ( शशकेन वा त्रासित:) તાવતી સુર્વ વર્શવામાસ । (મેરુનુંગ: પ્રબંધ ચિંતામણિ). ત્યાં સંવત ૮૦૨ના વૈશાખ શુદિ ૨ ને સોમવારે વનરાજે અણહિલ્લપુર-પાટણનાં તારણ બાંધ્યાં, પોતાના રાજ્યાભિષેક કરાવ્યો, અને જબ નામે વિણકને મહામંત્રી બનાવ્યો. આ જબ પણ કોઈ સામાન્ય વાણિયા નહોતા. વનરાજ જ્યારે બહારવટે ચડ્યો હતો ત્યારે તેના ત્રણ માણસે જબને વનવગડામાં રોક્યો હતો. ચાર ત્રણ જ છે એમ જોઈને જંબ પાસે પાંચ બાણ હતાં તેમાંથી તેણે બે ભાંગી નાખ્યાં. ચારે પૂછ્યું, ‘કેમ ભલા?' ‘ એટલે જંબ કહે, ‘તમે ત્રણ જણ છે એટલે બે બાણ નકામાં હતાં.' પછી તો એણે હાલતાં વેધ્ય વીંધી બતાવ્યાં, એટલે એને વનરાજ આગળ લઈ ગયા. એની ધનુવિદ્યા જેઈને વનરાજ આશ્ચર્ય પામ્યો ને કહે, ‘મારો પટ્ટાભિષેક થાય ત્યારે તમે મારા મહામંત્રી બનજો,' જંબ પછી તા ધનુર્ધારી વણિકની પર પરા ચાલી. પહેલા ભીમદેવના સમયમાં વિમલ, બીજા ભીમદેવના કાળમાં આભૂ નામે શ્રીમાળી વિણક જે રાંગણ ઉપર પ્રતિક્રમણ કરતા (ચંદ્રરાજ ભંડારી :
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy