SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રભુ જીવન શ. ૧૦,૦૦૦ સુધીની રકમ આપવાને હું તૈયાર છું, પણ સાથે સાથે મારા અનુભવના સારરૂપે જણાવું તો આજે કાલેજમાં ભણતી કન્યાઓ કરતાં હાઈ સ્કૂલમાં ભણતી કન્યાઓ માટે આવા છાત્રાલયની વધારે જરૂર છે અને તેથી તમે તે દિશાએ જે પગલું ભરો તે પહેલું પગલું હાઈસ્કૂલમાં ભણતી બહેનો માટે ભરજો એવો મારો આગ્રહ છે.” ત્યાર બાદ શ્રી કપુરચંદ નેમચંદ મહેતાએ આ સંસ્થા દ્વારા `ઊભું કરવા ધારેલ કન્યાછાત્રાલયના વિચારને ખૂબ આવકાર્યો અને આ વિચારને જ્યારે પણ અમલ કરવામાં આવે ત્યારે તેમાં સારી રીતે મદદરૂપ થવા તેમણે તત્પરતા દાખવી. ત્યાર બાદ, શ્રી. રિષભદાસ રાંકાએ જૈનોની એકતાના સંદર્ભમાં તીર્થોના પ્રશ્નની છણાવટ કરી અને કેશરિયાજીના ચુકાદો અને ત્યાર બાદ ઊભી થયેલી પરિસ્થિતિ વિષે વિવેચન કર્યું. બધી ચર્ચાના ઉપસંહાર કરતાં પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનભાઈએ જણાવ્યું હતું કે “જે એકતાની આપણે વાત કરીએ છીએ તે એકતા ભાષણોથી નહિ આવે, પણ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ જેવી સંસ્થા ઊભી કરવાથી જ સાચી એકતાની પ્રતિષ્ઠા થશે.” આ એકતાના વિચારનો વિસ્તાર કરતાં તેમણે જણાવ્યું કે “એકતાના વિચારને અમલી બનાવવા હોય તા ભાઈ ભુજપુરીઆએ જણાવ્યું તે મુજબ આપણે આવી બાબતોમાં સાધુમુનિરાજો ઉપર આધાર રાખતા બંધ થવું જોઈશે. અલબત્ત, આ મુનિઓનો આપણા સમાજ ઉપર ખૂબ પ્રભાવ છે અને તેઓ ધારે તે જૈનો જૈના વચ્ચે એકતાની સ્થાપના કરવાની દિશામાં ઘણુ કરી શકે તેમ છે. પણ તેમની દષ્ટિ અને વિચારણા પ્રાય: ભૂતકાળ તરફ વળેલી હોય છે. તેમને વર્તમાન તરફ કેમ વાળવા એ જ મોટો પ્રશ્ન છે. જૈનોની એકતા વર્તમાન યુગની અનિવાર્ય માંગ છે. તેથી આ બાબતમાં આજના મુનિરાજો ઉપર અવલંબિત રહેવાને બદલે જૈન સમાજે સ્વતંત્ર પણે તે દિશામાં સક્રિય પગલાં લેવાના રહેશે.” ત્યાર બાદ આપણે કેવા સંક્રાન્તિકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ તેનું તેમણે વિવેચન કરતાં જણાવ્યું કે, ‘એક કાળે પૂર્વના વિચારોનું પશ્ચિમ ઉપર પ્રભુત્વ હનું; પછી પશ્ચિમનું પૂર્વ ઉપર પ્રભુત્વ સ્થપાયું. આજે વળી પૂર્વની અસર પશ્ચિમ ઉપર થઈ રહી છે. આજે ચીન અને ભારત આગળ આવી રહ્યાં છે. સમય જતાં ચીન સૌથી વધારે શકિતશાળી દેશ બને તો નવાઈ નહિ.” આમ જુદા જુદા વિષયોને સ્પર્શીને આગળ ચાલતાં મુંબઈ શહેરમાં જૈન સમાજના છાત્રાલયા વચ્ચે અનુબંધ ઉભા થવાંની જરૂર ઉપર ભાર મૂકીને જણાવ્યું કે “આપણે ત્યાં આજે છ જૈન છાત્રાલયો છે અને તેમાં કુલ લગભગ ૪૫૦ વિદ્યાર્થીઓ લાભ લે છે, પણ આ ભિન્ન ભિન્ન છાત્રાલયોના વહીવટકર્તાઓ વચ્ચે કોઈ અનુસંધાન નથી, આ બધા વિદ્યાર્થીઓ અવારનવાર એકઠા થાય તે માટે કોઈ યોજના નથી. આપણાં છાત્રા લો વિષે કોઈ સામાન્ય નીતિ નથી. આવું પરસ્પર સંગઠ્ઠન ઊભું થાય તો વિદ્યાર્થીઓની સગવડ ખૂબ વધી શકે અને વિદ્યાર્થીઓમાં એકતાની ભાવના કેળવાતી રહે.” ત્યાર બાદ કન્યાછાત્રાલય અંગે આ પ્રસંગે રજુ કરવામાં આવેલા વિચારો અને ઉદ્ગાર અંગે તેમણે ખૂબ સંતોષ દાખવ્યો અને જણાવ્યું કે “ ખીમજીભાઈ, કપુરચંદ ભાઈ અને ફલચંદભાઈએ આ વિષે જે કાંઈ કહ્યું તેથી હું ખૂબ ઉત્સાહ અનુભવું છું અને કન્યાછાત્રાલય આપણે બહુ ટૂંક સમયમાં ઊભું કરી શકીશું એવી આશા હું અનુભવું છું.” અન્તમાં સંસ્થાના કોષાધ્યક્ષ શ્રી ચીમનલાલ પી. શાહે તથા સંસ્થાના અન્ય મંત્રી શ્રી રમણીકલાલ મણિલાલ શાહે આભારનિવેદન કર્યું અને અલ્પાહાર બાદ- સંમેલન વિજિત થયું.. અહિં એ જણાવવું અસ્થાને નહિ ગણાય કે જૈન સમાજમાં માત્ર સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ જ એક એવી સંસ્થા છે કે જે એક જૈન સંસ્થા હોવાં છતાં તેનાં દ્વાર જૈનેતર વિદ્યાર્થીઓ માટે પણ ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે અને આજે તેમાં એક અંધ જૈનેતર વિદ્યાર્થીને પણ દાખલ કરવામાં આવ્યો છે : 4 તા...૧-૫-૧૯ એક કડ ચેાગીની મંથનપેાથી (‘ગ્રંથ’ના ગયા સપ્ટેમ્બર માસના અંકમાં પ્રગટ થયેલ “Markings by Dag Hammarskjold ”નું અવલોકન) દાગ હૅમરશાલ્ડની આ વિચારોથી પૂરી કરી ત્યારે ચિત્તમાં નમ્રતા ઊભરાઈ આવી. આધુનિક ભારતવાસીના મનમાં ઘણીવાર એવા અહંકાર હોય છે કે આપણા જેવા કોઈ આધ્યાત્મિક નથી. પણ અધ્યાત્મચિંતન કોઈ એક પ્રજાના જ આગવા ઈજારો હોય તો માનવજાતના વિકાસ કુંઠિત થઈ જાય. સદ્ભાગ્યે સ્થિતિ આવી નથી. ખંડ ખંડમાં જીવનવિદ્યાના ઉપાસકોની ધૂણી ધખી રહી છે. હૅમરશેલ્ડની નોંધપોથી આ હકિકતની પ્રતીતિ કરાવે છે. આબાહુવા, ખાનપાન, પહેરવેશ, રહેણીકરણી અને ભૌતિક સુખસમૃદ્ધિમાં અચંબો પમાડે એટલા તફાવત હોવા છતાં કઈ ચીજ સમગ્ર માનવજાતને એક તાંતણે બાંધે છે ? મને લાગે છે કે આત્મસાક્ષાત્કારની મથામણ વિશ્વકુટુંબની પાયાની એકતાનું સૂચન કરે છે. માણસની આજુબાજુની આબાહવા લઈ લે. એનાં ખાનપાન, અને પહેરવેશને ભૂલી જાઓ. એની મોટરગાડી અને ટેલીવિઝનને એક બાજુ મૂકો. આ બધાની બાદબાકી કર્યા પછી થોડી શેષ રહેવાની જ. એને તમે પરમાર્થવૃત્તિ કહો, સામાજિક જવાબદારી કહો કે ધર્મ ભાવના કહે, આ શેષ એ માનવજાતની આંતર સંપત્તિ છે. સ્વીડન જેવા સમૃદ્ધ દેશના એક સુખી કુટુંબના બત્રીસલક્ષણા આ નબિરાને ચિત્તની આશાંતિ ક્યારેક ક્યારેક બુદ્ધ ભગવાનન સાંસારિક જીવનનું સ્મરણ કરાવે છે. દુન્યવી સફળતાના ગજે માપીએ તો એમ કોઈ પણ કહે કે પરભવ પેટ ભરીને પુણ્ય કર્યા હાય તા હૅમરશેાલ્ડ જેવી કારકીર્દી મળે. તેમનો જન્મ ૧૯૦૫ના જુલાઈની ૨૯મી તારીખે અને મૃત્યુ ૧૯૬૧ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે. આ ૫૬ વર્ષના પ્રમાણમાં ટૂંકા આયુષ્ય દરમ્યાન હૅમરશેાલ્ડે અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી. એમના પિતા નટ હૅમરશેાલ્ડ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન સ્વીડનના વડા પ્રધાન હતા. પણ એમની ખ્યાતિ તા એક વિદ્રાન ન્યાયાચાર્ય અને આધ્યાપક તરીકેની હતી. હૅમરશેલ્ડનું કુટુંબ એટલે રાજપુરુષો અને લશ્કરી અસરોનું કુટુંબ, દાગ હૅમરશેાલ્કની માતાનું કુટુંબ એટલે પાદરીઓ અને વિદ્વાનોનું કુટુંબ. આમ હૅમરશાલ્ડના લોહીમાં એક સાથે સત્તા અને વિદ્યાની ભૂખ વહેતી હતી. ૧૯૩૦માં અર્થશાસ્ત્ર અને કાયદાનું ઉચ્ચ શિક્ષણ પૂરું કરી એ સ્વીડીશ સરકારમાં જોડાયા. ૧૯૩૫માં એ. બૅન્ક ઓફ સ્વીડનના સેક્રેટરી થયા અને ૩૬ વર્ષની નાની ઉંમરે ૧૯૪૧માં તે બેન્કના ચેરમેન થયા. લગભગ આઠ વર્ષ એ હોદ્દો સંભાળીને તેઓ ૧૯૪૯માં સ્વીડનના ઉપવિદેશપ્રધાન બન્યા અને બે વર્ષ બાદ એ સ્વીડિશ પ્રધાનમંડળના પૂરા સભ્ય બન્યા. ૧૯૫૨માં હૅમરશેલ્ફે સ્વીડિશ પ્રતિનિધિમંડળના નાયબ નેતા તરીકે સંયુકત રાષ્ટ્રસંસ્થાની મહાસમિતિમાં હાજરી આપી અને એક વર્ષ બાદ એ સ્વીડિશ પ્રતિનિધિમંડળના મુખ્ય નેતા નિમાયા. આ દરમિયાન સંયુકત રાષ્ટ્રસંસ્થાના મહામંત્રી શ્રી લી વિષે બે મહાસત્તાઓ વચ્ચે તીવ્ર મતભેદ ચાલતો હતો. આ ખટરાગનું પરિણામ એ આવ્યું કે પ્રમાણમાં અજાણ્યા હૅમરશેલ્ડને ૧૯૫૩ના માર્ચ મહિનામાં સંયુકત રાષ્ટ્રસંસ્થાના મહામંત્રી તરીકે નીમવામાં આવ્યા. જેમણે આ પુસ્તકની કુશળતાપૂર્વક અનુવાદ કર્યો છે તે કવિ એડનને હેમરશેાલ્ડે એકવાર મજાકમાં કહેલું કે સંયુકત રાષ્ટ્રસંસ્થાના મહામંત્રીનું કામ બિન સાંપ્રદાયિક પાપ જેવું છે. સાચું કહીએ તો અત્યંત શકિતશાળી, ઉદ્યમી, અંતડા અને અપરિણીત હૅમરશોલ્ડ લગભગ હંમેશા પાપ જેવા લાગતા હતા. તેઓ આવા આંતરરાષ્ટ્રીય સેવક ન હોત તો સુએઝ અને હંગેરીની આંધી વચ્ચે સંયુકત રાષ્ટ્રસંસ્થા ભાગ્યે જ હેમખેમ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy