________________
Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ 'જૈન'નું નવસસ્કરણ
વર્ષ ૨૮ : અંક ૧
પ્રબુદ્ધ જીવન
શ્રી મુબઇ જૈન યુવક સ‘ઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નલ ૨૫ પૈસા
મુંબઈ, મે ૧ ૧૯૬૬, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
ભારતીય કલાસંસ્કૃતિના આધુનિક ઋષિ
શ્રી નંદલાલ બસુ, ‘નંદબાબુ’નાં પ્યારા નામથી તેમના શિષ્યબુંદમાં પ્રચલિત થયેલા હતા. તા. ૧૬-૪-૬૬ની સાંજે ૮૩ વર્ષની વયે તેઓ દિવંગત થયા. તેમણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગેારના શાન્તિનિકેતનને પોતાની કલાસાધનાનું જીવન કેન્દ્ર બનાવ્યું હતું અને દેશવિદેશના હજારો કલાર્થીઓને દીક્ષા આપી ભારતની ભૂમિજાત કલા–સંસ્કૃતિની પ્રતિષ્ઠા કરી તેનો મહિમા વિશ્વમાં વધાર્યો હતો.
પોતાનાં કલાસર્જનામાં તેમણે અનેકાનેક પ્રયોગા કરી અનેક આશ્ચર્યજનક પ્રકારો અને વૈવિધ્યા ઉપજાવ્યાં છે. શાન્તિનિકેતનમાં ગુરુદેવ ટાગાર પછીના પ્રતિભાવાન પુરુષોની બીજી હરોળમાં તેમનું નામ દીપ્તિમાન હતું અને શાન્તિનિકેતનની સર્વ પ્રવૃત્તિઓમાં ક્લાસૌંદર્યની છાંટ આપી તેને નવી ચેતના તેઓ આપતા રહ્યા હતા. ઉત્સવા, સમાર ંભ, સન્માન અને પ્રકાશનામાં તેમની મૌલિક બુદ્ધિએ લાની સર્વોપરિતા સ્થાપી હતી.
*
તેમના જન્મ બિહારના મોંઘીર જીલ્લામાં ખડકપુર ગામમાં થયા હતા. તેમના પિતા પૂર્ણચંદ્ર `બસુ બર્દવાન રાજ્યના જંગલખાતાના અમલદાર હતા; તેમનાં માતા ક્ષેત્રમણી એક કુશળ ભાવનાશીલ ગૃહિણી હતાં અને સર્વ ગૃહ્યકલા, સુશોભના અને દુર્ગાપ્રતિમાના કાર્યમાં નિષ્ણાત હતાં. સ્વભૂમિનું વાતાવરણ અને દશ્યોની છાપ નંદબાબુ પર ચિરંજીવ પડી હતી.
ગામડાનું શિક્ષણ પૂરું કરી તેઓ કલકત્તાની કૉલેજમાં ગયા, પણ તે પહેલાં તેમણે રાજા રવિવર્મા અને રાફેલ વગેરે યુરોપીય ચિત્રકારોની નકલ કરી ચિત્રકાર્ય સાધી લીધું હતું. તેઓ કૅલેજમાં ગયા તે જ વર્ષે શ્રીમતી સુધીરાદેવી સાથે તેમનું લગ્ન થયું. તેમના સર્વ વડીલા તેઓ કટર' થાય તેમ ઈચ્છતા હતા, પણ ચિત્રની લગનવાળા નંદબાબુનું અભ્યાસમાંથી મન ઉઠી ગયું હતું, તેથી કલકત્તાની સરકારી આર્ટ સ્કૂલમાં હાવેલ અને અવનીંદ્રનાથ પાસે કલાદીક્ષા લેવા તે પહોંચી ગયા.
*
એ વખતે ભારતમાં યૂરોપીય ધેારણે કલા શિક્ષણ અપાતું, પણ શ્રી ઈ. બી. હાવેલ મદ્રાસની લાશાળામાંથી કલકત્તા આવ્યા ત્યારે તેમણે સંશાધન કરી ઉચ્ચ કોટિનાં મોગલ અને રજપુત ચિત્ર પ્રાપ્ત કરી જાહેર કર્યું કે, ભારતમાં અપૂર્વ કળાશૈલીની પરંપરા છે તે પ્રમાણે ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવેદ. જોઈએ. ૧૮૯૬માં તેમણે શ્રી અવીંદ્રનાથના સાથ મેળવ્યો. તેઓ પહેલાં પણ યુરોપીય ઢબે ચિત્રા કરતા હતા, પણ ભારતીય ચિત્રાનું ભાવસૌંદર્ય અને શૈલીશુચિતા જોઈ ભારતીય પ્રણાલી પર ગયા અને ૧૯૦૧માં દિલ્લીમાં તેમનું પ્રથમ ચિત્ર ‘શાહજહાનની અંતિમ અવસ્થા'વાળુ ચિત્ર ખૂબ પ્રશંસા પામ્યું. નંદબાબુને તેમણે પોતાની યજ્ઞદીક્ષાવાળા શિષ્ય બનાવ્યા અને તેમને ઓરીયેન્ટલ આર્ટ સાસાયટીમાં અધ્યાપક
શ્રી નંદલાલ મસુ
નીમાવ્યા. ત્યાં તેઓ શ્રી આનંદકુમાર સ્વામી, આ. સી. ગંગુલી, જસ્ટીસ વુડરોફ અને ભગિની નિવેદિતાના કૃપાપાત્ર બની રહ્યા અને તે સૌ પાસેથી તેમણે પ્રેરણા લીધી.
૧૯૨૮માં વિશ્વભારતીની સ્થાપના થઈ ત્યારે ગુરુદેવ ટાગા તેમને પોતાને ત્યાં બોલાવી લીધા અને કલાભવનના સર્વાધ્યક્ષપદે મૂકયા. ત્યાર પછી પાંચ વર્ષમાં જે તરૂણ ચિત્રકારો બહાર પડયા તે બધા ભારતની વિવિધ કલાસંસ્થાઓના અધ્યક્ષ બન્યા. પણ શ્રી નંદબાબુએ અનેક મેટા દરમાયાવાળી જગ્યાએ મળતી તે જતી, કરી અને શાન્તિનિકેતનને જ સાધનાશ્રમ બનાવ્યું.
*
નંદબાબુને ગાંધીજી પ્રતિ પરમ શ્રદ્ધા અને ભકિત હતાં. અસહકાર વખતે તેઓ શાંતિનિકેતન છોડી ચાલી નિકળત, પરંતુ માળવામાં આવેલી બાગ ગુફાનાં ચિત્રો કરવાનું કાર્ય તેમને સોંપાયું, એટલે રોકાઈ ગયા. અજંતા અને બાગનાં ચિત્રોમાંથી તેમણે ભારતીય કલાનાં શુદ્ધ આદર્શો પ્રાપ્ત કર્યા અને તે શૈલીના પ્રચાર કરવા પાછળ તેઓ સદા પ્રવૃત રહ્યા.
ગાંધીજીના આદેશથી તેમણે ફૈઝપુર, લખનૌ વગેરે સ્થળામાં કાગ્રેસ મળી ત્યારે પોતાના છાત્રા સાથે ત્યાં જઈ ભારતીય સાધનાથી અપૂર્વ સુશોભના કરી બતાવ્યાં. હરિપુરામાં પણ તેઓ હાજર થઈ ગયા, અને તે વખતે મારા અને કનુભાઈના નેતૃત્વ નીચે ૩૦ જેટલા ગુજરાતી તરૂણા હતા, તેમની સાથે તેમના મધુર સમાગમ થયો. તેમની ભાવનાઓમાં અચળ શ્રદ્ધા, માનવતા અને પવિત્ર સૌંદર્યનો આગ્રહ સૌને સ્પર્શી ગયો અને આ રીતે સ્થપાયેલો મૈત્રીભાવ કાયમ, રહ્યો.
#
નંદબાબુના અનેક શિષ્યો ગુજરાતમાં છે. · સૌ પ્રથમ શ્રીમતી હઠીસિંગ શાંતિનિકેતનમાં; ગયાં હતાં. પછી મારી પાસે તૈયાર થયેલા કનુ દેસાઈ ગયા હતા. તે વખતે નંદબાબુએ લખ્યું કે “તમે બહુ સુયોગ્ય વિદ્યાર્થી મોકલી આપ્યા છે.” ત્યાર પછી કૃષ્ણલાલ ભટ્ટ, કાન્તિલાલ દવે અને અંબાલાલ સારાભાઈનાં બાળકો અને બીજા અનેકની પરપરા ચાલુ રહી હતી. શ્રી નંદબાબુને ગુજ રાત અને ગુજરાતીઓ પ્રતિ પ્રેમ અને પક્ષપાત હતા એવું અનેકવાર જણાયું છે. વડોદરામાં કીતિમંદિરમાં તેમણે ભીંત પર મીરાંની જીવનકથા આલેખી . તેમની સ્મૃતિ ગુજરાતમાં અમર કરી છે.
તેમના જીવનની સાધના, ભાવના અને પ્રેરણાથી ભારત ધન્ય બન્યું છે અને ભારત રાજયના પ્રમુખશ્રીએ તેમને ‘પદ્મશ્રી’નું બહુમાન આપ્યું છે. દિલ્લીની લલિતકલા અકાદમીના અધ્યક્ષ અને સભ્યોએ શાંતિનિકેતનમાં સમારંભ કરી તેમને માનદ સભ્યપદ આપી સત્કાર કર્યા હતા.
ભારતના કલાક્ષેત્રના એક મહાન યોગી અને આદ્યઋષિ જેવા નંદબાબુના ભાવનાયુકત જીવનપ્રસંગોથી ભવિષ્યની પેઢીઓને પણ પ્રેરણા મળશે.
રવિશંકર મ. રાવળ