SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ દેખાયો. આ તોફાન આવ્યું ત્યારે એ કયાં અલોપ થઈ ગયા હતા તે સમજાયું નહિ, ઝટપટ ભેાજનાદિથી પરવારી, મને જરા પાસે બાલાવીને એણે પૂછ્યું, “દાદા! ગીત સાંભળશે. > પ્રબુદ્ધ જીવન ગીત! આ મારી નાંખે એવા વાતાવરણમાં તે વળી કોઈ ગીત ગાનું હશે? પીડિતના નિ:શ્વાસ મેં સાંભળ્યા હતા, જર્જરિતના વિલાપ સાંભળ્યો હતો, પણ ગીત સાંભળ્યું નહોતું. મેં વિસ્મિત થઈને પૂછ્યું, “ગીત ક્યાં સાંભળવાનું છે, બ્રહ્મચારી?” “મારી જોડે આવેા.” એમ કહીને એણે મારા હાથ પકડીને ચાવા માંડયું. માર્ગ શાંત હતા. કર્યાંય અજવાળાંની નિશાની નહોતી. આંખમાં ઊંઘ હતી, શરીર થાકી ગયું હતું. તો યે જવું પડયું. મને ધૂમાવત ધૂમાવતા એ નદીના સંગમ ભણી લઈ ગયા ને બોલ્યો, “હવે ઉતરીને આવો. આ બાંધેલી સીડી છે.” “કાં જાઉં? આ તો નદી છે. નદીનું ગીત છે કે?" ** ‘કહું છું ને કે સીડી પરથી ઉતરો ’. લાઠીની ઉપર શરીરનો ભાર રાખીને, પગની વ્યથા હાવા છતાં હું સીડીનાં થોડાં પગથિયાં ઉતર્યો. આટલીવારે મેં જોયું કે સુંદર ચાંદની રાત હતી. સ્વચ્છ ને સ્મિત કરતા આકાશમાં નક્ષત્રો પ્રકાશતા હતા. બન્ને નદીના પાણીના અથડાટથી પાણીની એવી ગર્જના થતી હતી કે કાન ફાટી જતા હતા. પણ એ અવાજ હોવા છતાં મને લાગ્યું કે સુંદર ને શાંત રાત્રી છે. આજે રાતે ઊંઘવું નથી. નદી, પર્વત ને ચાંદનીને એકબીજાથી જોતાં જોતાં રાત એમ જ વીતાવવી એ યોગ્ય છે. તે સ્વપ્નમય રાત્રે ખાડા તરફ આંગળી કરીને બ્રહ્મચારીએ કહ્યું, “મારી સાથે આવેા, ડાબી તરફ. સીડીની પાસે જ પહાડના ઢળાણ તરફ એક કાચી ૢ પડી હતી. બ્રહ્મચારીની પાછળ - પાછળ એની અંદર આવી પહોંચ્યો. એક ખૂણામાં ઝાંખો દીવો બળતા હતો. વાઘ અને રીંછના ચામડાં બેત્રણ જગ્યાએ પાથર્યાં હતાં. તેમાંના એકની ઉપર એક જાડી સન્યાસિની બેઠી હતી. નવા આવેલા માણસને જોઈને એણે હસતાં હસતાં સ્નેહે કહ્યું : “ આવ બેટા. જઈને એના ચરણ આગળ બેઠો ને પ્રણામ કર્યા. મને સમજાયું કે મારા આવતાં પહેલાં જ બ્રહ્મચારીએ મારે વિષે અને વાત કરી રાખી હતી. અત્યાર સુધી મારી નજર ગઈ નહોતી, એક સૂકલકડી ડોસો હાથમાં એકતારો લઈને બેઠો હતો. એ જ ગાયક હોવા જોઈએ. આદરની અને રાત્કારની કાંઈ કમીના નહોતી. અનેક તીર્થસંબંધી ચર્ચા શરૂ થઈ ગઈ. સંન્યાસિની ગિરિમાઈએ કૈલાસવા માટે મને આગ્રહ કર્યો. આષાઢ મહિનામાં કૈલાસ જવા માટે યોગ્ય સમય હતો, એટલે આ વખતના સુયોગ માટે ગુમાવવે ન જોઈએ. વિનય ને ભકિતથી મેં એની વાણી સાંભળી. ઘરની અન્દર, થોડી રૂદ્રાક્ષની માળા હતી, બેએક શંખ હતા, થોડી લાકડાની ઘોડી હતી, બે - ચાર કામળા હતા, થોડાંક પથ્થરનાં વાસણા હતાં, થોડાં તાંબાનાં વાસણ ને ફ્લ હતાં, મોટી મેાટી ત્રણેક ચોપડીઓ હતી, ને અગ્નિ રાખવાની એક કુંડી હતી, માઈજીની જોડે ઘણી વાત થઈ, બધાએ એમાં સાથ આપ્યો, માઈજી આગળ બધા જ બેટા - બેટી. ખૂબ સારું લાગ્યું. દીવા ટમટમ થતા હતા. દરવાજા આગળ આકાશમાંથી ચાંદનીના પ્રકાશ ઝરતા હતા, માઈજી એની મનોરમ હિન્દી તથા ઉર્દુ ભાષામાં અત્યંત મધુરતાથી એ બધાં તીર્થોની જાણકારીની વાત કહેતાં જતાં હતાં. કયાંક કોઈ નદીને કાંઠે હિંસક જાનવરોની આવજા, કેવી રીતે મરૂભૂમિ પાર કરીને કેવા મઝાના રસ્તો મળી ગયો, કોઈ અજાણ્યા પર્વતના શિખર પર બરફથી છવાયલા રસ્તે એને કેવી રીતે ઝબુ ઘેાડાની પીઠ પર બેસીને કૈલાસ જવું પડેલું, એવી એવી રહસ્યમય ને આશ્ચર્યજનક વાતા કરતાં કરતાં એક વખત એણે અંદરની બાજુ જોયું ને કહ્યું : “ ચલમ તૈયાર કરો ને લાવા એ રૂપ્પી સાની ...... અંદરથી અવાજ આવ્યો, “લાવું છું, માઈ, ” અને પછી બે મિનિટ પછી બે યુવાન સંન્યાસિની ધીરે પગલે બહાર આવી. પહેલી s તા. ૧૬-૪-૨ માની પાસે આવીને બેઠી ને બીજી પીત્તળની એક મોટી ચલમ માઈજીના હાથમાં આપીને બીજી તરફ બેઠી. અંદરની હવા એક ક્ષણમાં જાણે બદલાઈ ગઈ. પહેલાં તો મને થયું કે આ બન્ને ફળ એક જ ડાંખળીનાં છે. માથા ઉપર રૂક્ષ જટા હતી, માઢા પર સંયમની દીપ્તિ ને કઠિનતાની રેખ હતી. મજબૂત ને લાંબા પહોળાં શરીર હતાં. ગેરૂઆ રંગનાં કપડાં હતાં. એ બન્નેની આંખામાં નિસ્પૃહતા ને નિર્વિકારતા તરવરતાં હતાં. એમની તરફ એકવાર નજર કરીને બ્રહ્મચારીએ દીવાસળી સળગાવી, માઈજી ચલમમાંથી ફંદૂક લેતા હતા. એમણે ફ્ ક જોરથી લઈને, જ્યારે ધૂમાડો બહાર કાઢ્યો, ત્યારે ઝૂંપડીની અંદર અંધારૂ છવાઈ ગયું. બધાના હાથમાંથી ચલમ એક વાર પસાર થતી થતી આખરે સોની ને રૂપ્પીના હાથમાં જઈ પહોંચી. એમને નિરાંતે ચલમ ફ્`કતાં જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. હવે તો આ ડોસા ગીત ગાય એટલે કાંઈક બચીએ. એકતારાને ઠીક કરીને તેણે ધીરે ધીરે ગાવા માંડયું, ને અવાજ ખુલતો ગયો. એના કંઠમાં ચમત્કાર હતો. મુગ્ધ શ્રેતાઓનું ટોળું નિ:શબ્દે કાન માંડીને બેઠું રહ્યું હતું. કેવળ ચલમ વચ્ચે વચ્ચે એક હાથમાંથી બીજા હાથમાં ફરતી રહેતી હતી. પણ એ બધામાં એક વિસ્મયજનક વાતાવરણ હતું. જાણે કોઈ અવાસ્તવિક પરીકથાના વાતાવરણમાં હોઈએ એવું લાગતું હતું. અમે તો તરતના આવેલા વિદેશી હતા. ડોસા ગાયક પણ સંભવત: નો જ પરિચિત હતો. સામે જ આ મમતામયી આશ્રયદાત્રી હતી, એની બન્ને બાજુ લક્ષ્મી અને સરસ્વતી હતી. આ ત્રણે સ્ત્રીએાનાં ઘરબાર, જીવનયાત્રા, આચારવ્યવહાર, એ કયાંથી આવ્યાં, એ લોકો કોણ છે? એ લાકોનું જીવનનું અંતિમ ધ્યેય શું છે. આવા આવા અનેક પ્રશ્નો મારા મનમાં ઉભરાવા લાગ્યા ને હું મૂંઝાઈ ગયો. અર્થાત આજે જ્યારે હું આ વાત લખવા બેઠો છું ત્યારે, એકાંતમાં હું સ્વીકારું છું કે, એ જ્યોત્સ્વામયી સુંદર રજનીમાં, એ રહસ્યમય નાનીશી ઝૂંપડીમાં ઝાંખા દીવાના પ્રકાશમાં સંન્યાસીજીવનના એક અપૂર્વ સંયમ, ને શોભા, બધાનાં મોઢા પરની નિર્મળતા, ને ઉદાસીનતા હતી, અને અત્યંત સહજ, સરળ, સૌજન્ય અને ઉદાસીનતાને લઈને અમે બધા એ વ્યાધુચર્મ ઉપર એકબીજાની ખૂબ જોડાજોડ બેઠા હતા. તે દિવસે પણ એમના પરિચય મેં કર્યો ન્હોતો, આજે પણ એમની વિષે હું એવા જ અજાણ્યો છું. એ બે યુવતીઆ કોણ હતી, માઈજી એ લાકની શું થતી હતી, એ લોકોનો કયો રસ્તો હતો, આ ઝૂંપડી પણ છેડીને એ લોકો જવાના હતા, પણ કર્યાં? એમનું જીવન ફકત શૂન્ય જ હતું, શું કાંઈ લક્ષ્ય વિનાનું હતું, એમની જીવનની સમસ્ત પથયાત્રાની પરમ સાર્થકાશી હતી? ગીત પૂરું થતાં માઈજીને પ્રણામ કરીને ભારે મને મેં વિદાય લીધી. હાં. એ સ્વીકાર કરવામાં જરા પણ શરમ નથી કે મારું મન કૌતુહલથી ભરાઈ ગયું હતું. પણ એ શું કેવળ કૌતુહલ જ હતું? આ ચન્દ્રકિરણથી ઉજજવળ શાંત રાત્રીના ચરણામાં ઊભા રહેલા હું થાકેલા ને પાંગળે પથિક—હું સાગનપૂર્વક કહી શકું કે એ શું કૌતુહલ માત્ર હતું, એમાં શું જરા જેટલી પણ વેદના નહોતી? મૂઢ ને રસ્તો ભૂલેલા હું સન્યાસી, – મને પણ ખબર છે કે જીવનની વ્યતા કેવી હાય છે! સુખ, ઐશ્વર્ય, આનંદને સંભાગ, રસપિપાસા,જીવનની અનિત્યતા છે એટલે તો એ બધાનું પ્રયોજન છે, એ સર્વે નું પ્રલેાભન છે. સમસ્ત જીવન આપીને કઠિન વૈરાગ્ય અને ભષાવહ શૂન્યતાને પ્રકાશિત કરો છે, તમે નારી છે, તમે કરો છે. આ વિશ્વસૃષ્ટિના અનંત સ્રોતને પ્રતિહત, પ્રકૃતિ નિયમનો અસ્વીકાર કરે છે, આત્મનિગ્રહની મનોવૃત્તિ સંસારમાં લાવા છે, રૂપ અને સૌંન્દર્યનું ગળુ દબાવી હત્યા કરો છે. એક હાથમાં લાઠી પર ભાર દઈને, ને બીજો હાથ બ્રહ્મચારીના ખભા પર મૂકીને પગ ખેંચતા ખેંચતા હું ઉપર આવ્યો. બ્રહ્મચારીએ મારા મોઢા તરફ જોઈને કહ્યું: “તમને શું થઈ ગયું દાદા? તમને ન લઈ ગયો હોત તો સારૂં થાત. મેં આવું નહોતું ધાર્યું.” મૂળ બંગાળી: શ્રી પ્રબોધકુમારી સન્યાલ અનુવાદક : ડૉ. ચંદ્રકાન્ત મહેતા,
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy