________________
તા. ૧૬-
પ્રબુદ્ધ વન
૨૪૯
ઘેરી ભૂરી અલકનંદાને કલ્લોલ સંભળાતે હોય, પછી શી રીતે આંખ બંધ કરીને બેસી રહેવાય ! ઘેરી વનરાજી તથા કાળા પર્વતના શિખરની છાયા તડકાથી ઉજવેલ જળપ્રવાહની ઉપર પડી છે. અરે મન, ધારી ધારીને જો. ધારી ધારીને જોઉં છું તે દેહ હવે અકડાઈ ગયો નહોતે. આંખમાં ઝાંખપ નહોતી, દર્દ નહોતું, કોઈ લેભ નહોતે, આવું તે કયાંય અનુભવ્યું નહોતું. અહીં કેવળ રૂપ નહોતું, અહીં તે રૂપથી પર એવી સૃષ્ટિ હતી, ફકત સૌંદર્ય નહોતું. લોકોત્તર વાંછના હતી. કેવળ કાવ્ય નહોતું, સુદૂર અનિર્વચનીયતા હતી. જલ, માટી, વૃક્ષ, તેજ અને આકાશએ બધાને એક સૂરમાં પૂરીને એને ભાવરૂપ આપવા એનામાં વાંજનાનું ઈંગિત કરવું-એ સર્વની સરખામણીમાં સૌથી મહાન એવા કલાકાર, સર્વોત્તમ સૃષ્ટાનું જ ઉત્તમ કાર્ય છે. અરે ' મન ! તું ધારી ધારીને જો.
ધીરે ધીરે ઊઠીને બેઠો થયા, જાણે હાડકાં ભાંગી ગયાં હોય ને હું પાંગળા બની ગયા હોઉં. પગ પર તે હાથ અડાડા નહોતે. મોટા મોટા ફોલ્લા થયા હતા. આ રૂદ્રપ્રયાગ, સામાન્ય એક શહેર પેલી તરફ પહાડની અંદર નાના નાના બે સરકારી બંગલાઓ હતા, દક્ષિણમાં અલકનંદા ને મંદાકિનીનું સંગમતીર્થ હતું. એક નદી હતી દેવલોકની, બીજી બ્રહ્મલેકની. આ નદીના સંગમમાં એક દિવસ ગય– રાજાના યજ્ઞથી અસંતુષ્ટ પરશુરામના શાપથી જેમને બ્રહ્મરાક્ષસની યોનિ પ્રાપ્ત થઈ હતી એવા બે લાખ બ્રાહ્મણોને મુકિત મળી હતી. અહીં રૂદ્રશ્વરનું શિવમંદિર હતું, ધર્મશાળા ને સદાવ્રત હતાં, ટપાલ ઓફિસ હતી, ને નાનું સરખું બજાર હતું. પ્રયાગમાં રસ્તાના બે ફાંટા પડતા હતા. એક ફટે કર્ણપ્રયાગમાં થઈને અલકનંદાને કાંઠે કાંઠે સીધો બદ્રીકાકામ તરફ ચાલ્યો જતો હતો, ને બીજો રસ્તો મંદાકિનીને કાંઠે કાંઠે કેદારનાથ તરફ જતો હતો. અમે લગભગ એકસો માઈલ કાપ્યા હતા. અંદર જઈને ચારે તરફ જોઉં છું તે જાણે મૃત્યુપુરી. ઘડપણથી જર્જરિત બનેલા, રોગથી હેરાન થયેલા, ને અશકત એવા યાત્રીઓ ત્યાં પડેલા હતા. એમના મોઢા પર ને આંખે પર માખીઓ બણબણતી હતી, પણ એ ઉડાડતા નહોતા. એઓ મરે તે એમનું શબ ઉપાડવા કોઈ નહોતું. પણ એવી સ્થિતિમાં પણ એ ચાલતા હતા. ખેડંગાતા ખેડંગાતા, ઠેકતા ઠેકતા, કીડીની જેમ પહાડ ઓળંગે, તે વળી વચ્ચે વચ્ચે રોગથી ને પીડાથી એ જર્જર થઈને રસ્તામાં અટકી પણ પડે, ને એમ માને કે ભગવાનની દયા પોતાને પ્રાપ્ત થઈ નથી. '
બપોર થતા હતા. જેમને કેદારનાથ તરફ જતાં ડર લાગ્યો, તેમણે સીધે બદરીનાથને રસ્તો લીધે. કેદારનાથને રસ્તે ભયાનક છે. કેદારનાં દર્શન કરવા હોય તે અહીંથી એંશી માઈલ જેટલો રસ્તો ચાલવાને હતો. આથી જ રૂદ્રપ્રયાગના સંગમ આગળ યાત્રીઓની પુણ્યકામનાની અગ્નિપરીક્ષા થતી. જેમને શરીરની બીક લાગતી હતી, જેઓ અશકત ને દુર્બલ હોય, જેમને યાત્રાનો ઉત્સાહ મંદ પડી જતો, રોગથી જેમનું શરીર કાળું પડી ગયું હતું, તેઓ તે કેદારના માર્ગ તરફ નજર પણ કરતા નહોતા, તેઓ સીધા કર્ણપ્રયાગ તરફ ચાલી જતા. તેમને માટે તે ફકત બદરીનાથ જ હતા, કેદાર-બદરી નહિ. હું પણ કેદારનાથને છોડવા તત્પર જ થયો હતો. પરન્તુ ઘટના એવી બની કે પરિણામ કાંઈ બીજું જ આવ્યું. બપોરે એક હલકી નાતની બંગાળી સ્ત્રી એકાએક ખેડંગાતી આવીને મારા પગ આગળ આવીને રડવા લાગી, “હે ભાઈ ! મને બચાવે ભાઈ ! મારી લાજ રાખ્યા વિના તમારે છૂટકો નથી. તમારી વાત તે રસ્તે સાંભળતી સાંભળતી આવી છું ભાઈ ! મારું તો કોઈ જ અહીં નથી.”
શરૂઆતમાં તો એ હાઉ હાઉ કરીને રડવા લાગી. રડતાં બંધ થઈ પછી તૂટક તૂટક તેણે જે વાત કહી તે એ પ્રમાણે હતી, કે
ગુરૂમાતા સુરૂપા અને થોડી એની શિષ્યાઓ, કલકત્તાની ઉલટોડીંગી * બૌષ્ટમીના અખાડામાંથી આવ્યા હતાં. શેઠના બાગમાં તેમને અખાડો
હતે. બધાં સારી રીતે આવ્યાં હતાં. પરમ દિવસે રાત્રે કોઈ એક ચટ્ટીમાં સુરૂપ કોઈ કારણસર ચટ્ટીના દરવાજામાંથી બહાર આવતી હતી, તેવામાં એને પગ સર્યો, એ પહાડ પરથી પડી ગઈ. ગોઠમડાં ખાતી ખાતી કોઈ ઠેકાણે અટકી, ને પછી ચટ્ટીના માણસે ઉતરીને એને ઉંચકી લાવ્યા; તેમણે જોયું તો સુરૂપાના શરીરનાં હાડકાં ભાંગી ગયાં હતાં. તે લોહીલુહાણ ને બેભાન અવસ્થામાં પડી હતી. જે કાંઈ પૈસા ટકા હતા, તેના વડે એક કંડી કરીને મહામહેનતે શ્રીનગરની હૉસ્પિટલમાં એ ડોશીને લઈ ગયા. ત્યાં એને પ્રાથમિક ઉપચાર કર્યો પણ જગા ન હોવાથી એને હૉસ્પિટલમાં રાખી નહિ, અને થોડી દવા આપીને એને પ્રયાગ મેલી દીધી. પેલી કહેતી હતી,
આવો ભાઈ ! કાંઈક વ્યવસ્થા કરી આપે.” ને પછી જોર જોરથી રડવા લાગી.
એણે જે વાત કહી તે સર્વાંશે સાચી હતી. નીચે આવીને જોઉં છું તે ડેશી વેદનાને લીધે બરડાબરાડ કરતી હતી. એણે આખું જીવને ધર્માચરણ કર્યું હતું અને શિખાએના કાનમાં મંત્ર ફ_કી આ સર્વશ્રેષ્ઠ તીર્થના માર્ગ ઉપર આવી પડેલી એક બિચારી નારીની આ તે કેવી દશા ! પણ જીવનમાં એવું જ બને છે. અપરાધ નથી હોતા તેને સજા મળે છે. પાપ નથી હોતું, પણ પાપનું ફળ ભેગવવું પડે છે. કારણ નથી હોતું, પણ દુ:ખ ને વ્યથા ભેગવવાં પડે છે. પર્વ મૂંગા બેસી રહેવાને વખત નહોતા. વખત વહી જતા હતા; લાઠી લઈને એને ટેકે ટેકે બહાર ગયો, ને છએક માણસને બોલાવી ડોશીની. શાચની અવસ્થા જણાવી. એક સ્થાનીય યુવકે અને અઘોરબાબુએ સારા પ્રમાણમાં મદદ કરી. બજારમાં, રસ્તે, ઘાટ પર, ને યાત્રીઓની પાસે રખડી રખડીને મનુષ્યના જીવનની આ આકસ્મિક વિપત્તિ સંબંધે
જસ્વી ભાષામાં ભાષણ આપ્યાં. અંતમાં એમની નબળાઈને લોભ લઈને કુશળતાથી ભિક્ષાપાત્ર આગળ ધર્યું. આપણી તે જાત જ ભિખારીની, અર્થાત મને એમાં કાંઈ શરમ લાગી નહિ, પણ પરેપકારને બુરખ ભીખને કુશળતાથી પહેરાવી દીધા. આઠ આના, ચાર આની, પૈસે, બે પૈસા, આન, બે આના, કોઈ કોઈએ આપ્યા. પણ પૂરે રૂપિયે કોઈએ આપ્યું નહિ. એમાં વાંક કદાચ મારે જ હશે, એક રૂપિયાની કિંમત જેવું મારું ભાષણ કદાચ નહિ હોય. સેળ આનાની કિંમત એક સામટી મળી નહિ. મને લાગે છે, કે જીવનમાં પહેલી જ વાર નિ:સ્વાર્થ પરોપકાર કરવાને આ સુયોગ મળ્યું હશે, તેને મારે સહેજમાં જ કરવો નહ. ધીરે ધીરે યાત્રીઓની પાસેથી મેં દ્રવ્યનું શોષણ કર્યું. જે રીતે આંધળા આવેગો, અમે જેનાં લોચા વળતા હતા, તે હિન્દીમાં મે મનુષ્યોને નીતિબેધ, ધર્માનુભૂતિ, અને પરોપકારની પ્રેરણા વિશે ઉત્તેજીત થઈને મેં ભાષણ આપ્યું હતું તે જો રાજનીતિનાં વિષયમાં હોત, તે ચાલીશ કરોડ દેશવાસીઓ બ્રિટીશ શાસનની વિરુદ્ધ ઉકળી ઊઠયા હોત.
આટલું કરવા છતાં પંદર રૂપિયાની જરૂર હતી. છતાં સાડા બાર રૂપિયાથી વધારે પૈસા એકઠા કરી શકયા નહિ. બાકીના અમે જ અંદર અંદર વહેચી લીધા. અઘેરબાબુની પત્નીએ હસતાં હસતાં કહ્યું, “તમે કોણ છે ? લેક તો મને માટે પણ આટલું કષ્ટ ન વેઠે. હાં. આજે સવારે અમારી જોડે તમારે ખાવાનું છે, ખાશોને? આજે તમારી વાત હું જરાય સાંભળવાની નથી.”
“તમે એના યોગ્ય પૈસા લઈ લેશેને?”
“આપવા જ હોય તે આપો. જે આપે, તે ખાવા પૂરના પૈસા જ હોવા જોઈએ, એટલું ધ્યાનમાં રાખજો.” , અઘોરબાબુએ એમની પત્ની તરફએક વાર જોયું ને પછી મને કહ્યું, “તમે બહુ નિર્દય છે, ભાઈ !”
પૈસાટકા એની એક શિષ્યાના હાથમાં સેંપી ડોશીને આવતી કાલે સવારે ઠંડીમાં ઉખીમઠ હૈસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી.
જ્યારે હોંફતો હાંફત ઉપર આવ્યું, ત્યારે રાતના દશ વાગી ગયા હતા. લગભગ બધા યાત્રીઓ ત્યારે ભરઊંઘમાં હતા. એટલામાં બ્રહ્મચારી