________________
તા. ૧૬-૪-૬૬
પ્રબુદ્ધ જીવન
૨૭
આવે. તપાસ કર્યા પછી સરકાર ગ્રામદાનને માન્યતા આપે છે.
૨ ગ્રામદાની ગામમાં જમીનના વીસમા ભાગની ફરીથી વહે- ચણી થતાં અને ગ્રામસભાના નામથી માલિકીને પટ્ટો થતાં ગ્રામદાન ધષિત ગ્રામદાન' કહેવાશે.
ગ્રામસભાનાં કર્તવ્ય (સરકારી માન્યતા મળ્યા પછી). - ૧ ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવશે અને તે રાજ્યસરકારમાં જમા કરાવશે. ' ૨ સામુદાયિક કામ માટે જમીન અલગ રાખવી, જમીન સુધારણા કરવી, રાજ્ય પાસેથી કરજ લેવું, ખેડૂતોને ખેતીના વિકાસ માટે કરજ આપવું, ગામની જમીનની વ્યવસ્થા (પરસ્પર અદલ - બદલ કરવી અને એકીકરણ) કરવી, ઉત્પાદનનાં કે જે ગામની પરિસ્થિતિને અનુકુળ અને રાજ્ય સરકાર દ્વારા સ્વીકારાયેલાં હોય તેવાં બીજાં કાર્યો કરવાં. આ બધાં કામે ગ્રામસભા કરશે.
૩ ગૌચરની કે બીજા ઉપયોગ માટેની જમીનની વ્યવસ્થા ગ્રામ- સભાના હસ્તક રહેશે.
૪ ગ્રામસભાનું કાર્ય સર્વસંમતિથી થશે.
૫ ગ્રામસભાની વિધિપૂર્વક સ્વીકૃતિ મળ્યા પછી ગ્રામપંચાચેતના અધિકાર પણ ગ્રામસભાને મળશે. . ૬ ગ્રામદાનની બધી જમીનનું ખાનું ગ્રામસભાને નામે રહેશે.
ગ્રામદાન કાયદો રાજ્યના બીજા કાનૂની માફક ગ્રામદાન કાયદો કોઈ પણ ગામને ફરજિયાત ગ્રામદાન કરવાનું નથી કહેતો. પણ લોકોએ પોતાની રાજીખુશીથી જ્યાં જ્યાં ગ્રામદાન કર્યા છે, ત્યાં તેની કાયદેસરની વ્યવસ્થા કરી દેવી અને તેને કાયદેસર માન્યતા આપવીઆટલો જ ગ્રામદાન કાયદાને હેતુ છે. ગ્રામદાન કાયદાથી કોઈ પણ પ્રકારની બીક રાખવાનું કારણ નથી કે, ન તો એના વિરોધનું કોઈ કારણ છે.
જુદા જુદા પ્રદેશમાં ગ્રામદાન કાયદો બને છે. તેમાં કોઈમાં ૬૬ ટકા, કોઈમાં ૭૫ ટકા તે કોઈમાં ૮૦ ટકા લોકોની અનુમતિ ગ્રામદાન થવા માટે આવશ્યક માની છે. તે બધામાં ગામ અથવા મહોલ્લાની ૫૧ ટકા અથવા તેથી વધારે જમીન જોઈએ તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં રાજસ્થાન, આસામ, બંગાળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં ગ્રામદાન - કાનૂન બની ચૂકયો છે. મદ્રાસ અને એરિસાના ભૂદાન- કાનૂનમાં ગ્રામદાની ગામની જાહેરાતની વ્યવસ્થા રાખવામાં આવી છે. બિહારમાં વિનોબા - યાત્રા પ્રવેશ ટાણે ઓર્ડિનન્સ દ્વારા ગ્રામદાન - કાનૂન અમલી બનાવાય છે, જયારે બીજા રાજ્યમાં પણ ગ્રામદાન - કાનૂન જલદી બનાવવામાં આવી રહ્યા છે.
ગ્રામદાનથી પ્રશ્નો ઉકેલ ગ્રામદાનને અથ ગ્રામ સ્વરાજ છે. પરંતુ આ ગ્રામ-સ્વરાજ એવું નહીં હોય જેવું આજે દિલ્હીનું રાજ્ય ચાલે છે. ગ્રામ સ્વરાજ્યમાં નીચેની ભાવના મુખ્ય રૂપે રહેશે. * ૧ એક પરિવાર ભાવના : આખું ગામ મળીને એક કુટુંબ થશે.
૨ ગરીબી નિવારણ: ગામમાં જે કોઈ દીન - દુ:ખી, નાગેભૂખ્યો હશે તેની ચિંતા ગ્રામસભા રાખશે.
૩ સર્વાગી વિકાસ તરફ: ગ્રામસભાના માધ્યમથી ગામના સર્વાગી વિકાસની સામૂહિક યોજના બનાવાશે, જેથી બેકારી - બેરેજગારી મટી શકે અને જીવનની આવશ્યક વસ્તુઓની બાબતમાં સ્વાવલંબન તરફ આગળ વધી શકાય.
૪ શેષણ - મુકિત: જમીનની માલિકી વ્યકિતગત ન રહેતાં ગ્રામસભાને નામે રહેશે. ગ્રામસભા મારફત કર વસૂલાત વગેરે બધા વ્યવહાર થશે, જેથી ગામની તાકાત વધશે. આનાથી શોષણ અને સરકારી નોકરોને ત્રાસ મટશે.
૫ શાંતિ અને સુરક્ષા: ગામના ઝગડા ગામની કચેરીમાં નિપ
ટાવવામાં આવશે. શાંતિ અને સંરક્ષણ માટે ગ્રામસભા ‘શાંતિ - સેનાદળ ઊભું કરશે.
૬ પક્ષબાજી મટશે: ચૂંટણીને કારણે લઘુમતીના ઝગડા વધે છે. ગામમાં પક્ષે અને જો બની જાય છે. ગ્રામદાન થયા પછી બધું કામ સર્વસંમતિથી ચાલશે એવી અપેક્ષા છે એટલે ઝઘડાઓ મટી જશે.
૭ પુંજીનું નિર્માણ: ગામમાં આખરે તે દર વર્ષની જરૂરિયાત જેટલું અનાજ રાખવાની વ્યવસ્થા અન્ન - ભંડાર દ્વારા થશે. આનાથી ફકત ગામના અનાજની આવશ્યકતા ગામમાં જ પૂરી થશે, એટલું જ નહીં, સંકટકાળમાં ગ્રામજનોને યોગ્ય કીમતે અનાજ મળી શકશે. વળી ગામની ખેતી અને ઉદ્યોગ - ધંધા માટે પુંજીનું નિર્માણ થશે.
ગ્રામદાન જ શા માટે? * ભારતને આઝાદી મળે ૧૮ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ત્રણ પંચવર્ષીય યોજનાઓ બની ચૂકી છે. અને ત્રીજી પૂરી થઈ રહી છે. તો પણ સ્વરાજ્યના લાભ અને તેને અનુભવ ભારતનાં ગામડાંને હજી સુધી નથી થયો. બલ્ક અમીરો વધારે અમીર બન્યા છે અને ગરીબ વધારે ગરીબ થયા છે. દિનપ્રતિદિન જીવનની અનેક સમસ્યા વધતી જ રહી છે.
૭૫ થી ૮૦ ટકા ભારત ગામડાંમાં વસ્યું છે. જ્યાં સુધી દેશનું પ્લાનિંગ (આયોજન) નીચેથી ઉપર તરફનું નહીં બને, એટલે કે જ્યાં સુધી ગામ પોતાને સંભાળવાનો પ્રયત્ન નહીં કરે, જ્યાં સુધી સરકાર પર અવલંબિત રહેવાને બદલે પિતાના પગ પર ઊભા રહીને સાચા અર્થમાં પિતાને આઝાદ નહીં અનુભવે, ત્યાં સુધી ભારતની આઝાદીનું સાચું પરિણામ નહીં દેખાય.
સને ૧૯૫૭ માં યેલવાલ (મહેસુર) માં જે ગ્રામદાન - પરિષદ થઈ હતી, તેમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ તથા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સહિત જુદા જુદા પક્ષના નેતાઓએ ગ્રામદાનને ભૂમિસમસ્યાના ઉકેલના સર્વોત્તમ ઉપાય તરીકે માન્ય કર્યું હતું. .
દેશના વિચારક લેક પણ માનવા લાગ્યા છે કે દેશના સર્વાંગી | ઉત્થાનની પ્રેરણા ગ્રામદાન અથવા ગ્રામ - સ્વરાજ્યના વિચારમાં સમાયેલી છે.
એટલે દેશમાં હજારો નહીં, બલ્ક લાખોની સંખ્યામાં ગ્રામદાન થાય તે જરૂરી છે અને ત્યારે જ તેમાં છુપાયેલી શકિતનું દર્શન દેશને જનતાને થશે.
ગ્રામદાન - સંકલ્પ પત્ર ... જિલ્લા
તાલુકામાં ગામના રહેવાસીઓ સંત વિનોબાજી દ્વારા પ્રવર્તિત ગ્રામ સ્વરાજ્યના વિચારને સારી પેઠે સમજી -બૂજીને અમારા ગામ માટે ગ્રામદાન કરીએ છીએ, અને આ ઉદેશ નિમિત્તે:
(૧) અમે અમારી ખેડવાલાયક જમીનને ઓછામાં ઓછો વીસમે ભાગ ગામના ભૂમિહીન ભાઈઓ માટે આપીએ છીએ.
(૨) અમે આ ગામની અમારી કુલ જમીનની માલિકીને અધિકાર ગ્રામસભાને સમર્પિત કરીએ છીએ. પરંતુ ભૂમિહીને માટે ઓછામાં ઓછો વીસમે ભાગ આપી દીધા પછી જે જમીન અમારી પાસે રહેશે, તે અમારી કે અમારાં સંતાનોની સંમતિ વિના હેરફેર નહીં કરી શકાય. નીચેના અપવાદ સિવાય કોઈ પણ પરિસ્થિતિમાં આ જમીનનું હવે ન તો વેચાણ થઈ શકશે અને ન તે ગીરો મૂકી શકાશે.
[અપવાદ – ગ્રામસભાની અનુમતિથી અમે અમારા કબાની જમીનને કોઈ પણ ભાગ ગ્રામસભાને અથવા ગ્રામસભાના કોઈ સભ્ય પરિવારને હેરફેર કરી શકીશું.]
(૩) અમે અમારા કબજાની જમીનની ઊપજને ચાલીસમી ભાગ (મણે એક શેર – જમીનનું મહેસૂલ ચૂકવ્યા તથા પાકને ભાગ વહેંચ્યા. પછી) અથવા જે ગ્રામસભા નક્કી કરે તે, ગ્રામકોષ અથવા ગ્રામવિધિ માટે ગ્રામસભાને આપીશું. અમારામાંથી જેમની પાસે જમીન નથી, અને જેમને રોકડ આવક થાય છે, તેઓ પોતાની માસિક આવ
અમે
”