________________
૨૪:
ભૂદાનનો વિચાર ચૌદ વર્ષ પહેલાં લોકો સમક્ષ મૂક્યો હતા. અને ગ્રામદાનના વિચાર તેર વર્ષ પહેલાં મૂકયા હતા. ગ્રામદાનના વિચારમાં જમીનની માલિકી છેડવાની અને જમીનની સરખી વહેંચણી કરવાની વાત હતી. તેના પરથી મને થયું કે ગ્રામદાનના આ વિચાર સમાજ-પ્રેરણા માટે પૂરી રીતે અનુકૂળ છે, પરંતુ સ્વાર્થપ્રેરણા માટે તે એટલા અનુકૂળ નથી. ત્યારે બંનેના મેળ કરવાની કોઈ નવી મુકિત અંગે હું વિચારવા લાગ્યો.” અને “સુલભ ગ્રામદાન''ની વાત ધ્યાનમાં આવી.
પ્રભુ જીવન
*
સુલભ ગ્રામદાન
(છેલ્લાં ચૌદ વર્ષથી જે પ્રવૃત્તિનું પૂજ્ય વિનોબાજી એકધારૂં આંદોલન ચલાવી રહ્યા છે તે ગ્રામદાનની યોજનામાં વ્યકિતની સ્વાર્થપ્રેરણા સાથે સમાજ પ્રેરણાનો મેળ સધાય એ હેતુથી, કેટલોક ફેરફાર કરીને તેને નવું રૂપ આપવામાં આવ્યું છે અને આ યોજનાને ‘સુİલભ ગ્રામદાન ’ ના નામે ઓળખવામાં આવે છે. આ ગ્રામદાન અથવા ‘સુલભ ગ્રામદાન’ ની પ્રવૃત્તિનો જો દેશભરમાં અમલ કરવામ આવે તો તેમાં દેશની કાયાપલટ કરવાની અપાર શકિત રહેલી છે. આમ છતાં મુંબઈ બાજુ વસતાં ભાઈ-બહેનો ‘આ સુલભ ગ્રામદાન’ વિષે લગભગ અજ્ઞાત જેવા છે અને તે પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા સેવતા જોવામાં આવે છે. વિનોબાજી આજના યુગપુરુષ છે અને આ ગ્રામદાન પ્રવૃત્તિ એ તેમના જીવનનું સૌથી વધારે ધર્મકાર્ય છે. વિનોબાજીના આ ધર્મકાર્યને આ બાજુના ભાઈ - બહેના યથાસ્વરૂપે સમજે એ હેતુથી, ગુજરાત સર્વોદય મંડળ તરફથી થોડા સમય પહેલા પ્રગટ કરવામાં આવેલ એક નાની પુસ્તિકા, ઉત્તર પ્રદેશમાં આવેલા ‘બલીઆ ’ મુકામે તા. ૧૫- ૧૬ - ૧૭ એપ્રિલ આમ ત્રણ દિવસ માટે ૧૬ નું સર્વોદય સંમેલન ભરાઈ રહ્યું છે એ અવસર ઉપર, અહીં નીચે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તંત્રી)
જેટલું જેટલું હું વિચારું છું, ‘સુલભ - ગ્રામદાન ’ બધી રીતે ભલા માટે જ છે. સૌમપ્યપ્રદ સર્વતોમગ્ર નિધિ ' એ તુલસીદાસજીના શબ્દો છે. આમાં સર્વ - સૌભાગ્ય સમાયેલું છે. અન્નના સવાલ, અહિંસક ઢબે સમાજવાદી રચનાનો સવાલ – આ બધાના ઉકેલ આમાં છે, બધી રીતનું એમ કલ્યાણ છે. તે સર્વતોભદ્ર છે.
‘સુલભ ગ્રામદાન’માં જમીનની સંપૂર્ણ માલિકી ગ્રામસભાની થશે અને કુલ જમીનના વીસમા ભાગ જમીન ભૂમિહીનામાં વહે ચાશે. બાકીની જમીન ખેડવા માટે જે-તે માલિક પાસે રહેશે અને ભવિષ્યમાં પણ તેની સંમતિ વિના જમીન લેવાશે નહીં. આ એટલા માટે કરવામાં આવ્યું કે વ્યકિતની સ્વાર્થ-પ્રેરણા સાથે સમાજ-પ્રેરણાનો મેળ સધાય. મને ઉમેદ છે કે આ વિચારને આખું ભારત ઉપાડી લેશે અને નવા પ્રકારનાં (સુલભ) ગ્રામદાન આખા ભારતમાં થશે. વિનોબા
ગ્રામદાન એટલે શું?
૧ જમીનની માલિકી ગ્રામસભાને અર્પણ કરવામાં આવે છે. (અ) ગામની બહાર જમીન વેચી ન શકાય કે ગીરે ન મૂકી શકાય.
(આ) જમીન પર ખેતી કરવાના, વારસામાં આપવાનો અને ગામમાં ગ્રામસભાની અનુમતિથી હસ્તાંતરિત કરવાના અધિકાર ભૂમિવાનનો રહે છે.
૨ જમીનનો ૨૦ મા ભાગ ગામના ભૂમિહીને માટે દાનમાં આપવાના હોય છે. ( દાતા જેમને પસંદ કરે તેવા ભૂમિહીનામાં આ જમીન વહેંચાશે ).
૩ ગ્રામ – કોષ માટે ખેડૂત પોતાની ઊપજમાંથી મણે એક શેર અનાજ દર વર્ષે આપશે. અને બીજા ઉદ્યોગ - ધંધામાં તથા નેકરી - મજૂરીમાં લાગેલા લોકો પોતાની આવકનો ૩૦ મા ભાગ દર વર્ષે આપશે.
જ ગામના દરેક ઘરમાંથી એક એક પ્રતિનિધિ લઈને અથવા બધા પુખ્ત વયના ગ્રામવાસીએની એક ગ્રામસભા બનાવવામાં આવશે. આ ગ્રામસભા ગ્રામમાતાની માફક ગામનાં બધાં કામ સર્વસંમતિથી કરશે.
૫ સુલભ ગ્રામદાનમાં રેવન્યુ–ગામને બદલે ગામ અથવા મહાલ્લાનું કે પરાનું પણ ગ્રામદાન થઈ શકે છે. ગ્રામદાનના અર્થ, ગામનું દાન નહિ, ગામ માટે દાન છે.
ગ્રામદાન જાહેર કરવા જરૂરી કાર્યવાહી
'
૧ ‘ગ્રામદાન - ઘેષણા - પત્ર' પર ગામના ભૂમિવાનામાંથી ૭૫ ટકા ભૂમિવાનાની સહી થવી જોઈએ.
તા. ૧૬-૪-૧
1
૨ ગામમાં રહેનારા ભૂમિવાનોની તે ગામની કુલ જમીનમાંથી ઓછામાં ઓછી ૫૧ ટકા જમીન ગ્રામદાનમાં સામેલ થવી જોઈએ. ૩ ગામના કુલ કુટુંબામાંથી ૭૫ ટકા કુટુંબો ગ્રામદાનમાં સામેલ થવાં જોઈએ.
૪ ભૂમિવાન દાતાઓનાં વ્યકિતગત ‘સમર્પણ-પત્ર’ ભરાવવામાં આવે.
ગ્રામદાન જાહેર થયા પછી શું કરવાનું?
ગ્રામદાન જાહેર થયા પછી ગ્રામદાન કરાવનાર કાર્યકર્તાઓ અથવા સંસ્થાઓએ નીચેની કાર્યવાહી પૂરી કરી લેવી જોઈએ.
૧ ગ્રામસભા રચવામાં આવે અને તેના પ્રમુખની સર્વસંમતિથી ચૂંટણી થઈ જાય. આ જરૂરી છે.
૨ વ્યકિતગત ‘સમર્પણ - પત્ર' માં જમીનના સરવે નંબર આપવાનો રહી ગયો હોય તો તે આપી દેવામાં આવે. દાતા જે જમીન ગ્રામસભાને આપે, તેના સરવે નંબર આપવામાં આવે.
૩ એ રીતે ગ્રામસભાને મળેલી જમીનની વહેંચણી ભૂમિહીનામાં કરવામાં આવે. એકદમ નાના ટુકડા હોય તો ગ્રામસભાની અનુમતિ લઈ જમીન પ્રમાણે તેની કીમત આંકીને દાતા એટલી રકમ ગ્રામસભા પાસે જમા કરાવી શકે છે. આ જમા રકમ વડે ગ્રામસભા બીજી જમીન ખરીદીને ભૂમિહીનામાં વહેંચી શકે છે. ગ્રામસભાનાં કર્તવ્યો
જરૂર નથી.
૧ કાયદેસર રજિસ્ટ્રેશન થવા સુધી ગ્રામસભાને રોકાવાની
હીનામાં વહેંચી દેશે.
૨ જે પ્રમુખની ચૂંટણી ન થઈ હોય તે ગામના દરેક કુટુંબમાંથી એક પુખ્ત ઉંમરનો પ્રતિનિધિ લઈ ગ્રામસભાની પહેલી બેઠક અગાઉથી સૂચના આપીને બાલાવવામાં આવે ને અધ્યક્ષ તથા બીજા પદાધિકારીઓ સહિત કારોબારીની ચૂંટણી ‘સર્વ સ’મતિ’થી કરવામાં આવે.
૩ ગ્રામસભા સૌથી પહેલાં દાતાઓ દ્વારા મળેલી ભૂમિ ભૂમિ
૪ સભ્યો પાસેથી મળેલા દાનના આધાર પર એક ગ્રામકોષ નિર્માણ કરવામાં આવશે. આ ગ્રામ - કોષ દ્રારા બેકારોને કામ, શિક્ષણ ને આરોગ્યની સગવડ, ગામના આર્થિક વિકાસ માટેના સહાયકગ્રામોદ્યોગોની સ્થાપના તથા ગ્રામ - ભંડારનું સંચાલન વગેરે કામે માટે ગ્રામસભા પ્રયત્ન કરશે.
૫ ગ્રામદાન કાનૂન ન બન્યો હોય અથવા લાગુ ન થયો હોય તે વર્તમાન કો - આપરેટીવ ઍકટ (સહકારી કાયદા ) ના આધારે એક ગ્રામસ્વરાજ્ય સહકારી મંડળી' રજિસ્ટર કરવામાં આવે.
૬ આ સહકારી મંડળી દ્વારા ગામ માટે ગ્રામભંડાર ચલાવવા, કરજ લેવું - દેવું, નિશાળ ખોલવી વગેરે વ્યવહાર ગ્રામસભાની અનુ મતિથી શરૂ કરવામાં આવે,
૭ ગામનું એક વર્ષનું બજેટ તથા વિકાસની યોજના તૈયાર કરવામાં આવે અને અન્ય ગ્રામોદ્યોગો ઊભા કરવાની બાબત અંગે ગ્રામસભામાં નિર્ણય લેવામાં આવે.
ગ્રામદાનની સરકારી માન્યતા
૧ ગ્રામદાનનાં ‘સંકલ્પ - પત્ર' તથા ‘સમર્પણ - પત્ર’ સરકારના રેવેન્યુ વિભાગના સ્થાનિક અધિકારીઓ પાસે રજૂ કરવામાં