________________
તા. ૧-૪ *
પ્રમુખ જીવન
મમ સમ’
એ જ સ સંઘર્ષોનુ
મૂળ
[બિહાર પ્રદેશમાં કેટલાક સમયથી વિનોબાજીની ગ્રામદાનયાત્રા ચાલી રહી છે. આ યાત્રા દરમિયાન બને તેટલી મોટી સંખ્યામાં ગ્રામદાન મેળવવાનો વિનોબાજીના આશય હોઈને આ યાત્રાને તુફાન યાત્રા'ના નામથી વર્ણવવામાં આવે છે. પ્રસ્તુત યાત્રા દરમિયાન ભગવાન મહાવીરના ઐતિહાસિક જન્મસ્થાન તરીકે આજના પુરાતત્ત્વ-સંશાધકોએ જે સ્થળને સ્વીકાર્યું છે તેવા વૈશાલી ગામનાં પડાવ દરમિયાન તા. ૨૬-૧૧-૬૫ના રોજ વિનેબાજીએ ભગવાન મહાવીરની અનેકાન્તલક્ષી વિચારણાને લક્ષમાં રાખીને પ્રેરક પ્રવચન આપેલું. તે પ્રવચનને ગુજરાતીમાં શ્રી મેનાબહેને ટૂંકાવીને આપ્યું જે તાજેતરમાં પસાર થયેલી મહાવીર જયન્તીના અનુ સંધાનમાં અહિં પ્રગટ કરતાં આનંદ થાય છે. પરમાનંદ
હમણાં તમે સાંભળ્યું છે કે અહીં દશ ગ્રામદાન મળ્યા અને આ વૈશાલી પ્રદેશમાંથી અગ્યાર મળ્યા છે, એટલે આ નાના એવા પ્રદેશમાં એકવીસ ગ્રામદાન મળ્યાં. મહાવીરનું આ જન્મસ્થાન છે. સારાયે ભારતમાં આ ક્ષેત્ર મશહૂર છે. જો આ પ્રદેશ પ્રખંડ ગ્રામદાનમાં એટલે કે તાલુકા દાનમાં આવી જાય તો ઘણી પ્રતિષ્ઠા મળે. એમ થાય તા એવું લાગશે કે જાણે મહાવીર આજે પણ અહિં કામ કરી રહ્યા છે.
હમણાં અહિં એમ કહેવાયું કે આ ક્ષેત્રમાં જમીન બહુ ઓછી છે. એક એકર જમીન ઉપર ત્રણથી ચાર માણસ નભે છે, એવી પરિસ્થિતિમાં જે કામ થઈ શકયું તેટલું કર્યું. મારું માનવું આનાથી ઊલટું છે. આછામાં ઓછી જમીન છે માટે તે ગ્રામદાન થવું જોઈએ. વધારે જમીન હોય તે ગ્રામદાનના પ્રશ્ન જ કર્યો રહ્યો ? અમેરિકામાં માણસ દીઠ બાર એકર જમીન છે. તેમ અહીં હોય તે ગ્રામદાનનો પ્રશ્ન જ ઊભા ન થાય. બહુ ઓછી જમીન છે માટે જ ગ્રામદાનની આવશ્યકતા છે. તમારી દલીલ ઊલટી હોવી જોઈએ. બીજા પ્રદેશામાં પણ મેં આ જ વાત કહી છે. કેરળમાં પણ આવી પરિસ્થિતિ છે. બલ્કે અહિં કરતાં ત્યાંની વસ્તી બમણી છે. આવી પરિસ્થિતિમાં બધાંએ એક થઈને રહેવું જોઈએ.
અહિં જેમ બને તેમ બધાએ સાથે મળીને ખેતી કરવી જોઈએ અને તેમ કરવા જે ઈચ્છતા હોય તેમને ઉત્તેજન આપવું જોઈએ. હું તમને ગ્રામદાનમાં આ ફરજ પાડતા નથી, પણ સલાહ જરૂર આપું કે બે બે ચાર ખેડૂત સાથે મળી ખેતી કરે. તેના લીધે વૈજ્ઞાનિક સાધનોના ઉપયોગ સરળતાથી થશે. બધા એક થઈ જાઓ! આ મહાવીરનું ક્ષેત્ર છે. તેમના સંદેશનું પાલન કરી તમે પણ મહાવીર બનો. આ “વૈશાલી” એટલે કે વિશાળ ક્ષેત્ર છે. તમે તમે પણ વિશાળ બના,
આ છેકરો પીળો સાફો પહેરીને બેઠો છે. હું પીળા સાફો પસંદ
કરું છું, કેમકે તે અહિંસાની નિશાની છે. અહિં ઘણી બહેન બેઠી છે. બહેનમાં શાંતિની ભાવના હોય છે. પણ જો બહેના એમ સમજતી હોય કે અમારા તરફથી અશાંતિ ન જાગે તો બસ છે તો તે પૂરતું નથી. બહેનેાએ શાંતિ સ્થાપવાની પ્રક્રિયામાં પણ સાથ પુરાવવા જોઈએ. ગામડાં અહિંસા દ્વારા જ ઊભાં થઈ શકશે. દરેક ગામડામાં સ્વરાજ્ય હશે, બધા પ્રેમથી રહેશે, ગૌરક્ષા કરશે, માખણ ખાશે, માંસાહાર તજશે, હાથછડના ચોખા વાપરશે, પેાતાના કપડાં પોતે ઉત્પન્ન કરી લેશે. માંસાહાર તજવા એ એક મહત્ત્વની વાત છે. આ મહાવીરના ક્ષેત્રમાં માંસાહાર-ત્યાગનું વાતાવરણ ફેલાય તે તે એક વીરતાનું કામ છે.
મહાવીરે સહયોગની વાત કરી છે. મહાવીર પેાતાના વિચારને પ્રચાર કરતા, પણ બીજા પક્ષનો વિરોધ કરીને નહિં, તે માનતા કે દરેકના કહેવામાં કંઈક સત્યાંશ હાય છે. તો દરેકની વાતના સત્યાંશને ગ્રહણ કરવા અને સમગ્ર સત્યનું સંશોધન કરવું એ એમની રીત હતી. આ એક વિશાળ દષ્ટિ મહાવીરસ્વામીએ આપણને આપી છે. લોકોએ તેના એક સિદ્ધાંત બનાવ્યો અને તેને અનુસાર આજે એક સુરક્ષાબળ કામ કરી રહ્યું છે. જે પ્રત્યેકમાંથી સત્યાંશ ગ્રહણ કરી પૂર્ણ સત્ય શોધવાના પ્રયત્ન કરે છે.
ભૂતએ કહ્યું કે “ચાલો તાકંદ.” શાસ્રીએ કહ્યું “અમે કેવળ કાશ્મીર પ્રશ્ન પર ચર્ચા નહિ કરીએ. ભારત પાક બધા જ પ્રશ્નોની ચર્ચા કરશું.” એટલે કાશ્મીર સિવાયના જ પ્રશ્નો ચર્ચીશું એમ નહિ, તેમ કાશ્મીર નહિ એમ પણ નથી કહ્યું. આ છે મહાવીરની ખૂબી, શાસ્ત્રીજી આમ મહાવીરના સૂત્રને અનુસર્યા. કોઈ એકમાં જ સત્ય છે એવા આગ્રહ નહિં તે અનાગ્રહ. એટલે મે' જે સત્ય માન્યું તેને
3
છે.
પ્ર
તજી દેવાની વાત નથી, પણ તમારુ` બધું જ અસત્ય છે એમ પણ નહિં. આ મધ્યસ્થવૃત્તિ છે, અને હું કહું છુ કે જો દુનિયામાં શાંતિ સ્થપાવાની હશે તે આ મધ્યસ્થવૃત્તિ દ્વારા જ સ્થપાશે.
યુદ્ધો ફરી ફરી ન થાય તે માટે અમે લડીએ છીએ એમ યુદ્ધ કરનારાઓ કહે છે. ભારત કહે છે “અમારા પર આક્રમણ થયું માટે અમે લડીએ છીએ.” એટલે આક્રમણ ન થાય તો કોઈ લડે નહિ એમ સૌ કોઈ માને છે. તે આપણે બાંધાડ કરવી પડશે. સત્ય બહુ ચાલાક છે. તે થોડું આમાં પણ રહે છે, થોડું તેમાં પણ, બન્ને પક્ષ પોતપોતાના સત્ય અંશને પકડી રાખી લડે છે, અને પરમાત્મા આ બધા ખેલ જોયા કરે છે. વેદમાં યુદ્ધને માટે એક શબ્દ કહ્યો છે, વેદમાં આવે છે “મમ સત્યમ્” યુદ્ધ માટે આ શબ્દ. હે ઈન્દ્ર, લાકો તારું આવ્વાહન કરે છે ‘મમ સત્યમ્' માં અને આ ઉપર ભાષ્યકાર લખે છે, મમ સત્યેવુ યુદ્ધેવુ ત્યર્થઃ ” “મમ સત્ય” એટલે યુદ્ધ. કોઈ એમ કહ્યા કરે, “મારું જ સાચું, મારું જ સાચું” તે તે યુદ્ધને આાહન છે. ખરી રીતે કહેવું આમ જોઈએ, “મારું પણ કંઈક સાચું છે, તારું પણ કંઈક સાચું છે.” તો એક બીજાનો મેળ મળે. દુનિયામાં જો એક વિશ્વય રચવું હોય તો મહાવીરના આ સિદ્ધાંતને અનુસરવા એ જ એક માર્ગ છે.
..
મેં માંસાહારની વાત કરી, તેનો અર્થ એ નથી કે પ્રાણીઓની સંખ્યા વધી જાય. પ્રાણીસંખ્યાની વૃદ્ધિ કરવી એ પણ હિંસા છે એમ જૈનાએ પણ કહ્યું છે. જૈનોએ શું કહેવાનું બાકી રાખ્યું છે? દરેક વિષય ઉપર તેમનું ચિંતન છે. એટલે મારું કહેવું એટલું જ છે કે પ્રાણીના આહાર છેડો, માંસાહારનો ત્યાગ કરો. ઓછામાં ઓછું આ ક્ષેત્રમાં આટલું તો કરો જ.
આ ક્ષેત્રમાં જૈન શાસ્ત્રોનું અધ્યયન થઈ રહ્યું છે. ગ્રંથ બહાર પડી રહ્યા છે. પણ પુસ્તકો શું ચાટવાના છે ? મહાવીરે સ્પષ્ટ આદેશ કર્યો છે કે મહાપુરુષો નિગ્રંથ” હોય. જૈનધર્મ બહુ સુક્ષ્મ છે. એણે વાવી વલાવીને માખણ તમારી આગળ મૂકયું છે. એને વ્યવહારમાં મૂકવાની કોશિષ તમે કરો, અને તે માટે આટલું કરો, ૧ પીળા સાફો જોઈએ, ૨ પૂરું પ્રખંડ દાન કરી, ૩ માંસાહાર છેડો, ૪ માંસાહારની સાથે ચાલનારો દારૂ છેડો, આ બધું તમારે આ ભૂમિમાં કરવાનું છે.
મહાવીરે એક બીજી પણ ક્રાન્તિકારી વાત કરી. બુદ્ધ અને મહાવીર સમકાલીન થઈ ગયા. મારા ખ્યાલ પ્રમાણે બુદ્ધ અને મહાવીરનું મીલન પણ થયું હતું. ભગવાન બુદ્ધે સ્ત્રીને દીક્ષા ન આપી. એક વખત એમના શિષ્ય આનંદ એક બહેનને લાવ્યા અને કહ્યું, “ભગવન્ ! આ બહેન ખૂબ જ જિજ્ઞાસુ છે, આને દીક્ષા આપો.” ત્યારે બુદ્ધે કહ્યું, “હું આનંદ ! તે પરીક્ષા કરી છે તો તારા ઉપર વિશ્વાસ રાખી એને દીક્ષા આપું છું, પણ સમજજે કે આપણા સંપ્ર દાય માટે આ એક જોખમકારક વસ્તુ છે.” એટલે બુદ્ધ સ્ત્રીને દીક્ષા આપવામાં જોખમ માન્યું, જ્યારે ભગવાન મહાવીરે સ્રીઓને છૂટથી દીક્ષા આપી. કહેવાય છે કે એમના પરિવારમાં જેટલી સાધુઓની સંખ્યા હતી એથી વધારે સાધ્વીઓની હતી. આ એમણે બહુ હિંમતનું કામ કર્યું. અને આને લીધે એમનું ‘મહાવીર’ નામ સાર્થક છે. જ્યારે હું મહાવીરનું નામ લઉં છું ત્યારે મને એમ લાગે છે જાણે ચારેમેર હવામાં એ ઘૂમી રહ્યા છે. પરમ ત્યાગી, અનાગ્રહી, મધ્યસ્થદષ્ટિ મહાવીર હું જોવા ચાહું છું અને કદાચ મહાવીર પણ જોવા ચાહતા હશે કે આ પ્રજામાં મહાવીરના કંઈ લક્ષણ દેખાય છે કે નહિ. એટલે બાબાએ જે ગ્રામદાનની વાત કરી છે તે મહાવીરને ખૂબ પસંદ હશે એમાં કોઈ શક નથી.
મૂળ હિંદી : વિનોબા ભાવે