________________
૧૭૪
પ્રબુદ્ધ જીવન
તા, ૧-૧-૬૬
આવી રીતે ગામેગામ ભૂમિહીનાનો પ્રશ્ન ઉકેલી દઈએ. એવી રીતે ભૂમિહીનેને આપ્યા પછી બાકીની જમીન તમારી પાસે રહેશે. '
દેશ નહીં બચે તે તમે બચશે કે? પછી ગામના બદ પુખ્ત વયના સ્ત્રી-પુરૂષોની એક ગ્રામસભા બને. ગ્રામસભાને કારભાર સર્વાનુમતિથી ચાલે. દર વર્ષે તમારી ઉપજને ચાલીસમે ભાગ ગ્રામસભાને દાનમાં આપે. એના આધારે ગામમાં ઉદ્યોગ-ધંધા ઊભા કરે. આમ એક પેટર્ન બનશે. ધીરે ધીરે બધા બદલાશે. પણ એને માટે પહેલાં મોટા માણસોએ ત્યાગ કરવો પડશે. દેશને માટે તમે થોડો યે ત્યાગ નહીં કરો તો પછી દેશ કેમ બચશે? અને જો દેશ નહીં બચે તે તમે પણ શું બચશે કે? પિતાના સ્વાર્થને જરા દૂર કરીને જુઓ, ત્યારે કામ થશે.
રખે આ ઝેર દેશમાં ફેલાય! બીજી એક વાત તરફ પણ ધ્યાન આપવું પડશે. અમ્યુબખાંએ હમણાં પોતાના એક ભાષણમાં અલ્લાને અને મહમદ પયગમ્બરને યાદ કર્યા હતા. આ મારી સમજમાં નથી આવતું. આખરે રસુલને અને અલ્લાને આમાં તકલીફ આપવાની શી જરૂર હતી ? કાશ્મીરમાંની ઘુસણખોરી માટે શું મહમદ રફૂલ આશીર્વાદ આપવાના? આનો અર્થ એ જ કે હિંદુ-મુસલમાન વચ્ચે ઝેર પેદા કરવાનો એમનો ઈરાદો છે. એનું પરિણામ જેહાદ અને ધર્મઝનૂની યુદ્ધમાં જ આવે. આ એક બહુ મોટો ખતરે છે. તેથી આપણે સાવધાન થઈ જવું જોઈએ. હિંદુસ્તાનની અંદર આ ઝેર ન ફેલાય તે જોવું જોઈએ. પોતપોતાની જગ્યાએ શાંતિ જાળવી રાખવાની જવાબદારી આપણે સહુએ ઉપાડી લેવી જોઈએ. આ સંદર્ભમાં ગ્રામદાનના કાર્યક્રમ ઉપર વિચાર કરશો તો સંરક્ષણના પગલાં તરીકેનું તેનું મહત્ત્વ ધ્યાનમાં આવશે.
મૂળ પર જ પ્રહાર કરવું જોઈએ આજે દેશ પર સંકટ આવ્યું છે. એ સંક્ટને બાહ્ય સામને કરવા આપણને જે કરવું પડે છે તે કરીએ જ છીએ. પરંતુ આખરે ઝઘડાનું મૂળ શું છે તે સમજવું જોઈએ, અને સીધો મૂળ પર પ્રહાર થવો જોઈએ. ફકત ડાળ પાંખડાં તોડવાથી વૃક્ષ તૂટતું નથી. સંસ્કૃતમાં કહે છે કે એક છે શાખાગ્રાહી પાંડિત્યમ અને બીજું છે મૂલગ્રાહી પાંડિત્યમ. માટે આપણે મૂળ પર જ પ્રહાર કરવો જોઈએ.
કોમવાદ અને સામ્યવાદને બેવડો હુમલો ભારત પર આજે બેવડો હુમલો થઈ રહ્યો છે, એક પાકિન સ્તાન તરફથી અને બીજો ચીન તરફથી. આનું મૂળ શું છે? પાકિસ્તાન અને ચીન સપનામાંયે નહીં વિચારતા હોય કે દિલ્હી ઉપર કબજો કરવો. વાસ્તવમાં આ હુમલો થઈ રહ્યો છે એક બાજુથી કમ્યુનિઝમને અને બીજી બાજુથી કમ્યુનલિઝમને. પાકિસ્તાન તરફથી જે હુમલો થઈ રહ્યો છે તે કોમવાદને છે, જાતિવાદન છે; અને ચીન તરફથી જે હુમલો થઈ રહ્યો છે તે સામ્યવાદને છે. કોમવાદ અને સામ્યવાદ એ બે વચ્ચે આપસમાં મેળ નથી. તેમ છતાં બન્નેને હુમલે ભારત પર થઈ રહ્યો છે, કેમ કે ભારતમાં બન્નેને સામાન ભર્યો પડે છે.
મને કોઈ પૂછે કે ભારતમાં કેટલી જાતિઓ છે, તે હું કહું છું કે સામેના ઝાડ પર જેટલા પાંદડાં છે તેટલી. તેથી કોમવાદના પિષણને પૂરી મસાલો ભારતમાં પડયો છે. બીજી બાજુ ભારતમાં
અનહદ ગરીબી છે. મને લાગે છે કે ભારતની ગરીબીની બરોબરી કરનારો ભાગ્યે જ બીજો કોઈ દેશ હશે. કદાચ પાકિસતાન થોડી કરી શકે. તેથી સામ્યવાદ માટે પૂરી મસાલે અહીં ભર્યો પડયો છે. આ બેઉ હુમલાને આજે ખતરો છે. જે એકબીજાના હાથનું ખાશે નહીં, એકબીજાની આભડછેટ રાખશે, એકબીજાને નીચ સમજશે, તે ખભેખભા મિલાવીને લડશે શી રીતે ? આજેય હરિજનને
કૂવેથી પાણી નથી લેવા દેતા, તો આફતને વખતે એમના મનમાં દેશને સારુ મરી ફીટવાને ઉત્સાહ કઈ રીતે પેદા થશે? અને દેશ જો. ગરીબીમાં સબડત રહેશે તો ચીન કે બીજા કોઈ દેશથી જે ખતરે છે, તેના કરતાં સોગણો ખતરો રહેશે.
ત્યારે કરીશું શું? તે હવે આપણે શું કરવું જોઈએ? સેના તે મોકલી આપી છે. પણ એટલાથી કામ ચાલશે ખરું? દેશની અંદર આપણે શું કરવું પડશે ? એક તે ભારતની ગરીબી દૂર કરવી અને અસમાનતા ઓછી કરવી. આટલું આર્થિકક્ષેત્રમાં કરવાનું છે અને સામાજિક ક્ષેત્રમાં જાતિભેદ નાબૂદ કરવાનું છે અને ભાવાત્મક એકતા સાધવાની છે. આ બે વાત જો આપણે કરીશું તો બહારના આક્રમણને ખતરો નહીં રહે, અને એ ખતરો ઊભા થશે તોયે મક્કમતાથી આપણે તેને. મુકાબલો કરી શકીશું.
હવે, આ બે વાત માટે સરકાર પણ કોશિષ કરી રહી છે. પરંતુ અંદર જનતામાં હૃદયની એકતા નહીં હોય તે સરકારના ઉપર-ઉપરના ઉપાયથી શું વળશે ? મુખ્ય કામ તો લોકેએ જ કરવું પડશે, અને તે એ કે, ગામેગામમાં અંદરની એકાત્મતા સાધવી પડશે, ગામના ભેદ મિટાવવા પડશે, ગરીબી અને અસમાનતા દૂર કરવી પડશે, ગામેગામનું અન્ન-સ્વાવલંબન અને વસ્ત્રસ્વાવલંબન સાધવું પડશે, અને એ રીતે ગામેગામને પગભર કરવું પડશે. તેના વિના દેશ ટકશે નહીં.
આ માટે ગ્રામદાનને કાર્યક્રમ છે આ માટે ગ્રામદાનને કાર્યક્રમ છે. હું કહું છું કે ભાઈ, ગ્રામસભા બનાવે. જમીનને વીસમો ભાગ ગામના ભૂમિહીનાને આપો. દર વર્ષે તમારી ઉપજને ચાલીસમે ભાગ ગ્રામસભાને દાનમાં આપે. એ મૂડીના આધારે ગામમાં ગ્રામોદ્યોગો ઊભા કરે, ખાદી ઊભી કરી, ગામના બેકારને કામ આપે. ગામમાં ઝઘડા ન થાય, થાય તોયે કોર્ટમાં ન જાય, તેવું કરે. ઉત્પાદન વધારો. ગામ માટે જરૂરી અનાજ ગામમાં રાખી લે. ગામની આયાત-નિકાસ પર ગ્રામસભા દ્વારા નિયંત્રણ રાખે. આ હું ગામેગામ સમજાવી રહ્યો છું. આમાં જમીનની માલિકી ગ્રામસભાને સમર્પણ કરવી પડશે. તેથી તમારી જમીન વેચવાને અધિકાર જશે, પણ ખેડવાનો અને વારસાને અધિકાર કાયમ રહેશે. આ તમારો લાભમાં જ છે. બિહારની સરકારના ધ્યાનમાં આ વાત આવી ગઈ છે. તેથી જ એણે ઓર્ડિનન્સ બહાર પાડીને ગ્રામદાન એકટ એકદમ અમલમાં આણી દીધા છે. વટહુકમ જાહેર ક, એટલી બધી ઉતાવળ કેમ? કેમ કે આ ગ્રામદાનનું કામ જલદી થવું જોઈએ.
કૃપા કરી મારું સાંભળે! લેકો પૂછે છે કે “બાબા, તમે આમ ગામડે ગામડે ફરો છો શા સારુ? તમે થાકતા નથી?' હું જવાબ આપું છું કે આ ઘડપણમાં મારે માટે થાવું સહેલું છે, પણ હું થાકતો નથી, કારણ હું મારી નજર આગળ દેશને વિનાશ જોઉં છું. હું જોઈ રહ્યો છું કે આપણે એક્બીજાને મદદ નહી કરીએ, મજૂરો અને ગરીબોને પોતાના કુટુંબના માણસો નહીં ગણીએ તે હિંદુસ્તાનની આઝાદીને નાશ થશે. જે આંધળો હોય છે તે Íત સાથે અથડાય છે, જ્યારે આંખવાળો ભીંતને જોઈ એને ટાળીને આગળ વધે છે. પરમાત્માની કૃપાએ મને આંખ છે. હું જોઈ રહ્યો છું કે આગળ ઉપર શું થવાનું છે. તેથી તમને ચેતવણી આપવા સારુ એક દિવસની યે રજા લીધા વિના હું ઘૂમી રહ્યો છું અને મારે નબળો અવાજ તમારા કાન સુધી પહોંચાડું છું.
યુદ્ધને વખતે આજની પંચવર્ષીય યોજના ગંજીફના મહેલની માફક પડી ભાંગશે. તે વખતે તો ટકશે ગ્રામરાજ અને ગ્રામસ્વરાજ. માત્ર સેનાથી દેશ સુરક્ષિત નહીં રહી શકે. દેશને જો સુરક્ષિત બનાવ હોય તે દિલહીથી ગામની યોજના ન ઘડાવી જોઈએ, ગામનું જ પેતાનું પ્લાનિંગ’ હોવું જોઈએ. ગામ ઉપર તે જવાબદારી નાખવી
---------
-----... :--
-
. .
. .
.