________________
512. 2-2-44
✩
પ્રભુપ્ત જીવન
“ગ્રામદાન: એક
(ગતાંકથી ચાલુ)
નહીં તો ગામડાં બેહાલ થશે
આ દષ્ટિએ ગ્રામદાન અને ગ્રામઘોગપ્રધાન યોજનાઓ વિશે વિચારવું જોઈએ. ગાંધીવાદી પ્લાનિંગની દષ્ટિએ તે તે મહત્ત્વનું છે જ; પરંતુ એ દષ્ટિ હમણાં હું જતી કરું છું. રાષ્ટ્રીય આયોજનની દૃષ્ટિએ અને દેશને બચાવી લેવાની દષ્ટિએ, અર્થાત યુદ્ધની અસરો આપણા દેશ પર ઓછામાં ઓછી કેમ પડે, ઓછામાં ઓછા ગામડાં ત બચી જ જાય, અને શહેર પણ બને તેટલા બચી જાય તે વળી ઘણું સારું, એ દૃષ્ટિએ હું કહું છું કે આજે ગ્રામદાન અને ગ્રામેદ્યોગપ્રધાન યોજનાઓ અનિવાર્ય છે. એના વિના લડાઈના દિવસે માં ગામડાંના લોકો માર્યા જશે, ગામડાં બધાં બેહાલ થઈ જશે. યુદ્ધને વખતે સરકાર લાચાર સાબિત થશે અને આટલાં લાખા ગામડાંઓ તરફ તે ધ્યાન આપી શકશે નહીં. માટે ગામેગામને પગભર કરવું પડશે. તેના વિના દેશ ટકશે નહીં, ગામને પગભર કરવા ગામના લોકો એક થઈને યાજના કરે. આવી ગ્રામ-યોજના એ લોકો ત્યારે જ કરી. શકશે, જ્યારે ગ્રામદાન થશે. જ્યાં લગી ગામડામાં આજના જેવી દશા રહેશે, ત્યાં લગી ગામના લોકોનું દિલ એક નહીં થાય; અને જો દિલ એક ન થાય તો ગ્રામ-યોજના બને નહીં, ગ્રામ-યોજના વિના ગામડું સ્વાવલંબી ને પગભર થઈ શકે નહીં, અને આવી ગ્રામ-યોજના ગ્રામદાન વિના થાય નહીં. તેથી ગ્રામદાન જરૂરી છે. આ હું જે દર્શાવી રહ્યો છું તે દેશના સંરક્ષણના એક પગલાંની વાત કરી રહ્યો છું. ડિફેન્સ મેઝર તરીકેની ગ્રામદાનની જરૂરિયાતની વાત કરી રહ્યો છું. આપણા દેશની આઝાદી માટે, આપણા દેશના ગ્રામજનોની ઉન્નતિ માટે, અને દેશના સંરક્ષણ માટે ગ્રામદાન ખૂબ જ જરૂરી છે. સરકાર ને કર્યાં કર્યાં પહેોંચશે?
લાકો સરકારના મોં સામે તાયા કરે છે. પણ સરકાર તે ક્યાં ક્યા પહોંચશે ? હમણાં બિહારના મુખ્ય પ્રધાને જાહેર સભામાં એવી ફરિયાદ કરી કે બિહારના ચાખા ચારીછૂપીથી ચીન પહોંચે છે. આ શી વાત છે? નરી લાચારી છે ! કોઈ નાગરિક ઊઠીને આવી ફરિયાદ કરે તો સમજી શકાય, પણ ખુદ મુખ્ય પ્રધાન ફરિયાદ કરે છે! પરંતુ આને અર્થ હું એવા કરું છું કે તેઓ આ ચીજને રોકવાને અસમર્થ છે, તેથી જનતા પાસે અપેક્ષા રાખે છેકે જનતા પોતે આવી વસ્તુને રોકે. હવે ખબર નથી કે કેટલા ચોખા જતા હશે. પણ જતા જરૂર હશે, કેમ કે સરહદ પર આ જાતની આવ-જા બધે જ ચાલે છે. ત્યારે મને વિચાર થાય છેકે સરહદ પરના આ બધા વિસ્તાર ગ્રામદાની થઈ જાય અને ગ્રામસભા સક્રિય બને, ગ્રામરાજ્યની ભાવના લોકોમાં જન્મે, તો ગામડાંઓની આયાત-નિકાસ પર નિયંત્રણ રાખવું સુલભ બને. એના વિના આવું બધું રોકવાનું બિલકુલ અશક્ય છે. આ બધી બાબતોના આપણે ગંભીરતાથી વિચાર કરવા ઘટે.
આજે મોંઘવારી ઘણી છે. રોજબરોજની જરૂરિયાતની ચીજોનાયે ભાવ વધી રહ્યા છે અને ગરીબ લોકો માટે એ ચીજો ખરીદવાનું ખૂબ મુશકેલ બની રહ્યું છે. આનાથી દેશના પાયા જ ખાદાઈ રહ્યો છે. હવે આમાં લડાઈ ફાટી નીકળે તો તે ભાવા આસમાને જ ચઢી જાય ! જે પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવા સામાન્ય લોકોના ગજા બહારના થઈ જાય તે દેશની આર્થિક વ્યવસ્થા પડીભાંગે. એવે વખતે ગામડાંઓની શી સ્થિતિ થશે ? દેશમાં ગરીબી રાખીને, અનાજની અછત રાખીને, તમે કયે જોરે લડશે? ફ્કત સેનાને જોરે નથી લડાતું, લડવા સારું અંદરનું બળ જોઈએ.
ગામડાંઓને આર્થિક આક્રમણમાંથી ઉગારી લ
માટે શાણપણ તે એમાં છે કે આપણે જીવનની પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુ ગામમાં જ ઉત્પન્ન કરી લઈએ. પ્રાણ ટકા
t
૧૭૩
સ ંરક્ષણ પગલું ’
✩
વવા અન્ન, શીલ સાચવવા કપડાં, બાળકોને માટે દૂધ, બિમારોને માટે દવા—આ બધી ચીજો માટે આપણે બીજા પર નિર્ભર ન રહી શકીએ. આટલી ચીજોની બાબતમાં તે દેશનું ગામેગામ સ્વાવલંબી બની જવું જોઈએ. શહેરો તે જાણે આર્થિક આક્રમણમાંથી બચી જશે, કેમ કે ગામડાંમાંથી ચીજવસ્તુઓ શહેરમાં પહોંચી જાય છે અને એને ખરીદવા માટેના પૈસા પણ શહેરોમાં હાય છે. પણ જે ગામના લોકોને અનાજ ખરીદવાની નોબત આવે તા અનાજના ભાવ એટલા ઉપર ચઢશે કે લાખાને ભૂખે મરવા વારો આવે. શહેરો માટે વધારે ભય લશ્કરી આક્રમણના છે. ત્યારે જ્યાં સીધી લડાઈ ચાલતી હોય ત્યાંનાં ગામડાંઓ સિવાયના બધાં ગામડાંઓ લશ્કરી આક્રમણમાંથી। બચી જશે, પરંતુ એમને ખતરો આર્થિક આક્રમણના રહેશે. એ આર્થિક આક્રમણમાંથી એમને બચાવી લેવાય એવી કોઈ યોજના થવી જોઈએ. દેશનું ૠણ લશ્કરથી નથી થઈ શકતું. એ રક્ષણની વ્યવસ્થા તો ગામેગામ થવી જોઈએ. એનો અર્થ એ નહીં કે ગામેગામ સેના ઊભી કરો અને લશ્કરી તાલીમ લે. ગામેગામનું યથાર્થ રક્ષણ એટલે કે આર્થિક આક્રમણમાંથી એમને ઉગારી લેવાં.
મુખ્ય માણસો પર મુખ્ય જવાબદારી
હવે, ગામેગામના રક્ષણ માટે તમારે જ તૈયાર થવું પડશે. તમે તૈયાર નહિ થાએ તે! બીજું કોણ થશે ? અને આ ‘તમે’ એટલે કોણ ? જેમની પાસે પૈસા નથી, જમીન નથી, શિક્ષણ નથી, ઉત્સાહ નથી, તેઓ લોકશાહી અંગે અને આ બધી ચીજો અંગે શું વિચારવાના ? હજી ભારતમાં એટલી જન-જાગૃતિ કર્યાં આવી છે? તેથી ગામેગામના જે મુખ્ય માણસે છે, એટલે કે જમીનવાળા, સંપત્તિવાળા, વેપારી, શિક્ષક, સરકારી અમલદાર વગેરે. એમના પર ગામને સંભાળવાની આ બધી જવાબદારી આવે છે.
ગામનું રક્ષણ કરવા માટે ગામમાં પરસ્પર સહાનુભૂતિ જોઈએ, એકતા જૉઈએ, સંપ જોઈએ, ગામનું આયોજન જોઈએ. એની શરૂઆત વીસમા ભાગ ગરીબા માટે દાનમાં દેવાથી કરાય તો સારું. એનાથી ગામના ભૂમિહિનો અને મુખ્ય માણસે વચ્ચે એકતા સધાશે. કટોકટીની પરિસ્થિતિમાં તે ઉત્પાદન વધારવાની જરૂરિયાત સહુને જણાય છે. પણ ગામેગામ ઉત્પાદન વધે કઈ રીતે ? તે માટે પ્રથમ તો મહેનતમજૂરી કરનારાઓમાં ઉત્પાદન વધારવાનો રસ પેદા થવા જોઈએને? આજે જે મહેનત–મજૂરી કરે છે તેની પાસે ન જમીન છે, ન ઉદ્યોગ છે, કામ સુદ્ધાં બારે માસ મળતું રહેશે તેની બાંહેધરી નથી, અને ન તે બારે માસ અનાજ મળતું રહેવાની મેં બાંહેધરી છે. આવી સ્થિતિમાં તેને ઉત્પાદન વધારવામાં રસ કેવી રીતે પડશે ? ગમે તેટલું ઉત્પાદન કરવા છતાં તે તે ભૂખ્યો જ રહેવાનો છે. અને એ વાત પણ સો ટકા સાચી છે કે ખેતરમાં કામ કરનાર મજૂરમાં રસ પેદા કર્યા વિના ઉત્પાદન નહીં વધારી શકાય. તેથી ગામમાં જે ભૂમિવાના છે એમણે ભૂમિહીના અને ઓછી ભૂમિવાળાઓને પેાતાની જમીનના થોડો ભાગ આપીને એમને પોતાના પરિવારમાં સામેલ કરી લેવા જોઈએ. તેમ કરવાથી જ ગામમાં પ્રેમ વધશે, ખેતી કરનારાએમાં રસ પેદા થશે અને ઉત્પાદન વધશે. એનાથી ગામના ભૂમિહીના અને મુખ્ય માણસા વચ્ચે એકતા સધાશે. તમે જો સારી જમીન, ખેડાઉ જમીન આપો તો સારું જ છે, પણ પડતર જમીન આપે તો એને તમારા બળદથી ખેડાવીને આપજો. એવી ખેડેલી જમીન જ્યારે ભૂમિહીનોને અપાશે ત્યારે તેઓ એ જમીન પર પાક લેશે. તમે એમને બિયારણ પણ આપજો. તે પાક સારો થશે. કોઈને ઠગવાથી કશું કામ નહીં થાય. સારાં કામેાથી જ શકિત આવશે તે વધશે.