________________
૧૭૨
પ્રબુદ્ધ જીવન
જો કે ભાવ ઘણા વધારે હતા. ધર્મશાળાની પાસે એક સુંદર બાગ ને જળાશય હતાં. પાસે જ પહાડમાંથી ધીમે ધીમે વહેતું એક ઝરણું હતું. એનું પાણી આજળાશયમાં યાત્રીઓ માટે એકઠું કરવામાં આવ્યું હતું. ચટ્ટીમાં રાંધવ' માટે, ચટ્ટીવાળા પાસેથી લેાટ, ચેાખા, દાળ, ઘી, વગેરે ખરીદીએ તે। પિત્તળનાં વાસણો મળતાં હતાં. જેઓ કશું ખરીદવા માગતા ન હોય તેમને માટે ધર્મશાળામાં જગ્યા મેળવવી મુશ્કેલ હતી. ઘણી ધર્મશાળામાં માથાદીઠ બે પૈસા આપવાથી પણ જગ્યા મળતી હતી. બધી ધર્મશાળામાં ઘણુંખરું એક જ નિયમ હતો. આ વખતે તે અહીં જ આરામ લેવાના હતા, પછી પાછી યાત્રા શરૂ કરવાની હતી. ધર્મશાળાને બીજે માળે ઘણા યાત્રીઓ આવ્યા હતા. ઘેાડો આરામ કરીને અમે બન્ને મિત્રા, રાંધવાની કડાકૂટમાં પડયા.
આમારી યાત્રા આ રીતે જ ચાલતી હતી. બે વાર રસાઈ કરવાની, બે વાર વાસણ માંજવાના ને બે વાર પદયાત્રા કરવાની, બપેારના વખતે જમી કરીને ઘેરી ઊંઘ લેતા, મચ્છરના ત્રાસથી પગથી માથા સુધી ઓઢી લેતા, ઊંધીને પાછા ચાલવાનું શરૂ કરતા, સાંજે કોઈ એક ધર્મશાળામાં આશરો લેતા, જમીને જનાવરની જેમ ઊંઘતા, અંધા થતાં થતાં તે અમે ગાઢનિદ્રામાં પોઢી જતા, ધર્મશાળા પણ રઢિયાળ હતી, એક દિવસ ઉઘાડી તે ત્રણ દિવસ બંધ. ઘાસ અને ઝાડના ઢાળપાંદડાથી એનું છાપરું છવાયું હતું, જમીન છાણમાટીથી લીંપેલી હતી, ઘર અત્યંત દરિદ્ર ને સામાન્ય હતું. અમે યાત્રીઓએ તો જઈને કપડાં ઉતારીને લંબાવી જ દીધું. થાક ને ખિન્નતાને લીધે મેઢામાંથી એક પણ અક્ષર બાલવાની અમને હામ નહેાતી.
યાત્રીએ દૂર દૂરથી આવ્યા હતા. કોઈ દક્ષિણી, કોઈ સિંધી, કોઈ પંજાબી, હિન્દી, મારવાડી, ઉડિયા, ગુજરાતી, મહારાષ્ટ્રી તથા બંગાળીની મંડળી એમાં આવી હતી. બધા વ્યવહાર માટે હિન્દુ સ્તાનીના ઉપયોગ કરતા. બે ચાર જણ સિવાય બધાના પગમાં જોડા હતા. મોટા ભાગના જોડા કેનવાસના હતા. એને તળિયે રબરનાં સાલ હતાં. આ જાતના જોડાથી ઘણી સગવડ રહેતી હતી. હાથમાં એક લાકડી તો રાખવી જ પડે, નિહતે આખર સુધી રસ્તે કાપવા અસંભવિત બની જાય, ઘણા યાત્રીએ ગઢવાલી મજુરની પીઠ પર ચઢીને યાત્રા કરે છે. ગઢવાલીઓ ઘણા મજબૂત હોય છે. એમને કંડીવાળા કહેવામાં આવે છે. કંડી ઝાળી જેવી હોય છે. એ પીઠ પાછળથી બાંધેલી હોય છે. એમાં માલ પણ લઈ જવાય, ને માણસો પણ બેસી શકે. કંડીમાં યાત્રા કરનારી માટે ભાગે સ્ત્રી જ હોય છે. ઠંડી આરામખુરશી જેવી હાય છે. એની નીચે ચાર લાકડી જડી હોય એટલે ચાર જણ ખાંધ પર યાત્રીને લાકડી દ્વારા ઉંચકીને ચાલે. નરમ ને બીકણ યાત્રીઓ ઠંડીમાં જ યાત્રા કરે છે, કારણ કે બીજા બધા કરતાં એ વિશેષ આરામદાયક હોય છે. ઝાંપાંઓ પણ હોય છે, એ દેખાવમાં નનામી જેવી લાગે છે. એમાં ઉંટીયુંટૂંટિયું વાળીને બેસવું પડે. એમાં ચાલવાન શ્રામ તો બચે, પણ એમાં આરામ ન મળે. શરૂઆતમાં તો યાત્રીએ સાથીદારો હોય, એટલે ઉત્સાહમાં ને ઉત્સાહમાં ચાલી જાય, પણ બે ચાર છ દિવસમાં, એમની ચાલ ધીમી પડી જાય, કોઈ ખોડંગાતા ચાલે, કોઈ ચાલતા ચાલતા ઢીલાઢસ થઈ ગયા હોય, કોઈ પાછળ પડી જાય, કોઈ માંદગીમાં પટકાય, કોઈના ઉત્સાહ મેાળા પડી જાય, તો કોઈ પાછા ચાલી જાય, યાત્રાના આરંભ વખતે જેઓ તંદુરસ્ત, તાકાતવાળા પ્રફુલ્લ અને મિટ્ટભાષી હોય, તેઓ, થેાડા દિવસ પછી, સૂકાયલા, તડકાથી ને ધૂળથી ગંદા થઈ ગયેલા, કરુણતાભરી દષ્ટિવાળા બની જતા. એમના ઘુંટણ દુ:ખવા આવ્યા હોય, એમના મોઢા પર ને આંખમાં એક પ્રકારના કંટાળાના ભાવ નજરે
Ꮽ
તા. ૧-૧-૧૬
ચઢતા હોય, ને બગડેલા મિજાજવાળા જણાતા હાય. એમની પાસે ઊભા રહ્યા હોઈએ તે આપણને બીક લાગે. યાત્રીઓની આ દશા મજુરો બરાબર જાણતા હોય છે. આથી જ જેઓ બેકાર જૂરો હોય છે, તેઓ પેાતાની પીઠે ખાલી ઠંડી લઇને દિવસેાના દિવસેા, ધીરજથી યાત્રીઓની પાછળ પાછળ ચાલતા હાય છે. ક્રમે ક્રમે એમને એક પછી એક ગ્રાહકો મળતા જાય, અને ત્યારે
એ યાત્રીઓની ગરજ જાણીને વધારે પૈસા માગે ને યાત્રીઓ ગરજના માર્યા આપે. ગરજને માર્યો માણસ બધું કરવા તૈયાર થાય. આ રસ્તે સભ્ય સમાજની જેમ, ચેરીચપાટી, છેતરપીંડી, દગાટકો એવું કશું ન મળે. યાત્રીઓને એ બાબતની ઉપાધિ હોતી નથી. મજુરો વિશ્વાસપાત્ર, સીધા ને સંસ્કારી હોય છે. પૈસાનો એમને લાભ હાય છે ખરા, પણ એને માટે એએ કોઇ દુષ્પ્રવૃત્તિ નહિ કરે. એક જીભાજોડી કરે, પણ છેતરપીંડી નહિ રમે. એ ગરીબ હોય છે, પણ ગરીબી એમના હૃદયને ક્લુષિત કરતી નથી. એઓ વિહીન હોય છે, પણ ચિત્તહીન નથી હોતા.
ઉત્તરાખંડમાં ગંગાને કિનારે કિનારે અમારા રસ્તે જતા હતા. આ કિનારે બ્રિટીશ ગઢવાલ, ડાબી તરફ નદી, ને પેલે કિનારે ટેહરી ગઢવાલ. એ આમ તા સ્વતંત્ર રાજ્ય હતું, પણ બ્રિટીશરાજ્યના તાબામાં જ હતું એમ કહીએ તેા ચાલે. ગંગા, અલકનંદા, ને મંદાકિની સાધારણરીતે એ રાજ્યની સીમાઓને નક્કી કરતી હતી. ગઢવાલીઓનાં ગામડાં કોઈ કોઈ વાર તા પહાડમાં બે બે માઈલ ઊંચાં હતાં. ગામવાસીઓ મેાટે ભાગે સારી સ્થિતિના હતા. બધાજ
· અનુવાદક : ડૉ. ચાંદ્રકાન્ત હૈ. મહેતા
ખેડૂત, પહાડની ઢળાણ જમીનમાં ખાદાણ વગેરે કરીને એ બહુ આશ્ચર્યજનક રીતે અનાજ ઉત્પન્ન કરતા હતા. ઘઉં, બટાટા, હળદર, સરસવ વગેરે ઊપજાવતા હતા. જેઓ યુવાન હોય, અથવા તો ભાર ઉપાડી શકે એવા પ્રૌઢ કે વૃદ્ધ હાય, તેઓ ચૈત્ર પૂરા થતાં જ પહાડપરથી નીચે ઉતરી આવે, ને હરદ્વાર જઈને યાત્રીએને પડે, ને એમના સામાન ઉપાડીને પહાડ પર ચઢે. હરદ્વારથી મહલચારી સુધી એમના રસ્તા મુકરર જ કરેલા છે. એ રસ્તાથી બહાર જવાના એમને પરવાના નથી, મહલચારી એ ગઢવાલ જીલ્લાના છેલ્લા સરહદના પ્રદેશ છે. આ દુનિયામાં કયાંય પણ સમતલ પ્રદેશ હાઈ શકે, શહેર હાય, નાટકગૃહ હાય, શાળા અથવા હોસ્પીટલ હાઈ શકે, એવે તે એમને વિચાર સરખા પણ ન આવે. રેલના પાટા પરથી ટ્રેન દોડે, પાણીમાં જહાજ તર, શહેરમાં મેટરો દોડે, ખેતરમાં ફુટબોલ ખેલી શકાય એ બધું તો એમને માટે સ્વપ્ન જેવું. શિયાળાના દિવસેામાં એ કેવી રીતે જીવી શકે છે, તે તે મને ખબર નથી, પણ ઉનાળામાં કામળો ઓઢીને એ રાત્રી વિતાવે છે. આ મજૂરો મેટે ભાગે બ્રાહ્મણ કે ક્ષત્રીય હોય છે. એઓ યાત્રીઓ જોડે સૂએ, બેસે, વાતો કરે, બીડી પીએ, પણ એમનું અડેલું અન્ન એ લોકો ખાય નહિ, ખાવાપીવાની બાબતમાં એ લોકો ચોકખાઈનો ખૂબ આગ્રહ રાખે છે. માંસાહારને તો એ લોકો પાપ સમજે છે. જીવહિંસા તે એએ કદાપિ કરે જ નહિ, એમની સ્રીઓ કાંઈ ઘરકામ કરીને જ બેઠી ન રહે, એ પણ ખેતી કરે, પાળેલાં જનાવરોની બરદાશ્ત કરે, કામળા વણે, કપડાં સીવે, તેલ-ઘી બનાવે, પહાડી વનામાંથી લાકડાં કાપી લાવે, નાનાં નાનાં બાળકોને પીઠ પર બાંધીને ફરવાં નીકળે. રસ્તામાં જતાં જો કોઈ ગામડું આવે તો મોટાં ને છેછેકરીઓ, આવીને યાત્રીએ આગળ ભીખ માંગે તે કહે, “એ શેઠજી, એ રાણા, સાયદોરો આપે, પૈપૈસા આપા ! યે રાણા, આપાની રાણા.” સાયદોરા અને પૈપૈસા સિવાય તેઓ બીજી ક્શાની ભીખ ન માગે. જો એમને પુરો એક પૈસા મળ્યા તે તો એ લોકો રાજી રાજી થઈ જાય, જાણે મેટી સંપત્તિ હાથમાં આવી. સાયદારા માટે એમને ખૂબ જ આસકિત હોય છે. એ ચીજ ગઢવાલ જિલ્લામાં મળતી નથી. (ક્રમશ :) મૂળ બંગાળી :
શ્રી પ્રબોધકુમાર સંન્યાલ