________________
મુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯૬
ટકા
જોઈએ. ગામને તે અધિકાર હોવા જોઈએ. કેન્દ્રનું પ્લાનિંગ પણ પછી તે ઢબે ઘડાય. ગામના આવા સર્વાંગી આયોજન માટે આ ગ્રામદાનના કાર્યક્રમ છે. જરા વિચારવું જોઈએ. આજે આપણા દેશમાં ૨૦ ટકા લાકે શહેરમાં વસે છે. અને . ગામડામાં વસે છે, તેમ છતાં આજે સરકાર પર અને સરકારના પ્લાનિંગ પર રંગ શહેરના છે. આમ શું કામ થવું જોઈએ ? હું તો કહેવા માગું છું કે સરકારને અને સરકારના પ્લાનિંગનો રંગ આપણે બદલવા છે. સરકારનું પ્લાનિંગ પોતે જ ગ્રામદાનના પાયા ઉપર ખડું થવું જોઈએ. આપણા જેવા ગામડાંઓમાં વસેલા ખેતીપ્રધાન દેશનું પ્લાનિંગ તો ગ્રામાભિમુખ, ગ્રામમૂલક, ગ્રામનિષ્ઠ પ્લાનિંગ હાવું જોઈએ. આ તે જ થઈ શકે જો દેશમાં લાખો ગ્રામદાન એકી સાથે થઈ જાય. અને હું એ પણ કહેવા માગું છું કે આવી રીતે ગામેગામને પગભર નહીં કરીએ તે માત્ર સેનાથી આવડા મોટા દેશના કદી બચાવ નહીં થઈ શકે. સાંટને સમયે દેશ નહીં ટકી શકે. આજે ગામેગામ ગ્રામસ્વરાજની સ્થાપના કરવાનું કામ સંરક્ષણની દષ્ટિએ પણ અત્યંત તાકીદનું કામ છે. હિંદુસ્તાન સ્વાધીન ગામાના સ્વાધીન દેશ બનવા જોઈએ. જેમ કહેવાય છે ને કે યુ. એસ. એસ. આર.તે પ્રમાણે યુનિયન ઑફ સર્વોદય રિપબ્લિકસ રચાવું જોઈએ. પ્રત્યેક ગામ સ્વાધીન બનવું જોઈએ, એક સંપૂર્ણ પ્રજાસત્તાક બનવું જોઈએ, અને પછી એવા પ્રજાસત્તાકોનું એક સંયુક્ત રાષ્ટ્ર બને. બાપુના ગ્રામસ્વરાજના ખ્યાલ આવે છે. આજે દેશના સાંરક્ષણને માટે પણ આવા ગ્રામસ્વરાજ વિના આરો નથી. આ હજીયે નહીં સમજીએ તે ખત્તા ખાઈશું.
આમ, દેશનું ગામડે ગામડું મજબૂત બનાવીશું ત્યારે દેશ સુરક્ષિત રહી શકશે. એક એક ગામ એક પરિવાર જેવું બને. સહુ નકકી કરે કે અમારા ગામની યોજના અમે બનાવીશું. અમારા ગામમાં કોઈ ભૂખ્યું નહીં રહે, બેકાર નહીં રહે. કોઈ દુ:ખી હશે તે એના દુ:ખમાં અમે સહુ ભાગ પડાવીશું. આમ થશે તો લડાઈની દષ્ટિએ તો જાણે લાભ થશે જ, પણ તે ઉપરાંત દેશ બહુ મજબૂત બનશે, અને તેના કાયમને સારુ લાભ મળશે. અને એ ખરુ સ્વરાજ્ય હશે.
અત્યારે ભારતને સ્વરાજ્ય મળ્યું છે ખરું, પણ એના આનંદની અનુભૂતિ નથી થતી. જેમ સૂર્યોદય થાય તે તે માત્ર કલકત્તા કે દિલ્હીમાં જ નથી થતો, પણ તેનું દર્શન ગામેગામ અને ઘરેઘર થાય છે, અને નાનું બાળક પણ જાણે છે કે સૂર્યોદય થયા. એવી જ રીતે સ્વરાજ્યના સુખની અનુભૂતિ પણ ગામેગામના બાળકને થવી જોઈએ. સ્વરાજ્યમાં એક ઉષ્ણતા છે, એનો એક પ્રકાશ છે. એ પ્રકાશ ને એ ઉષ્ણતાનો અનુભવ દરેકને થવા જોઈએ. આમ થશે તે બહારના કોઈ આક્રમણના આપણે શાંતિપૂર્વક પ્રતિકાર કરી શકીશું. એને માટે નિર્ભયતા જોઈએ, પૂર્ણ પ્રેમ ને સહયોગ જોઈએ, ત્યારે અહિંસાની શકિત પાંગરી શકે. ગ્રામદાનના કાર્યક્રમ એ આવી અહિંસક લાક્શકિત નિર્માણ કરવાના કાર્યક્રમ છે. હું માનું છું કે આ કાર્યક્રમથી બહારના દેશોની આક્રમણવૃત્તિ પણ કુંઠિત થઇ શકે છે. પરંતુ રાજ્ય—વિસ્તાર-તૃષ્ણાની અંધતાને કારણે કદાચ આક્રમણવૃત્તિ કઠિત ન મૈં થાય, તો પણ તેનાથી આક્રમણની શક્તિ તો કુંઠિત થઇ જ જશે. આ દૃષ્ટિએ ગ્રામદાન એ એક અત્યંત મહત્ત્વનું સંરક્ષણનું પગલું છે. આજે દેશભરમાં નાદ ગાજી જવા જોઈએ. રાષ્ટ્ર રક્ષા કાજે ગ્રામદાન !
સમાપ્ત
રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય રાજકારણી પરિસ્થિતિ
વિનાબા
શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૬-૧-૬૬ ગુરુવારના રોજ સાંજના ૬ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫૪૭, ધનજી સ્ટ્રીટ) સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય પરિસ્થિતિ”એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવેલ છે. આ વિષયમાં રસ લેતા સર્વે ભાઈબહેન ને હાજર રહેવા વિનંતિ છે.
મંત્રીએ, મુંબઇ જૈન યુવક સદ
પ્રકી નોંધ
9
૧૭૫
✩ કરેલા વિચારો
વિશ્વ હિન્દુ સંમેલનમાં મહામના
મુનશીએ રજુ
દિલ્હી ખાતે ડિસેંબર માસની તા૦ ૯, ૧૦, ૧૧, અને ૧૨ એમ ચાર દિવસનું વિશ્વ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા ૧૫૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતા. આ પ્રતિનિધિઓમાં બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ તથા શિખ ધર્મના અનુયાયીઓના તેમજ આદિવાસી નેતાઆના સમાવેશ થતો હતો. શ્રી નિત્યાનંદ બેનરજી આ સંમેલનની સ્વાગતસમિતિના પ્રમુખ હતા અને ગોવર્ધનપીઠના શંકરાચાર્ય શ્રી નિરંજન ધ્રુવ પ્રસ્તુત સંમેલનના અધ્યક્ષ હતા.
પહેલા દિવસની બેઠકનું ઉદ્ઘાટન કરતાં શ્રી કનૈયાલાલ માણેલાલ મુનશીએ સૂચવ્યું હતું કે હિન્દુ ધર્મમાં નવા પ્રાણના સંચાર કરવા માટે તેમ જ પાયાનાં મૂલ્યાનો ભાગ આપ્યા સિવાય આધુનિક પરિસ્થિતિ સાથે હિન્દુધર્મના સુમેળ સાધવા માટે હિન્દુએની એક કેન્દ્રસ્થ સંસ્થા ઉભી કરવાની ખાસ જરૂર છે. પેાતાના પ્રવચન દરમિયાન તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે “આજની દુનિયાના સંદર્ભમાં હિન્દુ ધર્મની બળવત્તા અને નિર્બળતા અંગેના સાચા કયાસ કાઢવા માટેનો સમય પાકી ચુકયો છે. જો કે ભૂતકાળમાં અનેક અવરોધો ઉભા થવા છતાં, હિન્દુ ધર્મ હજારો વર્ષથી ટકી રહ્યો છે, એમ છતાં પણ, આજે તેના અસ્તિત્વ સામે કટોકટી તાળાઈ રહી છે. ઔદ્યોગિક ક્રાન્તિએ દુનિયાને સાંકડી બનાવી દીધી છે, ભૌતિક સંપત્તિ અને સફળતા જીવનનાં મુખ્ય ધ્યેય બની બેઠાં છે અને સ્કૂલ અને કેલેજો માત્ર ભૌતિક જીવનમૂલ્યોના વાતાવરણને પોષી રહેલ છે, ઉત્તેજિત કરી રહેલ છે. જેના ચોગઠામાં પુરાઈને હિન્દુ ધર્મ સદીઓથી આજ સુધી પોષાતા—સંવર્ધિત થતા રહ્યો છે તે વર્ણાશ્રામધમે પ્રાણ અને પવિત્રતા- બન્ને ગુમાવી દીધા છે. કેટલાક શિક્ષિત માનવીએ એમ માનવા લાગ્યા છે કે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે પાયાના વિરોધ છે, પણ એ તો પશ્ચિમે ઉભું કરેલું ભૂત છે. હિન્દુ ધર્મનું પાયાનું વલણ એ રહ્યું છે કે અસત્ય તરીકે પુરવાર થયેલાં તૂતો ઉપર ધાર્મિક માન્યતા લાંબા સમય ટકી ન જ શકે. વસ્તુત: વિજ્ઞાન અને ભૌતિકવાદ માનવીમાં રહેલી ધાર્મિક આકાંક્ષાઓને એષણાઓને સંતોષી શકે તેમ છે જ નહિ. આજે સુખસગવડો વધી છે, પણ ખરું સુખ વધ્યું નથી. ખરું સુખ પ્રાપ્ત કરવા માટે ક્રિયાશીલ ધર્મની જ જરૂર છે. હિંદુ ધર્મને પ્રાણવાન બનાવવા માટે, ધાર્મિક પ્રક્રિયાઓ આધુનિક માનસને સંતોષે તેવી હોવી જોઈએ, ક્રિયાકાંડ અને અનુષ્કાને ચિત્તનું ઉર્વીકરણ કરે તેવાં હોવાં જોઈએ અને ધાર્મિક પ્રતીકો પ્રેરણાદાયી હાવાં જોઈએ. મંદિરો સ્વચ્છ હાવાં ઘટે, તેના વાતાવરણમાં પવિત્રતા હોવી ઘટે, પ્રાર્થના સાથેનું સંગીત આત્મસ્પર્શી હોવું ઘટે, મંદિરના પુરોહિત વિદ્રાન તેમ જ કાવ્વાસંપન્ન હોવા ઘટે.”
શ્રી મુનશીએ આગળ ચાલતાં જણાવ્યું કે “હિંદુ કુટુંબવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે મેટા પાયા ઉપરનું આન્દોલન ગતિમાન કરવાની જરૂર ઊભી થઈ છે. લગ્ન સાથે જોડાયેલી પવિત્રતાની ભાવના પુન : પ્રતિષ્ટિત કરવાની જરૂર છે. કેટલાક દેશમાં મરજી મુજબ લગ્નજીવનમાં પ્રવેશ કરવાનું અને તેમાંથી ફાવે ત્યારે છુટા થવાનું ચાલી રહ્યું છે તે પતિ જીવનનાં સર્વ મૂલ્યાને ઘાતક નિવડવાની છે.'
શ્રી મુનશીનાં ઉપર આવેલાં વિધાને આપણા સર્વ માટે મનનીય તેમજ આદરણીય છે.
વિશ્વ હિન્દુ સંમેલનમાં રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને કરેલું પ્રવચન
ઉપર જણાવેલ વિશ્વ હિન્દુ સંમેલનના બીજા દિવસની બેઠ– કનું ઉદ્ઘાટન કરતાં ડૅ॰ રાધાકૃષ્ણને એક મનનીય પ્રવચન કર્યું હતું. તે પ્રવચન દરમિયાન તેમણે જણાવ્યું કે “ઉપાસનાના ભિન્ન ભિન્ન માર્ગ એક જ ઈશ્વર સમીપ લઈ જાય છે. કોણે કયા માર્ગે જવું એ બાબત અંગે ધાર્મિક પુરૂષોએ જરા પણ ઝગડો કરવાની જરૂર નથી.
“હિન્દુ તત્ત્વજ્ઞાન સંબંધમાં સાંપ્રદાયિક કે રૂઢ માન્યતા જેવું કશું . નથી. એ એક એવું સૂત્ર છે કે જે સભ્યતાના પ્રારંભથી ભારતને પ્રાપ્ત થયેલ છે. હિન્દુ વિચારસરણી મુજબ, દુ:ખગ્રસ્ત માનવજાત ઉપર અનુગ્રહ કરવા માટે પરમ તત્વ અનેક રૂપે