________________
૨૩૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬૬
દોઢ વર્ષ રાખ્યા. ત્યાં બીજા સમાજવાદી નેતાઓ મધુ લીમ),
મજ સમાજવાદી નેતાઓ મધુ લીમકે, ત્રિબિધ ચૌધરી, એન. જી. ગોરે વગેરે પણ હતા.
પારડીની ઘાસિયા જમીન તેના જમીનદારો પાસેથી લઈને આદિવાસી ખેતમજૂરોને ખેડવા આપવી જોઈએ એવો આગ્રહ ધરાવતા ઈશ્વરભાઈએ તે માટે વર્ષો સુધી વારંવાર સત્યાગ્રહ કર્યો હતો. આખરે ગુજરાત સરકારે તેમની માગણી સ્વીકારી, પરંતુ તેના અમલમાં મુશ્કેલીઓ ઊભી થઈ. અસાધારણ ઢીલ થઈ. જે દિવસે ઈશ્વરલાલનું અવસાન થયું તે જ દિવસે આ પ્રશ્ન પર ગુજરાત સરકાર સાથે તેમની ચર્ચાવિચારણા થવાની હતી.
અવાડી અને ભુવનેશ્વર કેંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસે સમજવાદી સમાજરચનાનું ધ્યેય સ્વીકાર્યા પછી ઈશ્વરભાઈને લાગ્યું કે હવે પ્રજાસમાજવાદી કેંગ્રેસની બહાર રહીને કંઈ કરી શકે તેના કરતાં કોંગ્રેસમાં રહીને વધુ અસરકારક કામ કરી શકશે અને સમાન વિચારસરણી ધરાવતા કેંગ્રેસીઓને પણ સાથ મેળવી શકશે. આથી તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા, પણ પોતાના વિચાર અને વ્યકિતત્વ તે જાળવી જ રાખ્યાં.
ગુજરાતના પાટનગર જેવા શહેરમાં કૅલેરાના ચેપથી તેમનું અવસાન થયું. તેમને બચાવી ન શકાયા એ એક કરુણતા છે. આજીવન બળવાખર ઈશ્વરભાઈએ મતને પણ સખત લડત આપી. મૃત્યુ જીતી ગયું એમ લાગે છે, પણ ઈશ્વરભાઈ તે મરીને પણ જીતી ગયા છે અને તેમનાં કાર્ય અને ધ્યેય વડે જીવંત રહેશે. આદરણીય સ્વ. મણિલાલ છ. બક્ષી
એક જર્મન કહેવત છે કે દાન દેવાથી માણસ સમૃદ્ધ બને છે; સંધરો કરવાથી ગરીબ થાય છે. ગાંધીજી કહેતા હતા ધનવાનેએ ગરીબના ટ્રસ્ટી તરીકે રહેવું જોઈએ. ધનવાન સમાજ પાસેથી મેળવે છે અને સમાજનું કલ્યાણ થાય એવી રીતે તેને તેમણે પાછું આપવું જોઈએ. ગઈ તા. ૮મીએ મુંબઈમાં ૮૨ વર્ષની વયે અવસાન પામેલા શ્રી મણિલાલ છગનલાલ બક્ષી એક એવા ઘરદીવડા હતા, જેમને જીવનદીપ બૂઝાઈ ગયો હોવા છતાં, તેને પ્રકાશ પરવારી ગયો નથી.
મણિભાઈ ગરીબ માબાપના ગરીબ પુત્ર હતા અને ગરીબીમાં રહીને જાતે જ પોતાના જીવનનું ઘડતર કર્યું હતું. પચીસ રૂપિયાના પગારમાં આખો દિવસ નેકરી કરીને, રાતે ક્લાકના દોઢ આનાના દરે નામું લખવા જાય અને નોકરી માટે રોજ છ માઈલ ચાલે. એ રીતે તેમણે બચત કરીને શેર બજારનું કાર્ડ ખરીદ્યું અને પ્રમાણિકપણે દલાલી કરી. તેમના આ ગુણોને બદલે કુદરતે આપ્યો. મણિભાઈ પહેલા વિશ્વવિગ્રહમાં ઠીક કમાયા. પછી વધુ કમાણીની તૃષ્ણા રાખ્યા વિના માત્ર ૩૯ વર્ષની વયે તેઓ નિવૃત્ત થઈ ગયા - પછી તેમની એક જ દષ્ટિ રહી. સમાજ પાસેથી જે કમાયા છીએ તે સમાજના જરૂરિયાતવાળા સભ્યોના કલ્યાણ માટે વાપરવું. તેમની એ તમન્નામાંથી ભાવનગરમાં અરધો ડઝન જેટલી જાહેર સંસ્થાઓ પ્રગટી. એ સંસ્થાઓ માટે તેમને મમતા હતી, પણ એમની પર રાજય કરવાની તૃષ્ણા ન હતી. આથી નાણાં અને વહીવટ ભાવનગર જિલ્લા પંચાયતને તેમણે સોંપી દીધાં. આ આદર્શ ગૃહસ્થના નૈતિક જીવનથી. પ્રભાવિત થયેલા ઠક્કરબાપા મુંબઈ આવતા ત્યારે મણિભાઈના ઘરને પિતાને મુકામ બનાવતા.
નાની વયમાં એક બ્રાહ્મણે કહ્યું હતું કે, આ છોકરો મોટો થઈને ઘણું કમાશે. મણિભાઈએ કહ્યું કે, કમાઈશ તે તમને યાદ કરીશ. દાયકા બાદ બ્રાહ્મણ તે ગુજરી ગયો હતો, પણ તેના પુત્ર મણિભાઈને એ પ્રસંગની યાદ આપી. મણિભાઈએ તરત તેના હાથમાં પાંચ રૂપિયા મૂકી દીધા. ધનમાં સુગંધ નથી, પણ તે વાપરી જાણનારની સુગંધ ફેલાય છે. જન્મભૂમિ-પ્રવાસી'માંથી ઉદ્ધત
સોહમ
વિજ્ઞાનના અગ્નિમાં ધર્મવિશ્વાસ (આચાર્ય રજનીશજીના એક પ્રવચનમાંથી ઉદ્ભૂત અને અનુવાદિત)
હું માનવઈતિહાસની સૌથી પહેલી ઘટનાનું સ્મરણ કરું છું. એમ કહેવાય છે કે આદમ અને ઈવને સ્વર્ગથી બહાર મોકલી દેવાયાં ત્યારે દરવાજામાંથી નીકળતાં આદમે ઈવને સૌથી પ્રથમ આ કહ્યું : આપણે એક બહુ મેટ ક્રાંતિમાંથી પસાર થઈએ છીએ.” ખ્યાલ નથી પહેલાં મનુષ્ય આ શબ્દો ઉચ્ચારેલા હશે કે નહિ ઉચ્ચાર્યા હોય, પણ એના મનમાં ભાવ તે આ જ રહ્યો હશે. એક બિલકુલ જે અજ્ઞાત જગતમાં એ પ્રવેશ કરી રહ્યો હતો. જે પરિચિત હતું તે છૂટી રહ્યું હતું અને જે અપરિચિત હતું તેવા અણજાણ્યા જગતમાં એને જવું પડતું હતું. અજ્ઞાત સાગરમાં નૌકા ખેલતાં આવો ભાવ થવો સ્વાભાવિક છે. અને આ ભાવ પ્રત્યેક યુગમાં મનુષ્યને પ્રતીત થતો રહયો છે, કારણ કે જીવનવિકાસ નિરંતર જ્ઞાતથી અજ્ઞાતમાં જ રહ્યો છે. જે જ્ઞાત છે એને પણ છોડવું પડે છે, જેથી જે અજ્ઞાત છે તે પણ જ્ઞાત થઈ શકે. જ્ઞાનની જ્યોતી જ્ઞાતથી અજ્ઞાતમાં પદાર્પણ કરવાની સાહસથી જ પ્રજવલિત થાય છે. જે જ્ઞાત પર રોકાઈ જાય છે તે અજ્ઞાન પર જ થોભી જાય છે. જ્ઞાત પર જ ઊભા રહી જવું જ્ઞાનની દિશા નથી. જ્યાં સુધી મનુષ્ય પૂર્ણ નથી ત્યાં સુધી તેણે હંમેશ પરિચિત અને પુરાણાને છોડવા જ જોઈએ અને અપરિચિત તથા અજાણ્યાને આવકારવા જોઈએ. નવા સૂર્યોદય વખતે રેજ-પરિચિત પુરાણા સૂર્યને વિદાય કરવો જોઈએ. પછી સંક્રમણ કાળમાં રાત્રીના અંધકારમાંથી પણ પસાર થવું પડે છે. વિકાસની આ પ્રક્રિયા ઘણી કષ્ટદાયક છે. પરંતુ પ્રસવ પીડા વગર કશાને પણ જન્મ થતો નથી.
આપણે પણ આ પ્રસવ પીડામાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે પણ એક અભૂતપૂર્વ ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. કદાચ માનવીય ચેતનામાં આવી ક્રાંતિને સમય કદિ આવ્યો નહિ, હોય. આમે ય પરિવર્તન તો હંમેશાં થયા જ કરે છે, કારણ કે પરિવર્તનના અભાવમાં જીવન જ સંભવે નહિ, પરંતુ પરિવર્તનની સતત પ્રક્રિયા કોઈ વખત બાષ્પીભવનના ઉત્તાપબિંદુ સુધી પહોંચી જાય છે. આ ૨૦મી શતાબ્દિ એક એવા જ ઉત્તાપબિન્દુ પર મનુષ્યને લઈ આવી છે. આ ક્રાંતિથી ચેતના એક બિલકુલ જ નવા માર્ગ પર ગતિમાન થઈ રહી છે. આ યાત્રા એક અત્યંત અજ્ઞાત માર્ગ પર થવાનું સંભવિત છે. પરંપરાથી ચાલી આવતા જીવનમૂલ્ય ખંડિત થઈ રહ્યાં છે. કડીઓ ટૂટી રહી છે. ખરેખર જ આ એક ખૂબ મોટી છલાંગની પૂર્વ તૈયારી છે. આ સર્વેમાં હું મનુષ્યને જીવનનાં અજ્ઞાત રહસ્ય–ારો પર જતાં જોઈ રહ્યો છું. પરિચિત માર્ગ ઉજજડ થઈ રહ્યા છે અને અંધકાર ભર્યા માર્ગને પ્રકાશિત કરવાની ચેષ્ટા ચાલી રહી છે. આ બહુજ શુભ છે. અને હું બહુ જ આશાથી ભર્યો છું. મનુષ્યની ચેતના નવું આરહણ કરવા મથે છે. વિકાસનાં કોઈ નવા પાન તરફ આપણે જઈ રહ્યાં. છીએ. કંઈક નવીનતા આવવાની છે. મનુષ્ય જે હતા તે નહિં રહે. બીજમાંથી અંકુર ફુટતી વખતે જેવી ઊથલપાથલ મચે છે તેવીજ ઉથલપાથલને સામને આપણે કરી રહ્યા છીએ. એમાં ચિંતાનું કે ગભરાવાનું કશું કારણ નથી. એના ભયથી પાછા વળવાની વૃત્તિ આત્મઘાતી છે. જીવન ફકત આગળ જ વધે છે. એમાં પાછા ફરવાનું શકય જ નથી.
ચેતના માટે થઈ રહેલી આ સર્વ અરાજકતા, કાંતિ તથા નવા જન્મની સંભાવનાનું કેન્દ્ર છે. વિજ્ઞાન. વિજ્ઞાને જ આપણી આંખે ખેલી નાંખી છે તથા ઉંઘ ઉડાડી દીધી છે. એણે જ ઘણા સમયથી પિપેલાં સ્વપ્નો છીનવી લીધાં છે. અર્ધી રાત્રીએ જેમ ઝબકીને જાગી જઈએ તેમ વિજ્ઞાને આપણને જગાડી દીધા છે. વિજ્ઞાને