SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૬૬ પ્રબુદ્ધ જીવન ૨૩૫ પાટણ ખાતે ઊભું કરવામાં આવેલ નવા જનરલ હૉસ્પિટલનું ઉદ્ઘાટન જ્યારે આપણામાંની જ કોઈ એક પ્રાણવાન વ્યકિત દ્રવ્યો- પાર્જનના ચાલુ વ્યવસાયના ભારથી હળવી બનીને લોકસેવાના કોઈ એક ચોક્કસ માર્ગે વળે છે અને તે પાછળ પિતાની સર્વશકિતઓને એક મીશનરીની તમન્નાથી કેન્દ્રિત કરે છે ત્યારે તે કેટલું મોટું પરિણામ લાવી શકે છે અને તેની આ નવી પ્રવૃત્તિ સ્થાનિક અને આસપાસ વસતી જનતાને કેટલા મેટા આશીર્વાદ રૂપ બને છે તેનું દાન્ત મુંબઈના જાણીતા હીરાના વ્યાપારી શ્રી હીરાલાલ ભેગીલાલ શાહ અને તેમણે આજથી ૧૩ વર્ષ પહેલાં પાટણ ખાતે સ્થાપેલ અને શરૂ કરેલ ‘ભારતીય આરોગ્ય નિધિ” નામની સંસ્થા પુરૂં પાડે છે. પાટણ શહેરથી એકાદ માઈલ દૂર એક મોટા ક્ષેત્રફળને આવરી લેતા વિભાગ ઉપર આ સંસ્થાનાં વિવિધલક્ષી મકાને ઊભા કરવામાં આવ્યા છે અને ટી. બી. સેનેટૅરિયમ, ટી. બી. કિલનિક, સજિકલ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલ – આટલી સંસ્થાએ ભારતીય આરોગ્યનિધિના ઉપક્રમે આજ સુધીમાં અસ્તિત્વમાં આવી છે અને પાટલ અને તેની આસપાસ વસતી જનતાને અનેક તરેહની વૈદ્યકીય રાહત પૂરી પાડી રહેલ છે. આ આરોગ્યનિધિ તરફથી મુંબઈમાં પણ એક એકસ-રે ઍક્યુલંસ-ઍકસ-રેને લગતું મોબાઈલ હૈસ્પિટલબે વર્ષથી ચાલુ કરવામાં આવેલ છે અને તે દ્વારા મુંબઈની જનતાને ટી. બી. અંગે મફત ઍકસ-રે ટ્રીટમેન્ટ અપાઈ રહી છે. આ ઉપરાંત પાટણ અને આસપાસના પ્રદેશમાં તેમજ મુંબઈના પરામાં વસતી બહેનને અને બાળકોને અમેરિકાની ‘કેર” નામની સંસ્થા તરફથી મળેલ આશરે રૂા. ૧૦,૦૦૦ ૦૦૦ ની કીંમતના મિલ્ક પાવડર, ઘી, ચોખા, ઘઉં, વગેરે બીજી ખાદ્ય વસ્તુઓ ઘેડાં વર્ષ પહેલાં મફત વહેંચીને ત્યાંની જનતા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો હતો. આ ઉપરાંત બીજા પણ અનેક સેવા તથા રાહતનાં કાર્યો આ ભારતીય આરોગ્યનિધિ તરફથી થતાં રહ્યા છે. આ સર્વ પરિણામ આરોગ્યનિધિના મુખ્ય આયોજક અને સંચાલક શ્રી હીરાલાલ ભેગીલાલ શાહના સેવાનિષ્ઠ પુરૂષાર્થને આભારી છે. તેમણે હીરાના ધીકતા ધંધાની ચિન્તા બાજુએ મૂકીને ભારતીય આરોગ્યનિધિના કાર્ય પાછળ પોતાની સર્વશકિતઓનો યોગ આપ્યો છે અને તેનું પરિણામ એક વિરાટ કલ્યાણ કેન્દ્રનું નિર્માણ થવામાં આવ્યું છે. સમય જતાં આ સતત વિકસતી પ્રવૃત્તિમાં એક જનરલ હૈસ્પિટલની પુરવણી કરવાનું જરૂરી બન્યું. આ સ્પીટલનું મકાન ઊભું કરવા માટે મારા મિત્ર શ્રી ચંદુલાલ મેહનલાલ ઝવેરી અને તેનાં પત્ની તારાબહેને એક લાખની રકમ આપવાની ઈચ્છા દર્શાવી. તેમની આ દરખાસ્તને સંસ્થાની કાર્યવાહક સમિતિએ સહર્ષ સ્વીકાર કર્યો અને પરિણામે જોતજોતામાં ઉભું કરવામાં આવેલ હૈસ્પિટલના નવા મકાનનું તા. ૧૯-૩-૬૬ શનિવારના રોજ ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન શ્રી મોહનલાલ વ્યાસના હાથે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગ ઉપર આચાર્ય રજનીશજી ખાસ પધારે અને આશીર્વચન સંભળાવે એવી ભાવના આરોગ્યનિધિના કાર્યકર્તાઓના અને ખાસ કરીને ચંદુભાઈ અને તારાબહેનના દિલમાં ઊભી થઈ અને તેમની ભાવના જબલપુર જેટલા દૂરના રથળેથી આચાર્યશ્રીને આ પ્રસંગ ઉપર પાટણ સુધી ખેંચી લાવી. પ્રસ્તુત ઉદ્ઘાટન પ્રસંગે તેમણે પ્રેરક પ્રવચન કર્યું. ત્યાર પછી પણ પાટણ ખાતે એ દિવસે સાંજે તથા પછીના દિવસની સવારે એમ તેમનાં બે પ્રવચને થયાં. આ રીતે આ ઉદ્ઘાટન પ્રસંગ પાટણના પ્રજાજને માટે એક વૈચારિક સંમેલન જેવો બની ગયો હતો. ભાઈશ્રી હીરાલાલ શાહે આ પ્રસંગે જણાવ્યું કે આ હૈસ્પિટલના અનુસંધાનમાં બહુ ટૂંક સમયમાં નર્સેઝ કૅલેજ શરૂ કરવામાં આવશે. ત્યાર પછી એક મેડિકલ કોલેજ માટે આવશ્યક એવાં બધાં ઘટકો ઊભા થતાં પાટણ ખાતે બહુ થોડા સમયમાં એક મેડિકલ કૅલેજ ઊભી થવી જોઈએ-કરવી જોઈએ એવો પોતાને મનેરથ તેમણે રજૂ કર્યો અને ગુજરાત સરકાર પણ આ રીતે અહીં મેડિકલ કૅલેજ ઊભી કરવાનો વિચાર કરતી થાય એવી તેમણે તત્કાળ ઉપસ્થિત આરોગ્ય પ્રધાનને વિનંતિ કરી. આપણે ઈચ્છીએ કે ભાઈ હીરાલાલ શાહનું આ સ્વપ્ન જદિથી મૂર્ત રૂપ ધારણ કરે અને એ રીતે પાટણ શહેર વૈદ્યકીય રાહત અને ઉપચારોનું તેમ જ વૈદ્યકીય શિક્ષણનું એક મહત્ત્વનું કેન્દ્ર બને. જણાવવા આનંદ થાય છે કે, ભાઈ હીરાલાલ શાહના અને ભારતીય આરોગ્યનિધિના આજ સુધીના સેવાકાર્યથી પ્રભાવિત બનીને ઉદ્ઘાટન પ્રસંગ ઉપર ઉપસ્થિત થયેલા મારા અન્ય મિત્ર શ્રી મથુરાદાસ મંગળદાસ પારેખે ભારતીય આરેગ્યનિધિને રૂ. ૨૫૦૦૦ ની રકમ ભેટ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. આમ વૈદ્યકીય રાહતની પ્રવૃત્તિને એક યા બીજી રીતે વેગ આપતા આ મિત્રો -- શ્રી હીરાલાલ ભોગીલાલ શાહ, શ્રી ચંદુલાલ મોહનલાલ ઝવેરી તથા શ્રી મથુરાદાસ મંગળદાસ પારેખ--આપણા સર્વના હાર્દિક અભિનંદનના અધિકારી બને છે. પમાનંદ સમર્થ સત્યાગ્રહી સ્વ. ઈશ્વરભાઈ દેસાઈ ફેન્ચ તત્ત્વવેત્તા રૂસેએ લખ્યું હતું કે સેક્રેટીસ તત્ત્વજ્ઞાનીની જેમ મર્યો, ઈસુ દેવ તરીકે મર્યો. ગયા સેમવારે અમદાવાદમાં અવસાન પામેલા શ્રી ઈશ્વરભાઈ દેસાઈ અન્યાય સામે બળવાખોર તરીકે જીવ્યા હતા અને છેવટ સુધી બળવાખેર જ રહ્યા. તા. ૨૧-૩-૬૬ના રોજ નીપજેલા એમના અકાળ અને આકસ્મિક અવસાનથી ખાસ કરીને ગુજરાતને ગંભીર જખમ થયું છે. ઈશ્વરભાઈએ ગાંધીજીના દાંડીનમક સત્યાગ્રહથી ગુલામી સામે બળવાની શરૂઆત કરી અને જ્યારે દેશમાં રાજકીય ગુલામીને અંત આવ્યો ત્યારે પીડિત અને શોષિત લોકોની આર્થિક ગુલામીને નાશ કરવા લડયા. અન્યાય સામે લડવું એ એમનું સહજ કર્મ હતું. પછી એ અન્યાય કરનાર અંગ્રેજો હોય, પારગીઝા હોય કે આપણા પિતાના દેશભાઈઓ હોય. - ઈશ્વરભાઈ સ્વભાવથી સુધારક અને સ્વતંત્ર પ્રકૃતિના હતા. તેમના વિચારોમાં મૌલિકતા હતી. આથી સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન, તેઓ સમપ્રકૃતિના યુસુફ મહેરઅલી, અશોક મહેતા, જયપ્રકાશ નારાયણ અને અભુત પટવર્ધન જેવા સુધારક વિચારકોના કેંગ્રેસસમાજવાદી પક્ષમાં ભળ્યા. તેઓ કોંગ્રેસના ભારેખમ એન્જિનના પાટા બદલી ન શકયા ત્યારે તેઓ સમાજવાદી પક્ષમાં જોડાયા. ઈશ્વરભાઈને સૈદ્ધાંતિક દલીલનાં ફોતરાં ખાંડવામાં રસ ન હત; તેમને કામ કરવામાં રસ હતે. સ્વતંત્રતા પછી જ્યારે ઘણા કેંગ્રેસીઓ હોદ્દા અને રાજકારણમાં ખોવાઈ ગયા ત્યારે ઈશ્વરભાઈ ખેતમજૂરી, આદિવાસીઓ વગેરે ઉપેક્ષિત, શેષિત અને પછાત કોમના ઉદ્ધારમાં ઓતપ્રોત થઈ ગયા. પરંતુ ભારતની ધરતી પર હજી પરદેશી પોર્ટુગીઝાનાં થાણાં હતાં. તેમનું એક થાણું ગુજરાતમાં પણ હતું. અંગ્રેજોની વિદાય પછી તરત જ પોર્ટુગીઝને હાંકી કાઢવાની જરૂર હતી, પરંતુ ભારત સરકાર ન લશ્કરી પગલાં લેતી હતી, ન અહિંસક સત્યાગ્રહીઓને દીવ-દમણ–ગોવામાં સત્યાગ્રહ કરવા જાય તેને મંજૂર કરતી હતી. પાચુગીઝની પાશવી વૃત્તિ અહિંસક સત્યાગ્રહી અને સશસ્ત્ર બળવાખોરોની વચ્ચે ભેદ રાખતી ન હતી. આથી જ્યારે ઈશ્વરભાઈ સત્યાગ્રહીઓની ટુકડીને દમણમાં દોરી ગયા ત્યારે આ દાનવોએ નિ:શસ્ત્ર સત્યાગ્રહીઓ પર ગેળીબાર કર્યા. એક સત્યાગ્રહી ઠાર થયે, એક ઘવાય, એ જોઈને ઈશ્વરભાઈએ આ દાનને કહ્યું કે એમને સરદાર તે હું છું, તેમને શું મારો છો? ' પછી ઈશ્વરભાઈને પોર્ટુગીઝાની પાશવતાને અનુભવ થશે. તેમને ઢોર માર માર્યો, જેલમાં પૂર્યા અને પછી ગોવાની જેલમાં
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy