________________
૨૩૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬૬
ઢેરને ભૂખમરા વગેરેથી અવશ્ય થનારા મૃત્યુમાંથી ઉગાર્યા હતા. ઉપયોગી રના વધને નિષેધ અને નિગ્રહ કરાવવામાં એમને ફાળો સ્તુત્ય અને સફળ હતા. એમણે ગૌશાળા અને પાંજરાપોળોની પુનર્વ્યવસ્થા કરી છે અને પ્રાણી પ્રત્યેની કૂરતાનિવારણ માટે મારા તરફથી રાજ્યસભામાં પેશ કરવામાં આવેલા ખરડાની તરફેણમાં અનુકૂળ લેકમત સાધવામાં પણ ઘણા ફાળો આપ્યો છે. આ દેશની અનેક પ્રાણી કલ્યાણકારી સંસ્થાઓ સાથે તેઓ એક અથવા બીજા પ્રકારે કે અધિકારે સક્રિય રીતે સંકળાયેલા છે. " “પ્રાણી કલ્યાણ મંડળ વતી એ સંસ્થાના પ્રમુખ તરીકે ભારતના રાષ્ટ્રપતિ ર્ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ને હું વિનંતિ કરે છે કે, ' શ્રી જયંતીલાલ ના. માનકરને, એમના પ્રાણી-કલ્યાણના મહાન સેવાકાર્યની કદરના પ્રતીકરૂપે, ૧૯૬૬ ના વર્ષનું પ્રાણીમિત્ર પારિતોષિક ચંદ્રક તેઓ પોતાના વરદ હસ્તે અર્પણ કરે.”
ત્યાર બાદ મહામના રાષ્ટ્રપતિએ પ્રસ્તુત ખિતાબ અર્પણ કરતાં શ્રી માનકરને નીચે મુજબ અંજલિ આપી હતી :- “હું જાણું છું કે, શ્રી જયન્તીલાલ માનકર છેલ્લાં ૪૦ વર્ષથી ગેરક્ષા, જીવદયા અને પ્રાણી કલ્યાણનું કાર્ય કરે છે. આવી કલ્યાણકારક પ્રવૃત્તિ માટે જીવન અર્પણ કરવું એ મહાન ઘટના છે. શ્રી. માનકરને હું એમની અનેકવિધ પ્રવૃત્તિ માટે અભિનંદન આપું છું, અને આશા રાખું છું કે, અહિંસામાં શ્રદ્ધા ધરાવનાર ભારતીય જનતા એમના ઉજજવળ ઉદાહરણનું અનુકરણ કરી દેશમાં ચાલતી હિંસા અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાને રોકવા માટે તથા કરૂણાધર્મના પ્રચાર માટે વધારે ખંત અને ઉત્સાહથી કાર્યપરાયણ બનશે. શ્રી જયન્તીલાલ માનકરને ‘પ્રાણીમિત્રોને એર્ડ આપતાં હું આનંદ અનુભવું છું અને તેઓ દીર્ધકાળ સુધી આપણા ભલા પ્રાણીમિત્રોની સેવા કરે એ શુભેચ્છા સાથે આ પદક અર્પણ કરું છું.”
રાષ્ટ્રપતિના આ ઉદાત્ત ઉદ્ગારે સર્વ કોઈ અહિંસા અને જીવદયાપ્રેમીઓની શ્રી માનકર પ્રત્યેની કૃતજ્ઞતા અને પ્રશંસાની લાગણીને પડઘો પાડે છે. આપણે પણ એમાં સૂર પુરાવીએ અને શ્રી માનકર તન્દુરસ્તીભર્યું દીદી જીવન ભેગવે અને પશુદયાનાં અનેક કાર્યો તેમના હાથે થતાં રહે એવી આપણે તેમના વિશે શુભેચ્છા ચિન્તવીએ અને ઊંડા દિલની પ્રાર્થના કરીએ ! સૌમ્યવદન ડો. પી. એમ. સાંગાણી
સર હરકીશનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલની મેનેજીંગ કાઉન્સીલ તરફથી મુંબઈ ખાતે વનિતા વિશ્રામના ચોગાનમાં માનનીય રેલ્વેપ્રધાન શ્રી એસ. કે. પાટિલની અધ્યક્ષતા નીચે સર હરકીશનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલના સંનિષ્ટ સુપ્રીન્ટેન્ડન્ટ - નિયામક - . પ્રાણજીવનદાસ એમ. સાંગાણીનું, તેમણે હોસ્પીટલની લાગલગાટ ૩૫ વર્ષ સુધી એકસરખી સેવા કરી તેની કદરરૂપે, તા. ૨૬-૩-૬૬ના રોજ સન્માન કરવામાં આવ્યું હતું. આજ વર્ષે તેમણે જીંદગીનાં ૬૦ વર્ષ પૂરાં કર્યાં હતાં. એ આ સમારંભ સાથે જોડાયેલા અણધાર્યો સુયોગ હતું. આ પ્રસંગે તેમને શહેરના નામી સર્જન તેમજ ઊંઝીશિયને તથા મુંબઈના આગેવાન નાગરિક તરસ્થી અત્યન્ત ભાવભરી અંજલિ આપવામાં આવી હતી. સર હરકીશનદાસ હૈપ્પીટલના મેનેજીંગ કાઉન્સીલના પ્રમુખ શેઠ શ્રી ગોરધનદાસ ભગવાનદાસનું, તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીને ઈલ્કાબ મળવા બદલ, હા થોડા સમય પહેલા જ ગયા ઍકટોબર માસ દરમિયાન બહુ મોટા પાયા ઉપર મહારાષ્ટ્ર રાજ્યના રાજયપાલ . ચેરિયનના પ્રમુખપણ નીચે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ગોરધનદાસ ભાઈ હૈસ્પિટલની મેનેજીંગ કાઉન્સીલના પ્રમુખ અને ડૅ. સાંગાણી હૈસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ-આ બન્નેની જોડીએ અથવા તે આ બન્નેના જોડાણે હૉસ્પિટલને તેના થઈ રહેલા સતત વિકાસ અને
વિસ્તારની આ કક્ષાએ પહોંચાડવામાં અસાધારણ ફાળો આપ્યો છે. આમાં પણ કોઈ પણ સંસ્થાના પ્રમુખ કે ટ્રસ્ટીપદ ઉપર આવ્યા બાદ તેના માટે અન્ય સાથે અથડામણના બહુ ઓછા અંગે હોવાથી તે સ્થાન ઉપર તે વ્યકિત મોટા ભાગે વર્ષો સુધી ચાલુ રહી શકે છે; પણ એક મોટા હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટના વિપુલ જવાબદારીભર્યા સ્થાન ઉપર આટલી લાંબી મુદત સુધી ચાલુ રહ્યાની ઘટના ભાગ્યે જ અન્ય કોઈ સુપ્રીન્ટેન્ડન્ટના સંબંધમાં બની હશે, કારણ કે, એક હૉસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટની જવાબદારી કેઈ પણ રાજ્યના પ્રધાનમંત્રી જેવી અત્યંત કપરી હોય છે. તેણે ડૉક્ટરને એટલે કે તેમના મીજાજને સંભાળવાના હોય છે; વહીવટકર્તા ટ્રસ્ટીઓને સંભાળવાના હોય છે; નાને પણ રાયને દાણે એવી નસેને સંભાળવાની હોય છે; તરેહ-તરેહના દર્દીઓને પણ સંભાળવાના હોય છે; અને આજના લેબર યુનિયન અને તેની ધાકધમકી સામે હૉસ્પિટલની વ્યવસ્થાને તેણે એક સરખી ટકાવી રાખવાની હોય છે. આવી અત્યંત જટિલ જવાબદારી સંભાળવા માટે માત્ર તબીબી કુશળતા પૂરતી નથી. તે માટે કુનેહ, મિતભાષિતા, દક્ષતા અને પ્રકૃતિની સમતા અત્યન્ત જરૂરી છે. આ ઉપરાંત સંસ્થાના શ્રેય ખાતર કદિ કદિ કડવા ઘૂંટડા ગળવાના પ્રસંગો પણ ઉપસ્થિત થાય છે. આ ગુણો અને આ તાકાત . સાંગાણીએ, ૩૫ અથવા તે ૩૭ વર્ષની તેમની સર હરકીશનદાસ નરોત્તમદાસ હૈસ્પિટલની ઉજજવલ કારકીર્દી દ્વારા, પિતામાં હોવાનું આબાદ પુરવાર કરી આપેલ છે. હોસ્પિટલને પણ છેલ્લા ૩૫ વર્ષના ગાળામાં તેમની દેખરેખર નીચે કેટલો બધો વિકાસ થયો છે? આ સર્વ માટે આપણે ડં. સાંગાણીને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે,
વિશેષ ધન્યવાદ તે ડે. સાંગાણીને ઘટે છે તેમની પ્રસ્તુત હૌસ્પિટલ અંગેની અપૂર્વ નિષ્ઠા માટે. આજે શકિતશાળી વ્યકિતને - આગળ વધવા માટે કેટલાં બધાં આકર્ષણ ઊભાં થયાં છે? ઉતરતા
સ્થાનેથી ચડિયાતા સ્થાને જવાનાં પ્રલોભને આવી વ્યકિત સામે મોજુદ હોય છે. એમ છતાં અમુક હોસ્પિટલ જેવા એક નાના ખુણાને પિતાની સર્વ શકિતઓ અર્પિત કરવી, તેના વિકાસને જ પોતાને વિકાસ સમજવા-આવી નિષ્ઠા આજે વિરલ જોવા મળે છે
. સાંગાણીની સફળતા તેમની સ્વસ્થ, પ્રસન્ન, ધીરગંભીર એવી પ્રકૃતિને આભારી છે. ગમે તેવી ગુંચવણભરી પરિસ્થિતિ ઊભી થાય, તો પણ અકળાવું નહિ, મુંઝાવું નહિ અને સ્વસ્થતાપૂર્વક ઉકેલ શોધવ, દર્દી તરીકે અનેક નાના મોટા માણસો આવે-અને મેટા માણસો તે પોતાને મીજાજ સાથે લઈને જ હોસ્પિટલમાં આવે છે-એમ છતાં સૌ કોઈને સંતોષ આપવા પ્રયત્ન કરવા અને સામેના ઉશ્કેરાટ સામે બને ત્યાં સુધી ઉશ્કેરાવું નહિઆ તેમની ખાસિયત છે. જેવી તેમની સૌમ્ય પ્રકૃતિ છે તેવી જ તેમને ભગવાને મધુર આકૃતિ આપી છે. વળી તેઓ માત્ર એકગી ડૉક્ટર નથી; રોટરી ક્લબના તેઓ એક આગેવાન સૂત્રધાર છે; જાહેર જીવનના અનેક ક્ષેત્રોમાં તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિએમાં તેઓ સારે રસ ધરાવે છે. મુંબઈના આજે તેઓ એક અગ્રગણ્ય નાગરિક લેખાય છે. આ બધા આત્મકર્મના પાયામાં એક પરિમિત પ્રવૃત્તિ પ્રત્યેની તેમની વફદારી અને તે પ્રવૃત્તિ અંગે તેમણે દાખવેલી અસાધારણ કાર્યકુશળતા રહેલી છે. તવજ્ઞાનમાં એક રમૂત્ર છે કે જેણે એકને જાણ્યું તેણે સર્વને જાણ્યું. સેવાના ક્ષેત્રમાં પણ એટલું જ સાચું છે કે જેણે એકની સેવા સાધી અને તેને જીવન સમર્પણ કર્યું તેણે સમસ્ત જગતની સેવા સાધી. ર્ડા. સાંગાણી વિષે આમ કહેવામાં જરા પણ અત્યુક્તિ નથી. ડૅ. સાંગાણીને આપણે આરોગ્યભર્યું દીર્ઘ આયુષ્ય ઈચ્છીએ અને તેમની દેખરેખ નીચે સર હરકીશનદાસ હૈસ્પિટલ ફાલતું ખુલતું રહે એવી આપણા અતરની પ્રાર્થના હો !