________________
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઇ જૈન યુવક સ’ઘનું પાક્ષિક મુખપત્ર છૂટ્ક નકલ ૨૫ પૈસા
Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈનતુ નવસસ્કરણ વર્ષ ૨૭ : અંક ૨૩
મુંબઈ, એપ્રિલ ૧, ૧૯૯૬, શુક્રવાર આફ્રિકા માટે શિલિંગ ૮
તંત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
✩
પ્રકી
નોંધ
માનકરે દિલ દઈને પ્રયત્નો કર્યા હતા. એમને મનગમતું અને પોતાના જીવનકાર્યને જ આગળ વધારતું એ કામ હતું. આ કાયદાને લીધે દેશમાં એનીમલ વેલફેર બોર્ડ (પ્રાણીકલ્યાણ બોર્ડ)ની રચના થઈ છે; અને શ્રીમતી રૂક્ષ્મણીદેવી એના અધ્યક્ષ છે.
‘પ્રાણીમિત્ર’ શ્રી જયન્તીલાલ માનકરનું રાષ્ટ્રપતિએ કરેલું બહુમાન (થોડા સમય પહેલાં એનીમલ વેલફેર બોર્ડે જીવદયાના આજીવન મીશનરી શ્રી જયંતીલાલ માનકરને ‘પ્રાણીમિત્ર’ ના ખિતાબ આપવાના નિર્ણય કરેલા અને એ ખિતાબ તેમને તા. ૩૧-૧-૬૬ ના રોજ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનના હાથે નવી દિલ્હી ખાતે અર્પણ કરવામાં આવેલા. આ સમારંભની તા. ૧૯-૩-૬૬ ના ‘જૈન’માં પ્રગટ થયેલી વિગતો અને તંત્રીનોંધ ઉપરથી સંકલિત કરીને નીચેની નોંધ તૈયાર કરવામાં આવી છે. તંત્રી)
જીવદયા માટે ઉચ્ચ ધેારણે પ્રયાસે કરનાર મહાનુભાવો પ્રત્યે દેશની કૃતજ્ઞતાની લાગણી પ્રદર્શિત કરવા માટે પ્રાણીકલ્યાણ બોર્ડે એવી વ્યકિતઓને “પ્રાણીમિત્ર’ને સાર્થક ખિતાબ આપવાનો નિર્ણય કર્યો છે; અને એ ખિતાબ માટે સર્વ પ્રથમ શ્રી માનકર જેવા સન્નિષ્ઠ કાર્યકરની વરણી કરવામાં આવી છે.
તા. ૩૧-૧-૬૬ ના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના વરદ હસ્તે શ્રી માનકરને આ ખિતાબ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ગૌરવપૂર્ણ સમાર’ભ પ્રસંગે આ બોર્ડના અધ્યક્ષ શ્રીમતી રૂક્ષ્મણી એરન્ડલે શ્રી માનકરને ‘પ્રાણીમિત્ર’ના ખિતાબ અર્પણ કરવાની વિનંતિ કરતાં નીચે મુજબ નિવેદન કર્યું હતું:
“શ્રી જયન્તીલાલ માનકર એનિમલ વેલફેર બોર્ડના સભ્ય છે; એમણે પ્રાણીના કલ્યાણના કાર્યમાં પેાતાના જીવનને અર્પણ કર્યું છે, અને છેલ્લાં ૪૧ વર્ષથી ભારતમાં પ્રાણીઓના કલ્યાણનાં કાર્યોમાં પોતાની સતત અથાક સેવા અપી છે.
અહિંસા અને પ્રાણીદયા એ ધર્મનાં મુખ્ય અંગો છે, ધર્મના પ્રાણ છે અથવા સાક્ષાત્ ધર્મ જ છે. એટલે જેઓ અહિંસા અને પ્રાણીદયાના હિમાયતી અને ઉપાસક બનીને એના પાલન તેમ જ પ્રચારને માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે, તેઓ ધર્મનું કે ધર્મના પ્રસારનું જ કામ કરે છે. આપણે ત્યાં જીવદયા અને એના ફેલાવાને પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારીને એવા ધર્મકાર્ય માટે દિલ દઈને ભાવનાપૂર્વક સતત પ્રયત્ન કરનાર કાર્યકરોમાં શ્રીયુત જયંતીલાલ નારદલાલ માનકરનું સ્થાન આગળ પડતું છે.
જીવદયા અને જીવનરક્ષાના કાર્યમાં જીવનના આનંદનો અનુભવ કરનાર અને દેશ-વિદેશમાં એના ધર્મસંદેશ પહોંચતા કરવામાં આતપ્રોત બનીને એની પાછળ દિવસ કે રાત અને ઊંઘ અને આરામને વિસરી જનાર શ્રી માનકર આ કાર્યક્ષેત્ર અંગે બહારના દેશમાં કરુણા અને અહિંસાપરાયણ ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ બની ગયા છે, અને એ રીતે આપણા દેશ ઉપરાંત બહારના દેશમાં પણ એમની નામના થઈ છે, એ આપણ સૌને માટે આનંદ અને ગૌરવની બીના છે. સેવાના કોઈ પણ ક્ષેત્રમાં આવા ઉમંગી, કાર્યદક્ષ, નિષ્ઠાવાન, નિ:સ્વાર્થ અને ભાવનાશીલ કાર્યકર્તા મળવા એ ખુશનસીબી લેખાવી જોઈએ.
મુંબઈ જીવદયા મંડળી પ્રાણીદયા અને પ્રાણીરક્ષાના પોતાના - પવિત્ર ધ્યેયને પાર પાડવાની દિશામાં અત્યાર સુધીમાં જે કઈ નોંધપાત્ર પ્રગતિ સાધી શકી છે, એમાં શ્રી માનકરની દાયકાઓની સેવાભાવભરી કામગીરીના ફાળો ઘણો મોટો છે. આ માટે સૌ જીવદયા પ્રેમીઓએ અને અહિંસા ધર્મના ચાહકોએ એમને આભાર માનવા ઘટે છે, અને એમને હાર્દિક ધન્યવાદ આપવા ઘટે છે.
પ્રાણીદયાનું એટલે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાના નિવારણનું તેમજ પ્રાણીઓની રક્ષાનું કામ દેશવ્યાપી રાષ્ટ્રીય ધોરણે થઈ શકે એ માટે જાણીતાં જીવદયાપ્રેમી શ્રીમતી રુક્ષ્મણીદેવી એરડેલના અવિરત પ્રયાસેાથી લોકસભાએ એક કાયદા પસાર કર્યો છે, અને ૧૯૬૦માં એ કાયદો દેશભરમાં અમલી બન્યો છે. આ કાયદો પસાર થાય એવું વાતાવરણ દેશમાં તૈયાર કરવામાં શ્રી.
‘એમના જન્મ જામનગરના એક ઉચ્ચ સંસ્કારી કુટુંબમાં ૩૧મી ઑગસ્ટ ૧૮૯૫ને દિને થયા હતા. એમણે વિદ્યાભ્યાસનો આરંભ જામનગરની એક નિશાળમાં કર્યો હતો અને કૉલેજ-શિક્ષણ જૂનાગઢ તથા વડોદરામાં મેળવ્યું હતું. ત્યારપછી એમણે શિક્ષક તરીકે જીવન આરંભ્યું હતું અને આગળ જતાં રાજકોટની મિશન ગર્લ્સ હાઈસ્કૂલના હેડમાસ્તર બન્યા હતા. એમણે જામનગર સંસ્થાનમાં વકીલાતની સરકારી સનદ મેળવી હતી, પણ વકીલાત શરૂ કરી નહોતી. ૧૯૨૦માં એમણે મુંબઈમાં નિવાસ કરીને શેર દલાલના વ્યવસાય શરૂ કર્યો. આ વ્યવસાયમાં મોટી કમાણી તથા ઉજ્જવલ ભાવીને સંભવ હોવા છતાં એમણે એ છેડયો અને પ્રાણીકલ્યાણના દુષ્કર અને ઉપેક્ષા પામેલા સેવાક્ષેત્રમાં હૃદયની પૂર્ણનિષ્ઠાથી ઝંપલાવ્યું.
“શ્રી માનકરને આ ઉમદા સેવાકાર્યમાં પોતાનું જીવન અર્પવાની પ્રેરણા મુંબઈ જીવદયા મંડળીના સ્થાપક દયાલંકાર શ્રી લલ્લુભાઈ ડી. ઝવેરી તરફથી મળી હતી. શ્રી માનકરે જીવદયા મંડળીના કાર્યની પુનર્ભવસ્થા કરી. એ ઉપરાંત અનેક પ્રાણીકલ્યાણની સંસ્થા સ્થાપી. આ કાર્યમાં એમણે ભારતના એક છેડાથી બીજા છેડા સુધી અસંખ્ય પર્યટનો કર્યાં છે. પંચમહાલ (ગુજરાત), બિહાર, ઓરિસ્સા પંજાબ, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં ધરતીકંપ, દુષ્કાળ અને જલસંકટ દરમ્યાન શ્રી માનકરે ઢોરના સંકટ નિવારણની વ્યવસ્થિત યોજના રચી હતી અને એ યોજના વડે લાખો