________________
@
૨૩૨
"
પ્રબુદ્ધ જીવન
ભમ્મવિસર્જનની ક્રિયામાં
તા. ૧૬-૨-૬૬ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવેલ ઉપરના મથાળાના બાબુ શ્રીપ્રકાશના લેખે અને તે ઉપરની મારી નોંધે પ્રબુદ્ધ જીવનના વાચકોના મન ઉપર તરેહ તરેહના પ્રત્યાઘાતા – મોટા ભાગે અનુકુળ અને અમુક ભાગે પ્રતિકૂળપેદા કર્યા છે. તેના નમુનારૂપે મને મળેલા પત્રામાંના થાડાંક અવતરણા રસપ્રદ નીવડશે એમ સમજીને નીચે આપવાનું ઉચિત લાગે છે.
10
તા. ૧૯૬૩-૧૬
એચિત્ય કેટલું? ”
ણમાં મૂકવાની શકિતના આપણામાં નીતાન્ત અભાવ છે. આ અભાવને દૂર કરવા માટે તથા રાષ્ટ્રીયતાને જાગૃત કરવા માટે જ્યાં બીજા અનેક ઉપાયો છે ત્યાં રાષ્ટ્રીય પર્વો પણ એક છે જેની અત્યંત આવશ્યકતા છે. અસ્થિવિસર્જન એક એવું જ પર્વ છે, અને એની પરંપરા ચાલુ રાખવી આવશ્યક છે. જ્યારે આપણે તર્પણમાં ભીષ્મપિતામહ વગેરેને આદર કરીયે છીએ ત્યારે આ રાષ્ટ્રીય યોદ્ધાઓ જેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીવન હોમીને સ્વતંત્રતા ઘર આંગણે’ આણી, તદુપરાંત સ્વતંત્રભારતની નાવને ભયંકર વાવંટોળમાંથી પાર કરી, એવા વીરોનું સન્માન કરવું એ આપણા રાષ્ટ્રીય ધર્મ છે, જેનું પાલન સાચા સ્વરૂપમાં થવું જોઈએ. પાશ્ચાત્યો આ બાબતમાં જે કાંઈ કરતા હોય એ પ્રમાણે વર્તવું એવા આપણા આદર્શ હોવા ન ઘટે. આપણા દેશ આપણી પરંપરા અનુસાર હોવા જોઈએ. સારા ભારતને ખૂણે ખૂણે સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના અવશેષો પર અસંખ્ય સ્તૂપો બંધાવ્યાં હતાં. એ પરંપરાના આપણે વારસદાર છીએ, એ પરંપરા આપણી સન્મુખ આદર્શ રૂપે રાખીને ચાલવું ઘટે”.
આ બન્ને મહાશયોના અભિપ્રાયો અંગે પૂરા આદરપૂર્વક વિચાર કરવા છતાં પણ, મારા મૂળ વિચાર અને વલણમાં ફેરફાર કરવાની મને જર પણ જરૂર લાગતી નથી. જેમ કોઈ મખમલની પેટીમાં પડેલા કોહીનૂર લઈ લેવામાં આવે પછી તે પેટીની કીંમત કોડીની બની જાય છે તેવી જ રીતે માનવદેહને પ્રભાવિત કરતી ચેતના વિસર્જિત થયા બાદ તે દેહનું કોઈ મહત્ત્વ જ નથી તેનો જેમ બને તેમ જગ્દિથી અગ્નિસંસ્કાર દ્વારા નીકાલ કરવામાં આવે તે જ ઈષ્ટ અને આવશ્યક છે.—આવી જે સ્પષ્ટ સમજણ આપણને સૈકાઓથી પ્રાપ્ત થઈ છે તેને પૂરા અર્થમાં વફાદાર રહેવું અને તે મુજબ વર્તવુંએટલું જ કર્તવ્ય આપણને પ્રાપ્ત છે. એ દીવા જેવું સ્પષ્ટ છે કે અગ્નિસંસ્કાર બાદ અવશેષ રહેલી ભસ્મમાં કે અસ્થિમાં કોઈ દૈવત કે પવિત્રતા સંભવે જ નહિ. તેમાં દૈવત કે પવિત્રતા કલ્પવી કે આરોપવી એ પદાર્થ છેડીને પડછાયાની પૂજા કરવા બરોબર છે. આમ વિચારવા કે વર્તવામાં પશ્ચિમનું અનુકરણ રહેલું છે એમ માનવાને કોઈ કારણ નથી. તત્કાલીન પરંપરાને વશ વર્તીને સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના અવશેષો ઉપર ભલે રૂપા રચાવ્યા. પણ એ ઉપરથી ભગવાન બુદ્ધના દેહાવશેષોને આપવામાં આવેલ મહત્ત્વનું ઔચિત્ય કોઈ અંશમાં તર્કયુકત બનતું નથી. અને આજના જમાનાની અનિવાર્ય માગ છે કે માનવી જીવનને બૌધિક સ્તર ઉપર ઊંચે ઊઠાવવું હોય અને એમ હાય, તે આવી તત્ત્વહીન માન્યતાઓ જેટલી બને તેટલી જલદીથી નાબૂદ કરવી ઘટે છે. વળી સમય જતાં ભસ્મ કે અસ્થિના આવા વહેમભર્યા અવલંબન વિના પણ એક યા અન્ય મહાપુરુષ પ્રત્યે–ભગવાન બુદ્ધ અથવા તા મહાવીર પ્રત્યે– ભકિતભાવ દાખવતાં અનેક આલીશાન મંદિરો નિર્માણ થતાં રહ્યાં છે. એ પુરવાર કરે છે કે ભકિતભાવ ઉત્તેજિત કરવા માટે આવા ભ્રાન્તિજનક અવલંબનનો આધાર લેવાની કોઈ જરૂર નથી.
કલકત્તાથી એક સ્નેહી સ્વજન જણાવે છે કે “ભમ્મવિસર્જનની ક્રિયામાં ઔચિત્ય કેટલું ?–એ લેખ અને તમારી નોંધને વધારે જાહેરાત મળવી જોઈએ. આ વિષય ઉપર જાહેર જનતાએ ગંભીરતાથી વિચાર કરતાં થવું જોઈએ.. જન્મભૂમિ, મુંબઈ સમાચાર, સંદેશ, ગુજરાત સમાચાર અને અંગ્રેજી અખબારોમાં આ બન્ને છપાય તે બહુ સરસ થાય. ગાંધીયુગમાંથી પસાર થયેલું ભારત ગાંધીજીની સાદાઈને આટલું જદિથી તાન જ ભૂલી શકે. આ મહત્ત્વનો મુદ્દો ધ્યાનમાં લઈને શ્રી શ્રીપ્રકાશે પોતાના પ્રસ્તુત લેખમાં જે વિચારકોણી ૨ જૂ કરી છે તે માટે તેમ જ તે પોતે પ્રખર હિન્દુ હોઈને આવું વિચારી શકે છે તે માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે.” કલકત્તાથી એક સુશિક્ષિત બહેન એ લેખ તથા નોંધ વાંચીને જણાવે છે કે “ભમ્મવિસર્જનની ક્રિયા પાછળ જે ખર્ચ થાય છે તેનો ખ્યાલ કરીને, જો ઉપરથી શાસ્રીજી સંદેશા માકલી શકતા હોત ત જરૂર કહેત કે આવી ઘેલછા બંધ કરો. લેખ તથા નોંધ ખૂબ ગમી. ઘણાના મનમાં આવું લાગતું હશે, પણ તેઓ જાહેરમાં કહી શકતા નથી. કોઈએ તો અવાજ ઊઠાવવા જ જોઈએ. આ માટે તમાને હું હાર્દિક ધન્યવાદ આપું છું,”
ભાવનગરથી મારા મિત્ર શ્રી હરભાઈ ત્રિવેદી જણાવે છે કે “ભસ્મવિસર્જન ઉપરની તમારી નોંધ માટે તમને કેટલા ધન્યવાદ આપું ? બંધિયાર વિચાર અને રૂઢ માન્યતાઓમાંથી આપણા દેશ બહાર આવતા જ નથી તેનું ભારે દુ:ખ રહે છે ત્યારે તમારા સામું જોઈને શાન્તિ અનુભવાય છે.”
બીજી બાજુએ માન્યવર મુરબ્બી સર મણિલાલ બાલાભાઈ નાણાવટી ઘેાડા દિવસ પહેલાં કોઈ એક લગ્નને લગતા સત્કાર સમારંભ પ્રસંગે મળેલા અને પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા પ્રસ્તુત લેખ અંગેનું પોતાનું સંવેદન સહજપણે વ્યકત કરતાં તેમણે એ મતલબનું જણાવેલું કે “શ્રીપ્રકાશના આ વિચારો અને વલણ સાથે હું સંમત થતો નથી. મૃતાત્માની ભસ્મ કે અસ્થિ એ તેના સ્મરણાવિશેષ છે. ગાંધી, જવાહરલાલ કે શાસ્ત્રી જેવા મહાપુરૂષના આવા દેહાવશેષનું આપણે જેટલું બહુમાન કરીએ તેટલું તે મહાપુરુષનું બહુમાન કરવા બરોબર છે અને રાષ્ટ્રની દષ્ટિએ આ બહુમાન જરૂરનું છે. આ બાબતને વિચાર તે પાછળ થતા કેવળ ખર્ચની દષ્ટિએ કરવા ન ઘટે.” બનારસ હિન્દુ યુનિવર્સિટી અન્તર્ગત ભારત કલાભવનના ડિરેકટર મારા પુરાણા મિત્ર રાયકૃષ્ણદાસ એ જ બાબત એક પત્ર દ્વારા નીચે મુજબ જણાવે છે :
“આપણા રાષ્ટ્રીય જીવનને વીસ વરસ પૂરા થયાં છે. કોઈ પણ રાષ્ટ્રના જીવનમાં વીસ વરસનો કાળ નહિ જેવા ગણાય. આપણામાં રાષ્ટ્રીયભાવના અને ભાવાત્મક રાષ્ટ્રીય એકતાની ઉણપ છે. આપણે ધર્મના નામ ઉપર એકતા વિચારી શકીએ છીએ, જાતિવાદ પર વિચારી શકીએ છીએ, નગરો અને પ્રાંતાના નામ પર વિચારી શકીએ છીએ, પરંતુ અખંડ રાષ્ટ્રીય એકતા પર વિચારવાની અને આચરમાલિક : શ્રી:મુ ખાઈ જૈન યુવક સધ: મુદ્રક પ્રકાશક::શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. સુબઇ-૩, મુદ્રણસ્થાન ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ
ઈજીપ્તમાં પાંચ હજાર વર્ષ પૂર્વે રાજવીઓના મૃતદેહોને, તેમાં મશાલા ભરીને, જાળવવામાં આવતા અને તેનું જાહેરમાં બહુમાન કરવામાં આવતું. આજે પ્રચલિત બનેલી ભસ્મપૂજા ઈજિપ્તમાં એક વખત પ્રચલિત બનેલી મમી પૂજાના અવશેષ છે એમ સમજીને આ નવા આકારની મમીપૂજામાંથી આપણા પ્રજાજનોને સત્ત્વર મુકત કરવા આપણે કટિબદ્ધ થવું જોઈએ.
પરમાનંદ