SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૯-૩-૧૬ પ્રબુદ્ધ જીવન ૨૩૧ સ્વ. વીર સાવરકર (જન્મભૂમિ પ્રવાસી'માંથી સાભાર ઉધૂત ) માણસ સંજોગોને નથી ઘડત, સંજોગે માણસને ઘડે છે. ફેબ્રુઆરીની ૨૭ તારીખે મુંબઈમાં અવસાન પામેલા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના વીર વિનાયક દામોદર સાવરકરને નવી પેઢીએ જાણ્યા નથી અને જૂની પેઢી તેમને ભૂલી ગઈ છે. કારણ કે તેઓ બિનસાંપ્રદાયી ન હતા, હિન્દુ મહાસભાના નેતા હતા. આ એક હકીકતના તરણા એથે સાવરકરની પ્રતિભાને ડુંગર ઢંકાઈ ગયા છે. પરંતુ જે સંજોગોમાં સાવરકર ઉછર્યા, જીવ્યા, દેશ માટે લડયા અને જે યાતનાઓ ભોગવી તે જોતાં સાવરકર સંપ્રદાયી બન્યા એ એક કરુણતા હોવા છતાં અજાયબી નથી. સાવરકરને સાંપ્રદાયી બનવાની ફરજ પાડનાર મુસ્લિમ લીગ હતી અને મુસ્લિમ લીગ હિંદના સ્વાતંત્ર્ય સંગ્રામને તોડી નાખવા માગતા બ્રિટિશ કુહાડાને હાથે હતી.. દુનિયાને કોઈ દેશ અહિંસક સત્યાગ્રહ વડે સ્વતંત્ર થયું ન હતો. જે જમાનામાં અહિંસા અને સત્યાગ્રહનું નામ કોઈએ સાંભળ્યું ન હતું તે જમાનામાં સાવરકર પણ બળવા અને યુદ્ધના માર્ગે દેશને મુકત કરવા બહાર પડયા. દાયકાઓ સુધી કાળા પાણીની અને રત્નાગિરિ જેલની અમાનુષી યાતનાઓ ભોગવીને સાવરકર બહાર આવ્યા ત્યારે પણ તેમને પોતાના ધ્યેય પર શ્રદ્ધા રહી તે બતાવે છે કે દીર્ઘકાળ સુધી તેમણે પીડા ભોગવવા છતાં તેમના જુસ્સાને અંગ્રેજો ભાંગી શકયા નહિ. આ નિષ્ઠા, હિંમત અને દેશભકિત ઉત્કૃષ્ટ છે. એક દિવસ ઝીણાએ અભિમાનથી કહ્યું કે બ્રિટિશેની પહેલાં હિન્દુસ્તાન પર મોગલ રાજ કરતા હતા. સાવરકરે જ્યારે તે સાંભળ્યું ત્યારે જવાબ આપ્યો, “ખરું, પણ ઝીણા ભૂલી જાય છે કે છેલ્લો મેગલ બાદશાહ મરાઠાઓનું પેન્શન ખાતે હતો.” સાવરકરને કેમવાદી હિંદુ ઠરાવીને ઘણાએ તેમને તિરસ્કાર કર્યો હતે. પણ એ ટીકાકારોમાં એથી પણ વધુ સંકુચિત પ્રાંતવાદીઓ અને ભાષાવાદીઓ શું ન હતા? સાવરકરે કદી પ્રાંત કે ભાષાના ભેદ જાણ્યા ન હતા. તેઓ એક અને અખંડ ભારતના હિમાયતી હતા. એક ભાષા, એક ધર્મ અને એક રાષ્ટ્રના સ્વપ્નદષ્ટા હતા. સંપ્રદાયના વાડામાં પોતાની જાતને મૂકી દેનારા સાવરકરની એ નબળી બાજને જેમ વાજબી ઠરાવી શકાય નહિ તેમ તેમના ટીકાકારની નબળાઈઓ ઢાંકી શકાય તેમ નથી. સાવરકરના વ્યકિતત્વના સાંપ્રદાયિક પાસાને બાદ કરો તે બીજા કેટલાં બધાં પાસાં છે અને તે પણ કેવા ઝળહળતાં! કવિ, લેખક, વકતા, વિદ્વાન અને સામાજિક સુધારક તરીકે તેમની બરોબરી કેટલા કરી શકે ? કેંગ્રેસમાં સામાજિક સુધારણાની ધગશ તે ગાંધીજી સાથે જ ગઈ. સાવરકર જેવા રાજકીય બળવાખોર હતા તેવા જ સામાજિક બળવાખેર હતા. જરીપુરાણી અને અર્થહીન રૂઢિ પર તથા સામાજિક અન્યાય પર પ્રહાર કરવામાં તેમણે પોતાને શેષ કાળ વ્યતીત કર્યો. જેલમાંથી છૂટીને તેમણે હિંદુ મહાસભાનું નેતૃત્વ લેવાને બદલે સામાજિક ક્રાંતિની મશાલ સળગાવી હોત તો ચિરસ્થાયી છાપ પાડી શકયા હોત. - રાજકારણમાં જ બધું સમાઈ નથી જતું. સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ઘણું ઘણું કરવાનું છે. જેલની અસહ્ય યાતનાઓથી જેમનું સ્વાશ્ય તૂટી પડયું હતું તેવા વીર સાવરકરે સક્રિય રાજકારણમાંથી ક્ષેત્રસન્યાસ લીધો, પરંતુ તેમનું ચિત્ત હજી રાજકારણમાં હતું. ૧૯૪૭માં હિંદના ભાગલા પડાવવામાં મુસ્લિમ લીગને સફળતા મળી અને પછી જે કોમી અત્યાચારો થયા તેથી સાવરકર ઊકળી ઊઠયા. ૧૯૪૯માં સાવરકરને થોડા સમય માટે અટકાયતમાં રાખવા પડયા એ તેમના જીવનની સૌથી મોટી કરુણતા છે. સાવરકર શેષ જીવન માત્ર સામાજિક અને ધાર્મિક સુધારણા માં જ સક્રિય રીતે ગાળી શકયા હોત તો કેવું સારું થાત ! આવી સુધા રાણામાં તેમની દષ્ટિ ક્યાં સુધી પહોંચતી હતી તે તેમના વસિયતનામામાં દેખાઈ આવે છે. સાવરકરના વિચારોમાં આપણને અમાન્ય કે અણગમતા કોઈ વિચાર પણ હોય, પરંતુ ભારતમાતાને એ એક મહાન સપૂત હતે. એમના જીવનને અને એમની શકિતને પૂરેપૂરો ઉપયોગ ન થઈ શકો એ એમનું અને દેશનું પણ દુર્ભાગ્ય છે. મૃત્યુ સાથે મતભેદો પણ મરી જાય છે, મરી જવા જોઈએ. આથી રાષ્ટ્રપતિથી માંડીને બધા પક્ષેના અનેક નેતાઓએ સાવરકરને જે ભવ્ય અંજલિ આપી છે તેમાં દેશની લાગણી વ્યકત થઈ છે. સેહમ ક્યાં પરિગ્રહ ત્યાં લડાઈ હોવાની, કવિવર દિનકરે કહ્યું: “હવે હિન્દુસ્તાન અહિંસાના રટણથી ઉપર ઉઠયું છે, તેનામાં શૌર્ય જાગ્રત થઈ ચૂકયું છે.” આચાર્ય તુલસીએ કહ્યું : “દુનિયા એ ભ્રમથી મુકત થઈ ગઈ કે હિન્દુસ્તાન કાયર છે. અને આજ સુધી હિન્દુસ્તાન અહિંસક હોવાની માન્યતા ચાલી રહી હતી તે હિંદુસ્તાન અહિંસક છે એ ભ્રમ પણ હવે દૂર થઈ ગયો છે. અહિંસકને કાયર માનવે એ જે ભ્રમ છે, તે જ ભ્રમ જે અહિંસક ન હોય તેને અહિંસક માનવે તે છે. અહિંસક વ્યકિત થઈ શકે છે અને તે તે વ્યકિત કે જેની આધ્યાત્મિક ચેતના જાગૃત થઈ હોય છે.” શ્રી દિનકરજીએ કહ્યું: “આપે જણાવેલે ભ્રમ એ કારણે પેદા થયું હતું કે વ્યકિતની ચેતનાને રાષ્ટ્ર ઉપર લાદવામાં આવી હતી.” આચાર્યશ્રીએ જણાવ્યું: “લાદવામાં અમારો વિશ્વાસ નથી. અહિંસા સ્વતંત્ર ચેતનાનું પરિણામ છે.” શ્રી એચ. સી. ગાંગુલીએ આવતાંવેંત જણાવ્યું કે “આ લડાઈ આપના સિદ્ધાંતને અનુકૂળ તે ન થઈ ?” આચાર્યશ્રીએ કહ્યું : “શું પરિગ્રહ અમારા સિદ્ધાંતને અનુકૂળ છે? લડાઈ પરિગ્રહ - શુંખલાની અનિવાર્ય કડી છે. એમ કેમ બને કે પરિગ્રહ આદરણીય હોય અને લડાઈ પેદાન જ થાય? અમારે સિદ્ધાંત અવ્યવહારિક નથી. અહિંસાની પૂર્ણ સાધના તેના માટે શકય છે કે જે, પૂર્ણ અપરિગ્રહી હોય. જે પરિગ્રહી છે તેના માટે અહિંસાની મર્યાદિત સાધના વિહિત છે. મર્યાદિત સાધનાનું તાત્પર્ય છે કોઈ આક્રમણકારી ન બને, બાકીની ભૂમિ કે ધનનું અપહરણ કરવાની ચેષ્ટા ન કર આટલું થાય તો અહિંસાની પૃષ્ઠભૂમિ પ્રશત બની જાય. નિષ્ણાતોના ચક્રાવામાં કોઇ પણ રોગ થયો છે એવો વહેમ પડે ત્યારે સામાન્ય ટૅક્ટર - જી. પી. (જનરલ પ્રેકટીશનર્સ) પાસે જવા કરતાં નિષ્ણાત પાસે જ પહોંચી જવું એમ કેટલાંક માનતા હોય છે. એવા એક ભાઈને સખત ઉધરસ ઉપડી આવી. ઘરગથ્થુ ઉપચારથી મટયું નહિ એટલે એ ભાઈ નિષ્ણાત પાસે પહોંચ્યા. “તમને છાતીમાં કશું નથી, ક્ષય જેવું પણ નથી. તમે કોઈ નાક, કાન અને ગળાના નિષ્ણાતોને બતાવે, એમને સલાહ મળી. આ માંધી સલાહનું મૂલ્ય ચૂકવી એ નાક-કાન, ગળાના નિષ્ણાત પાસે પહોંચ્યા. એમનાં નાક - કાન - ગળાની બારીક તપાસ કરી રહ્યા પછી નિષ્ણાતે જણાવ્યું:“તમારાં નાક- કાન -ગળુ" બધાં બરોબર છે. કદાચ પેટને વ્યાધિ હશે. ઉદરરોગના નિષ્ણાત પાસે તપાસ કરાવો.” એ ઉદર રોગના નિષ્ણાત પાસે પહોંચ્યા. એમના ઉદરને કશી ફરિયાદ કરવા જેવું નથી એમ ખાતરી થતાં એ ચિંતામાં પડયા. ‘બધું બરાબર છે; એક તબિયત બરાબર નથી.” એવી એમની ખાતરી થઈ. છેવટે કોઈકે તેમને સલાહ આપી “તમને કોઈ જાતની શારીરિક બીમારી નથી. કદાચ માનસગ્રંથિ બંધાઈ ગઈ હોય, અને આ ઉધરસ રૂપે એની અભિવ્યકિત થતી હોય એમ પણ બને માટે તમે કોઈ મગજના નિષ્ણાત પાસે જાઓ.” અનેક નિષ્ણાત પાસે જઈ આવીને કંટાળી ગયેલા પેલા ભાઈએ ઉધરસ ખાતાં ખાતાં જવાબ, દીધો:“મગજના નિષ્ણાત પાસે જવાની મારે જરૂર નથી. મને મગજ જ નથી. મગજ હોત તો હું આવા ચક્રાવામાં પડત ખરો?' જતીન્દ્ર હ. દવે ની અભિનય આપી જાય એવી
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy