SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Cll. 2-3-4F પ્રબુદ્ધ જીવન પત્રકારત્વ : લાકશિક્ષણનુ યજ્ઞકા ✩ (ગુજરાતી સાહિત્ય પરિષદના સૂરત ખાતે મળેલા ૨૩મા અધિવેશન પ્રસંગે પત્રકારત્વ વિભાગના પ્રમુખસ્થાનેથી ‘કુમાર’ના તંત્રી શ્રી બચુભાઈ રાવતે આપેલું વ્યાખ્યાન ચડું ટુંકાવીને નીચે આપવામાં આવે છે. તંત્રી) અરધા અરધા લાખના ફેલાવાવાળાં પત્રાના તંત્રીઓને પડછે મારા જેવા એક નાનકડું માસિક ચલાવનારને આ સ્થાન આપવામાં, હું તો મારા પ્રત્યેનો આપનો સદ્ભાવ જ જોઉં છું, કેમ કે આ વ્યવસાય અંગેની મારી સૂઝ અને શકિતની મર્યાદા હું સમજું છું. એટલે આપની અપેક્ષાઓ હું પૂરી નહિ કરી શકું એની ક્ષમાયાચના સાથે આપના સદ્ભાવ માથે ચડાવું છું. પત્રકારત્વની કેડી '' " આ ક્ષેત્રના બહોળા અનુભવ કે ઊંડા ચિંતનની તક મને મળી નથી. મારી પાસે તેા થોડાંક આદર્શો અને સ્વપ્નો છે, જેની પાછળ ઘણા ગુરુજનાનું ૠણ છે. કૌટુંબિક સંજોગોએ કાલેજ કેળવણીનું માં જોવા ન દીધું એટલે શિક્ષણકાર્ય કરતાં કરતાં સાહિત્ય અને કલાનો છંદ સંતોષવા માટે સાધેલા, “બિબિઝ એન્યુઅલ ”, “ગાલ્ડન હાઈન્ડ ”, ‘ફોર્મ ”, આદિ જેવાં વાર્ષિકો – ત્રૈમાસિકાના સંપર્કમાંથી મને સામયિક પત્રકારત્વની નાનકડી કેડી હાથ લાગી ગઈ. જીવનના એ ઘડતરકાળ જેમની પ્રત્યક્ષ મૂતિઓને અભાવે એમનાં પા “ સ્ટ્રેન્ડ ” અને “ પીઅર્સન ”, “વિન્ડસર” અને “લંડન ”, “ નેશન” અને “પ્લપ લિ ”, “ જૈન આ લંડન ” અને “એગ્રીમ ન ” સામયિકોને એકલવ્યની પેઠે નજર સમક્ષ રાખીને સાધના કરી અને સ્વપ્ના ઘડયાં તે અજ્ઞાત મંત્રીઓ, તથા જે પત્રા તથા તેના તંત્રીઓ મારા પ્રેરણાસ્રોત બન્યાં તે ‘બુકમ ન ’ના સેન્ટ. જૉન એંડકાક, ‘પંચ ’ ના બર્નાર્ડ પૅટ્રિજ, ‘માઈ મેંગેઝિન ' ના આર્થર મી, ‘જૅન બુલ ના એ. જી. ગાર્ડિનર, ‘ઑબ્ઝર્વર ’ના જે. એલ. ગાર્વિન, મન્ચેસ્ટર ગાર્ડિયનના સી. પી. સ્કોટ, સ્પેક્ટેટરના જે. એ. સ્પેન્ડર, ‘નૅશન ઍન્ડ ઍથીનીઅમ ' ના એચ. જે. મેસિંગહામ, ‘ન્યુ લીડર ’ ના એચ. એન. બ્રેઈલ્સફર્ડ, ‘લંડન મકર્ક્યુરી ’ના સર જૉન વાયર અને ‘ઍડેલ્ફી’ના જૉન મિડલટન મરી, તેમ જ ભારતવર્ષમાં ‘સરસ્વતી ’ના મહાવીરપ્રસાદ દ્વિવેદી, મોડર્ન રિવ્યૂ'ના રામાનંદ ચેટરજી, ‘ગુજરાતી’ના ઈચ્છારામ અને મણિલાલ દેસાઈ, ‘ વીસમી સદી'ના હાજીમહંમદ અલારખિયા શિવજી અને જેમણે મને કામ કરવાની તક તથા ક્ષેત્ર આપ્યાં તે મારા મુરબ્બી મિત્ર શ્રી રવિશંકર રાવળ – એ સર્વના ઋણનું હું કૃતજ્ઞતાભાવે સ્મરણ કરું છું. એ આરાધનામાંથી જે થોડા શા આદર્શો અને સ્વપ્નો મને લાધ્ધાં એટલે કે અનુભવ અને સિદ્ધિ મારાથી પામી શકાયાં નથી. પત્રકાર : પ્રજાને ગુરુસ્થાને પત્રકારત્વના જે તત્ત્વવિચાર આ અગાઉ મારા ઘણા સમર્થ પુરોગામીઓ આપની આગળ મૂકી ગયા છે, એમાં મારે ભાગ્યે જ નવું ઉમેરવાનું છે. પત્રકારત્વનો અર્થ, સામાન્ય રીતે તો, સમાચારો આપવાનું તથા તેને અનુષંગી વિચારો દ્વારા પ્રજામત ઘડવાનું કાર્ય. એવા આપણે ત્યાં થતો જણાય છે. વસ્તુત: તે પ્રજાની સર્વાંગી કેળવણીની જવાબદારી પત્રકારને માથે છે. પ્રજાના જીવનના એકેએક પાસાને ઉપસાવીને ઊજળુ' ને સુરેખ કરવાની દષ્ટિવાળા પ્રજાશિક્ષણનો એક સુચિતિત, નિશ્ચિત ને વ્યવસ્થિત કાર્યક્રમ પત્રકાર પાસે હોવા જોઈએ. પ્રજાનાં રાષ્ટ્રીય તેમ જ સામાજિક દષ્ટિબિંદુ ઘડવા તથા વિકસાવવા ઉપરાંત, તેનામાં રાષ્ટ્રીય અસ્મિતા અને સાંસ્કૃતિક ગૌરવ પ્રગટાવવાની સાથે સાથે તેનાં દેહઘડતર ને આરોગ્ય, આચારવિચાર અને વ્યવહાર—સંસ્કાર, ખોરાકોશાક અને ગૃહશાભન—વ્યવસ્થા, વેપારવણજ અને અર્થકારણ, રંગરાગ અને મનોરંજન, નીતિમત્તા અને ધર્મદષ્ટિ, જ્ઞાનવિજ્ઞાન અને સાહિત્યકલા – એમ જીવનને સ્પર્શતા એકેએક વિષયમાં પ્રજાની સૂઝ અને સમજદારી વધારતાં જઈ તેની બુદ્ધિશકિતનું ધારણ પત્રકારે ઊંચે લાવવાનું છે. આવી વિશાળ અને ગંભીર જવાબદારી જેના શિરે છેતે પત્રકાર તે પ્રજાને ગુરુસ્થાને છે. સમસ્ત જનસમુદાયનું ઉદ્ધરણ કે પતન તેના હાથમાં છે. તે સત્યસંકલ્પપૂર્વક ધારે તો એક સુચિંતિત, રેખાઉતાર કાર્યક્રમ દ્વારા, ધીમા પણ સ્થિર ને નિશ્ચિત રૂપમાં આવી પરોક્ષ કેળવણી વડે એકાદ - બે તપમાં તે આખા પ્રજાસમુદાયનું માનસ સ્વસ્થ, નિરામય, વિકિસત ને ૨૨૧ ઉન્નત કરી શકે. પાતાના આવા ગુરુસ્થાનની જવાબદારીના ભાનવાળા પત્રકાર, એક કર્તવ્યનિષ્ઠ શિક્ષકની જેમ, સચિત ધર્મબુદ્ધિપૂર્વક પ્રજાશિક્ષણના વિવિધ માર્ગો અને સાધનાનો વિચાર કર્યા જ કરે છે. ઓગણીસમી સદીની પહેલી પચ્ચીસીમાં પ્રારંભાયેલું આપણુ પત્રકારત્વ આજ લગભગ દોઢસો વર્ષ કયાં લગી પહોંચ્યું છે? સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેના ભગીરથ પ્રયાસાની સાથે નવનિર્માણની પણ જે ભાવના પ્રજ્વલી ઊઠી હતી તેની જ્યોત આજ મંદ તો નથી થઈ ગઈને? સ્વાયત્ત થયા પછીના સાનુકૂળ સંજોગમાં વ્યાપની દૃષ્ટિએ આપણું પત્રકારત્વ વિકસ્યું છે બેશક, પરંતુ સવા બે કરોડની પ્રજાનાં બેચાર પત્ર અરધા લાખના ફેલાવાને આંબે એટલાથી જ હરખાઈને બેસી જઈશું? કેરળના નાના રાજ્યનાં પત્રાના ફેલાવા સાંભળ્યા છે? એકાદ દિશામાં બે ડગલાં આગળ ગયાના અલ્પસંતોષી થઈ બેસી ન રહીએ. જાગૃત પ્રજા પોતાની પ્રાપ્તિઓને પસવાર્યા નથી કરતી, પણ પોતાની ઊણપને શોધે છે; પાતાની સિદ્ધિઓથી સંતોષ માનીને બેસી નથી રહેતી; પણ નવા નવા દિશાદર સાંધે છે. આજે આપણે મળ્યા છીએ તો એવી થોડી ઊણપો ને નવી દિશાઓના વિચાર કરીએ. આપણે ત્યાંની એક ઊણપ તે પ્રાંતીય પત્રોની. પ્રાંતીય પત્રો આપણે ત્યાં બિલકુલ નથી એવું નથી. વસ્તુત: તળ ગુજરાતના પત્રકારત્વની શરૂઆત પ્રાંતીય પત્રોથી જ થઈ. ૧૮૨૨ની પહેલી જુલાઈએ અઠવાડિક ‘મુંબાઈના સમાચાર' શરૂ થયું. ત્યાર પછી ગુજરાતમાં સૌ પહેલું પત્ર અમદાવાદમાં ૧૮૪૯માં ગુજરાત વર્નાકયુલર સાસાએટી (હાલની ‘ગુજરાત વિદ્યાસભા)’ તરફથી ‘વરતમાન’ નામથી નીકળ્યું. તે પછી સૂરતમાં ૧૮૫૦માં ‘સૂરત સમાચાર,' ૧૮૬૧માં ભરૂચમાં ‘ભરૂચ વર્તમાન ’ અને ખેડામાં, ‘ખેડા વર્તમાન,’ ૧૮૬૩માં સૂરતમાં ‘સૂરતમિત્ર,’ ૧૮૬૪માં રાજકોટમાં ‘કાઠિયાવાડ સમાચાર,’ ૧૮૮૨ માં લીમડીમાં ‘સુબોધપ્રકાશ’ અને ૧૮૮૫માં મહુધામાં ‘સ્વદેશબંધુ ' નીકળ્યાં. આ સર્વ તળ ગુજરાતનાં પ્રથમ પ્રાંતીય પત્રકારત્વનાં જન્મવર્ષ છે. ઓગણીસમી સદીના ઉત્તરાઈની એ જાગૃતિની જે જૂની મશાલા હજી પણ જલતી રહી છે તેમાં ૧૮૬૧નું ‘ખેડા વર્તમાન’, ૧૮૬૩ નું ‘સૂરતમિત્ર’ આજે ‘ગુજરાતમિત્ર' તરીકે, ૧૮૭૯ નું ‘ભરૂચ સમાચાર’ અને ૧૮૮૮ નું રાજકોટનું ‘ કાઠિયાવાડ ટાઈમ્સ' એટલાની માહિતી છે. એ પ્રાચીનમાં જો કોઈએ આ યુગને અનુરૂપ પૂરો વિકાસ સાધ્યો હોય, તો તે ‘ગુજરાતમિત્રે’. આજે એ તળ સૂરતનું જ નહિ પણ સમસ્ત દક્ષિણ ગુજરાતનું પ્રમુખ પત્ર બની રહ્યું છે. પ્રાંતિય પત્રો પણ અહીં આપણને જે પ્રાંતીય પત્રકારત્વ અભિપ્રેત છે તે તો ગામ - તળનાં અને જિલ્લા - તાલુકાનાં પત્રો. આજે પણ અમરેલી અને ભુજ, પેટલાદ અને ખેડબ્રહ્મા, ભરૂચ અને નડિયાદ, ખંભાત અને રાજપીપળા, મહેસાણા અને ડીસા, પાટણ અને મેડાસા, ઊંઝા અને પાલનપુર, હિંમતનગર અને પ્રાંતીજ, ગોધરા અને કપડવણજ, વાડાસિનાર અને નંદરબાર, સુરેન્દ્રનગર, વાંકાનેર અને છેક બગસરામાંથી ગામ - તાલુકાનાં પત્રા નીકળે છે, પરંતુ એમની ખીલવટ થઈ નથી. એમનું ગજું વધવું જોઈએ. યુરોપ - અમેરિકા - જાપાનનાં પત્રોની માફક પ્રજા એને પાટનગરનાં પત્રો કરતાં પણ પ્રાધાન્ય આપતી થવી જોઈએ, અને એના અવાજ એટલા પ્રબળ હોવા જોઈએ કે ગામ – તાલુકાની સત્તાઓએ એને લેખવવાની ફરજ પડે. એ અવાજ બ્લૅકમેઈલ કરીને લાકને ફફડાવતા પીળા પત્રકારત્વનો નહિ, પણ પ્રજાના સાચા હમદર્દ સેવકની, એના સંકટ સમયના રક્ષણહાર અને હક માટેના લડનારનો, એના વિકાસના વાલેસરી અને પ્રગતિના અગ્રચારીનો હોવા જોઈએ. એના તંત્રી પ્રજાનું પૂછવા - ઠેકાણુ અને સરકારનો પણ સલાહકાર બની શકે એવા હોય. ગામ - શેરીઓની સફાઈના પ્રશ્નોથી માંડીને છેક દિલ્હી - યુનેસ્કોમાંથી પેાતાના તાલુકા માટે વિકાસભંડોળની રકમા ખેંચી લાવવાની તેની પહોંચ હોવી જોઈએ.
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy