SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૨૨૦ " હાવાં ઘટે. તેથી તે “મનુષ્ય ” અથવા “ માનવ” શબ્દનું સાર્થકય બને છે. મનુતે કૃતિ. “માણસાઈ ” લક્ષણ મનન એટલે કે વિચારશકિત તથા તેનો ઉપયોગ છે. તેથી તે કહેવાયું છે કે મન:પૂત સમાજરત . યથાર્થ વિચાર જ જીવનનાં લૌકિક તેમ જ પારમાર્થિક ક્ષેત્રામાં વ્યવહારને સુખરૂપ સિદ્ધ કરી શકે છે; અને જે અશાસ્ત્રીય હાય, જે ન્યાય તેમ જ પદ્ધતિ અને સમજપુર:સરના ન હોય, તેવા અયથાર્થ વિચાર સર્વ ક્ષેત્રમાં માનવી માટે ક્લેશ ઉપજાવીને, આ ખરેખર આનંદમય સુખમય જીવ તથા જગતથી માનવીને ખાટી રીતે ત્રસાવે છે. આ છે પાયાના મુટ્ટો; અને તેથી, સમજંદારી તથા તટસ્થ ભાવે માહિતીપૂર્વક જીવનની સર્વ વ્યવસ્થાઓની વિચારણા વડે જ માનવી જીવ-જગતના આનંદમય સ્વરૂપનો અનુભવ સાધી શકે છે, અને તે અનુભવ તો સર્વત્ર, સર્વ સ્થળે, સર્વ કાળે એક જ છે, સુખભાવરૂપે, બે નહિ, એમ જાણવું, એનું નામ જ જ્ઞાન. આથી કરીને વેદાન્ત મુખ્યત્વે જ્ઞાનનિષ્ઠ છે; જ્ઞાન ચિત્તશુદ્ધિનિષ્ઠ છે; શુદ્ધિ નિરહંતાનિષ્ઠ છે; નિરહંતા છે વિચારનિષ્ઠ; અને વિચાર છે નીતિનિષ્ઠ. આ છે જીવનના સમ્યક્ નિર્વહણની સીડી, પાછળ આપણે ઈશારો કર્યો છે તેમ, વેદાન્તસિદ્ધાંત વિશે કેટલાક બુદ્ધિમાન અને શુભાશયી જનવર્ગોમાં પણ ખરી માહિતીને અભાવ પ્રવર્તે છે; એમાં કંઈ વેદાન્તનો ઈજારો નથી; પરન્તુ અહીં આપણા વિષય વેદાન્તના હોવાથી, તેના પરત્વે જ એના ઉલ્લેખ કરવા રહ્યો. પ્રત્યેક વિચારશીલ મનુષ્ય જાણે છે, અનુભવે છે, અને ખૂબ દુ:ખપૂર્વક પાકારે છે કે અજ્ઞાન ભયંકર વસ્તુ છે, પરન્તુ અપજ્ઞાનતા તેથીયે વધારે ભયાનક છે. એ બે વચ્ચેનો ફરક એ—બામ્બુ અને એચ - બામ્બ વચ્ચેના ફરક જેવા છે! એક છે “ફિશન ” ને બીજું છે “ ફ્યુશન ''! અહીં ભર્તૃહરિના તદ્રિષયક પ્રસિદ્ધ શ્લોકા યાદ આવે જ, પરંતુ તે એટલા બધા જાણીતા છે, કે સુજ્ઞા માટે અહીં તેના ટાંચણની જરૂર નથી. વેદાન્તસિદ્ધાંતાનુસાર, સર્વત્ર એક જ “ અતિ - ભાતિ ’ રૂપે પ્રિય તત્ત્વ પ્રવર્તી રહે છે, અને તે છે સર્વના અંતરતર “આત્મા”, અને એનું વિસ્મરણ જ કલેશપંચકની જનેતા છે; તેથી, આપણે એ અવિદ્યાકલ્પિત માયાવી દીવાલાને આતમ - બમ્બ વડે ઉરાડી દઈએ કે જે સર્વ બામ્બાના બામ્બેશ્વર છે; અને તેમ કરીને આપણે એકબીજાના અંતરને પાતાનું અંતર કરીએ ... તો જ “ માનવ” સંજ્ઞા સાર્થક થાય; વળી, સહાનુભૂતિ વડે જ સામાના અંતરમાં પ્રવેશ સંભવે; સહ+અનુભૂતિ, સામાની દષ્ટિથી જ તેના અનુભવને અનુભવવાની તન્મયતામૂલક આવડત તથા તેવું આચરણ, અને તેવી ટેવ પાડવાનાં સાધન. આને વેદાન્ત સિદ્ધાન્તનો સરવાળા કહી શકાય: તેમાં ભિન્નત્વ જ બાધક છે; અને ભિન્નત્વ કેવળ અજ્ઞાનનું સંતાન છે. એ અજ્ઞાનનો ધ્વંસ તેના પ્રતિદ્રુદ્બી જ્ઞાન વડે જ બને. એક જ ભારતીય દર્શનનાં વિવિધ પ્રસ્થાનો (– એક જ સમુદ્ર પહોંચવાના અનેક જળપ્રવાહોના પ્રયત્નાની રીતે ) એક જ ધ્યેયલક્ષી છે, એ હકીકત, તેને જરાક ખુલ્લા દિલે વિચાર કરતાં, પકડાઈ આવે છે. અને તેમ હોવાથી, ધર્માની કે દર્શનોની સરખામણી કરવાની તથા “ એ બધા એક જ છે ને” એવું પ્રતિપાદન કરવાની ચેષ્ટાઓ વસ્તુત: હિતકર નથી; તેવી ચેષ્ટાએ એ સર્વની એકતા સ્થાપિત કરવાને બદલે, તેમના ભિન્નત્વનું જ સ્મરણ કરાવ્યા કરે છે: જે દેશમાં શક્તિની જરૂરત તથા તે માટેની દવાઓની વિચારણા અને તેના ઈલાજોની ચર્ચા વધારે થાય, ત્યાં તેમ થવાનું કારણ એ દેશમાં શકિતની ઊણપ જ હોઈ શકે, નહિ કે વિપુલતા. બધાં શ્રેયસ્સાધક પ્રસ્થાનોની એક્વાક્યતાને સહજ તરીકે ચૂપચાપ સ્વીકારી લેવી - take for granted, ને તેને ચર્ચાનો વિષય · · બનાંવવાના . વિચાર સરખો પણ ન કરવો, એ તે સર્વના એકત્વના વાસ્તવિક અસ્તિત્વનું સમુચિત લક્ષણ છે. તંદુરસ્ત માણસને શરીરને વિચાર કે. તેની તા. ૧-૩-૬ ' સ્થિતિની ચર્ચા કરવા.. સુઝે નહિ; તેવી ચર્ચા તો રોગી જ કરે ! આમાં શ્રી રામકૃષ્ણના પ્રયોગા કેવું સુન્દર દષ્ટાંત પૂરૂ પાડે છે! એ ભાવૈ આ વેદાન્તસિદ્ધાંતને પણ સમજવા અહીં આપ સર્વને મારું નિમંત્રણ છે, નહિ કે કશા પણ સરખામણીના ખ્યાલથી. આપ જો તેમ કરશેા, તે આપને લાગશે કે, હું આપના જે હોય તે સંપ્રદાયના હાર્દની જ વાત કરી રહ્યો છું. કદાચ થોડા જુદા શબ્દોમાં, પરન્તુ એજ, એજ! અને તેથી આ વિષયની રજૂઆતમાં બને તેટલા સરળ થવાના મારો આશય છે. સમયાદિની મર્યાદા વ્યવહારમાં પ્રબળ છે. પરમાર્થમાં તેને ઈન્કાર જ સર્વસાધક છે, તેમ સમાજવ્યવહારમાં તેના કડક સ્વીકાર જે કાર્યસાધક બને છે. અહીં એની જહાંગીરી આપણે સ્વીકાર્યે જ છૂટકોઅને તે પણ સહર્ષ. તેથી બહુ જ સંક્ષેપમાં બે- ચાર વાત ઉપર, ઊડતી છતાં યથાશકય મર્મસ્પર્શી નજર આપણે નાખી લઈએ. પ્રથમ એ કહેવું પ્રાપ્ત થાય છે, કે વેદાન્ત શું છે એ જાણવા કરતાં, વધારે સ્પષ્ટીકરણની જરૂર છે વેદાન્ત શું નથી, એ જાણવાની. પ્રથમ તો, વેદાન્ત કોઈ “ધર્મ” નથી, કે જે અર્થમાં ધર્મ શબ્દનું સામાન્યત: ગ્રહણ કરવામાં આવે છે. એટલું જ નહિ પણ, એ કોઈ પણ તેવા ધર્મથી ખાસ સંકલિત નથી; વૈદિક સંપ્રદાયથી પણ નહિ. એ વર્શન છે; જેને ફિફ્લાસ ફી કહેવાય છે, તે છે. તત કહેતાં જીવજગત-ઈશ્વર; તેનું પણ જે સ્વ, તેની સમજ, તેને અનુભવ, તદનુસાર જીવન જીવવાની હૈયાઉકલત – તે એ છે. આંતરજીવનના મેાક્ષનિષ્ઠ ઘડતરની એ એક સાંમગ્રી છે. દર્શન એટલે પરમ સુખનો અનુભવ. ધર્મ અને ફિસૂફી—એ બે શબ્દોની આપણી અંગ્રેજીમાં જ વાણીવિચાર કરવાની આત્મઘાતક આદતે કેવી સત્યાનાશી વાળી છે! ધર્મ શબ્દનો અર્થ આપણે “ રિલિજ્યન” અને “ દર્શન ’” ના માયનો “ ફિલોસ ફી ’” શબ્દ મારફત જાણી શકીએ છીએ; અને ભારતીય ધર્મક્લ્પના તથા દર્શનલક્ષણ બતાવવા એ ઊભય શબ્દો સાવ અસમર્થ, બલકે ઊંધી દિશામાં લઈ જનારા છે. પરન્તુ આ અંગ્રેજીના મહે સર્જેલી ભારતીય ભાવનાના આત્મઘાતક નાશની કરુણતાનો વિચાર અહીં પ્રસ્તુત નથી. ‘દર્શન ’ એટલે જીવનના પરમ લક્ષ્યના સિદ્ધાંતનું પારમાર્થિક જ્ઞાન, બલકે તેના સ્પષ્ટ આંતરિક અનુભવ – “સગ્ગી આંખે દેખ્યા ” જેવા, સચાટ; અને ‘ધર્મ’ એટલે કે દેહસ્થિત જીવને એવા દર્શનાનુસારી બતાવવાની દેશ – કાળ - સંજોગાથી મર્યાદિત વિધિનિષેધયુકત રીતરસમા, તે અંગેની કાર્યાકાર્યની વ્યવહારક્ષમ વિચારણા, તથા તેનું તદનુસાર આચરણ. આ ઉભયનું ધ્યેય એક જ સુખાનુભવ. “ ધર્મ” સમગ્રપણે જીવનવ્યાપી હાઈ, તેમાં ચારેય પુરુષાર્થા સમાઈ જાય છે; અને તે કેવળ ચેાધા આત્મદર્શનસંજ્ઞક મેક્ષ રૂપી પરમપુરુષાર્થને સિદ્ધ કરવાની સામગ્રી જ હોવાનું જાણવું, એ જ્ઞાનનિષ્ઠા છે. એને તેથી વધારે મહત્વ અપાય, તેટલી જ્ઞાનમાં ઊણપ જાણવી. એનું લક્ષ્ય એક જ, ઉપર કહ્યું તેમ, સુખાનુભવ, અર્થાત નિત્ય સુખની પ્રાપ્તિ તથા દુ:ખની આત્યંતિક નિવૃત્તિના જીવતાંજીવત અનુભવ. એને સર્વાત્મભાવ કહ્યો છે. અપૂર્ણ સ્વામી પ્રણવતીર્થ પૃષ્ઠ વિષયસૂચિ કટોકટીની પળે પગટેલું માટીનું કોડિયું ૨૧૧ હ્યુબર્ટ હૂંફરી ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૧૨ ડૉ. રમણલાલ શાહ. જ્યોતીન્દ્ર દવે ૨૧૪ ૨૧૭ રાષ્ટ્રીય રાજકારણ તુલસીશ્યામ સાધનાશિબિર આત્મપરિચય (કાવ્ય) અકાળે વિચ્છેદાયેલી એક આશા સ્પદ જીવનયાત્રા સ્વ. ઉમેદચંદ દોલતચંદ બરોડિયા પરમાનંદ પરમાનંદ વેદાન્તનું સમ્યક સ્વરૂપ સ્વામી પ્રણવતીર્થ પત્રકારત્વ : લાકશિક્ષણનું યજ્ઞકાર્ય બચુભાઈ રાવત ૨૧૮ : ૨૧૯ ૨૧૯ ૨૨૧
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy