________________
તા. ૧-૩૬
સ્વર્ગસ્થ શ્રી ઉમેદચંદ ઢાલતચંદ બરાડિયા શ્રી ઉમેદચંદ દોલતચંદ બરોડિયાનું મુંબઈ વિલે પારલે ખાતે તા. ૧૧–૨–૬૬ના રોજ વૃદ્ધાવસ્થાની જર્જરિતતા અને કેટલાક સમય માંદગીની વ્યથા ભાગવીને ૮૩ વર્ષની ઉમ્મરે અવસાન પામ્યા. તેમની સાથે આમ વર્ષોજૂના સંબંધ અને અમુક વર્ષો સુધીના સહકાર્યકર્તા—આવા એક વડિલ સ્વજનને ગુમાવતાં અંગત રીતે હું ઊંડી ગ્લાનિ અનુભવું છું.
પ્રભુ જીવન
તેમના પિતાશ્રી દોલતચંદ બરોડિયા આજીવન શિક્ષકના વ્યવસાયને વરેલા હતા અને જૂનાગઢમાં જ તેમણે જિંદગી પસાર કરી હતી. તેમના પુત્ર ભાઈ શ્રી ઉમેદચંદ પણ જૂનાગઢમાં જ મોટા થયા હતા અને ત્યાંની બાઉદીન કાલેજમાં બી. એ. થયા હતા. ત્યાર બાદ તેઓ મુંબઈ આવ્યા અને દશ બાર વર્ષ તેમણે મુંબઈની એક યા બીજી હાઈસ્કૂલમાં વિજ્ઞાન અને ગણિતના શિક્ષક તરીકે કામ કર્યું. આ કામગીરી દરમિયાન તેમણે શ્રી ગોકુળભાઈ મૂળચંદ જૈન હોસ્ટેલના ગૃહપતિ તરીકે તેમ જ મહાવીર જૈન વિદ્યાલયના ધાર્મિક અધ્યાપક તરીકે કામ કરેલું. ત્યાર બાદ જૂના શેર મેનેજર બજારના એસિસ્ટન્ટ તરીકે ૨૫ વર્ષ સુધી તેમણે સેવા બજાવી અને પોતાની નિષ્ઠા અને કાર્યકુશળતા અંગે શેર બજારના જૂના અને જાણીતા પ્રમુખ શ્રી કે. આર. પી. શ્રોફની પ્રીતિ અને વિશ્વાસને પાત્ર તેઓ બન્યા.
૧૯૨૮--૩૦ દરમિયાન મુંબઈ તેમ જ ગુજરાતમાં બાલદીક્ષાવિરોધી એક ભારે મોટી ઝુંબેશ ચાલેલી અને એ ઝુંબેશને વેગ આપવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરવામાં આવેલી. સંધના સ્થાપના કાળથી શ્રી ઉમેદચંદભાઈ સંઘમાં સભ્ય તરીકે જોડાયેલા અને તે વખતે ચાલતા સંઘના મુખપત્રના તેઓ થાડા સમય માટે સંપાદક બનેલા અને તત્કાલીન ઉગ્ર આંદોલનમાં તેમણે સક્રિય ભાગ લીધેલા. આ ઉપરાંત વર્ષો સુધી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી જૈન શ્વે. મૂ. કૉન્ફરન્સની કાર્યવાહિઓમાં પણ તેઓ સારો રસ લેતા રહ્યા હતા. શેરબજારની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ અગાસ ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં રહેતા થયા અને ત્યાં તેમણે આશરે ૨૫ વર્ષ પસાર કર્યા. આ પ્રકારના વાનપ્રસ્થ જીવન દરમિયાન તેમણે શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનું તેમ જ અન્ય ધાર્મિક તથા આધ્યાત્મિક સાહિત્યનું બહોળા પ્રમાણમાં અધ્યયન કરેલું. આના પરિણામે વિલેપારલેમાં ઊજવાતા નવદુર્ગા મહાત્સવમાં કેટલાક સમય પહેલાં શ્રીમદ્ રાજચંદ્રની જીવનકલા ઉપર તેમણે બે વ્યાખ્યાનો આપેલાં. તેઓ લેખક અને અભ્યાસી પણ હતા. ‘હીસ્ટરી ઑફ જૈન લીટરેચર' એ નામનું તેમનું લખેલું પુસ્તક બ્રીટીશ પબ્લીશીંગ હાઉસ પ્રગટ કર્યું હતું.
વધતી જતી ઉમરના કારણે સંપૂર્ણ નિવૃત્તિ સ્વીકારીને તેઓ છેલ્લાં ચાર વર્ષથી પોતાના બહાળા કુટુંબ પરિવાર સાથે વીલે પારલેમાં આવીને રહ્યા હતા. તેમના મોટા દીકરા ભાઈ કાન્તિલાલ આઈલ સીડઝ એન્ડ ઑઈલ એકસચેન્જના સીનીયર એસિસ્ટન્ટ સેક્રેટરી છે અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના વર્ષોથી એક સભ્ય છે. તેઓ પણ સારા લેખક તેમ જ વિચારક છે.
હજી લગભગ એક મહિના પહેલાં સ્નેહીવર્યઉમેદચંદભાઈની લથડતી જતી તબિયતના ખબર સાંભળીને તેમને ખાસ મળવા માટે હું વીલેપારલે ગયેલા. આ પ્રસંગે અમે ઠીક સમય સાથે ગાળ્યો હતા અને અનેક જૂની વાતો અને ઘટનાઓ યાદ કરી હતી અને એક પ્રકારની સ્મરણ્યાત્રાના આનંદ અનુભવ્યા હતા. એ વખતે જ મને ખબર પડી કે તેઓ કેટલાક સમયથી કૅન્સરના વ્યધિથી પીડાય છે અને જીવન લાંબું ટકવાની બહુ આશા નથી. આખરે એ જીવનદીપ તા. ૧૧-૨-૬૬ના રોજ ઓલવાયા અને આપણી વચ્ચેથી એક શાન્ત, સરલ, પ્રસન્ન, શીલસંપન્ન અને જૈન વિચારસરણીને વરેલી એવી એક વ્યકિતએ આપણી ૮૩ વર્ષની પરિપકવ વયે હંમેશાને માટે વિદાય લીધી. શ્રીમદ્ રાજચંદ્ર વિષેની નિષ્ઠા એ તેમના જીવનની વિશેષતા હતી. તેમના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ એવી આપણા અન્તરની પ્રાર્થના હા!
પરમાનંદ
૨૧૯
વેદાન્તનું સમ્યક્ સ્વરૂપ
(ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સ્વામી પ્રણવતીર્થે આપેલું વ્યાખ્યાન)
આ વ્યાખ્યાનના વિષયનું નામ પાડવા સાથે જ, વેદાન્ત નામે ઓળખાતા દર્શનનાં મૂળ તત્ત્વામાંના એકનું સ્પષ્ટીકરણ થઈ જવાન પ્રસંગ આપેોઆપ ઉપસ્થિત થઈ જાય છે. વાસ્તવમાં સિદ્ધાંત એ છે કે, કોઈ પણ વસ્તુના સમ્યક્ અને અસમ્યક્–એવાંબે સ્વરૂપ ન હોઈ શકે. સમ્યક્ પદનો ધાત્વર્થ જોતાં આ હકીકત ઉપસી જ આવે છે. સમ્યક્ એટલે સાચું, વાસ્તવિક, યથાતથ, અને અસમ્યક્ એટલે તેનાથી વિપરીત, ખોટું, અયથાર્થ. વસ્તુનું સમ્યક્ સ્વરૂપ એક જ હોય. મતલબ કે, અહીં આપણે જે વિચારવાનું છે તે એ યથાર્થ સ્વરૂપ, એ સ્વરૂપનાં જે ખરેખરાં લક્ષણા છે તે; નહિ કે એ વસ્તુથી અપરિચિત અથવા અર્ધપરિચિત પૃથઞ્જના દ્વારા ઘણી વાર પ્રમાણિક ભાવે પરંતુ ખોટી રીતે તેના જે અર્થઘટનો થયા કરતાં જોવામાં આવે છે તે. આ વિષયની અસમ્યક્ રજૂઆત જ્યાં અને જ્યારે થાય છે, ત્યાં અને ત્યારે તેમાં કા’ક વાર પ્રમાણિક ગેરસમજ, કો'ક વાર સાવ અણસમજ હોવા છતાં અપાઈ જતા અભિપ્રાયો, અને ’કવાર પૂર્વાગ્રહગ્રસ્ત મતધારણે પણ કારણ બની શકે, અને તે રીતે જે કહેવા— સમજવામાં આવે, તે અસમ્યક્ બની જાય. આ પરિસ્થિતિ માત્ર વેદાન્તસિદ્ધાંત પરત્વે જ પ્રવર્તતી નથી જાણવાની. જીવનની એવી કઈ બાબત હશે, કે જેના બારામાં આવા મામલા બન્યા કરતા ન હોય ? અને જો તેવું ન બનતું હોય, તે જગતમાં ઝગડારગડાને અવકાશ શેના જ રહે ? પરન્તુ તેવા અવકાશ છે, પુષ્કળ છે; અને એ તેવા હાવાને કારણે તે એના કલેશમાંથી “મુકત ” થવા રૂપી મેાક્ષની ઈચ્છા,— અર્થાત્ મુમુક્ષુતા જાગે છે; અને તે જાગે છે તે કારણે તો માનવી તે માટેનાં સાધના શોધે છે; અને તેવી શેાધને કારણે તે આ નાનાવિધ દર્શના સંપ્રદાયો, પંથે...અને તેને લગતાં અનંત શાસ્ત્રો, કર્મકાંડો, તે માટેના વિધિનિષેધા, આગ્રહા, તે અંગેની અસહિષ્ણુતાએ, રાગદ્વેષ ઈત્યાદિ કલેશાના રાફ્ટા ફાટે છે, અને ઔષધ વ્યાધિ કરતાં પણ અતિવધારે વસમું થઈ પડે છે! આમ જીવ - જન્તુ, પીડાથી છૂટવા માટે બમણી પીડા વેંઢારતો જતો હોવાના મહા વિષ— વર્તુલમાં ભમે છે. એનું જ નામ મેહ; એ જ સંસારી ભાવ; એ જ દેહાધ્યાસ; એ જ ભવાટવ; અને ટૂંકામાં, એ જ અવિદ્યા, એટલે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન.
આ કુંડાળા - વ્યૂહને ભેદવાનું એક માત્ર શસ્ત્ર તે એ અવિઘાના નાશ એટલે કે પેાતાના સાચા રૂપના જ્ઞાન વડે તેના અજ્ઞાનના નાશ, અને તે સાથે અવિઘાના કલેશપરિવારના ડાંસ, ભિન્નતામાં તથા નાનાત્વમાં જ ભય રહેલો છે. બધું કેવળ એકમાત્ર સત્-ચિત્ પરમ આત્મતત્ત્વરૂપ જ જણાવા માંડે, કે તરત “ ભેદ”નામક સંસારી આસકિત તથા તજજન્ય તૃષ્ણાનો નાશ થઈ જાય ૩:હસ્યાન્ત નિતિ. એવે છે વેદાન્તનિષ્ઠાના પાયાના વિચાર,
આમ આપણે આ વિષય અને તેનું પ્રયોજન ટૂંકામાં સિદ્ધ કર્યા; હવે એના આદિ અને અંતનાં એંધાણ માંડીને, આપણે તેનું વચલું કલેવર પૂરવા મેદાને પડીએ.
વેદાન્તનો હેતુ “મેક્ષ” કહ્યો છે. એને કૈવલ્યમેક્ષ પણ કહે છે, કેમકે તેમાં કેવળ સુખ - આનંદથી પૃથક્ કશું અભીષ્ટ નથી, અને તેની સિદ્ધિના પ્રત્યક્ષ સાધન તરીકે જ્ઞાનના સ્વીકાર, એટલે કે જીવજગત - ઈશ્વરમાં અનુસ્પૂત તથા તે સર્વના આધારરૂપ જે એક જ સત્યતત્ત્વ છે, અને જે પ્રાણીમાત્રનું અંતરતમ સ્વરૂપ છે, તેના અનુભવના જ સ્વીકાર...ટૂં કામાં કહીએ તો, વિચારના જ સ્વીકાર, છે. અન્ય જે કંઈ કરવા - કહેવા - યોજવામાં આવે, તે સર્વ એ સદ્ગુજ્જુ વિચારનાં ઉપકરણા જ, અને તેથી મેાક્ષનાં પરોક્ષ સાધનસામગ્રી જ