________________
૨૨૨
પ્રમુદ્ધ જીવન
ગામ—તાલુકાની શાળા—ઈસ્પિતાલાનાં ઉદ્ઘાટન કોઈ પ્રધાનને હાથે નહિ, પણ તેને હાથે કરાવવાની ઊલટ અને ગૌરવ લાકમાં પ્રકટે એવા તે સંસ્કારમૂર્તિ હોય, તેમ આગ ધાડ જેવા સંકટ સમયે આગળ પડીને જળબંબાનો પંપ ચલાવવા જેટલા ને હથિયારબંધ સામનાના મેાખરે રહેવા જેટલા છાતીડો અને મજબૂત કાંડાં—બાવડાંવાળા તે હાય. એની હિંમત અને નૈતિક પ્રભાવ આગળ ગામના ગુંડાએ પણ નમી પડતા હોય અને ખટપટી અમલદારો તથા લાંચિયા નેકરોમાં એના પત્રની ઝુંબેશને ફફડાટ હોય. શેરી-ચૌટાના નાના બનાવથી માંડીને ફિલિપાઈન્સના ધરતીકંપ અને યૂનાની ચર્ચાસભા સુધીના ખબર પણ એના પત્રમાં તાટસ્થ્યથી અને ટૂંકામાં તારવીને મૂકેલા મળી આવે. મ્યુનિસિપલ કાયદાઓની, રેવન્યુની આંટીઘૂંટીઓની કે યુનિવસિટીના અભ્યાસક્રમેાની માત્ર માહિતી જ નહિ પણ સૂઝ પ્રજાને પાડી શકે એટલા એ બહુશ્રુત હોય. એના પત્રમાં ગામ - તાલુકાની પ્રજાને સીધા ને પ્રથમ સ્પર્શતા પ્રશ્નો અને બનાવાની માહિતી, સાચી અને ઝીણામાં ઝીણી વિગતો ઠાંસીને એટલી વિશદતાથી આવતી હોય કે ગામનો પાનબીડીનો દુકાનદાર, રેણ દેનારો વહારો, કે હળખેડૂ પણ તે સમજે ને તેમાં રસ લે; બલ્કે એ પાટનગરનાં પત્રા કરતાં પણ પોતાના ગામનું પત્ર વાંચવાનું ઝંખે; કેમ કે એમાં ગામની ઘાસની ગંજી સળગાવવાની જાસાચિઠ્ઠી મોકલનારનું પગેરું કાઢવાથી માંડીને રોડેશિયાના રાજકીય બળવા સુધીના એક પણ સમાચાર બાકાત રહ્યા ન હાય; સ્થાનિક હોય તે વિગત અને છણાવટથી ભરપૂર, અને દેશ - પરદેશના હોય તે ટૂંકા, પણ તણખા મૂકી જનારા. એ સાચું છે કે આજે મોટાં શહેરોનાં દૈનિકો પાછલી રાતથી મોટરો દોડાવીને પોતાની આસપાસના છેક દુરના જિલ્લાઓનાં ગામ - ગામડાં સુધી પહોંચી જાય છે, પરંતુ તળપ્રદેશના એવા ઘણા સ્થાનિક પ્રશ્ન અને સમાચારો હોય છે જે એ શહેરી પત્રાના રસ અને પહોંચની બહારના હોય છે, પણ ગામ - કસ્બાના લોકોને માટે મહત્ત્વના અને જિજ્ઞાસાપ્રેરક હોય છે. ઉપર કહ્યો તેવા તાલુકા - પત્રનો કાબેલ તંત્રી જરૂર પેતાના પત્રને શહેરી પત્રાની હરીફાઈથી પર મૂકી શકે. બલ્કે શહેરોમાં પણ પેાતાની લોકપ્રિયતા સ્થાપી શકે.
વિચારપત્રો
આપણે ત્યાં બીજી અછત છે ‘વિચાર—પત્રા’ની. સમાચાર - પત્ર—ન્યુસપેપરો આપણે ઠીક ઠીક ખીલવ્યાં, પણ વિચાર—પત્ર— વ્યુઝપેપરો, એટલે કે રાજકારણ, અર્થકારણ, સમાજ, શિક્ષણ, વ્યાપાર, સંસ્કાર આદિ ક્ષેત્રાના ચાલુ બનાવો, પ્રશ્નો ને સમસ્યાઓની ચર્ચા કરતાં, તેની ગૂંચ ઉકેલતાં, તેની બદીઓ સામે પ્રબળ ઝુંબેશ ઉઠાવતાં, ચાતરી જતી પ્રજાના કાન પકડીને તેને ઠેકાણે લાવતાં અને તેના સંકટકાળે તેને હૈયાધારણ આપી, તેના ખમીરને ઉત્તેજિત કરી સંકટમાંથી મુકત થવાની સૂઝ અને શકિત પ્રકટાવતાં તથા પ્રગતિના માર્ગ બતાવતાં પત્રો આપણે ત્યાં કેટલાં? ‘નવજીવન ’ અને ‘હરિજનબંધુ’ વિલીન થયા પછી પ્રકટેલું ‘સત્યાગ્રહ ’, ‘વિનાબા - વિચારસરણીનું પુરસ્કારક ‘ભૂમિપુત્ર’ તથા ‘પ્રબુદ્ધ જૈન ’ના સાંકડા વાડામાંથી બહાર નીકળી વિશાળ વિચારપ્રદેશમાં વિચરતું ‘પ્રબુદ્ધ જીવન ’ એ દિશામાં પોતપોતાની મર્યાદાઓ સાથે મથી રહ્યાં છે ખરાં; પણ ઈંગ્લેંડનાં ‘ન્યૂ સ્ટેઈટ્સમ ન ’, ‘સ્પેક્ટેટર’, ‘ઈકન મિસ્ટ ’ અથવા અમેરિકાનાં ‘ન્યૂ રીપબ્લિક’ કે ‘સર્વે ગ્રાફિક’, આદિ જેવાં, અથવા ‘ટાઈમ’ કે ‘ન્યૂસ વીક' જેવું પણ સંગીન કામ કરતાં સામિયકો કેટલાં ? બંગાળીમાં વર્ષોથી ચાલતું સાપ્તાહિક ‘દેશ ’, હિંદીમાં હમણાં પ્રકટેલું ‘દિનમાન । અથવા મહારાષ્ટ્રમાં ત્રણ પેઢીથી ત્યાંની પ્રજામાં અરમાન પ્રકટાવતું અને તેની આકાંક્ષાઓને પોષતું ‘કેસરી’, આજે જે વિકાસ કરી ગયું તે આપણુ એક કાળનું ગૌરવાન્વિત ‘ગુજરાતી’ કેમ ન કરી શકયું, ને તેને મરવા કેમ દીધું? અરે, આપણા પાટનગરના ‘પ્રજાબધું ’ને આપણે કેમ મારી નાખ્યું? અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીનું ‘સૌરાષ્ટ્ર’ સૂઈ ગયા પછી ‘ફુ લછાબ ’
તા. ૧-૩-૧૬૬
એવું કેમ ફાલી ન શક્યું? ‘ જ્યોતિર્ધર ' જર્જરિત કેમ થઈ ગયું અને ‘સોપાન ’નું ‘સુકાની’ સૂકાતું કેમ જાય છે? સામળદાસ ગાંધીએ ‘કર્મભૂમિ’ માંથી ‘ જન્મભૂમિ’ અને ‘વંદેમાતરમ ’દૈનિકોના દારા કરી, ઈંગ્લેંડના ‘ઑબ્ઝર્વર' જેવું કાઢવાના કોડ સાથે ‘આસોપાલવ ” શું તારણ બાંધ્યું એવું જ કેમ કરમાઈ ગયું? એક કાળે ઊજળી ‘રેખા આંકતા જયંતી દલાલ, નવતર 'ગતિ' ના માર્ગ છોડીને માત્ર ‘ચાલ અને ચીલા’ તથા ‘વહણ અને વમળ ’ માં જ કેમ અટવાઈ રહ્યાં હશે?
‘જન્મભૂમિ ’એ રવિવારે ‘પ્રવાસી ’ ભેળવીને કરેલી અઠવાડિક આવૃત્તિ પેઠે ‘મુંબઈ સમાચાર ’, ‘સંદેશ ’ અને ‘ગુજરાત સમાચાર ’ આદિ પેાતાની સાપ્તાહિક આવૃત્તિઓમાં ફાળ ભરતાં લાગે જરૂર, પરંતુ એ ફાળ થોડાક સિન્ડિકેટેડ લેખા, થોડીક તારવેલી માધુકરી અને અમુક નિશ્ચિત વિભાગ દ્રારા પ્રજાને રવિવારની નિરાંતમાં વિવિધ રસના વિષયાનું વાચન આપવાની દિશામાં જ છે. એમાં મોટા ભાગે માહિતી હોય છે, માર્ગદર્શન જવલ્લે જ; અને વૈચારિક ઘડતર કેટલું એ પ્રશ્ન રહે છે. ગુજરાતી ભાષામાં આજે નીકળતાં ૧૦૪ સાપ્તાહિકોમાં આપણાં અવસન્ન ‘ગુજરાતી’ અને ‘પ્રજાબંધુ' ની જેમ, દેશાવર વસતા ગુજરાતીઓને વતનના વિચાર અને સમાચાર પહોંચાડતાં તથા પોતપોતાના જિલ્લા - તાલુકાની પ્રજાની મશાલ બની રહેતાં સાપ્તાહિકો પણ કેટલાં તે મશાલ લઈને શોધવું પડશે.
ગુજરાતી માસિકો અને પાક્ષિકો
સાપ્તાહિક - પાક્ષિકથી આગળનાં સામયિકોના વિચાર કરીએ તો અંગ્રેજીમાં જેને ‘ પીરીડિકલ વિથ આ પરપઝ ’ અથવા ‘પ્લેન્ડ પીરીઆડિકલ ' કહે છે એવાં હેતુલક્ષી અને ચોક્કસ આયોજનપૂર્વક ચાલનારાં સંગીન સાયમિકો—માસિક ત્રિમાસિકો કેટલાં? અથવા બીજી બાજુએ, સાહિત્ય અને સંસ્કારક્ષેત્રમાં નવનિર્માણ કરનારાં, સમર્થ પણ પોતાની જાતને નમ્રતાપૂર્વક ‘લિટ્લે મેં ગેઝીન્સ ' કહેવડાવનારાં સર્જન અને વિવેચનનાં, અભ્યાસ અને આલોચનનાં પત્રો કેટલાં? આચાર્ય આનંદશંકરના ‘વસન્ત’ કે મણિલાલના ‘સુદર્શન’ અથવા ‘સમાલાચક’, ‘યુગધર્મ’કે હાજી મહંમદના ‘વીસમી સદી’ જેવું વ્યકિતત્વ આજે જણાય છે ? ‘ બન્ધુસમાજ ’ના ‘સુન્દરીસુબોધ ' અને કાંટાવાળાના ‘સાહિત્ય ’ની સૌરભનું તે સ્મરણ રહી ગયું. વિજયરાયનાં ‘ચેતન ’ – ‘કૌમુદી ’ – ‘માનસી’ના ચોથા અવતાર ‘રોહિણી ’ને હજી પ્રતિષ્ઠાન પ્રાપ્ત થતું જણાતું નથી. રામનારાયણ પાઠકનું ‘પ્રસ્થાન’ એની જૂની જાહોજલાલીની યાદ કરાવવા માટે જ જાણે જીવતું લાગે છે. પહેલી આંગળીના વેઢા પર ‘સંસ્કૃતિ ’ને આંકતો અંગૂઠો એથી આગળ જઈ શકે છે ખરો ? હા, ‘બુદ્ધિપ્રકાશે ’ સાપની માફક ફરી એક વાર જૂની કાંચળી ઉતારી છે અને ‘સ્વાધ્યાય’, ‘અભ્યાસ’, ‘રુચિ’ તથા ‘ગ્રંથ’ ઊજળા પ્રભાતની આગાહી આપે છે ખરાં; સાથે ‘સમર્પણ’ પણ દેખાય છે અને યુવાસહજ ઉત્સાહપૂર્વક નવસર્જનની કેડીએ પશ્ચિમી સાહિત્યના અહાભાવમાં જરા વધુકું દૂર જતું ‘ક્ષિતિજ’ પણ પૂર્વાકાશમાં છે. ‘મિલાપ ’ અને ‘વિશ્વમાનવ’” એ બે હેતુલક્ષી માસિકોને પણ ગણવાં જોઈએ. આશા રાખીએ કે એ સૌના મધ્યાહ્ન તપે.
બીજી બાજુએ, અન્ય સામયિકોને માટે મોટાં દૈનિકોની રવિવારિયા આવૃત્તિઓ ચેતવણીની લાલ બત્તી છે. રાજકારણ – અર્થકારણ આદિ પ્રાસંગિક વિષયો પરના સિન્ડિકેટેડ લેખો ઉપરાંત ટૂંકી વાર્તા, ચાલુ વાર્તા, સ્ત્રી વિભાગ, બાળ વિભાગ, સાહિત્ય, કળા, કાયદો, વિજ્ઞાન, આરોગ્ય, સિનેમા – રંગભૂમિ, જ્યોતિષ અને વ્યંગવિનોદ સુધી વિસ્તરેલા એના વિભાગો તથા યુરોપ – અમેરિકાનાં ફીચર્સની વાનગીઓ, જૂનાં પીઢ સામયિકો અને ડાયજેસ્ટો માટે પણ ચાનકરૂપ છે, તે ફકત લેખકો તરફથી તેમના ગજા પ્રમાણેની જે કાંઈ લેખસામગ્રી ટપાલમાં મળે તે છાપી નાખવાની પદ્ધતિએ ચાલતાં સામિયકો કેમ નભી શકશે ? અપૂર્ણ બચુભાઈ રાવત માલિક : શ્રી મુંબ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક:.શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. સુ`બઈ-૩, મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલઃ પ્રેસ, કાટ, મુંબઇ
2