SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૬૬ પ્રિબુદ્ધ જીવન ૨૫ કરીએ વી એક જ અત્ય ખાનામાં ટાંગેલી હતી. એ શિક્ષણ-સંસ્કારમી રાજવી અને એમના યુવરાજ અમને ઠેઠ બસ સુધી વળાવવા આવ્યા હતા. વળાથી રાજકોટને રસ્તે, સ્વર્ગસ્થ કવિ કલાપિના ગામ લાઠી ઉપર થઈને અમે લગભગ અઢી વાગે અમરેલી પહોંચ્યા. સંજકો તરફથી અમરેલીની ધર્મશાળામાં અમારી ભોજન તથા આરામની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશાળ ધર્મશાળામાં આરામ માટે પલંગ બિછાવીને તૈયાર રાખવામાં આવ્યા હતા. ભાજન પછી અમારામાંના ઘણા ખરા ગામના દેરાસરના દર્શને જઈ આવ્યા હતા. અમરેલીથી લગભગ સવા ચારે ઊપડી, ધારી ગામ ઉપર થઈને અમે સાંજે સરસિયા ગામે પહોંચ્યા. ગામ ઘણું જ નાનું હતું, પરંતુ લોકોમાં જાગૃતિ ઘણી જણાતી હતી. ગ્રામ રક્ષક દળના સભ્યો દ્વારા લશ્કરી ઢબની કવાયત તથા સલામી અને બેન્ડ સાથે અમારું સ્વાગત કરવામાં આવ્યું. સરસિયામાં શ્રી શ્યામજી ભગવાનના મંદિરના ચોતરા ઉપર અમને ચા તથા ફળાહાર આપવામાં આવ્યાં. ગામના મુખ્ય મુખ્ય આગેવાને તથા તાલુકા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરસિયાના મંદિરની પ્રતિમા પણ જૂની છે, અને તુલસીશ્યામની જેમ એનું પણ માહામ્ય છે એની માહિતી અમને આપવામાં આવી. વર્તમાન મંદિર મરામત અને વધુ બાંધકામ માગે એવી સ્થિતિમાં હતું. સરસિયાના ગ્રામજનોનો આભાર માની અમે બસમાં બેઠા. હવે લગભગ પંદરેક માઈલને રસ્તો હતો, પરંતુ રસ્તે કાચો હતે. ગિરના જંગલને પ્રદેશ હવે શરૂ થતો હતો, અને આસપાસ નાની મોટી ટેકરીઓ આવતી હતી. ધીમે ધીમે અંધારું થવા આવ્યું હતું. અડધા કલાક પછી ફરી એક નાનકડા ઝરણા આગળ દસેક મિનિટ માટે અમે બસ થોભાવી. વાતાવરણ અત્યંત શાંત અને પ્રસન્ન હતું, અંધકાર ગાઢ થતે જતા હતા. આકાશમાં ચાંદની ચમક્વા લાગી હતી. ઝરણાનું પાણી ખળ ખળ વહેતું હતું. પાણીમાં પગ પખાળી, સ્વસ્થ થઈ ફરી બસમાં સફર ચાલુ કરી, અને લગભગ સાડા સાત વાગે અમે તુલસીશ્યામ પહોંચી ગયા. તુલસીશ્યામમાં જાણે કોઈ મેળે ભરાયો હોય એવું દશ્ય હતું. વ્યવસ્થા પણ મોટા પાયા ઉપર, દષ્ટિપૂર્વક કરવામાં આવી હોય એવી છાપ પડી જતાંની સાથે અમને કાર્યાલયમાંથી અમારા નામ પ્રમાણે કયાં કયાં ઉતારાની સગવડ કરવામાં આવી છે. તેની માહિતી, બિલ્લો, ભેજનની પાસ, રોજના કાર્યક્રમની પત્રિકા, તુલસીશ્યામ અને આસપાસનાં પ્રાચીન સ્થળો વિશે માહિતી આપતી પુસ્તિકાઓ વગેરે આપવામાં આવ્યાં. સૌરાષ્ટ્રના ગિરના જંગલમાં નાનકડા રળિયામણા ત્રણ ડુંગર વચ્ચે, નાનકડી શાંત ચાસી નદીને કિનારે આવેલ તીર્થધામ તુલસીશ્યામ ભારતનું એક પ્રાચીન તીર્થ છે. ભારતભરમાંથી શ્રદ્ધાળુ યાત્રાજુઓ ત્યાં યાત્રાએ આવે છે. પ્રકૃતિસૌન્દર્યની દષ્ટિએ આપણા રાણકપુરની કંઈક યાદ અપાવે એવું આ રમણીય સ્થળ છે. મંદિરની અડોઅડ આવેલા ગરાઓ જાણે તીર્થધામની ચકી ન કરતા હોય તેવા શોભી રહે છે. ડુંગરાની ગાળીમાં વનસ્પતિની ઘટા છે. ઉના તાલુકામાં આવેલું આ સ્થળ યાત્રાળુઓમાં અને આસપાસના પંથકમાં શ્યામજીના ધામ તરીકે જાણીતું છે. તુલસીશ્યામનું મંદિર પ્રાચીન છે. એની પ્રતિમા હજારેક વર્ષ જૂની ગણાય છે. દંતકથા પ્રમાણે લગભગ બસો વર્ષ પહેલાં સરસિયા ગામમાં સ્થિર થયેલા એક દૂધાધારી મહારાજને સ્વપ્નમાં આ પ્રતિમાનાં દર્શન થયેલાં અને તે પ્રમાણે દટાયેલી મૂર્તિને ધરતીમાંથી બહાર કાઢવામાં આવેલી અને તેની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવેલી. પ્રતિમા થેડીક ખંડિત થયેલી જણાય છે. મંદિર સામાન્ય હિંદુ મંદિરો હોય છે એવું જૂની ઢબની બાંધણીનું છે. એનાં પગથિયાંની રચના એવી છે કે દૂર ઊભેલા યાત્રાળુ પણ દર્શન કરી શકે. મંદિરની પડખે કાલમેઘનું નાનકડું મંદિર છે. - બાજુમાં તપ્તદક કંડ છે. ગરમ પાણીનાં આ કુંડમાં ભાવિક યાત્રાજુઓ સ્નાન કરે છે. કુંડની બહાર પણ હવે તો ગરમ પાણીના નળ : મૂકવામાં આવ્યા છે. કુંડ પાસે એક નાની ટેકરી છે, જેના ઉપર હાલ વિહારધામના કેટલાક બ્લોક બાંધવામાં આવ્યા છે. મંદિરની સામેની ટેકરી ઉપર રુકમણી દેવીની જીર્ણપ્રાય દેરી છે. ત્રણે ટેકરીઓમાં એ ઊંચી છે અને ત્યાંથી ગિરના જંગલની ઝાડીના અને આસપાસ આવેલા ડુંગરાઓના લગભગ પચ્ચીસેક માઈલના વિસ્તારનું મનહર દર્શન થાય છે. નીચે શ્યામજીના મંદિર પાસે અન્નક્ષેત્ર-જનશાળા છે, જ્યાં યાત્રાળુઓને મંદિર તરફથી મફત ભેજન અપાય છે. મંદિરને વહીવટ મહંત ગુરુ રામપ્રસાદદાસજી સંભાળે છે. મંદિરની પાસે દીવની ધર્મશાળા છે. ડુંગરોની ગાળીમાં એક રસ્તો ઉના તરફ જાય છે અને બીજો રસ્તા ધારી તરફ જાય છે. ઉના, પચપચિયા, ધારી, અમરેલી, સાવરકુંડલા, જૂનાગઢ વગેરે સ્થળેથી તુલસીશ્યામ રોજ કેટકેટલી બસ આવે છે. એક યાત્રાના ધામ ઉપરાંત, એની આબોહવા વાતાવરણ તથા પાણીના ગરમ કુંડને લક્ષમાં રાખીને એક વિહારધામ (holiday camp) તરીકે પણ એને વિકસાવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. તદુપરાંત તુલસીશ્યામ વિકાસ સમિતિ તરફથી પણ આ સ્થળને વિકસાવવા માટે ઠીક ઠીક પ્રયત્ન "થઈ રહ્યા છે. અમારો ઉતારો દીવની ધર્મશાળામાં, વિહારધામના બ્લેકમાં તથા પાસેની ટેકરી ઉપર ખાસ બાંધવામાં આવેલા મંડપમાં રાખવામાં આવ્યા હતા. લાલ કાપડના બાંધેલા એ મંડપમાં (કુટિરમાં) પ્રત્યેકમાં દસથી પંદર જણ માટે ગાદલા અને પલંગ સાથે સૂવા રહેવાની સુંદર સગવડ કરવામાં આવી હતી. પાણી, શૌચ, સ્નાન, ભેજન વગેરેની વ્યવસ્થા પણ એટલી જ ચીવટપૂર્વક કરવામાં આવી હતી. શિબિર સાચા અર્થમાં શિબિર લાગતી હતી. તારીખ ત્રીજીએ સાંજ સુધીમાં લગભગ બધા શિબિરાર્થીઓ આવી ગયા હતા. મુંબઈ અને અમદાવાદ કરતાં સૌરાષ્ટ્રમાંથી ઘણા મોટા પ્રમાણમાં માણસો આવ્યા હતા, જેમાંના કેટલાક તે તે તરફના કાર્યકર્તાઓ હતા. પૂ. રવિશંકર દાદા અને કવિ શ્રી દુલા કાગ આ શિબિરમાં હાજરી આપવા માટે ખાસ પધાર્યા હતા. તી. ત્રીજીએ રાત્રે, ભેજન પછી, નવ વાગે શિબિરનું ઉદ્ઘાટન થયું હતું. પૂ. રવિશંકર મહારાજ, કવિશ્રી દુલાકાગ, શ્રી દુર્લભજી ખેતાણી, શ્રી રતુભાઈ અદાણી વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતાં તથા શિબિર અંગે કેટલુંક માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય શ્રી રજનીશજીએ શિબિરની પેજના પાછળને હેતુ દર્શાવ્યો હતેતથા બીજા દિવસથી શરૂ થનાર પોતાનાં પ્રવચનની આધ્યાત્મિક વિચારભૂમિકા વિગતે સમજાવી હતી. વસ્તુત: એમનું એ વકતવ્ય પણ એક પ્રવચનરૂપ બની ગયું હતું. તેમ છતાં આખા દિવસના સતત પ્રવાસથી થાકેલ્લા શિબિરાર્થીઓ માટે રાતના નવથી તે અગિયાર સુધી એ ઉદ્ઘાટન કાર્યક્રમ કંઈક ભારે બની ગયો હતો. બીજે દિવસે સવારે પ્રાત: વિધિ તથા ચા-પાણી પછી બરાબર નવ વાગે આચાર્ય શ્રી રજનીશનાં પ્રવચનનો કાર્યક્રમ શરૂ થયો હતે. ખુલ્લામાં બાંધવામાં આવેલા સભા મંડપનું વાતાવરણ આસપાસના વૃક્ષને લીધે પ્રસન્ન, શાંત, શીતળ અને પ્રેરક હતું. લગભગ સાડા ચારાની સંખ્યાના રોતાવર્ગની આવા ગંભીર વિષયને ગ્રહણ કરવા માટેની શાંતિ પણ પ્રશસ્ય હતી. વળી, પિતાના વિષયને વિશદ, તર્કસંગત અને સચોટ રીતે તથા ઉદાહરણો વડે રોચક રીતે રજૂ કરવાની આચાર્યશ્રીની 'શૈલીને લીધે તથા એમની ભવ્ય મુખમુદ્રા અને અખલિત કર્ણપ્રિય વાણીપ્રવાહને લીધે શ્રેતાઓ મંત્રમુગ્ધ બનીને સાંભળી રહેતા. સવારે નવથી દસ વાગ્યા સુધી, સાંજે ચારથી પાંચ સુધી અને રાત્રે નવથી દસ સુધી એ રીતે ત્રણ દિવસ સુધી આચાર્યશ્રીએ આપેલાં પ્રવચને અને પ્રશ્નના ઉત્તરો તથા તે દરેકને અંતે દસ મિનિટ માટે કરાવેલ ધ્યાનના પ્રયોગને વિગતવાર અહેવાલ આપવાનું અહીં શકય નથી. પરંતુ ત્રણ દિવસનાં એમનાં પ્રવચનનું મુખ્ય વકતવ્ય શું હતું તે અહીં આપણે તેમણે આપેલાં સંખ્યાબંધ ઉદારણામાંથી કેટલાંક નમૂનારૂપ ઉદાહરણો સાથે જોઈશું. આચાર્ય શ્રી રજનીશનાં પ્રવચનોને મુખ્ય વિષય સત્યની ખોજ એટલે શું અને તે કેવી રીતે થઈ શકે તે હતે. તેમણે કહ્યું હતું કે પ્રત્યેક મનુષ્ય જીવનમાં કંઈક ને કંઈક મેળવવા માટે કે શોધવા માટે પ્રયત્ન કરે છે. આવા પ્રયત્ન કરતો માનવી પોતે સત્યની ખેજ કરે છે એમ કેટલીક વાર માનતા હોય છે, પરંતુ વાસ્તવમાં તે સત્યની
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy