________________
તા ૧૩-૬
પ્રભુ
અયૂબખાન અને રશિયાના પ્રધાનમંત્રી કોસિનિના ફાળે જાય છે. આ કરારનામાંથી આપણે શું મેળવ્યું? તેની જમા બાજુ તેમ જ ઉધાર બાજુએ બન્ને રજૂ કરી શકાય તેમ છે. . ઉધાર બાજુમાં કહી શકાય કે આપણે યુદ્ધની શરૂઆતમાં ઑગસ્ટમાં માસની પાંચમી તારીખે જ્યાં હતાં ત્યાં આપણા લશ્કરી દળોને પાછાં ખસેડવાનું આપણે કબૂલ કર્યું છે.
આપણે જીત્યા એમ માનવા છતાં, આપણને પારવાર આર્થિક નુકશાન છે થયું અને કબજે કરેલા પ્રદેશ છોડી દેવા પડયાં, છે, ખાસ કરીને હાજીપીર, કારગીલ અને તિથવાલ પણ છેાડી દેવાનું કબૂલ કરવું પડયું છે. આમ છે તે પ્રશ્ન થાય છે કે પછી આપણે મેળવ્યું શું?
તાકંદ કરારના હાર્દને સમજવા માટે સંયુકત રાષ્ટ્રસંસ્થાની સિક રિટી કાઉન્સિલના સપ્ટેમ્બર ૧૯ મી તારીખના ઠરાવને આપણે યાદ રાખવા જોઈએ. કારણ કે આ ઠારાવ અમુક reservations સાથે આપણે બન્નેએ સ્વીકાર્યા હતા. આ કરારનામામાં જે કાંઈ નક્કી કરવામાં આવ્યું છે તે સીક્યારીટી કાઉન્સિલના ઠરાવના ચોગઠામાં રહીને કરવામાં આવેલ છે. આ કરારથી સિકય પરિટી કાઉન્સિલના ઠરાવ બન્નેને પૂરા અર્થમાં બંધનકર્તા બને છે. આવી પરિસ્થિતિમાં જે કાંઈ કરાર થાય તેમાં બાંધછોડનાં તત્ત્વો તો હોવાનાંજ. આથી યુદ્ધવિરામ પાકો થયો છે. આ કરારનામાને દુનિયાના બધા દેશોએ અલબત્ત ચીન સિવાય – વધાવ્યો છે, આવકાર્યો છે. આથી ભારતની પ્રતિષ્ઠા ખૂબ વધી છે. ધૂસણખોરો સંબંધમાં આ કરારનામામાં કશા સીધા ઉલ્લેખ નથી, પણ પરસ્પરના ઝઘડા પતાવવામાં બળના ઉપયોગ કોઈ પણ પક્ષે કરવામાં નહિ આવે એવી બાંયધરીના ગર્ભમાં હવે પછી ધૂસણખારો મોકલવામાં નહિ આવે એવી કબૂલાત સૂચિત છે.
બીજું દુનિયાના આગળ પડતા દેશોમાં આપણા વિશે એવી છાપ છે કે કાશ્મીરની બાબતમાં આપણે જીદ કરી બેઠા છીએ અને તે ખાતર યુદ્ધ નેતરતા પણ આપણે અચકાતા નથી. કાશ્મીર સંબંધનું આપણું વલણ સ્પષ્ટ અને મક્કમપણે કાયમ રાખીને, તાકંદ કરારથી આપણે દુનિયાને બતાવી આપ્યું છે કે યુદ્ધના વિજયથી મળતા લાભ જતો કરીને પણ જોખમ ખેડીને પણ આપણે શાંતિ ને— યુદ્ધવિરામને–ઝંખીએ છીએ.
આપણે હાજીપીર, કારગીલ અને તિથવાલ છેડવાને રાજી ન હોઈએ એ સ્વાભાવિક છે, પણ એ બાબતમાં અયૂબખાન નમતું આપે તો પાકિસ્તાનમાં જઈને તે શું મોઢું બતાવે એનો પણ આપણે ખ્યાલ રાખવો ઘટે છે. પાકિસ્તાને પણ આપણા પ્રદેશ ખાસ કરીને રાજસ્થાનમાં અને જમ્મુમાં કબજે કરેલા જ હતો તે તેણે પણ છેડ
વાના જ છે.
યુદ્ધના કેળવાયલા માનસમાંથી શાન્તિ તરફ અભિમુખ બનવું એ સહેલું નથી. શાસ્ત્રીજીએ યુદ્ધ સંબંધમાં જેટલી મક્કમતા અને નિડરતા દાખવી છે તેટલી જ મક્કમતા, નિડરતા અને શાન્તિઅભિમુખતા શાસ્ત્રીજીએ આ કરારનામું સ્વીકારવામાં દાખવી છે. આમ ભારતની પ્રતિષ્ઠિા તાકંદ મંત્રણાના કારણે આખી દુનિયામાં ખૂબ વધી છે.
આ કરારનામાને અમલી બનાવવામાં ભારત જેટલું જ–બલકે વધારે—આતુર પાકિસ્તાન રહેશે. જોતજોતામાં લશ્કરી દળે! મૂળ યુદ્ધવિક્રમ રેખા સુધી પાછાં ખસી ગયા છે, એટલું જ નહિ પણ, બન્ને બાજુએ તેનું ચાલુ પ્રમાણ ઘટાડવાંનું પણ કબુલાયું છે; હાઈ કમિશનરો પોતપોતાના સ્થાને પાછા ગયા છે; કેદીઓ પાછા સોંપાયા છે અને પરસ્પર વ્યાપારી સંબંધો પણ સુધરવા લાગ્યા છે. પાકિસ્તાનની આતુરતા આ સંબંધમાં એટલા માટે વધારે હાવાની કે આ બધી બાબતો પતે તો અને ત્યાર બાદ જ કાશ્મીરના પ્રશ્ન તે ઊભા કરી શકે.
આ કરારનામું સીકયોરીટી કાઉન્સીલના ઠરાવના માળખામાં થયેલું હોઈને આથી સીકયારીટી કાઉન્સીલ અને સંયુકત રાષ્ટ્રસંઘની પ્રતિષ્ઠા વધી છે..
આપણે ભારત પાકિસ્તાન વચ્ચે no war pactની માગણી કરેલી. કાશ્મીરની સમસ્યા ઉભેલી હાઈને આવી કબૂલાત આપવાની સ્થિતિમાં અયુબખાન નહોતા. એમ છતાં યુનાઈટેડ નેશન્સ ચાર્ટરમાં બળનો ઉપયોગ નહિ કરવાની જે કબૂલાત રહેલી છે એ
'''''
૧
જીવન
२९३
કબૂલાતને આ કરારનામામાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ બાબત પણ એટલી જ અગત્યની છે.
આટલી લાંબી આલોચનાના અન્ત, હવે પછીના મતભેદોનો નિકાલ પણ શાન્તિ અને સમજાવટભરી વાટાઘાટોથી થશે અને યુદ્ધના કારણે વધારે તંગ બનેલી આર્થિક પરિસ્થિતિ જેવી આપણી તેવી જ પાકિસ્તાનની—તે સુધારવા તરફ આપણે આપણી શકિતઓને વધારે કેન્દ્રિત કરી શકીશું. દુનિયાના દેશે પણ ભારત પાકિસ્તાનનાં સંબંધા સુધરે–શાન્તિભર્યા બને—એમ ખરા અન્તરથી ઈચ્છી રહ્યા છે. કારણ કે તે ઉપર આખરે કાયમની વિશ્વશાન્તિનો મોટો આધાર છે. ઈન્દિરા ગાંધીની ચૂંટણી
હવે આપણા નવા પ્રધાનમંત્રીની જે ચૂંટણી થઈ તેના વિચાર કરીએ. નહેરુના જવાથી પક્ષના નેતા ચૂંટવાની જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તે કરતાં આ વખતની પરિસ્થિતિ વધારે વિકટ હતી; કારણ કે તે સમયે લાલબહાદુર શાસ્ત્રીની ચૂંટણી લગભગ નિશ્ચિત જેવી હતી. આ વખતે એ સ્થાન માટે એકથી વધારે હરીફો હતા.
સૌથી પહેલાં તે એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે પક્ષનેતાના સ્થાન માટે તીવ્ર હરીફાઈ હોવા છતાં આપણે આ પ્રશ્નના ઉકેલ આઠ કે દસ દિવસના ગાળામાં લાવી શકયા એ આપણા માટે ગૌરવના વિષય ગણાય. આ હકીકત દેખાડે છે કે આપણે ત્યાં લોકશાહીની જડ બરોબર જામેલી છે અને પૂરી સભ્યતા અને સંયમપૂર્વક અને લોકશાહીની રીતરસમને સંપૂર્ણપણે વળગી રહીને આપણે આવી કટોકટીના નિકાલ લાવી શકીએ છીએ.
આવા સુખદ પરિણામ માટે સવિશેષ યશ કોંગ્રેસના પ્રમુખ શ્રી કામરાજને ઘટે છે. તેમણે જે મક્કમતા અને કુનેહથી કામ લીધું છે તેને લીધે આટલું સુખદ, સંતોષજનક અને ત્વરિત પરિણામ આવ્યું છે.
consensus
પક્ષ નેતાની ચૂંટણી અંગે વિચાર કરીએ અને આગામી ભારતવ્યાપી ચૂંટણી એક સવા વર્ષમાં આવવાની જ છે એ હકીકતનો ખ્યાલ રાખીએ તે એમ લાગતું હતું કે કદાચ શ્રી ગુલઝારીલાલ નંદાને આગામી ચૂંટણી સુધી ચાલુ રાખવામાં આવશે. પણ તેમ બની શક્યું નહિ. શ્રી નહેરુના અવસાન સમયે પદ્ધતિ સ્વીકારીને શ્રી મેારારજીભાઈએ પેાતાની ઉમેદવારી પાછી ખેંચી હતી, પણ આ વખતે ચૂંટણી માટે યોગ્ય રીતે તેમનો આગ્રહ હતો. ગમે તે કારણે શ્રી કામરાજનો એ નિર્ધાર હતા કે શ્રી મારારજીભાઈ પ્રધાનમંત્રીપદે આવવા ન જોઈએ. તેથી તેમણે એવા ઉમેદવારની પસંદગી કરવી રહી કે જેને શ્રી મારારજીભાઈ સામે સફળતા મળે અને તેથી શ્રી ઈન્દિરા ગાંધીને તેમણે આગળ કર્યાં અને તેઓ માટી બહુમતીથી ચૂંટાયા. આ સ્થાનની ઉમેદવારી અંગે ચવ્હાણ, એસ. કે. પાટીલ વગેરેનાં નામો પણ સંભળાતાં હતાં. પણ આ સર્વને ઉમેદવારીમાંથી ખસી જવા કામરાજ સમજાવી શકયા એ શ્રી કામરાજની કુનેહનું પરિણામ છે.
શ્રી કામરાજે આ ચૂંટણીમાં આટલા બધા અને આવી રીતે સક્રિય ભાગ લીધે તે યોગ્ય ન હતું એવા કેટલાકના અભિપ્રાય છે. કામરાજ દેશનું શાસન કરતા રાજકીય પક્ષના વડા હોઈને કોણ વ્યકિત આ દેશના પ્રધાન મંત્રી બને છે એ જોવાની તેમની ખાસ જવાબદારી છે અને એ રીતે તેમનું વર્તન અયોગ્ય ન કહેવાય.
રાજ્યોના મુખ્ય મંત્રીઓએ પણ આ ચૂંટણીમાં ઘણા સક્રિય ભાગ ભજવ્યો. લાલબહાદુર શાસ્ત્રીની ચૂંટણી વખતે પણ કેટલેક દરજજે આમ બન્યું હતું, પણ આ વખતે મેટા પ્રમાણમાં અને અસરકારક રીતે આવું બન્યું. મુખ્ય મંત્રીઓએ જે કર્યું તે વિષે મતભેદને અવકાશ છે. સમવાયતંત્રમાં અને ખાસ કરી એક જ રાજકીય પક્ષ બધા રાજ્યામાં સત્તાસ્થાને હોય ત્યારે દેશના વડા પ્રધાન કણ થાય તેમાં રાજ્યોના મુખ્ય મંત્રીઓને ઊંડો રસ હોય તેમાં આશ્ચર્ય નથી. પ્રધાનમંત્રીની ચૂંટણી કોંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષના સભ્યો જ કરી શકે, છતાં કોંગ્રેસના બધા આગેવાનોનું તેમાં હિત છે તે સ્પષ્ટ છે. પક્ષના સભ્યો પર કોઈ અયોગ્ય દબાણ, ભય કે લાલચનો ઉપયોગ થવા ન જોઈએ, પણ તેમને માર્ગદર્શન આપે તેવા અથવા તેમને સમજાવવા પ્રયત્ન કરવામાં આવે તેમાં કાંઈ અનુચિત નથી.
મને એમ પણ લાગ્યું છે કે ઈન્દિરા ગાંધીએ આ પદ ઉપર આર્થવાની સ્વત; ઈચ્છા દર્શાવી હોય એમ નહાનું. ઉલટું જ્યારે પોતાને