SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પ્રમુદ્ધ જીવન રીત પકડી. બાલવું ઓછું, કામ વધારે દેખાડવું. આખરે તે આપણું કામ જ બોલે છે. (૨) જાદુગરો ઑડિયન્સને પ્રભાવિત કરવા માટે નાભિમાંથી શ્વાસ ખેંચીને મોટા પણ કૃત્રિમ અવાજથી બોલતા હોય છે. હું મારા સ્વાભાવિક અવાજથી જ બોલું છું. (૩) ઑડિયન્સ - પ્રેક્ષકગણ બુદ્ધુ છે એવો ખ્યાલ કેળવીને જાદુગરો એક superman – લોકોત્તર માનવી – માફક વર્તવાના પ્રયત્ન કરતા હોય છે. આવું કશું ઘમંડ ન સેવતાં “ આપ મેરે હા, મે” આપકા હું” એવા ભાવથી પ્રેક્ષકો સાથે હું વ્યવહાર કરું છું. (૪) જાદુગરો મેઢું ગંભીર બિહામણું કરીને બોલતા ચાલતા હોય છે. મેાટી મૂછે અને લાંબી દાઢી જાદુગરના આવશ્યક અંગા ગણાય છે. હું હસીને બાલું ચાલું છું અને પ્રેક્ષકોને હસાવું છું. દાઢી મૂછની મને કોઈ જરૂર લાગી નથી. (૫) જાદુના વ્યવસાય સાથે હિંસા સારા પ્રમાણમાં જૉડાયલી હોય છે. દા. ત. પારેવાને મારી નાંખીને જીવતા કરવામાં આવે છે. આમાં મારેલું પારેવું મરેલું જ ફેકાઈ જાય છે, અને તે જ જગ્યાએ નવાં જ જીવતાં પારેવાં આપણી સામે રજૂ થાય છે. ઉપરવાળો એક જ જાદુગર છે કે, જે મરેલાને જીવતાં કરી શકે છે. આવી હિંસા જેમાં હોય એવા એક પણ પ્રયોગ હું કરતા નથી. જે પક્ષીઓનો અમે પ્રયાગમાં ઉપયોગ કરીએ છીએ તેમને પણ અમે બહુ જ સારી રીતે રાખીએ છીએ. (૬) જાદુગરો માટા ભાગે અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. હું કદિ પણ અશ્લીલ કે અશિષ્ટ ભાષાનો ઉપયોગ કરતો નથી. જાદુ પદ્ધતિસરનું વિજ્ઞાન છે. આંગળીઓને રીયાઝ કરીને તૈયાર કરવી પડે છે. મારુ જીવન શુદ્ધ બની રહે, ઊંચા ધારણ ઉપર ટકી રહે એ માટે હું હંમેશાં સંત – સાધુઓને સમાગમ શોધતો રહું છું. ખાન - પાનમાં મિતાહારી રહું તે જ આ વ્યવસાય લાંબા વખત ચલાવી શકું એ વિષે હું પૂરો સભાન છું. શરીરસૌષ્ઠવનું અમારા માટે ખૂબ મહત્ત્વ છે. કોઈ પણ વ્યસન તો મને છે જ નહિ, પણ મારા દાંત સારા સફેદ ટકી રહે એ માટે પાન પણ હું ખાતા નથી. જાદુમાં આત્મવિશ્વાસ સૌથી મહત્ત્વનું તત્ત્વ છે. ગાંધીજી અને જૉન ઑફ આર્ક બન્ને દુનિયાના મોટા જાદુગરો હતા. તેમના આત્મવિશ્વાસ ટકયા ત્યાં સુધી દુનિયામાં તેઓ મહાન કાર્યો કરી શકયા. ચીન - લીંગ - ફ્એ આત્મવિશ્વાસ ગુમાવ્યો અને બંદૂકની જેગાળી તે રમતમાં મેામાં ઝીલી શકતા હતા તે જ ગાળીએ તેના જીવ લીધા હતા. આ આત્મવિશ્વાસ એ મારી સૌથી મોટી મૂડી છે. આ મારો આત્મવિશ્વાસ ટકી રહી, સદા વધતા રહે અને જનતાની મનેરંજનદ્ગારા વધારે ને વધારે સેવા કરતો રહું એવા આપના હું આશીર્વાદ માંગું છું.” અન્ય વકતવ્યો આ સમારંભમાં ઉપસ્થિત થયેલા શ્રી શાંતિલાલ હ. શાહે, શ્રી કે. લાલના જાદુ ના પ્રયોગોથી ખૂબ પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું અને પરદેશના જાદગરો કરતાં તે ચડિયાતા છે એવી કે. લાલની જાદુગરી અંગે પાતા ઉપર છાપ પડી છે એમ પણ જણાવ્યું. જેમ પરદેશના જાદુગરો અહીં આવે છે એમ કે. લાલે પોતાના ખેલો પરદેશમાં જઈને રજૂ કરવા જોઈએ એમ જણાવીને તે દિશાએ પોતાથી શકય હોય તેટલા મદદરૂપ થવાની તેમણે ખાત્રી આપી, સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રી કે. લાલના ખેલા બે વર્ષ પહેલાં તેઓ અહિં આવેલા ત્યારે, જોયા હોવાનું અને તેમની સાથે પરિચય હાવાનું જણાવ્યું. “તે કોઈ આપણાથી અલગ દૂરના ચિત્રવિચિત્ર લેખાતા જાદુગર નથી પણ આપણામાંના જ એક સ્વજન સમા છે. તેમણે જાદુગરના વ્યવસાયને સુચારિત્ર્ય અને ભાવનાશીલતાવર્ડ શાભાવ્યો છે, વધારે પ્રતિષ્ઠિત બનાવ્યા છે. તેઓ આપણા સર્વના સ્નેહ અને આદરના અધિકારી છે. આ રીતે બહુમાન કરીને સંધે યોગ્ય વ્યકિતની ઉચિત કદર કરી છે.” જણાવીને તેમનું ફ્ લહાર વડે સન્માન કર્યું. આમ ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે આભારદર્શન કરતા કહ્યું “જગતના મોટામાં મેટા જાદુગર પરમાત્માની તા. ૧૬-૨-૬૬ માયાજાળમાં જેમ આપણે ફસાયા છીએ અને ફસાવું ગમે છે તેમ શ્રી કે. લાલની માયાજાળમાં ફસાવું ગમે છે અને એના આપણને આનંદ છે. તેઓ પ્રથમ મુંબઈ આવ્યા ત્યારે તેમના પ્રયોગની ટિકિટ મને મહામુશ્કેલીએ મળેલી. તેમની ક્લકા ખાતેની કાપડની દુકાનની પણ મે મુલાકાત લીધી હતી અને ત્યાંથી મને છા - સાતો રૂપિયાની સાડીઓ વળગાડવામાં આવી હતી. આમ એમની જાળમાં હું બે વાર ફસાયેલા. આજે તેમણે મુંબઈને ઘેલું કર્યું છે. તેમના જાદુના ખેલા જોતાં આપણને અદ્ભુત આશ્ચર્ય – આનંદ – થાય છે. તેમણે તેમનું નામ કાન્તિલાલ વારા રાખવાને બદલે તખલ્લુસ કે. લાલ નામ રાખ્યું એ એમની સફળતાનું નિમિત્ત બન્યું છે. અને મારા એક મિત્ર કાંતિલાલે એનું નામ કે. મગનલાલ દેસાઈ રાખ્યું છે અને આજે એમની સંપત્તિનો પણ અસામાન્ય વિકાસ થયા છે. “શ્રી કે. લાલ ફકત ધંધાદારી જાદુગર નથી, સાથે સેવાની પણ ભાવના રાખે છે. તેમણે અનેક સંસ્થાઓને એમનો શ આપીને ફંડ ભેગું કરવામાં સહાય કરી છે. આજે જે ાતા અહીં ઉપસ્થિત થયા છે એમનાં સૌના દિલની ઈચ્છા છે કે શ્રી કે. લાલ અહીં પણ એકાદ બે જાદુની આઈટેમ બતાવે.” ત્યારબાદ શ્રી કે. લાલે માઢામાંથી એક પછી એક ગાળા કાઢી બતાવ્યા હતા અને રૂમાલા એક પછી એક કાઢી બતાવ્યા હતા અને આમ આનંદના વાતાવરણમાં સભા વિસર્જિત થઈ હતી. તુલસીશ્યામ ખાતે ચેાજવામાં આવેલી સાધના શિખિર સૌરાષ્ટ્રના દક્ષિણ પ્રદેશમાં આવેલા તીર્થધામ તુલસીશ્યામ ખાતે ‘તુલસીશ્યામ વિકાસ સમિતિ’ તથા ‘સારઠ શિક્ષણ અને સંસ્કૃતિ સંઘ'ના સંયુકત ઉપક્રમે આચાર્ય રજનીશજીને અનુલક્ષીને ચાલુ ફેબ્રુ આરી માસની તા. ૪-૫-૬ એમ ત્રણ દિવસ માટે એક સાધના શિબિર ગાઠવવામાં આવી હતી. આ શિબિરનો લાભ લેવા માટે મુંબઈ, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી લગભગ ૪૫૦ ભાઈબહેને ઉપસ્થિત થયા હતા. આ શિબિરનું આયોજન સૌરાષ્ટ્રના જાણીતા અગ્રગણ્ય કાર્યકર્તા શ્રી રતુભાઈ અદાણી તથા તેમના સહકાર્યકર્તાઓ તરફથી કરવામાં આવ્યું હતું અને શિબિરના સ્થળે એક સુંદર નાની સરખી રચના કરવામાં આવી હતી. ત્યાં આવેલા ભાઈ બહેનો માટે રહેવા ખાવા પીવા વગેરે માટે ઉત્તમ પ્રકારની સગવડ કરવામાં આવી હતી. શિબિરના દિવસેાની શરૂઆત સવારના પહોરમાં ઐચ્છિક શ્રમદાન દ્વારા કરવામાં આવતી સાફસૂફીથી થતી હતી. શિબિરનું પ્રમુખસ્થાન પૂજ્ય રવિશંકર મહારાજે લીધું હતું. શિબિરના પ્રારંભ ખરી રીતે ત્રીજી તારીખે રાત્રે નવ વાગે એકત્ર થયેલા સંમેલનથી થયા હતા, જ્યારે આચાર્ય રજનીશજીએ પ્રસ્તુત શિબિરના ઉર્દૂ શ સમજાવ્યો હતો. ત્યાર બાદ શિબિરના નિયત દિવસે દરમ્યાન સવારના ૯થી ૧૦, બપારના ૪થી ૫ તથા રાત્રીના ૯ થી ૧૦, એમ હંમેશા આચાર્ય રજનીશજીનાં ત્રણ પ્રવચનો થતાં હતાં. આ ઉપરાન્ત તા. ૪ સાંજના સમયે અમદાવાદવાળા શ્રી ચંદુલાલ સતિયાના હાથે બાજુએ આવેલ ટેકરી કે જેના શિખર ઉપર જવા માટેનાં રૂક્ષ્મણિ માતાનું મંદિર છે ત્યાં નીચેથી ઉપર પગથીયાં અંગે શિલારોપણ કરવામાં આવ્યું હતું. તા. ૫મીની સવારે શેઠ નાનજીભાઈ કાળીદાસના હસ્તે ગૌસંવર્ધન કેન્દ્રનું શિલારોપણ કરવામાં આવ્યું હતું. એ જ દિવસે સાંજે શ્રી નારણદાસ ગાંધીના હાથે મોટા પાયા ઉપર તૈયાર કરવામાં આવેલા ગેાબરગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તા. ૬ સવારના ભાગમાં શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠના હાથે આજના ખ્યાલા મુજબ તૈયાર કરવામાં આવેલ ભાજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપર જણાવેલ શિબિરના સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા ભાઈ બહેનાએ રસપૂર્વક ભાગ લીધા હતા અને રજનીશજીનાં પ્રવચનોએ એક નવી વિચારચેતના પેદા કરી હતી. આ શિબિરમાં સૌરાષ્ટ્રનું જેને સત્વ કહી શકાય એવી વિચારલક્ષી અનેક વ્યકિતઓના સમુદાયે ખૂબ રસપૂર્વક ભાગ લીધા હતા અને ત્રણે દિવસ આનંદપ્રમોદમાં અને પ્રેરક વાતાવરણમાં પસાર થયાં હતાં. આ સાધના શિબિરના સવિસ્તર અહેવાલ હવે પછીના અંકમાં આવશે. માલિક: શ્રી મુખઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાન ંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫--૪૭, ધનજી સ્ટ્રીટ. મુ ંબઇ-૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ ંબઇ ĕ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy