________________
તા. ૧૯-૨-૧
પ્રબુદ્ધ જીવન
જાણીતા જાદુગર : શ્રી. કે. લાલ સધ તરફથી કરવામાં આવેલુ બહુમાન
☆
તા. ૩૧-૧-૧૯૬૬ના રોજ સાંજના સમયે ધી બાઁ મ્બે ગ્રેન એન્ડ ઑઈલ સીડ્ઝ એસોસીએશનના સભાગૃહમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે મુંબઈમાં થોડા સમયથી આવેલા અને મુંબઈની પચરંગી પ્રજાને પોતાના અજાયબીભરેલા જાદુના ખેલાથી મુગ્ધ કરી રહેલા સુવિખ્યાત જાદુગર શ્રી કે. લાલ સાથે સંઘના સભ્યોને મિલન-સમારંભ ગોઠવવામાં આવ્યો હતો. સમારંભના સમયે સભાગૃહ સંઘના સભ્યો વડે ચીક્કાર ભરાઈ ગયા હતા. સ્વાગતનિવેદન
સમારંભના પ્રારંભમાં શ્રી કે. લાલનું સ્વાગત કરતાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું હતું કે:– “સંઘ તરફથી આજ સુધીમાં અનેક મિલન સમારંભા – સત્કાર સમારંભા-ગોઠવાતા રહ્યા છે, પણ આજે જે વ્યકિતના અંગે આ મિલન સમારંભ ગોઠવવામાં આવ્યો છે તે વ્યકિત આગળના સર્વ વ્યકિતવિશેષો કરતાં અલગ પ્રકારની – ભિન્ન કક્ષાની છે. આજના આપણા મહેમાન શ્રી કે. લાલનું આખું નામ છે શ્રી કાંતિલાલ ગિરધરલાલ વોરા. પણ જાદુગર તરીકે તેઓ પોતાને શ્રી કે. લાલના નામથી ઓળખાવે છે. તેઓ એક જાણીતા જાદુગર છે, પણ જાદુગરના આપણા ચાલુ ખ્યાલાથી આ જાદુગર જુદી કોટિના છે. આપણા ચાલુ ખ્યાલ મુજબ જાદુગર એટલે કોઈ ગૂઢ વ્યકિત. તેના સીધા પરિચયમાં આવતાં આપણને સંકોચ થાય, બીક લાગે. મંતરજંતર અને મેલી વિદ્યા જાદુગર સાથે જોડાયેલી હોય છે. વ્યસનો વિનાના જાદુગર કલ્પી શકાતા નથી. તેની મુખાકૃતિ પણ લાંબી દાઢી મૂછોથી શાભતી હોય છે. આમાંનું કશું પણ શ્રી કે. લાલમાં આપણને જોવા મળતું નથી. તેમની ઉમ્મર ૩૯ વર્ષની છે. તેમનું કુટુંબ મૂળ કાઠિયાવાડમાં આવેલા બગસરાનું વતની છે. જાણીતા સામાજિક કાર્યકર શ્રી લાલચંદ વારા તેમના કાકા થાય. જન્મે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક. કલકત્તામાં તેમને – તેમના કુટુંબના - કાપડનો વ્યવસાય. વ્યસન તેમને કોઈ મળે નહિ. નિયમબધ્ધ જીવન, ભાવનાશાળી વૃત્તિ. શીલસંપન્નતા અને જાદુગરપણાનો અદ્ભુત અને વિરલ સુયોગ શ્રી કે. લાલમાં આપણને જોવા મળે છે. સ્વભાવે પ્રસન્ન, સરળ, સાદા, હસમુખા, આવા સજ્જન આજના આપણા મહેમાન છે. આવી વિશિષ્ટ વ્યકિત સાથે સંઘના સભ્યોનો સમાગમ થાય અને સંઘ તેમનો આદર કરે તે માટે આ સમારંભ આપણે યોજ્યો છે. સંઘ તરફથી શ્રી કે. લાલને હું આવકારૂ છું અને શ્રી બાલાભાઈ વીરચંદ જે સાહિત્યના પ્રદેશમાં ‘ જય ભિખ્ખુ ના તખલ્લુસથી ઓળખાય છે અને જે આજના આપણા અતિથિને બહુ નિકટતાથી ઓળખે છે અને જેમણે તેમનો પરિચય આપતી એક નાની પુસ્તિકા પણ લખી છે તેવા શ્રી બાલાભાઈ અહિં ઉપસ્થિત હાઈને, તેમને કાંતિલાલભાઈના વિશેષ પરિચય આપવા હું વિનંતિ કરૂં છું. યભિખ્ખુએ આપેલા પરિચય
શ્રી બાલાભાઈ (જયભિખ્ખુ)એ તેમને શ્રી કે. લાલના પરિચયમાં આવવાનું શી રીતે બન્યું તેનો ખ્યાલ આપતાં જણાવ્યું કે “ જ્યારે થોડાં વર્ષો પહેલાં કલકત્તામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે હું કલકત્તા ગયેલા અને ત્યારે તેમના તરફથી મને ભાજનનું નિમંત્રણ મળેલું. ત્યારથી અમારા પરિચયની શરૂઆત થઈ અને પછી તો તેઓ સમયાંતરે અમદાવાદમાં આવ્યા અને તેમના વિષે, તેમની જાદુવિદ્યાની ઉપાસના વિષે મને વધારે જાણવાનું મળ્યું અને જેમ જેમ તેમના વિષેની મારી જાણકારી વધતી ગઈ તેમ તેમ તેમના
૧
૧૦૯
વિશિષ્ટ વ્યકતત્વથી હું વધારે ને વધારે પ્રભાવિત બનતો ગયો. આજે અમે બન્ને એટલા બધા નિકટ છીએ કે અંતરમાં જડાયલી વ્યકિત વિષે બહુ કહેવું મારા માટે મુશ્કેલ છે. તેમને ભગવાને સુરત અને સીરત બન્ને આપેલ છે. તેઓ કલાકાર છે અને એમ છતાં, સાધારણ રીતે કલા અને વ્યસન સાથે ચાલતા જોવામાં આવે છે, જ્યારે ભાઈ કાંતિલાલને મઘ, ધૂમ્રપાન તે શું – ચાનું પણ વ્યસન નથી. ખાવા – પીવામાં અત્યંત મિતભાજી અને વ્યવહારમાં ઉદાર તેમ જ ખૂબ જ પ્રેમાળ છે. વળી તેમનું આખું કુટુંબ રાષ્ટ્રીય ભાવનાથી તેમ જ ધાર્મિક સંસ્કારોથી રંગાયેલું છે.
“આપણે ત્યાં મદારીની સંસ્થા પરાપૂર્વથી ચાલી આવે છે. તે અત્યંત અવમાનિત–ઉપેક્ષિત હોવા છતાં તેના જેવી પુરાણી અને દઢમૂળ આપણા દેશમાં બીજા કોઈ કલાકારની સંસ્થા નથી. ” આમ જણાવીને કે. લાલ. આ મદારીઓ પાસેથી જાદુવિઘા કેવી રીતે શિખ્યા અને તે ખાતર તેમણે કેવી તપશ્ચર્યા કરી, કષ્ટો ખમ્યાં તેમની ઉપાસનાની આવી કેટલીક વિગતો શ્રી બાલાભાઈએ રજૂ કરી. આગળ ચાલતાં તેમણે જણાવ્યું કે, “આમ અનેક ગુરુઓ દ્વારા, તેમણે આ વિદ્યા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત તેમને સાધુ–સંતને મળવાના, તીર્થયાત્રાએ કરવાનો શોખ છે. વળી જે લીધું તે પૂરુ કરવું એવી તેમની આગ્રહી પ્રકૃતિ છે. જાદુવિદ્યાના તંદુરસ્ત રીતે ઉપયોગ કરવા એ એમના જીવનના મંત્ર છે, અને આખરે જાદુ શું છે? જે તમે ન જાણી શકો તે જાદુ, એનું તમે રહસ્ય જાણા એટલે તે વિજ્ઞાન બની જાય છે. વિજ્ઞાન અને જાદુમાં માત્ર આટલા જ ફરક છે.
“આપણા દેશમાં આવા કે. લાલ એટલે કે આવા જાદુગર અનેક હશે પણ આ લાલના અંતરમાં જે ગુલાબ છે તેવું ગુલાબ ભાગ્યે જ અન્યત્ર જોવા મળે છે. આપણે આજે આ ગુલાબની સુગંધ માણવા એકઠા થયા છીએ. આવું સન્માન કોઈ જૈન સંસ્થાએ યાજેલું મારા ધ્યાનમાં નથી તેથી આવા પ્રસંગ યોજવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને હું ધન્યવાદ આપું છું.”
શ્રી કે. લાલનું નિવેદન
ત્યાર બાદ શ્રી કે. લાલે ઉપસ્થિત સભાજનોને સંબાધીને જણાવ્યું હતું કે “આપણા ગુજરાતમાં બહુ ઓછા જાદુગરો થયા છે. મહુવાવાળા સ્વ. નથ્થુ મંછાચંદ, ભાવનગરના સ્વ. એલ. કે. શાહ, સુરતના આલવારો - આમ આપણી બાજુ ગણ્યાગાંઠયા, જાદુગરો પાકયા છે, જ્યારે બંગાળા તો પ્રાચીનકાળથી જાદુગરોના જ દેશ છે. અંગ્રેજ સરકારની હકુમત પહેલાં બંગાળ, બ્રહ્મદેશ અને આસામ મળીને એક જ દેશ ગણાતા હતા. આ દેશ અને ખાસ કરીને આસામ, કામરૂ દેશ તરીકે ઓળખાતા હતા, જેનું મણિપુર મુખ્ય મથક હતું. કામરૂ દેશના ભાવાર્થ એવા છે કે ત્યાં એવી વિદ્યા છે કે જેને લીધે પુરુષને સ્ત્રી, સ્ત્રીને પુરુષ, એટલું જ નહિ પણ, માણસને કોઈપણ પ્રકારના જાનવર બનાવી શકાય છે. આ મણિપુરમાં બહુ જ જાણીતી એવી ભાનુમતી નામની જાદુગરણ થઈ ગઈ. અને તેણે અનેક સ્ત્રીઓને જાદુવિદ્યા શિખવી અને જાદુગરણ બનાવી. આમ એ પ્રદેશ જાદુવિઘા માટે જાણીતો છે. જ્યાં હું વસું છુ તે પ્રદેશના આવા ઈતિહાસ મારા જાણવામાં આવતા હું જાદુવિદ્યા તરફ આકર્ષાયા અને તેની મેં આજથી પચ્ચીસ વર્ષ પહેલાં ઉપાસના શરૂ કરી.
“આમ તે કલા સિદ્ધ થતાં મેં જાદુગરના વ્યવસાય શરૂ કર્યો. પણ ચાલુ જાદુગરો કરતાં મારી પદ્ધતિમાં થેાડા ફેરફારો કર્યાં જે ફેરફારો આ મુજબના છે:
(૧) ચાલુ જાદુગરા બોલે છે બહુ, કામ ઓછું દેખાડે છે. મેં ઊલટી