________________
૨૦૮
પ્રબુદ્ધ જીવન
બ્રહ્મચારીએ પોતાના સરીજતા માથાના વાળ ઊંચા કરીને કહ્યું, “હું એ જ વાત તે તમને કહેતા હતા. મા અન્નપૂર્ણાના પ્રસાદ મળ્યો એટલે મારું ગાડું તો ગબડશે. તમે તે મારી બાબતમાં બધી ખબર રાખી છેને? “હવેથી આ લોકો જ ...... “બહુ સરસ .”
“હું તમને રાંધી આપું દાદા?”
33
“ના, ના, રાંધવામાં મને કષ્ટ નહિ પડે.
એટલામાં ગેાપાળદા દેખાયા. તેઓ એક તરફ બેસીને નિરાંતે તમાકુમાં ચૂના મેળવતા હતા. એણે છાના છાના કહ્યું “બહુ સારા ઘરની કરી છે. ખરુંને? એ શા માટે આટલું દુ:ખ વહારીને આવી હશે? એનાથી સુખ સહન થયું નહિ હાય. તમે તેલમાં બાળેલું પાનું ધરો, હું દીવાસળી સળગાવું.
"3
પાસે પાસે જ અમે બધા રાંધવા બેઠા. અદ્યારબાબુ છરી લઈને બટાકા છેાલતા હતા. બ્રહ્મચારી કોણ જાણે કયાંથી મસાલા લઈ આવ્યો હતા ને પથ્થર પર પીસવા બેઠો હતો. પરંતુ કર્યાંય ઉત્સાહ નહોતો, તે બરાબર સમજાયું. મા ને દીકરી અધમૂઆંની જેમ બેઠાં હતાં, મને લાગ્યું કે હવે તેમનામાં ઉઠવાની શકિત નથી. એમનું આખું શરીર ધૂળિયું થઈ ગયું હતું. શરમ લાગે એવાં મેલાં કપડાં હતાં, માથાના વાળ તો જટા જેવા થઈ ગયા હતા, જાણે મડદાંને બાળીને સ્મશાનથી આવતા હોય તેવા, ખરેખર કોણ કોના તરફ જુવે? જ્યાં નજર ફેરવીએ, ત્યાં થાક, રસ્તાનો ત્રાસ, લાથપોથ થયેલાં શરીર, ને રોળાઈ ગયેલાં મન હતાં. એમાંનાં કેટલાક પુરુષો ને સ્ત્રીઓ ચાલી ન શકવાથી વધારે પૈસા આપીને નાકલીટી તાણીને મજૂરોની પીઠ પર કંડીમાં બેઠાં હતાં. ખીદીરપુરવાળાં માસીના પગ કપાયો હતો, કંડીમાં બેસતાં ને ઊતરતાં એમના ચીત્કાર સાંભળીને બીક લાગતી હતી, નિળા તો અનાહારે મરવા પડી હતી, રસ્તો કાપીને રાંધવાની તેની હામ રહી નહોતી, પાણીને ખાંડ લઈને એ લોટ મેળવીને ખાતી હતી, પણ પેટ એ કેમ સહન કરે? એટલે એને ઝાડા થયા હતા. આ ઉપરાંત માખીનો ત્રાસ જબરો હતો, અને કોઈ કોઈ તો ગાંડાની જેમ એનાથી દૂર ભાગતા હતા. મને થયું કે ઝરણાંનાં પાણીમાં કાંઈ દોષ રહ્યો છે, પહાડના નાની મોટી વેલ ને પાંદડાંવાળું પાણી વાપરવું એ સલામત નહોતું.
હવાપાણીના ગુણ કેટલા આશ્ચર્યજનક છે! અરધા કલાક આરામ લીધાં પછી મરેલું શરીર જાણે બધી અશકિત ખંખેરીને ઊભું થયું. રાંધવાનું, જંજાળ, ગપ્પાં, બીજાની ચર્ચા, એ બધામાં ઉત્સાહનું મેાજ આવેલું વર્તતું હતું. જમી કરીને બધા વાસણ ધોઈને ચટ્ટીવાળાની જોડે હિસાબ કરવા બેસી ગયા. એક જણને સાધારણ રીતે ખાવાનો ખર્ચ ચારેક આના થતા હતા. પણ જ્યાં બધી ચીજવસ્તુ બરાબર મળતી ન હોય ત્યાં છએક આના જેટલું ખર્ચ થાય. ઘી અને દૂધ વિષે જે ખર્ચની બીકથી કરકસર કરે તેને છેવટસુધી પથારી વશ જ રહેવું પડે. પાતાને હાથે તૈયાર કરેલું હોય તે સિવાયનું બીજું કાંઈ ખાવું એ અહીં હેરાનકર્તા છે. દરેક વર્ષે આહાર વગેરેના અત્યાચારથી કેટલાય યાત્રી પાંગળા ને મરણેાન્મુખી બને છે, તેના કાંઈ હિસાબ નથી.
“આ રીતે કેટલા બધા લોકો કષ્ટ ભાગવે છે? મને તા જોઈને રડવું આવે છે. એ લોકો શા સારું અહીં દુ:ખી થવા આવતા હશે? ’’ વહુ ’દિના અવાજ સાંભળીને મે મારું એ તરફ ફેરવ્યું. એના અવાજમાં' જે કરુણતા હતી, ને એના વચનમાં જે આત્મીયતા હતી તેને શરૂઆતમાં કોઈએ જવાબ આપ્યા નહિ, પણ તે પછી અધારબાબુ જરા ઊંચે સાદે બોલ્યા, “તું જ કહેને શા માટે આવી? ઘરમાં બેઠાં બેઠાં પૂજા કરી હોત તો શું કાંઈ પુણ્ય મળવાનું નહોતું !” હસતાં હસતાં રાધારાણીએ કહ્યું, “મરવા માટે પણ કોઈ સારી જગ્યા જોઈએને?”
તા. ૧૯૬૨-૬૬
“તા છાનીમાની બેસી રહેને, નકામી બક બક ન કર.” સાસુએ કહ્યું : “ બદ્રીનારાયણ અમને રસ્તો ભૂલાવીને અહીં લઈ આવ્યો ભાઈ! એ બહુ લુચ્ચા છે. અમારો કાંઈ વાંક નથી.” આટલા થાકમાં પણ વહુ’દિ હસી પડી. થોડીવાર પછી બાલી, “ઠીક, પગની દવાનો કાંઈ પત્તા લાગ્યો ને ? બહુ હેરાન થયા! નહિ?”
મેં કહ્યું : “ સાંભળ્યું છે, કે શ્રીનગરમાં હાસ્પિટલ છે ત્યાં જોયું જશે. ”
“ જુઓને, તમારો તા જમણા પગ ખરાબ થઈ ગયો છે, જ્યારે મારો ડાબો પગ. ઉપર ચઢતાં તો સહન કરી શકાય પણ ઊતરતી વખતે .. એરે બાબા ! મારા ઘૂંટણ જાણે ભાંગી પડે છે, આંખમાં પાણી આવી જાય છે. લાઠીની ઉપર ભાર દઈ દઈને એ હાથ તો હવે હલાવાતો પણ નથી. વારૂ! એક વાત પૂછું?” મેં મોંઢું ઊંચું કર્યું. તે અનેક દ્વિધા અને સંકોચ સહિત મારા માઢા તરફ જોઈને બોલી, “ કયારની ય હું વિચાર કરું છું...... આપ સ્વામી વિવેકાનંદના કોઈ સગા થાઓ છે?”
"
“ના જી.”
પાછી થોડી વાર જે તે વાર્તામાં વીતાવી. હું રાંધતા હતા ત્યાં વહુ'દિએ અઘારબાબુ જોડે કાંઈ મસલત કરી. અઘારબાબુ કહેતા હતા, “તું નહિ કહી શકે ? કેવી નવાઈની વાત ! એ વાત તેં તારે જ કહેવી જોઈએ. ”
તે ફરીથી ઊભી થઈને મારી પાસે આવી.
હું મોંઢું ઊંચું કરું તે પૂર્વે જ એ સ્નેહાળ, તેજસ્વી, અને ભાળી સ્ત્રી એના સ્વાભાવિક કોમળ, શરમાળ અવાજે વિનયપૂર્વક બોલી, “રસ્તામાં કેરીનું ઝાડ જોઈને થાડી કાચી કેરી તોડી લાવી છું. મેં ચટણી બનાવી છે. તમે ખાશો?”
પૃથ્વીમાં કયાંય સ્નેહનું બંધન છે, કયાંય છે વણમાગી આત્મીયતા, અને માણસની માણસને માટે ઉદ્વેગ, ને હિતકામના, એ વાત જ હું ભૂલી ગયા હતા. મારા મનમાં થયું, આ બંગાળની કમનીયતા લઈને ને માટીની મમતા લઈને આવી છે. તો પણ મેં વિનમ્રતાથી કહ્યું, “શાસ્ત્રમાં કહ્યું છે, કે તીર્થયાત્રા વખતે કોઈની ચીજ લેવી યોગ્ય નથી.”
“તા રહેવા દો, મને એ વાતની ખબર જ નહિ.” બેાલતાં બોલતાં તે માથું નમાવીને ચાલી ગઈ.
અનુવાદક : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા
• વર્તમાન રાષ્ટ્રીય રાજકારણ ’
શ્રી સુ`બઈ જૈન યુવક સધના ઉપક્રમે સધના કાર્યોલયમાં (૪૫, ૪૭, ધનજી સ્ટ્રીટ, સુ'બઇ, ૩) તા. ૧૯-૨-૬૬ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વતમાન રાષ્ટ્રીય રાજકારણની જાહેર સમીક્ષા કરશે. આ વિષયમાં રસ ધરાવતાં ભાઇ-બહેનને સાદર નિમત્રણ છે. મંત્રીઃ મુબઈ જૈન યુવક સા
મૂળ બંગાળી : શ્રી. પ્રબોધકુમાર સન્યાલ
વિષયસૂચિ
ભસ્મવિસર્જનની ક્રિયામાં ઔચિત્ય કેટલું? શ્રી શ્રીપ્રકાશ પૂરક નોંધ.
પરમાનંદ ડૉ.રાધાકૃષ્ણન
રાષ્ટ્રપતિનું પ્રસાદપૂર્ણ પ્રવચન ગુજરાતી સાહિત્ય પરિષદ : વેવિશનું અધિવેશન, સુરત
મહાપ્રસ્થાનના પથ પર ૬
જાણીતા જાદુગર શ્રી કે. લાલ : સંઘ તરફથી કરવામાં આવેલું બહુમાન તુલસીશ્યામ ખાતે યોજલવામાં આવેલી સાધનાશિબિર
પૃષ્ઠ
૨૦૧
૨૦૧
૨૦૨
ભૂપેન્દ્ર ત્રિવેદી
૨૦૪
શ્રી પ્રબોધકુમાર સન્યાલ ૨૦૬
૨૦૯
.૨૧૦
. પ