________________
પ્રબુદ્ધ જીવન
૨e૭
યાત્રી બેઠા બેઠા હાંફતા હતા. હું સમજી ગયા કે એમને પીડા થાય છે ને એ ચાલી શકતા નથી. બસ એટલે સુધી જ એએ ચાલી શક્યાં. લાઠી ઠક ઠક કરતો આગળ જતો હતો ત્યાં એક જણે હાથ હલાવીને બૂમ પાડી. હાથ હલાવવાથી કંઈ એકદમ પાસે ડું અવાય છે, એટલે મેં ગુસ્સામાં બૂમ મારી “કહે, કયા બેલતા હૈ?” કોણ જાણે એ શું બોલ્યો તે કાંઈ સમજાયું નહિ કઈ ભાષા છે ને કઈ જાતને છે? છેવટે એમાંથી એક જણ ઊયું ને મારા લેટાને સ્પર્શી ઈશારાથી પૂછયું, કે, અંદર પાણી છે કે નહિ? પાણી થોડુંક હતું , રોગીના મેઢામાં એ થોડું પાણી રેડીને હું આગળ ચાલ્યો. મને લાગ્યું કે પાછળથી કોઈએ આશીર્વાદ આપ્યા, પણ ભાષા સમજાઈ નહિ. એના આશી- વંદની કિંમત મારે મને એક કાણી કોડી જેટલી પણ નહોતી. જ્યાં સુધી મારા પગનું દર્દ મટે નહિ ત્યાં સુધી હું આખી દુનિયાને શુભદષ્ટિથી જોઈ શકવાને નથી. * હાં, સંસારને નિયમ એ જ છે. આપણા મનના ચશ્માને જે રંગ હોય તે રંગે જ આપણે બધું જોઈએ છીએ. દુનિયા કોઈને સુંદર લાગે છે, કોઈને કઢંગી લાગે છે. પગનું દર્દ હોવાથી જ તે દિવસને તીર્થયાત્રાને રસ્તે, રસ્તામાંનું કુદરતી સૌંદર્ય, હિમાલયને વિપુલ ઐશ્વર્યસંભાર એ બધું મારી દષ્ટિએ અત્યંત નીરસ લાગ્યું. મેં સ્વસ્થ મન, સહજ ઉપલબ્ધિ, ને સરળ દષ્ટિ ગુમાવ્યા. અવજ્ઞા ને વિરકિતથી આકાશ ને પૃથ્વી છવાઈ ગયાં. કદાચ જગતમાં એમ જ બનતું હશે. કલા અને સાહત્યિની સમાલોચનામાં જોઉં છું તે એક જ વસ્તુ સંબંધે સમાચકોને ભિન્ન ભિન્ન મત હોય છે. વિભિન્ન મતની કિંમત છે તે હું જાણું છું. પરંતુ જ્યાં સાહિત્ય, કલાનું સ્થાન લઈને અભિવ્યકત થાય છે, અને જ્યાં ગંભીર અનુભૂતિને નિર્મળ આનંદ પ્રગટ થાય છે, ત્યાં ભિન્ન મતને મન સ્વીકાર કરતું નથી. પિતાના ભિન્ન મતને લીધે સુંદર સાહિત્યને મલિન કરવા, ને અન્યાય કરવાની પ્રવૃત્તિમાં જેઓ પડયા રહે છે, તે સમાલોચકે આજે મારી જેમ ખેડંગતા ચાલે છે એ જાણી લેવું જોઈએ. પિતાના ખેડંગતા પગની ગ્લાનિથી તેઓ પોતાની સમાલોચનાને રંગે છે.
કેમ દાદા! બહુ પીડા થાય છે?” ઘણા પાછળ પડી ગયાને? તમારી રાહ જોતે અહીં હું બેસી રહ્યો છું. સારું થયું કે એક સાથી મળી ગયે.”
મેં મોટું ઊંચું કર્યું. જોઉં છું તે એક લાંબે, પહોળ, કાળે બંગાળી ગ્રહસ્થ પથ્થર પર બેઠો બેઠો બીડી ફકત હતે. એકબીજાને નમસ્કાર કર્યા પછી સામાન્ય વાતચીત શરૂ થઈ. વાતવાતમાં ખબર પડી કે તે એકલો નહોતે, એની પત્ની ને સાસુ સાથમાં હતાં, તેઓ આગળ ચાલી ગયાં હતાં. રોજ દશ માઈલ ચાલવું તેમને માટે કઠણ હતું. એનું નામ અઘરબાબુ હતું. તેમણે કહ્યું, “મેં કેટલીયે વાર કહ્યું કે ઠંડી કે કાંડિમાં જાઓ, એમાં તે શું એટલે બધો ખર્ચ થઈ જવાને છે? પણ માન્યા જે નહિ ને? સ્ત્રીઓ માટે તે માર્ગ ભયાનક જ ને? રસ્તાની વચ્ચે અટકી પડવું પડે એ મને ગમતું નથી. પગે ચાલે પછી પગમાં દર્દ તે થાય જ ને?”
મેં પૂછ્યું “ઠંડીમાં બેસતાં શું વાંધ આવ્યું?”
તે પુણ્ય ન મળે એટલે. ચાલતા જવાથી ભગવાનની કૃપા વધારે મળે.
- બ્રહ્મચારીએ કહ્યું, “એ વાત તો સાચી છે. એમ નમે નારાયણાય. ભગવાનમાં પૂરો વિશ્વાસ ન હોય ને ચાલ્યા હોઈએ,.............તમે લોકો આ આ બાજુ...હું જરા આગળ ચાલું છું.” એમ કહીને એ ઝોળ તથા કામળી લઈને ચાલવા લાગ્યો.
અઘોરબાબુનું ઘર કલકત્તામાં હતું. એને ધંધો હતા, પણ હમણાં વેપાર પાણીમાં મંદી હતી, એટલે પત્નીને લઈને એ યાત્રા કરવા
નીકળ્યો હતો. નશીબજોગે એને છોકરાંÖયાં નહોતાં. એટલે મને કહ્યું, “તમે તે સંન્યાસી લેક છે. તમારે તે સંસારની ઉપાધિ નથી. તમે મને કહોને કે આ બ્રહ્મચારી કેવો માણસ છે? મેં તે સાંભળ્યું છે કે તમે એને ખવડાવતા ખવડાવતા અહીં સુધી લાવ્યા છો. એ માણસ છે કે? ઠગારોબગારો નથીને?”
.." મેં કહ્યું, “ઠગારો હોય તો આપણે એનું શું? બધા જ સારા માણસે હોય તે સંસાર ચાલે કેમ?”
“પણ એ જ કહેતે હતે. હું આપને સેજ પૂછતો હતે. એણે મારી આગળ પોતાના દુ:ખની વાત કરી. થોડી મદદની માગણી પણ કરી, પપૈસા તે મારાથી અપાય એમ નથી. થોડા દિવસ એને ખવડાવી શકું.”
તે તે બહુ સારું.” મેં કહ્યું, “એને તમે રસ્તામાં ખવડાવે એ પણ ઘણું છે.”
હા, તેથી જ કહું છું. માણસને ઓળખ ઘણું મુશ્કેલ છે, એક વાર એક નેકરને મેં રાખ્યો હતો. સાલો કહે કે ખાધા બદલ કામ કરીશ, મારે પગાર નથી જોઈત. બહુ સારી રીતે રહેતો હતો. એવામાં એક દિવસ ભાગ્યે. પેટી તોડીને ઘરેણાંગાંઠા લઈને ભાગ્યે હતા. હું બીજાનાં ઘરેણાં ગીરએ રાખી પૈસા ઉધાર આપતા હતો. તમે જ કહો કેવી મુશીબત આવી પડી?”
મેં હસતાં હસતાં કહ્યું, “એને પગાર ન આપ્યો, તેની તે એ મુશીબત હતી.”
મારી વાત સાંભળીને એ ગૃહસ્થ રાજી થયા નહિ. પણ પિતાની જાતને સંભાળીને બોલ્યા, “એમ પણ હોય, લેભીને ગોળ કીડીઓ હજમ કરી ગઈ.” '
વાત કરતાં કરતાં અમે કાળચટ્ટીએ આવી પહોંચ્યા. આની પહેલાં રાણીબાગ આવતું હતું. સામે જ એક મોટું ઝરણું પહાડપરથી નીચે વહેતું હતું. એની આસપાસ કેટલીક ચટ્ટી હતી. રસ્તા પર જ એક મોટી ચટ્ટી પાસે જ અઘોરબાબુની પત્ની તથા સાસુ દેખાયાં. રસ્તાના થાકથી બન્ને જણ થાકેલાં ને મેલાં લાગતાં હતાં. પણ ભસ્મારછાદિત અગ્નિના જેવી તે સ્ત્રીના દેહની સુંદરતા જોઈ બધા આકર્ષાયા.
એના મુખની સુંદરતા કમનીય અને શાંત હતી. બ્રહ્મચારી પાસે જ ઊભે હતે. એણે ઉત્સાહભેર કહ્યું, “દાદા! આ જુએ, આ મારી મા. અન્નપૂર્ણા મા. અને આ મારી દાદીમા.” એમ કહીને એણે પાસે ઊભેલી ડોશી તરફ અંગુલિનિર્દેશ કર્યો.
મેં હસીને તેમના તરફ જોયું, પણ એમની જોડે વાત કરવાનું કાંઈ કારણ નહોતું. રસ્તામાં જેટલી સ્ત્રીપાત્રી મળી હતી તેમાં આ સ્ત્રી એ નાનામાં નાની અને રૂપવતી હતી. મેં પૂછ્યું, “મારે માટે કાંઈ ચટ્ટીમાં વ્યવસ્થા કરી છે. બ્રહ્મચારી ?”
“આ ચટ્ટી, અહીં જ સારું છે દાદા! ગેપાલદા પણ આવી પહોંચ્યા છે.”
અચ્છા, પહેલાં તે હું બેસી જાઉં. પગમાં ઘણી પીડા થાય છે.” આખા શરીરમાં દુ:ખાવો થતો હતે.
મારી ઉદાસીનતા જોઈને અઘોરબાબુ જરા ખિન્ન થયા. પણ બોલવાનું પણ શું હોય? એકાએક વ્યસ્ત થઈને બોલ્યા, “અહીં દૂધ નહિ મળે? અમારી પાસે ચા ને ખાંડ છે. દૂધ મળે તે ચા પીએ.”
ચાની વ્યવસ્થા માટે એ ચાલી નકળ્યા એટલે એની વહુએ સ્નેહાળ હસીને મને પૂછયું, “તમને શું પગમાં ઘણી પીડા થાય છે?”
મેં કહ્યું, “હા. બહુ હેરાન થઈ ગયો.”
ડોશીએ કહ્યું, “ચાલ, રાધારાણીને એક દુ:ખમાં સાથી મળે. મારી દીકરીના ડાબે પગે પણ ભારે દર્દ થાય છે.”
હું જરા હસ્યો, ને પછી કાંઈ બોલ્યો નહિ. પછી મેં બ્રહ્મચારીને પૂછયું, “તમે તે અમારી જોડે ખાવાના નહિ ને?”
ક),
*