________________
૨૦
પરિસંવાદનું સંચાલન કરતા ‘પાંચ પાંચ મિનિટે બાલતા’ શ્રી ચંદ્રવદન મહેતાએ પોતપોતાના વક્તૃત્વ અને અદાકારીથી રંગભૂમિનું વાતાવરણ સરજ્યું હતું. આઠ નિબંધોમાંથી ચાર નિબંધો વંચાયા હતા.
સાહિત્યવિભાગની કાર્યવાહીનો ખ્યાલ શ્રી યશવંત શુકલે આપ્યા હતા. એ વિભાગ હેઠળના પરિસંવાદ ખુલ્લી બેઠકમાં યોજવા માટેનું સૂચન શ્રી ચન્દ્રવદન ચુ. શાહ તરફથી આવ્યું હતું. આ પરિસંવાદની વિગતો અગાઉ આવી ગઈ છે.
પ્રબુદ્ધ જીવન
પ્રમુખશ્રી જ્યોતીન્દ્ર દવેએ આ કાર્યવાહી અંગેની બેઠકનુંસમાપન કર્યું હતું.
બપોરે સરદાર વલ્લભભાઈ સંગ્રહાલયની મુલાકાત યોજાઈ હતી. સંમેલનની છેલ્લી બેઠક સાંજે પાંચ વાગે મળી હતી. એમાં રાબેતા મુજબ કેટલાક ઠરાવો પસાર થયા હતા. પહેલા ઠરાવ ભારતીય દળના વીર જવાના અંગે, બીજો વિદેહ સાહિત્યકારો અંગે, અને ત્રીજો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી બળવંતરાય ગા. મહેતાના અવસાન અંગે હતો. થા અને પાંચમા ઠરાવામાં પ્રજાના સર્વતામુખી સાંસ્કૃતિક ઉત્કર્ષ માટે સુયોગ્ય સ્થાને ગુજરાતનું સમૃદ્ધ પ્રાદેશિક સંગ્રહાલય ઊભું કરવાની દિશામાં રાજ્ય સત્વર પ્રબંધ કરે, તથા સાહિત્ય અને સંસ્કારક્ષેત્રે કામ કરનારી સંસ્થાઓની આર્થિક મર્યાદાઓ ધ્યાનમાં લઈને વર્ષોથી જેના અભાવે ગુજરાતની વાડ્મય પ્રવૃત્તિને ભારે નુકસાન પહોંચતું રહ્યું છે તેવા સાધનગ્રંથો અને સંદર્ભગ્રંથા તૈયાર કરાવી તેના પ્રકાશન માટે માતબર રકમ કઢાવીને આ પાયાનું કામ કરવામાં અગ્રેસર થાય' એવી વિનંતી ગુજરાત રાજ્ય સરકારને કરવામાં આવી હતી. છઠ્ઠામાં ‘ગુજરાત પ્રદેશની પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચસ્તરે કામ કરતી શિક્ષણસંસ્થાઓમાં ભાષાશિક્ષણનું અને વિશેષત : ગુજરાતી ભાષામાં અભિવ્યકિત સાધવા માટેનું કાર્ય કેવુંક ગાઠવાયું છે તેના ખ્યાલ મેળવી રાજ્ય સરકાર તથા શિક્ષણસંસ્થાઓને યોગ્ય સૂચના કરવા' સમિતિ નીમવાની વાત હતી. સાતમામાં (૧) રંગભૂમિ ઉપર ભજવાયેલાં નાટકોની જે હસ્તપ્રતો અપ્રગટ રહી હોય તે એકત્ર કરવાનું, (૨) વિશ્વસાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદોનાં પ્રકાશનોની, તે બેવડાય નહિ તે રીતે, યોજના કરવાનું, (૩) પ્રકાશનકાર્યો માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની તેમ જ નાગરિકોની આર્થિક સહાય મેળવવાનું, અને (૪) મકાનફંડની રચના માટેની પૂર્વભૂમિકા તૈયાર કરવાનુંએ ચાર કામેા હાથ ધરી હવે પછી મળનાર જ્ઞાનસત્રમાં તે અંગે થયેલ પ્રબંધનો હેવાલ રજૂ કરવાની વાત હતી.
ઠરાવા બાદ શ્રી યશવંત શુકલે ને પીતાંબર પટેલે આભારવિધિ કર્યો હતો, જેમાં શ્રી પટેલે વ્યવસ્થા અંગે હળવી રીતે ટકોર કરી હતી જે અંગે વ્યવસ્થાપકોમાંથી ડૉ. રતન માર્શલે તેમ જ શ્રી ચન્દ્રવદન શાહે પરિસ્થિતિની દર્દભરી ચોખવટ કરીને રદિયો આપ્યો હતા. પ્રમુખસ્થાનેથી સમાપનવિવિધ થયો હતો.
હવે પછીની પરિષદની બેઠક માટે દ્વારકા, રાજકોટ, દિલ્હી અને શારદાગ્રામમાંથી આમંત્રણા આવ્યાં હતાં, જેમાં છેલ્લા સ્થાનની જ્ઞાનસત્ર માટે પસંદગી થવાની સ્પષ્ટ શકયતાનો નિર્દેશ થયા હતા.
ચેાથે દિવસે ગુજરાત રાજ્ય સરકાર તરફથી થયેલ પ્રબંધ અનુસાર ‘સાપ-ઉતારા’ જવાના કાર્યક્રમ બહારગામના પ્રતિનિધિઓ માટે રખાયો હતો. માગણી વધી જતાં એક વધારાની બસને પણ પ્રબંધ થતાં દોઢસો ઉપરાંત પ્રતિનિધિઓએ દક્ષિણ ગુજરાતના રમણીય પ્રદેશમાં ડાંગના જંગલ ખાતે લગભગ ૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા સાપ ઉતારાના સૌન્દર્યધામનો લાભ લીધો હતા; સાપ ઉતારાને હવા ખાવાના ગિરિશિખર તરીકે વિકસાવવાના પ્રયત્નો રાજ્ય સરકાર કરી રહી છે. ડાંગપ્રદેશનું કુદરતી સૌન્દર્ય ને મહાબળેશ્વરા ખ્યાલ આપતું સાપ ઉતારાનું ગિરિશિખર એ બે ઉપરાંત પ્રતિનિધિઓને ‘ડાંગના વાઘ' ગણાતા શ્રી છોટુભાઈ નાયકની આહવા ખાતેની મુલાકાતનો સવિશેષ લાભ સાંપડયો હતા. રાજ્ય સરકાર તરફથી ભાઈ ધનંજય શાહે વ્યવસ્થા સંભાળી હતી અને ડાંગના જંગલ ખાતે જંગલ અધિકારી શ્રી દવેએ મહેમાનાના સત્કાર કર્યો હતો. ભેાજનપ્રબંધનું કપરું કાર્ય સ્વાગતસમિતિએ નિષ્ઠાપૂર્વક બજાવ્યું હતું.
સમાપ્ત
ભૂપેન્દ્ર ત્રિવેદી
તા.૧૯-૨-૧૮
મહાપ્રસ્થાનના પથ પર ૬
લાઠીના ટેકે ટેકે ધીરે ધીરે વિઘાકુટી આગળ આવી પહોંચ્યા. તે વખતે સાંજ પડી ગઈ હતી. પાસે જ એક કેળનું જંગલ હતું. સુદ પાંચમની ચાંદની કેળના ઝાડના પહેાળાં પાંદડાંની ઉપર ઊતરી આવી હતી, રૂપાંનાં પાંદડાં હોય તેમ એની પર ચાંદની ચમકતી હતી. અંધારામાં નજર નહિ પડતી અલકનંદાના ઝરઝર અવાજ કાને સંભળાતો હતો. ચારે બાજુએ કુદરતની રોમાંચકર વસત શાભા હતી. થોડી વાર આરામ લઈને બ્રહ્મચારી રોટી શેકવાની તૈયારી કરવા લાગ્યો. શરૂઆતમાં કેમે કરીને પાણી ગરમ કર્યું. એમાં મીઠું નાંખીને, પગે માલિશ કરવા હું બેસી ગયો. આ દેશમાં આ જ રિવાજ હતા. મીઠું અને ગરમ પાણીના જેવી પગને માટે દવા બીજે કોઈ ઠેકાણે નથી. બ્રહ્મચારીએ કહ્યું, “તમારું દર્દ હું સારું કરી દઈશ. આ દવાથી જો ન મટે તો બીજી એક દવા મારી જાણમાં છે.”
"
રસોઈ, ભાજન, ને ઊંઘમાં રાત વીતી ગઈ. વહેલી સવારે પાછી યાત્રા શરૂ થઈ. ડોસીઓએ નાસ્તિક અને ધર્મત્યાગી કહીને મારો સાથ છેડી દીધા હતા. એમને મારા તરફ જરા જેટલી પણ સહાનુભૂતિ નહોતી. કમરથી વળી ગયેલી ચારુની મા બધાથી છાની છાની કહી ગઈ કે, “હું કાંઈ તમને છોડવાની નથી, બાબા ‘ઠાકુર હું તમારા ચરણે જ છું. કાલીઘાટના ચક્રવર્તીના ઘરમાં હું ત્રણ પાશેર દુધ આપતી હતી, પૈસાટકા તે ચારુ જ રાખતી હતી, ... હાં, તેને ઘેર તમારા જેવા જ એક છોકરો છે.... અહા! જે દિવસે મારો નિવારણ મરી ગયો, તે એકજ મારો ભત્રીજો હતો,... તે જ વર્ષમાં હું દુધ દોહવા બેઠી, હાબસીના પગ છૂટી ગયો ને એની લાતથી મારો ઘૂંટણ ભાંગી ગયો..... હું, ત્યારે જાઉં, પેલા લોકો મને વઢશે. બાબા ઠાકુર. ‘પગનો દુ:ખાવો કેમ છે?' એમ કહીને ચારુની મા લાઠી પકડી કેડથી નમેલી એવી એ લાંબાં લાંબાં ડગલાં ભરતી ચાલી ગઈ. એ ડોસીને સિત્તેર વર્ષ ત કયારનાંય વીતી ગયાં હતાં.
હું ધીમે ધીમે ચાલતો હતો. રસ્તો ઘણા લાંબા હતો, ચાલ્યા વિના છૂટકો નહોતો. હું સાધારણ રીતે બધાથી આગળ રહેતા હતા, પણ હવે તો એમ થઈ શકે એમ નહોતું. હવે તે પાછળ જ રહેવું પડશે. ગેાપાળદા ડોસીને લઈ ગયા હતા. બ્રહ્મચારી પણ થોડો વખત મારી સાથે રહ્યો, ને પછી આગળ ચાલી ગયો. પાછળ પાછળ જે હિન્દુસ્તાની અને બિહારીઓનું ટોળું આવતું હતું, તેમણે પણ સ્નેહથી એકવાર મારા પગ તરફ નજર કરી મારી પાસેથી ચાલી ગયા, હવે કોઈ પાછળ હાય એવું મને લાગ્યું નહિ. બધા એક જ શબ્દ બોલતા, આગળ ચાલો, આગળ ચાલે. આજનો રસ્તો ઘણા દુર્ગમ અને ચાલતા મુશીબત પડે એવા હતા. કયારેક કયારેક નદીના કિનારા તરફ રસ્તા ધસી જતા હતા, ક્યાંક કાંક, પથ્થરનો મોટો ઢગલા, બીક લાગે એવી દશામાં ભીંતની જેમ પહાડને અઢેલીને પડયા હતા. જો એકાએક ગબડયા, તે એની નીચે એક સામટા દશ યાત્રીઓના ભુક્કો નીકળી જાય. ઝાળીના તથા કામળાના ભાર હવે ઊંચકાતા નહોતા. ખભા દુ:ખતો હતો. મારી જાતને જ ભાર ઉપાડવામાં મુશ્કેલી પડતી હતી. હવે આ બોજો ઉઠાવું શી રીતે? સામાન્ય રીતે એક શેર વજન ઉપાડવાનું આ દુર્ગમ માર્ગમાં અત્યંત મુશ્કેલ હતું, ત્રાસદાયક અને થકવે એવું હતું, ત્યારે મારી ઝોળીનું અને કામળાનું વજન લગભગ સાત શેર હતું. યાત્રાનો આનંદ નહાતા, શરીર કળતું હતું, પગ પાંગળા બની ગયા હતા, ખાવાનું કાંઈ હતું નહિ, પગમાં જોડાને લીધે આંટણ પડવાથી ફોલ્લા થયા હતા, આખા શરીર પર ફોડકીઓ થઈ હતી, ને તેમાં દુ:ખાવો થતો હતો, મન નિરુત્સાહી બની ગયું હતું, પૂણ્ય સંચય કરવાની ઈચ્છા નહોતી, તો આ બધી હાડમારી વેઠીને હું શા માટે આગળ ચાલું? પણ આમ કરતાં કરતાં જ તે પહાડનો એશી માઈલ રસ્તો કાપ્યો હતો.
એક અફ્ટ આર્તનાદ સાંભળીને મે' પાછળ જોયું. રસ્તામાં એક પથરાનો ટેકો લઈને બે જણ—એક સ્ત્રી અને એક પુરુષ