________________
તા. ૧૨-૨-૯૯
પ્રબુદ્ધ જીવન એટલી જ છે કે આપણને નવી ચેતનાનો પડઘો પાડનાર કલાકારો જોઈએ છે.
શ્રી સિતાંશુ મહેતાએ કહ્યું કે સર્જકે પોતાની આજુબાજુ જે કાંઈ છે તેમાંથી નવા આનંદનું સર્જન કરવાનું છે. મૂલ્યા—જૂનાં કે નવાં--તે તપાસવાનાં નથી. આજના સર્જકે સર્જકતાને નહિ, વિસર્જકતાના આનંદ માણવાનો છે. આ વિસર્જકતા એટલે ઘટનાએના સંબંધાને વિનાશ. મારી આસપાસ એવું ઘણું બની રહ્યું છે જે દુ:ખ આપે, પણ મારે એવી સૃષ્ટિ સર્જવી છે જે મને આનંદ આપે. હું આ સૃષ્ટિને બદલી ન શકું, પણ ઘટનાઓ વચ્ચેના સંબંધનો નાશ કરું, નવા સંદર્ભો યોજી તેમાંથી નવી સૃષ્ટિ પેદા કર્યું, જે મને આનંદ આપે.
પરિસંવાદના સંચાલક શ્રી ઉમાશંકર જોષીએ કહ્યું : આજના સાહિત્યકારોને કશું વળગ્યું છે એમ કહે છે. આપણે સુરતમાં છીએ, પાંખ ખાઈએ છીએ, ઊંધિયું આપણી રાહ જુએ છે, તે શું આ લોકો ઉછીની વેદના મેળવવા મથે છે? ના, એમના શબ્દો જ કહી આપતા હતા કે એમાં કશું કૃત્રિમ નથી, એમની યાતના બનાવટી નથી, યંત્રયુગની મહાન ભીંસમાં સપડાયેલા વિશ્વના આપણે બધા નાગરિક છીએ.
ક્લાકારો અગ્રયાયી છે. એમની ચેતના આગળ ચાલતી હોય છે. કવિઓ કંઈક એવું કરે છે કે જે મેટામોટા બેન્કરો ને ધર્મગુરુએ પણ નથી કરતા. આ ગાંડાધેલા માનવીએ પોતાની રીતે સમાજનું કામ કરતા હાય છે. સમયમાં પૂરાઈ રહેવું એ કવિતાનું કામ નથી—સમયને એણે વટાવી જવાનો છે. કલાકૃતિ એ સમયની જ પેદાશ છે, પણ એનું આયુષ્ય સ્વતંત્ર, સ્વાયત્ત છે. તેથી એ આનંદ આપે છે. કલા ને ઈતિહાસના ફરક એ છે કે ઈતિહાસ વાસ્તવિક હોય છે, છતાં તે ફરી થતા નથી. ફિલસૂફી યુનિવર્સલ છે, પણ પર્ટીકયુલર નથી. કલા પર્ટીકયુલર છે, એકમેવ છે, સાથેાસાથ તે યુનિવર્સલ-સાર્વજનીન છે. કલા પેાતાના સાચા અવાજ પ્રગટાવે છે ત્યારે એ વિશ્વને અવાજ બની જાય છે. કલાના આ કીમિયો છે. વિષાદયોગ એ ગીતાના પહેલા અધ્યાય છે, પણ ગીતામાં છેલ્લે બે આંતરરૂપ વચ્ચે જે સંવાદ થાય છે તે માનવજીવનની આશા છે. આજના સર્જક જે વિષાદયોગ અનુભવે છે તે અર્જુનના વિષાદયોગ છે એ ખરું, પરંતુ આખરે તો એ વિષાદમાંથી સંવાદ સર્જવાના છે.
પ્રભુસ્થાનેથી શ્રી જ્યોતીન્દ્ર દવેએ સમાપન કર્યું હતું. શ્રી સિતાંશુ મહેતાએ ઘટનાઓને જૂના સંદર્ભોમાંથી કાઢી નવા સંદર્ભોમાં યોજી આનંદ સાધવાની જે વાત કરી તેને અંગે એમણે બાળક જન્મે તે વખતે થતી નાળ છેદવાની ક્રિયાનું ઉદાહરણ આપ્યું હતું. નાળછેદન પછી જ બાળકનો સ્વતંત્ર વિકાસ થાય છે એ વાત પર ભાર મૂક્યા હતા. આજના સર્જક પોતાના અંતરના અંધારા ખૂણાને શોધી ત્યાંથી પ્રકાશ મેળવવા મથે છે તે અંગે એક બીજું ઉદાહરણ પણ ફ્રી દવેએ આપ્યું હતું. ઘરના ઓરડામાં માણસ છે. ઓરડામાં અંધારું છે. પ્રકાશની જરૂર છે. માણસ ઊભા થઈ ઓરડાના ખૂણામાં રહેલી વીજળીની સ્વીચ દબાવી અજવાળુ' કરવા જાય છે. ખૂણે જઈ અંધારામાં મથામણ કરી એ સ્વીચ શોધી કાઢે છે.ને અજવાળું કરે છે. પણ એ પ્રકાશ એટલા એ જ ખૂણાને અજવાળતા નથી, આખો ઓરડો એનાથી ભરાઈ જાય છે. અંતરના અંધારા ખૂણાને શોધી તેમાંથી સર્જકે મેળવેલા પ્રકાશ આ જ રીતે વ્યાપક બની સૌના અંતરને અજવાળે છે.
પરિષદના પ્રમુખશ્રી તથા પરિષદમાં હાજરી આપવા આવેલ અન્ય પ્રતિનિધિઓને સન્માનવા એક સમારંભ સુરત સુધરાઈએ યોજ્યા હતા. પરિસંવાદ પૂરો થતાં સૌ સુરત સુધરાઈના પટાં
کی
૨૦૫
ગણમાં ગયા હતાં. શ્રી ઉમાશંકરભાઈએ પરિચયવિધિાવ્યા બાદ શ્રી જ્યોતીન્દ્ર દવેએ એમની લાક્ષણિક શૈલીમાં પ્રવચન કરતાં કહ્યું હતું કે “સુધરાઈએ શહેરનાં જે કામા કરવાનાં છે એમાં શહેરમાંથી ક્ચરો કઢાવવાના છે, પીવાના પાણીના પ્રબંધ કરવાના છે, અને દીવા પ્રગટાવવાના છે. કોઈને કદાચ એમ થાય કે સુધરાઈને સાહિત્યકારો સાથે શું સંબંધ ? પણ સાહિત્યકારોનું પણ એ જ કામ છે. એમણે જીવનમાંથી ક્ચરો કાઢવાને છે, પ્રેરણાનું પાણી પાવાનું છે, અને હૃદયના દીવા પ્રગટાવવાના છે. એટલે અમે સાહિત્યકારો પણ આમ તે સુધરાઈ જેવા જ છીએ.” સુરતનાં પાતાનાં અનેક સંસ્મરણાને રજૂ કરી શ્રી દવેએ હાસ્યના ધોધ વહાવ્યા હતા અને અંતમાં સાહિત્યકારોનું આવું ઔદાર્યપૂર્વક સન્માન કરવા બદલ નગરપાલિકાના પ્રમુખનો આભાર માન્યો હતો. તે પછી સુધરાઈના પ્રમુખ શ્રી ગારધનદાસ ચાખાવાળાએ સૌ આમંત્રિતાનું સ્વાગત કર્યું હતું અને સુરતના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી હતી. તથા શહેરનાં વિકાસકાર્યાના ખ્યાલ આપ્યો હતો. શ્રી પોપટભાઈ વ્યાસે આભારવિધિ કર્યો ને તે પછી અલ્પાહાર ને ચાપાણી બાદ સૌ છૂટા પડયા,
રાત્રે નવ વાગે રજ થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકનૃત્ય, સુગમ સંગીત તેમ જ રાસ-ગરબાનો સમાવેશ થતા હતા. એકાદ અપવાદ સિવાયને આખા કાર્યક્રમ ઠીક ઠીક મનોરંજક બન્યા હતાં.
[૪]
સેમવાર, તા૦ ૨૭મી ડિસેમ્બર ૧૯૬૫, પરિષદના અધિવેશનના ત્રીજો અને છેલ્લા દિવસ હતો. સવારે નવ વાગે કાલેજના ખંડોમાં વિભાગીય બેઠકો ચાલુ થઈ તેમાં એક વાત ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. કેટલાક વિભાગીય પ્રમુખાએ તેમને સ્થાને અવેજી પ્રમુખો મૂકી કારભાર તેમને પૂર્ણપણે સોંપી દીધા હતા. રંગભૂમિ વિભાગમાં તો અવેજી પ્રમુખે બીજા અવેજીઓને અધિકાર સુપ્રત કર્યાની વાત બહાર આવી. આ પરિસ્થિતિ દુ:ખદ છે. જે વિભાગેામાં આ પરિસ્થિતિ જન્મી તેના વરાયેલા પ્રમુખાએ પોતાની અશકિત અને મર્યાદા પહેલેથી જ જાહેર કરવાં જોઈતાં હતાં એમ કહેવું પ્રાપ્ત થાય છે. ભવિષ્યમાં આ રીતના કારભાર ચાલતા અટકે એ જોવાની ગંભીર ફરજ વ્યવસ્થાપકોને માથે આવી છે.
આ અધિવેશનમાં એક અત્યંત આવકારપાત્ર કાર્યક્રમ સવા અગિયાર પછી શરૂ થયો. એમાં દરેક વિભાગના પ્રમુખે પોતાના વિભાગની કાર્યવાહીનો ટૂંકો અહેવાલ આપ્યો, જેને પરિણામે એક બે વિભાગમાં જ હાજરી આપી શકનાર સૌને અન્ય વિભાગામાં શું શું થયું તેના આધારભૂત અહેવાલ પ્રાપ્ત થયો.
– સાહિત્ય વિભાગમાં ૩૮ નિબંધા આવ્યા હતા, અને તેમાંથી ૨૨ નિબંધ। વંચાયા. શિક્ષણ વિભાગમાં ૧૮ નિબંધ આવ્યા હતા, પણ માત્ર ત્રણ જ નિબંધ વંચાયા અને તેને લગતી ઉપયોગી અને રસપ્રદ ચર્ચાઓ થઈ. પત્રકારિત્વ વિભાગમાં માત્ર ત્રણ નિબંધો આવ્યા હતા, જેમાંથી બે રજૂ કરવા જેવા પણ ન હતા. એ વિભાગમાં યોજાયેલ પરિસંવાદમાં હાજરી વધારે હતી. ચર્ચા માટે આપણા પત્રકારત્વને લગતા ચાર વિષયા હતા: એના પ્રશ્નો શાને એ કેમ પાંગરે ?, વિચારપત્ર ને તેમના વિકાસ, પત્રકારત્વ પક્ષનિષ્ઠ કે લોકનિષ્ઠ હોવું જોઈએ ? અને પત્રકાર સાહિત્યકાર ખરો? આ બધા વિષયો પર સુંદર ચર્ચા થઈ હતી અને પત્રકારોના પોતાના પ્રશ્નોની છણાવટ માટે સ્વતંત્ર પત્રકારત્વ પરિષદ યોજાવી જોઈએ એવા સૂર ઊઠયો હતા.
સમાજવિદ્યા વિભાગમાં હાજરી ઓછી હતી. સમાજશાસ્ત્રવિષયક ૧૪ નિબંધો આવ્યા હતા. પરિસંવાદની વ્યવસ્થા કરવા છતાં હાજરીમાં ફેર પડયો ન હતો.
રંગભૂમિ વિભાગની કાર્યવાહીની કથા શ્રી જયંતી દલાલે કહી. એ વિભાગમાં પરિસંવાદ માટેનો વિષય ‘આજનું લખાતું ને ભજવાનું નાટક—એની કોટિ ઊંચી વધી છે કે નહિ ?” એવે હતા. સર્વશ્રી જયંતી દલાલ, જ્યંતી પટેલ, પીતાંબર પટેલ, શિવકુમાર જોશી, ભાનુશંકર આચાર્ય, ધીરૂભાઈ ઠાકોર વગેરે અને