SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પ્રભુપ્ત જીવન ગુજરાતી સાહિત્ય પરિષદ: [3] ગયા અંકમાં જેના ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબ બીજા દિવસની સાંજે અધિવેશન મંડપમાં શ્રી ઉમાશંકર જોષીના સંચાલન નીચે યોજવામાં આવેલ ‘સર્જક ક્લાકારો અને આજના જગતની ચેતનાર’ એ વિષય ઉપરના પરિસંવાદનો આરંભ કરતાં શ્રી જયંતી દલાલે બે પ્રશ્ના રજૂ કર્યા હતા કે ‘એકલા સર્જકે એવા ગુના કર્યો છે કે સાંપ્રત સમયના પ્રત્યાઘાતા—ગમાઅણગમા ચુકાવવાની વાત એને માથે આવી છે ? અને ‘બીજા કોઈ પણ યુગ કરતાં આજના જમાના સર્જકને ચોક્કસ વધારે સંવેદનશીલ કરે છે એ વાત સાચી છે?” એમણે કહ્યું : ‘સર્જનવ્યાપાર આજે શરૂ થયેલી પ્રવૃત્તિ નથી, ઘણા સૈકાઓથી એ તો એ જ રીતે ચાલ્યો આવે છે. સામાજિક દૂષણભૂષણોની સારી એવી જાણ અને ઉકેલ સર્જકે બતાવેલ છે અને જેમને આવું થયું હોય તેમની આગળ એ રજૂ કરતા આવ્યો છે. આજે જે બને છે તેથી સંવેદનશીલ આત્માને જરૂર કંઈક થાય છે. એનું મન પાચું બન્યું છે, નાનકડી વાતે ઉશ્કેરાય છે. માણસને દુ:ખ થાય તેની નવાઈ નથી, પણ વિશેષ એ છે કે આજના સર્જકને સંવાદો રચવાની સગવડ જ રહી નથી. આજે તા ‘સાલિલ કિવી’– આત્મસંતાષણ- વધી ગયેલ છે. જ્યારે અંદરો અંદર કરી શકીએ એવી Meaningful Dialogue સ્થિતિ નથી ત્યારે લખાણના આખા ઝાક આત્મસંભાષણ પર જાય છે. Absurd નાટકમાં નાટકોના સંવાદ નથી. બે પાત્રો પોતપોતાની અંગત અલગ અલગ વાત કરે છે. જ્યાં સંવાદના સારો મોકો હોવા જોઈએ ત્યાં માત્ર આત્મસંભાષણથી જાતને-મનને—સંતોષવાનું રહે છે. માણસ પેાતાના સિવાય બીજાની સાથે બાલી પણ ન શકે એવી પરિસ્થિતિમાં બીજું શું થાય ? મનોવિજ્ઞાન આજે split personality ની વાતો કરે છે, જેમાં વ્યકિત એક અને વ્યકિતત્વ વિભિન્ન છે. Three Faces of You' માં એક જ બાઈમાં ત્રણ પાસાં રજૂ થાય છે. માનસિક પીડાનો અનુભવ સૌ કોઈ કરે છે. માણસ પોતાના વ્યકિતત્વથી પણ અલગ થતા જાય છે. ધર્મનું- શ્રાદ્ધાનું- આશ્વાસન પણ આજે નથી રહ્યું. આવી ક્ષણે સર્જક પરિસ્થિતિ સામે આંખમીંચામણાં કરે તો એ સર્જક નહીં રહે. આજે તો વિવેચનમાં પણ સાલિલાકવી જેવી સ્થિતિ છે. વાંચ્યાં વિના ખાટાં વખાણ થવાથી બગાડો થાય છે. અવિચારની નહિ તો ન—વિચારની ભૂમિકાએ આપણે પહોંચ્યાં છીએ. આજે તો Alienation - અળગાપણું થતું જાય છે. જમાના સર્જક પાસે એવી રીતે પહોંચ્યા છે કે સર્જક બિચારો પેાતાના ખૂણામાં ધકેલાઈ ગયો છે. પરિણામે soliloquy પણ નહિ; માત્ર રહ્યા છે અંતરના ઉદ્ગારો. પાતાનું મન હળવું કરવા માટે, કોઈક તો પોતાને સમજનાર નીકળશે એ આશાએ પણ, આજે એક માત્ર સહારો છે આત્મસંભાષણ. શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ આજે પ્રવર્તતી વિચ્છિન્નતા, એકલતા, નિર્ભ્રાન્તિને એક ઈમેજ દ્વારા સમજાવતાં કહ્યું કે આજના સર્જક લહેરાતા સાગરમાં એક હિમશિલા પર ઊભેલા માણસ છે. એ શિલા કયારે ઓગળી જશે એની એને ખબર નથી. શ્રાદ્ધાની આધારશિલા ન છોડવાનું એને કહેવામાં આવે છે, પણ એ શિલા પથ્થરની છે કે બરફની છે તેની ચકાસણી એણે જ કરવાની છે. આજના સર્જકની વેદના છે તે આ, પૂર્વજો અમુક કહી ગયા છે માટે એનું પાલન કરો એમ કહેવામાં આવે છે, પણ આજે તો સંદર્ભ જ જુદો છે. કોઈ પણ સત્ય મારા પૂરતું સત્ય હોય તો જ મને તે ખપનું છે. સર્જક નકલી માલ નથી શોધતો. એલેા ઊભા રહી તા. ૧૬-૨-૯૨ ગ્રેવીશમું અધિવેશન, સુરત પોતાની અંદર એ જે શોધી રહ્યો છે તે શોધ જેવી તેવી નથી. પરંપરાગત મૂલ્યા સામે એ પ્રશ્ન કરે છે. આપણે કૃતિને વિવેચનના ચોકઠામાં મૂકીએ છીએ, પણ કૃતિ માટે વિવેચનનું નવું ચોકઠું ઊભું થવું જોઈએ. નવી કૃતિ અને વિવેચનને પ્રશ્નાર્થમાં મૂકતાં વિવેચનના સિદ્ધાંતને ફેરતપાસની એક તક મળે છે. સર્જકે સર્જકપશુ. દાખવવામાં-પોતાપણું સિદ્ધ કરવામાં—જાતને ઓળખવામાં જો કશું ઉપયોગી ન હોય તો તેની અવગણના કરવી. ભૂતકાળના વારસા કે પરંપરાને પચાવીને આપણે જે અવાજ કાઢીએ તે અવાજ આપણા જ છે, આપણા પૂર્વજોનો છે કે આપણા સમકાલીનાનો ? ‘હું”નો અવાજ પારખવા એ આજના સર્જકનો મોટામાં મોટો પ્રશ્ન છે. પ્રત્યેક સર્જકનો પેાતાના નાખો અવાજ છે. કશુંક જુદું કહેવાનું હોય ત્યારે જ એમ બને. મારો અવાજ બીજા કરતાં જુદો ન હોય તે હું માનવી કર્યાંથી ? માનવી તરીકે માનવીનું શોધન કરવા માટે માત્ર સાઉન્ડ નહિ,વિાઈસ જોઈએ. પોતાની ચેતનાને વ્યકત કરવા યોજાતો શબ્દ સર્જકની સૃષ્ટિના અંતરંગમાં આપણને પહોંચાડે છે. પોતાના તળમાં પડેલાની રજૂઆત એ આજના સર્જકનો મોટો પ્રશ્ન છે. ઈલિયટે જે ત્રીજા અવાજની વાત કરી છે તે આ. આત્માભિવ્યકિત - અંતરના અંધારા ખૂણાની શોધ. સર્જાતા સાહિત્યમાં સમાજનું પ્રતિબિમ્બ પડે છે એમ કહે વાતું રહ્યું છે. પણ એરિસ્ટોટલે કહ્યું છે તે પ્રમાણે તો સર્જાતા સાહિત્યના વિરોધ ઈતિહાસની સામે છે. એનો ઝોક ફિલસૂફી તરફ હોય છે. કૃતિમાં જ આકાર લેતું કૃતિનું સ્વતંત્ર તત્ત્વજ્ઞાન હેાય છે. સર્જકનું એ સાહસ છે. માટે જ એ નિધતા ભાગવવા ઈચ્છે છે. ઈતિહાસની છાયામાં થતું સર્જન એ સર્જન નથી રહેતું; એમાં ફિલસૂફિ તરફનું ખેંચાણ હોય છે ખરું, પણ એ તત્ત્વજ્ઞાન ઉછીનું હોય છે. યવતુશેન્કો કહે છે કે ઉછીના લીધેલા આશાવાદ કરતાં અમારો નિરાશાવાદ બહેતર છે. આજના જમાનાએ સર્જેલી એકલતાને પરિણામે વિષાદયોગ અનુભવતો આજના પ્રત્યેક સર્જક અર્જુન છે. શ્રી ગુલાબદાસ બ્રોકરે જણાવ્યું કે યુગચેતનાનો પડઘો સાહિત્ય-કલાની કૃતિઓમાં પડતા જ આવે છે. નવે યુગે નવી ચેતનાના પડઘો પાડનારા કલાકારો એને મળે છે. નવા કલાકારોને જૂના સાથે અથડામણ થાય છે. કલાની સૃષ્ટિમાં આ ચાલતા આવેલા ક્રમ છે, અને આમ ચાલતું રહે તેમાં કલાનું ોય છે. કાલિદાસ અને શેકસપિયર જેવા કલાકારોએ પણ પોતપોતાના યુગની ચેતનાના પ્રતિઘોષ પાડવા મથામણ કરી છે. આજના યુગ પલટાઈ ગયો છે. માનવજાત અને તેનાં મૂલ્યોનું કલા-સાહિત્યમાં પરિવર્તન થયું છે. જીવનમાં પણ પલટો આવ્યો છે. મુંબઈમાં ફ્લોરા ફાઉન્ટન જેવા માનવાથી ઉભરાતા લત્તામાં પણ એકલતા લાગે છે. કયાંય આપણ પ્રતિબિંબ મળવાની વાત નથી, માટે પોતાની સાથે વાતચીત કરવી રહે છે. સંવાદ નહિ પણ મોનોલોગ શકય. આજે એવા જમાના આવ્યો છે અને એનું પ્રતિબિંબ આપણી કૃતિઓમાં પડે જ. સર્જકને પાતાના અંતરના ઊંડા અંધારા ખૂણામાં જઈ કશુંક શોધી લાવવાની ઈચ્છા છે. એ ખૂણા એના એકલાના નથી, આપણા સૌના છે. જેટલું આજનું જગત સત્ય છે તેટલું જ આગલા જમાનાઓનું પણ છે. જગતમાં સનાતન Monologue ચાલ્યાં જ કરે છે, પણ યુગે યુગે તે જુદી જુદી રીતે આવિષ્કાર પામી રહ્યો છે. શ્રદ્ધાઅશ્રદ્ધાને નામે આપણે પરિસ્થિતિને વિરોધ ન કરીએ. કલાકારને પોતાની કલામાં જ્યાં સુધી શ્રદ્ધા છે ત્યાં સુધી કશું ગભરાવાનું નથી. Monologueમાંથી જ આપણે Dialogue કરી રહ્યા છીએ. વાત ન
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy