________________
તા. ૧૯-૨-૧૯
પ્રબુદ્ધ જીવન
૨૦૩
સ્તાન સાથેના આપણા સંબંધોમાં એક નવા પ્રસ્થાનની આશા જાગૃત કરે છે. આપણા કાર્યમાં આપણે વિનમ્રતાપૂર્વક આગળ વધીએ. નાનાં રાષ્ટ્રો સાવ નિર્દોષ હોતાં નથી તેમ જ મહાન રાષ્ટ્રો કદિ ભૂલ ન જ કરે એમ પણ હોતું નથી.
૧૯૬૪ ના જૂનમાં આપણે નહેરુથી શાસ્ત્રી પ્રત્યેનું પરિવર્તન સરળપણે સાધી શકયા. એ આપણી લેકશાહીની તાકાતનું દ્યોતક છે. ગયા અઠવાડિયા દરમિયાન શિદતા, ગૌરવ અને વ્યવસ્થિતતાપૂર્વક શાસ્ત્રીના અનુગામીની આપણે પસંદગી કરી શકયા એ પણ એટલું જ ગૌરવપ્રદ છે.
આ ચૂંટણી સ્પર્ધાયુકત હતી અને તેનું સંચાલન આપણા જાહેર જીવનમાં વ્યાપેલી ઉચ્ચ કોટિની સભ્યતાના વિજયરૂપ હતું. બન્ને ઉમેદવારો કશી પણ કટુતા કે લુષિતતાથી મુકત હતા. તેઓ બન્ને દેશના ચાહક છે અને આપણા આદર્શોના પૂજક છે, અને આપણી સામે જે ભવ્ય અને ભીષણ સમસ્યા છે તેને પહોંચી વળવામાં આપણા લોકો એકરૂપ બની રહેશે એવી આપણી શ્રદ્ધા છે.
આપણે આશા રાખીએ કે ભવ્ય આદર્શવાદના વાતાવરણમાં જે ઉછરેલ છે તેવા આપણા નવા સુકાનીથી સંચાલિત થનાર નવી સરકાર સ્વાતંત્ર્ય અને લેકશાહીની મશાલને આગળ ને આગળ લઈ જશે, સતત પ્રજવલિત રાખશે અને સામાજિક, આર્થિક તેમ જ રાજકીય ક્ષેત્રે, જ્યાં જ્યાં અન્યાય હશે ત્યાં ત્યાં, તે અન્યાયને ર્ય, પ્રામાણિકતા તથા અનુકંપાપૂર્વક સામને કરશે. બીજી સમસ્યાઓમાં પણ અન્ન-સમસ્યા તરફ સરકારે તરતમાં જ પોતાનું ધ્યાન અને શકિત કેન્દ્રિત કરવાનાં રહેશે. - આજની દુનિયા ધનતૃષ્ણા કે પરિગ્રહના કારણે એટલી બધી હેરાન પરેશાન નથી, જેટલી હેરાન પરેશાન સત્તાની ભૂખના કારણે થઈ છે. માનવીની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવા માટે, પરસ્પરના હક્કોનું રક્ષણ કરવા માટે, માનવી જીવનની પરિપૂર્તિ અર્થે જરૂરી તકો અને સગવડોની પુરવણી તથા વૃદ્ધિ કરવા માટે પ્રતિનિધિત્વયુકત લેકશાહીની વૈજના કરવામાં આવી છે. તેની સફળતા માટે એવા જવાબદાર લોકનેતાઓની જરૂર છે કે જેએ, જે સ્વતંત્રતા હજારો નિષ્ઠાવાન નરનારીઓની બહાદુરી અને બલિદાન વડે પ્રાપ્ત કરવામાં આવેલ છે તે સ્વતંત્રતાને દષ્ટિ અને કલ્પના વડે સુરક્ષિત રાખવા અંગે સતત પ્રયત્નશીલ હોય અને ભેડા લોકો જ સ્વાર્થ પ્રેરિત દરમિયાનગીરી કે દખલગીરીના કારણે મેળવેલી સ્વતંત્રતાને જરા પણ હાનિ ન પહોંચે એ અંગે જેઓ સતત જાગૃત હોય.
આપણા નેતાઓએ લોકોને દોરવણી આપવી ઘટે અને નહિ કે લોકોથી તેમણે દેરવાવું ઘટે. લોકો ક્ષણિક આવેશને વશ બની ન જાય અથવા તો જે તે બાબત અંગે મીજાજ ગુમાવી ન બેસે એ પ્રકારે તેમને આપણા નેતાઓએ કેળવણી આપવી જોઈએ. જે લેશાહીના પાયામાં રહેલું સ્વાતંત્ર્ય આપણે હસ્તગત કર્યું છે તે સ્વાતંત્ર્યનું મૂલ્ય તેમ જ તેની નાજુકતા–બન્નેની બરોબર કદર કરવામાં આવે એવી તેમને આપણે તાલીમ આપવી જોઈએ.
આપણી લોકશાહી આત્માની ગુલામીની-વ્યકિતગત દાસત્વનીકટ્ટર વિરોધી છે. માનવીનું સંસ્થા વડે દમન થવું ન ઘટે, સત્તા અમુક ગણીગાંઠી વ્યકિતઓના હાથમાં કેન્દ્રિત થવી ઘટે, રાજનીતિ એવી હોવી ન ઘટે કે જે અન્યને તિરસ્કાર કરવાને આપણને આદેશ આપે, માનવીનું જીવન યંત્રવત – રોબેટ જેવું બની જવું ન જોઈએ. આપણા દેશને આપણે ચાહીએ છીએ- એટલા માટે કે આપણે પ્રેમ અને સત્યના ચાહક છીએ. સાચો કે ખેટ મારો દેશ એ મારો દેશ - આવો કોઈ સવાલ જ નથી. આપણા દેશ અંગે આપણા ચિત્તમાં જે ભાવાત્મક ચિત્ર છે તે ચિત્રને - તે છબીને – આપણા દેશ મૂર્ત કરે એ જ ખરો પ્રશ્ન છે. . !
સમાજના આપણા સમાજ પ્રત્યે આપણી વફાદારી અને નિષ્ઠા હોવી જ જોઈએ, કારણ કે તે દ્વારા આપણને અમુક સગવડો મળે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - એ જે ચાર પુરુષાર્થ છે, માનવજીવનનાં જે મુખ્ય ધ્યેય છે તે સિદ્ધ કરવામાં તે દ્વારા આપણને સહાય પ્રાપ્ત થાય છે. આ હેતુઓ સિદ્ધ કરવા માટે, સ્વતંત્ર અને સર્જનાત્મક વ્યકિતત્વ પેદા ભરવા માટે, દેશમાં વ્યાપી રહેલ ભૂખમર, અપૂરતું પોષણ, વ્યાપક બીમારી, નિરક્ષરતા, સામાજિક અસમાનતાઓ અને ઔદ્યોગિક પછાતપણું – આ સર્વના આપણે અંત લાવવાનું રહે છે.
માનવીને માનવીથી વધારે મહત્ત્વનું બીજું કશું છે જ નહિ. આપણી લેકશાહીનાં પરિણામો આપણાં ગામડાંઓમાં, ખેતરોમાં અને ફેકટરીમાં, નિશાળામાં અને ઈસ્પિતાલમાં પ્રત્યક્ષ થવાં જોઈએ. એ દિવસ દૂર નથી કે જ્યારે દુનિયા શિક્ષણ, આરોગ્ય, વસવાટ અને નાનાં, ઘરડાં તેમ જ અસહાય લોકોની સારસંભાળને સૌથી વધારે મહત્વ આપશે.
આપણે જીવનની બાહ્ય પરિસ્થતિમાં સુધારો કરીએ તે પણ માનવીના આંતરજીવનની આપણે ઉપેક્ષા કરી ન જ શકીએ. તેની અસંયમી પ્રકૃતિ, તેનામાં રહેલાં આસુરી બળે-આ જ તેનાં મુખ્ય શત્રુઓ છે. આપણે કામનાઓને અને વાસનાઓને અને ભેગલક્ષીવૃત્તિઓને ખૂબ ઉત્તેજન આપીએ છીએ. પ્રેમ એટલે કે દિલની અનુકંપા આ દુનિયામાં વિરલ બનતી જાય છે. તે વધારે વ્યાપક તેમ જ વધારે ઊંડાણવાળી બને એ અત્યંત આવશ્યક છે. '
* સદિચ્છા | સર્વ કોઈ સદિચ્છા-શુભ ભાવ–ધરાવતા માનવીઓના દિલમાં શાંતિની ઝંખના રહેલી જ હોય છે. આપણી સમસ્યાઓ હલ કરવા માટે આપણને આંતરબાહ્ય - ઉભય પ્રકારની – શાંતિની જરૂર છે. જો માનવીની સભ્યતા દ્વારા વિકસેલાં મૂલ્ય ટકાવવા હોય તે આપણે આપણા પાડોશીઓ સાથે સમાધાનીપૂર્વક રહેતા શીખવું જોઈએ અને વિશ્વબંધુત્વની દિશામાં કાર્ય કરતા થવું જોઈએ.
આજના વિચારશીલ માનવીઓની ગંભીર સંવેદનાત્મક ચિતા દુનિયાની વર્તમાન સ્થિતિ પરત્વે છે. આપણે દુનિયાની સામે જોતાં જે ઊંડી બેચેની અનુભવતા હોઈએ તે એ એટલું જ સૂચવે છે કે આ દુનિયા કોઈ એક મહાન પરિવર્તનને ઝંખી રહેલ છે. આપણે તે પરિવર્તનને અડકીને ઉભેલા છીએ અને તે કારણે ન સમજી શકાય એ કંપ અનુભવીએ છીએ. આ પરિવર્તન આપણને અમાપ આબાદી તરફ આગળ લઈ જનારૂં છે કે જંગલીપણા તરફ પાછળ લઈ જનારૂં છે તેને આધાર વિજ્ઞાન અને ટેકનોલોજી (તંત્રવિદ્યા) ની અદ્ભૂત સિદ્ધિઓને આપણે કે ઉપયોગ કરીએ છીએ તેના ઉપર રહે છે. આપણી આગળ પૂરતા પ્રમાણમાં સફોટક સામગ્રી છે કે જે આ દુનિયામાં સમગ્ર જીવનને અંત આણવા માટે સમર્થ છે. • જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં ન્યાય અને શાંતિભર્યા સમાધાને માટે તેમ જ સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ અંગે આવશ્યક એવીઆણવિક શસ્ત્રોની અભિવૃદ્ધિ માટે આપણે પ્રયત્નશીલ બનીએ. તે જ માત્ર શાણપણને સારો માર્ગ છે. અનુવાદક : પરમાનંદ ' મૂળ અંગ્રેજી: ર્ડો. રાધાકૃષ્ણન
.
પાયા વિનાની માન્યતાઓ અને વહેમની
ગ્રંથિઓને વિદારનાર અને વિચારપ્રેરક . - ચમત્કાર અને વહેમ
લેખક: રતિલાલ મફાભાઈ શાહ મુ. માંડલ, વિરમગામ થઈને ઉત્તર ગુજરાત) | કિંમત રૂ. ૧, પટેજ ૦-૩૦ પ્રાપ્તિસ્થાનઃ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, "ા ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–8. .