________________
@
प्रजुद्ध भवन
શ્રી મુ`બઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા
Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂ. ૪
પ્રબુદ્ધ જૈન’તુ નવસસ્કરણ વર્ષ ૨૭ : અંક ૨૦
મુંબઈ, ફેબ્રુઆરી ૧૬, ૧૯૬૬, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
ભસ્મ વિસર્જનની ક્રિયામાં ઐચિત્ય કેટલું ?
✩
મારી વાત અંગે મોટી ગેરસમજૂતી ઊભી થવાનું જોખમ વહારીને પણ મને લાગે છે કે આપણા દેશના મહાન નેતાઓ અને શાસકોના દેહવિસર્જનની બાબતમાં ઊભી થયેલી પ્રણાલિકાના વિરોધમાં ઉચ્ચારાતી વાતમાં હું પણ સૂર પુરાવ્યું.
માનવી પોતાના જીવનકાળ દરમ્યાન ગમે તેવા મહત્ત્વપૂર્ણ હાયતા યે એના અવસાન પછી એને દેહ સંપૂર્ણપણે ને એક માત્ર રીતે એના કુટુંબનો બની રહે છે. સામાન્ય નિયમ તરીકે તે કુટુંબના રૂઢિ રિવાજ કે પ્રણાલિકા પ્રમાણે એની ગતિ થાય, જો કે વ્યકિતએ પેાતાના દેહ વિષે અગાઉથી કશી સૂચનાઓ આપી હોય તે તેના અમલ થાય.
મને લાગે છે કે આ વાત સૌ પ્રથમ મહાત્મા ગાંધીની કરૂણ હત્યા પ્રસંગે ઊભી થઈ હતી. સરકારે આગળ પડી એમના દેહનો કબજો લઈ લીધા ને તે પછી જે કંઈ થયું એની સાથે એમના કુટુંબને જાણે કશી ખાસ લેવાદેવા ન હતી એ રીતે વર્તાયું. સ્વાભાવિક હતું કે એવા મહાન નેતાની વિદાય વેળાએ અંજલિ આપવા માનવમહેરામણ ઊમટે, પરંતુ જ્યાં દેહની અંતિમ ક્રિયાના જ સવાલ હતા ત્યાં કુટુંબને જ આગળ આવવા દેવું જોઈતું હતું. પણ તેમ બન્યું ન હતું.
મહાત્મા ગાંધીની રાષ્ટ્રસન્માનિત સ્મશાનયાત્રા નીકળી હતી. એમાં લશ્કર પાતાની સઘળી રૂઢિઓ અને સઘળા કાફલા સાથે હાજર હતું. બંદૂકો ઊંધી કરી દેવામાં આવી હતી અને એવી બીજી રૂઢિઆને અનુસરવામાં આવી હતી. મહાત્મા ગાંધી અત્યંત વિશિષ્ટ વ્યકિત હતા અને એમના કિસ્સાને પણ વિશિષ્ટ ગણવો જોઈએ. પરંતુ ત્યાર પછી બીજા કિસ્સાઓમાં આ શિરસ્તા બની ત જવા જોઈએ.
૧૬ વર્ષ પછી એમના મહાન અનુગામી જવાહરલાલ નહેરુ મૃત્યુ પામ્યા. અને એમની પ્રતિષ્ઠા રાષ્ટ્રીય જીવનમાં જ નહીં, આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ ગાંધીજી કરતાં જરાયે વિશેષ ઓછી ન હતી. પરિણામે એ આખીયે પ્રક્રિયાનું પુનરાવર્તન થયું અને એમની અત્યંષ્ટિ ક્રિયા લશ્કરી દોરદમામ અને ગંભીર ઔપચારિકતા સાથે કરાઈ. એમના કુટુંબના સભ્યો ત્યાં હાજર હતા, પણ તેઓ ચિતાને આગ ચાંપી શકે તેટલાં નજીક ન હતાં. દેખીતી રીતે જ તેમને ફાળે ઘણું ઓછું કામ હતું. સરકારે સઘળું હાથમાં લઈ લીધું અને કુટુંબની સલાહસૂચના લીધા વગર જ અસ્થિકુંભને એકલા પ્રયાગમાં જ નહિ પરંતુ દેશના વિવિધ સ્થળોએ મોકલી આપવાની વ્યવસ્થા કરી દીધી.
એમ કહી શકાય કે એમના વીલમાં જવાહરલાલે એવી ઈચ્છા વ્યકત કરી હતી કે તેમની રાખ ધરતીની માટીમાં ભળી જાય તે રીતે વિખેરી દેવી. જોકે એ વીલમાં એ સ્પષ્ટ નથી કે એમની ઈચ્છા પૂરી કરવાનો ભાર જેમને માથે હતા એમણે એ એરોપ્લેન દ્વારા પૂરી કરવી કે કેમ. ગમે તેમ હોય, ગમે તેટલા સમૃદ્ધ કે સાધનસંપન્ન કુટુંબ માટે પણ મરનારની ઈચ્છાઓ પૂરી કરવાનું એ
✩
કામ શકય બન્યું ન હાત. તે સરકાર માટે શક્ય છે અને એ પણ રાજ્યને ખર્ચે જ!
બે વર્ષ વીત્યાં હશે અને જવાહરલાલના અનુગામી આપણા બહુ જ પ્રિય શ્રી લાલબહાદુર શાસ્ત્રીને વિદેશી ભૂમિ પર દુ:ખદ અને એકાએક અંત આવવાથી વધુ દુ:ખદ ઘટના સર્જાઈ. યુજમાન દેશે તેમના મૃતદેહને સ્વદેશ માકલ્યો, પરંતુ એક વખત દિલ્હીમાં તે આવી ગયા પછી પેલી રૂઢ થતી જતી બધી જ જૂની પ્રણાલિકાએનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું અને જવાહરલાલના મૃત્યુ પ્રસંગે જે વિધિઓને વિસ્તૃતપણે અનુસરવામાં આવી હતી તેનું લાલબહાદુર શાસ્ત્રીના કિસ્સામાં પુનરાવર્તન થયું. મારો ખ્યાલ છે ત્યાં સુધી આ બાબતમાં કુટુંબને બહુ લક્ષમાં રાખવામાં આવ્યું ન હતું. કુટુંબની ઈચ્છાઓનું પાલન થયું ન હતું અને જે બધું થયું તેમાં કુટુંબને બહુ ઓછા ભાગ ભજવવાના હતા,
ગમે તે થયું, પરંતુ જે વાત આજે મને બહુ દુ:ખ પેદા કરી રહી છે તે દેશના જુદા જુદા સ્થળે મૃતમાનવીની ભસ્મ વિસજૈન કરવાના જે રિવાજ અને પ્રણાલિકા સ્થાપિત કરવાનો પ્રયાસ થયો છે તે અંગે છે. ધાર્મિક માન્યતા અને રાજકીય દષ્ટિબિંદુને માન આપીને આ સ્થળની પસંદગી કરવામાં આવી હશે. સવાલ એ છે કે આ વસ્તુ યોગ્ય છે કે કેમ અને આ બધા કાર્યમાં રાજ્ય સક્રિય રીતે રસ લઈ રહ્યું છે તે માટે કોઈ સત્તાવાર મંજૂરી આપવાની જરૂર છે કે કેમ ?
જો લોકો પોતાના મૃત સગાવહાલાંઓની ભસ્મને દેશના દૂરદૂરના ભાગોમાં મેાકલવા કે લઈ જવાનું ચાલુ કરે તે તેમાંનાં ઘણાં પોતાની સંપૂર્ણપણે બેહાલી કરી બેસશે. એ ભૂલવું ન જોઈએ કે મિલ્કતવેરા હેઠળ અંતિમવિધિ માટે વધુમાં વધુ રૂા. એક હજા રના ખર્ચ મંજૂર રાખવામાં આવ્યો છે. સરકાર લાખો રૂપિયાના જાહેર નાણાંના આટલા બધા ખર્ચ શી રીતે કરી શકે અને પોતાના જ કાનૂનને વેગળા મૂકે તે હું સમજી શકતો નથી.
જ્યાં લાગણીના પ્રશ્ન હોય ત્યાં પૈસાના મુદ્દો ઊભા કરવા એ હંમેશાં અઘટિત છે. છતાં હું માનું છું કે બિનજરૂરી દુર્વ્યય .દૂર થવા જોઈએ. સરકાર જો આ પદ્ધતિ ચાલુ રાખશે તેા એક મુંઝવણભરી પરિસ્થિતિના તેણે સામનો કરવા પડશે કે જ્યારે જુદા જુદા લોકો પોતાનાં સગાંવહાલાંઓની ભસ્મનું વિસર્જન કરવા માટે, રાજ્યે આપણા મહાન વડાપ્રધાનો જેઓ આપણા મહાન દુ:ખ વચ્ચે ઝડપથી પસાર થઈ ગયા છે તેમની જેમ છૂટછાટો માગશે.
આ પ્રક્રિયા ખચિતપણે બંધ થવી જોઈએ અને મૃત્યુ પામેલાના શબા, પછી તે ગમે એટલા મહાન હોય તે મેં કેટલીક ખાસ વિધિઓ કે જેને વડાપ્રધાનો કે અન્ય ઉચ્ચ પુરુષોના સન્માન માટે રાજ્ય જરૂરી માનતું હોય તે પતાવીને તેમની અંતિમ વિધિ માટે તેમના કુટુંબીઓને સોંપી દેવા જોઈએ. સરકારના સભ્યો તથા