SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૨-૬૬ એમણે કહ્યું: “અમે તે દેશનાં કિશોરો અને કિશોરીઓના ચારિત્ર્યનું અને તેમની સૂઝ-સમજનું ઘડતર થાય તેવી એક શિક્ષકપ્રણાલી ચલાવવા અને લોકપ્રિય બનાવવા મથી રહ્યા છીએ. કિશેરોના બાહુ મજબૂત થવા સાથે અનેક કળાઓ તેમની આંગળીઓમાં રમતી થાય, તેમની બુદ્ધિનું બંધારણ વિજ્ઞાન ઉપર રચાય, તેઓ જીવનમાં મહેનતુ અને સ્વાવલંબી રહી આપબળની, ખુમારીની તેજસ્વી કેળવણી લેવાના પાઠ શીખે, તેઓ શીખતા જાય તે સાથે દેશના નવનિર્માણનાં કામમાં પણ પિતાને ફાળો આપતાં જાય અને તે કામમાં પિતાના ઉત્સાહપૂર્ણ સહકારથી પ્રાણ પૂરતા જાય, આસપાસના જનસમાજમાં જીવન વિષે આશા અને ઉત્સાહ રેડતાં જાય એ દિશામાં અમે.. પુરુષાર્થ કરી રહ્યાં છીએ.” દેશને પૂણે ખૂણે ઉચ્ચ શિક્ષણના ફેલાવાની વાત અંગે એમણે કહ્યું: “ આપણે ચિતા કરવા જેવી વાત એ છે કે ગ્રામપ્રદેશમાં, વનપ્રદેશમાં અને તટપ્રદેશમાં હજુ એટલાં બધાં તરુણો અને તરુણીઓ ઊછરી રહ્યાં છે, જેમને પોતે ઉચ્ચ શિક્ષણ સુધી પિતાની લાયકાત કદી લઈ જઈ શકશે એવું સ્વનું પણ આવી શકતું નથી. એ સૌને માટે એવા શિક્ષણની કલ્પના પણ આપણાં આયોજનમાં કરવામાં આવતી નથી.. આવાં સૌને કેળવણીનું અમૃત પહોંચાડવાને ધર્મ આપણે બજાવતાં નથી તે મને ઘોર પાપરૂપ ભાસે છે..” એમણે કેટલાક પ્રશ્ન કર્યા : “આ બધા વિદ્યાપ્રવાહ હજુ શહેરોમાં જ કેમ અટકી પડયો છે? દર ચાર-પાંચ ગામ વચ્ચે એક ઉત્તર બુનિયાદી કેમ નહિ? દર તાલુકે અને પરગણે એક મહાવિદ્યાલય કેમ નહિ? અને દર બે ત્રણ તાલુકા વચ્ચે એક વિદ્યાપીઠ કેમ નહિ ? ” ભારતમાં શિક્ષણ વ્યાપક બનાવવામાં વિજ્ઞાન આપણી વહારે ધાશે એવી આશા સેવનારાઓને સ્પષ્ટતા કરી કે “વિજ્ઞાન આપણને ઊંચામાં ઊંચી ટોચે લઈ જશે ત્યારે પણ એમણે (વિલાયતે) શમ ઉપર અને શિક્ષણ પદ્ધતિના પરિવર્તન પર ભાર મૂકયો છે તે જ આપણો સાચો તરણાપાય થવાનો છે; આર્થિક દષ્ટિએ જ નહિ, શિક્ષણની ગુણવત્તાની દષ્ટિએ પણ.” આજની પરિસ્થિતિ અંગે એમણે કહ્યું : “પ્રતિષ્ઠાના અને મોટાઈના આપણા ખ્યાલે જ ફરી ગયા છે. સૌનું જીવનધોરણ સમાન હોય એમ આપણે ઈચ્છીએ છીએ. એક શિક્ષક ઈચ્છે છે કે તેનાં ઘરબાર, ખાનપાન, નોકરચાકર, એ બધું એક રાજાના સમાન, એક લખપતિના સમાન હોવું જોઈએ. એક શિક્ષક કે મજૂરના સાદા જીવન કરતાં રાષ્ટ્રપતિનું કે સર્વોચ્ચ ન્યાયાધીશ ખાનપાન આદિ વધારે ન હોય એવા આદર્શ રાખીએ તે તો આપણાં સ્વમાન-ગૌરવ-સાચવીને આપણે તે પ્રાપ્ત કરી શકીએ અને ઉત્તમમાં ઉત્તમ કેળવણી આપણે ગામડે ગામડે પહોંચાડી શકીએ.” કેળવણીના ક્ષેત્રમાં યુરોપીય ધોરણે લાગુ કરવાની ભૂલ ન કરવાનું સૂચવી વકતાએ આચાર્ય વિનોબાના શબ્દો ટાંકયાં : “નવા રાજ્યમાં જેમ જૂને ઝંડો એક દિવસ પણ ન ચાલી શકે તેમ નવા રાજ્યમાં જૂની તાલીમ પણ એક દિવસ માટે ન ચાલવી જોઈએ.” પત્રકારત્વ વિભાગના પ્રમુખસ્થાનેથી શ્રી બચુભાઈ રાવતે દોઢ સૈકાના ગુજરાતી પત્રકારત્વની વિવેચના કરી પત્રકારે લોકશિક્ષણનું યજ્ઞકાર્ય ઉત્તમ રીતે કયારે કરી શકે તેની ઉત્તમ મીમાંસા કરી હતી. આ જ સામયિકમાં પ્રવચન આપ્યું હવે પછીના અંકોમાં છપાવાનું છે, તેથી તેને અહિં સાર આપવાની મને જરૂર લાગતી નથી. સા. પ.ના આ અધિવેશનમાં જ અસ્તિત્વમાં આવેલા સમાજવિદ્યા વિભાગના પ્રમુખપદેથી શ્રી પોપટલાલ ગે. શાહે પિતાના વ્યાખ્યાનમાં સમાજવિદ્યાની તાલીમ માટે આગ્રહ કર્યો હતે. “એ માટે આપણી યુનિવર્સિટીઓ, કૅલેજો અને શાળાઓમાં પણ આપણી સામાજિક સ્થિતિને યોગ્ય ફેરફાર થવા જોઈએ. સમાજને ઊંચે ચઢાવવા માટે સમાજના ઊંચા થરનાં સ્ત્રી-પુરુષને એવી ટેવ પાડવાની સરળતા મળવી જોઈએ, કે જેથી તેમાં સમાજના પછાત વર્ગોની સેવામાં પોતાની નવરાશના સમયમાં મદદ આપી શકે. રાજ્ય તરફથી પછાત વર્ગોના - શિક્ષણ, ઉન્નતિ અને વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં યોગ્ય કાર્યકરોની ઊણપને લીધે ઘણાં નાણાં વ્યર્થ જાય છે.. એવી અસંખ્ય જાતિઓને સુધારવા માટે દઢ વૃત્તિવાળા, સમજશકિતવાળા અને દૌર્યશીલ કાર્યકરોની જરૂર છે.” તે માટે ગામે ગામ Social work ના Diploma classesની હિમાયત વકતાએ કરી. સમાજવિધા, સમાજકલ્યાણ અને સામાજિક કાર્યની તાલીમ વધારે વ્યાપક કરવાના પ્રશ્નને એમણે મુખ્ય ગણ્યો. સરકાર, સમાજસંરક્ષણ સંસ્થાઓ, સ્ત્રીમંડળો તથા મુખ્યત્વે ગુજરાત સંશોધન મંડળના આ દિશામાંના પ્રયત્ન અને સેવાઓની સમીક્ષા કરી. જ્ઞાતિની ઉત્પત્તિના ઈતિહાસ, જ્ઞાતિબળનું ઊર્ધ્વકરણ, સામાજિક અર્થશાસ્ત્ર સંબંધી વિચારપૂર્વક સંશોધન, ઔદ્યોગિક વ્યવસ્થા, પગારધોરણોની અસમાનતા વગેરે બાબત છેડી વકતાએ “આપણી સમાજવિઘાને વિકસાવી, સમાજકલ્યાણના આદર્શોને પ્રચાર કરવાનું અને તેમને અમલમાં મૂકવાનું કાર્ય કરવું પડશે.” એ ઉદઘોષ કર્યો હતો. વિભાગીય પ્રમુખના પ્રવચને પત્યા પછી સૂરત જૈન પુસ્તક ભંડારો તરફથી સંમેલન અને પરિષદના અગ્રણી કાર્યકરોને સત્કાર શહેરના શ્રી દેવચંદ લાલચંદ પુસ્તકાલય ખાતે થયો હતો, જેમાં સાહિત્યકારો અને સંશોધકોએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. બપોરે સાયન્સ કૅલેજના જુદા જુદા ખંડોમાં એક સાથે વિભાગીય બેઠકો મળી હતી જેમાં સાહિત્ય, શિક્ષણ, અને પત્રકારત્વ વિભાગોમાં નિબંધવાચન થયું હતું, જ્યારે રંગભૂમિ અને સમાજવિદ્યા વિભાગેમાં પરિસંવાદોની યોજના હતી. શ્રેતાઓને ધસારો' રંગભૂમિ વિભાગમાં થતાં ત્યાં ખંડના દરવાજા બંધ કરાવી દેવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. - સાંજે અધિવેશનખંડમાં ‘સર્જક કલાકારો અને આજના જગતની ચેતના” એ વિષય ઉપર યોજાયેલા પરિસંવાદમાં સર્વશ્રી જયંતી દલાલ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ગુલાબદાસ બ્રોકર તથા સિતાંશુ મહેતાએ ભાગ લીધો હતો. સંચાલન શ્રી ઉમાશંકર જોષીએ કર્યું હતું. આ વિષે હવે પછી. ક્રમશ: ભૂપેન્દ્ર ત્રિવેદી આચાર્ય રજનીશજીનાં ટેપ રેકર્ડ કરેલાં પ્રવચન જીવનજાગૃતિ કેન્દ્રના મંત્રીઓ જણાવે છે કે આચાર્ય રજનીશજીનાં મુંબઈ તથા અન્ય સ્થળોએ અને સાધના શિબિરોમાં થયેલાં પ્રવચને જે ટેપ રેકર્ડ કરી લેવામાં આવ્યાં છે તે સાંભળવા માટે જીવનજાગૃતિ કેન્દ્ર તરફથી મુંબઈમાં નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લાભ લેવા દરેક જિજ્ઞાસુ ભાઈ - બહેનને નિમંત્રણ છે. સ્થળ : મરીનલાઈન્સ સ્ટેશનની પશ્ચિમે, અણુવ્રત સભાગાર. સમય : દર અંગ્રેજી મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે, - રાત્રે ૭-૦ ૦. વિષયસૂચિ મહામના લાલબહાદુર શાસ્ત્રી : શ્રી ગગનવિહારી લ, મહેતા ૧૯૧ એક મૂલ્યાંકન. પૂરક નોંધ: શાસ્ત્રીજી અને પરમાનંદ ૧૯૨ રામનાથ, શાસ્ત્રીજી અને ટાંગાવાળો, શાસ્ત્રીજી અને તેમને બાળ-હરિ, શાસ્ત્રીજી વિશે શ્રી. ડી. આર. માંકર, ખુદા હાફિક્ઝ. દશમુદ્દા ઐતિહાસીક તાશ્કેદ જાહેરાત ૧૮૩ મહાપ્રસ્થાનના પથ પર–પ પ્રબોધકુમાર સન્યાલ ૧૯૪ પ્રક્ષનેતા તરીકે શ્રીમતી પરમાનંદ ૧૯૭ ઈન્દીરા ગાંધીની વરણી ગુજરાતી સાહિત્ય પરિષદ,. ભૂપેન્દ્ર ત્રિવેદી ૧૯૯ ઐવિશમું અધિવેશન, સૂરત. માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંઘઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩. મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy