________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૧૬
છે એમ સ્પષ્ટ થઈ ચૂકયા બાદ કામરાજની ઈચ્છાને માન આપીને 2) બાળી ખાયા છે તે તેમના પક્ષે જરા પણ ખોટું ને દેખાત અને પક્ષનેતાની ચૂંટણી માટે સર્વાનુમતનું જે ગૌરવ છે તે આપણા દેશને પ્રાપ્ત થાત. પણ તેઓ તે સ્પર્ધાને વળગી જ રહ્યા અને હાર્યા. આ બધું છતાં, ચૂંટણીનું જે પરિણામ આવ્યું તે જોતાં એટલું જરૂર કબૂલ કરવું ઘટે કે તેમણે ઈન્દિરા ગાંધીને મળેલા ૩૫૫ મતની સામે ૧૦૮ મત મેળવ્યા અને તે પણ કામરાજે ઊભી કરેલી આટલી મોટી પ્રતિકૂળતા સામે – આ રીતે વિચારતાં મોરારજીભાઈને મળેલો પરાજ્ય એક રીતે તેમના નૈતિક વિજય જેવો લેખ ઘટે. આજના ભારતના કેંગ્રેસના રાજકારણમાં મોરારજીભાઈની ઉપેક્ષા થઈ શકે તેમ છે જ નહિ એમ આ પરિણામ ઉપરથી જરૂર પુરવાર થઈ ચૂકયું છે. મોરારજીભાઈના પક્ષે આ ગૌરવપ્રદ હકીકત છે.
આ ચૂંટણીના પરિણામને વિચાર કરતાં એમ લાગે છે કે આ ચૂંટણીમાં મતપ્રદાન થયું તે ઉમેદવારની વ્યકિતગત ગુણવત્તાને અનુલક્ષીને નહિ પણ ઉમેદવારો સામેના અંગત વિરોધને અનુલક્ષીને થયું છે. અને એ રીતે જે ઈન્દિરા ગાંધીના પક્ષકાર નહિ પણ મોરારજીભાઈના વિરોધી હતા તેમણે મોટા ભાગે ઈન્દિરા ગાંધીને મત આપ્યા છે અને જેઓ મોરારજીભાઈના પક્ષકાર નહિ પણ ઈન્દિરા ગાંધીના વિરોધી હતા તેમણે મારારજીભાઈના પક્ષમાં મત આપ્યા છે એમ ન હોત અને કેવળ ગુણવત્તા જ મતપ્રદાનને માપદંડ હોત તે આજની ક્ટીકટીમાં મોરારજીભાઈ અને ઈન્દિરા ગાંધી વચ્ચે મારારજીભાઈના ચડિયાતાપણા અને સવિશેષ યોગ્યતા વિષે બે મત હત જ નહિ.
કોંગ્રેસ પ્રમુખ કામરાજ વિષે અહિ બે શબ્દો કહેવામાં ન આવે તે આ નોંધ અધૂરી ગણાય. જવાહરલાલજીના અવસાન વખતે કેંગ્રેસ પક્ષની નેતાની ચૂંટણી અથવા પસંદગીનું કાર્ય એટલું બધું વિકટ નાનું, કારણ કે તેમની પછી લાલબહાદુર શાસ્ત્રીની કરવામાં આવેલ પસંદગી લગભગ પૂર્વનિણિત જેવી હતી. પણ આ વખતની કટોકટી એવી સરળ નહોતી. કૅન્સેન્સસ પદ્ધતિની વાત ટકી શકે તેમ નહતી, કારણ કે ઉમેદવાર આગેવાનેમાંથી અમુકને તેમનામાં વિશ્વાસ નહોતે. પરિણામે ઉમેદવારો વચ્ચે સ્પર્ધા નિશ્ચિત હતી. તેમની સાથે જરૂરી વાટાઘાટો કરીને આ પદ માટેની સ્પર્ધા બને તેટલી હળવી કરવી અને તેને કશા પણ સંઘર્ષ વિના સરળ રીતે ઉકેલ લાવવા, અને બને ત્યાં સુધી સર્વાનુમતિથી પક્ષના નેતાની ચૂંટણી કરવી એ કેંગ્રેસ પ્રમુખને ધર્મ હતો. આ સંબંધમાં શ્રી કામરાજે પૂરી કુશળતાપૂર્વક અને મક્કમતા વડે કામ લીધું છે એમ કહેવામાં જરા પણ અતિશયોકિત થતી નથી. સૌથી પ્રથમ તો કેટલાક આગેવાન તરફથી તેમને પક્ષનેતા બનવાની કરવામાં આવેલી માંગણીને તેમણે પિતે સાફ ઈન્કાર કરી દીધા હતા અને પોતાની જાતને સ્પર્ધામુકત. કરી હતી. ત્યાર બાદ પક્ષનેતૃત્વ માટેના ઉમેદવારોને સમજાવટપૂર્વક એક પછી એક ખસી જવાનું કહેવામાં તેમણે સારી સફળતા મેળવી હતી અને આખી સ્પર્ધાને માત્ર બે વ્યકિતઓ વચ્ચે જ કેન્દ્રિત બનાવી દીધી હતી. આ સ્પર્ધા ટાળવા માટે પણ તેમણે શક્ય તેટલો પ્રયત્ન કર્યો હતો, પણ એ શકય નથી એમ માલુમ પડતાં મતદાનને લગતી સભાનું કાર્ય તેમણે ભારે દક્ષતાપૂર્વક પાર પાડયું હતું અને વાતાવરણમાં કશી કડવાશ પેદા થવા દીધી નહોતી. અલબત તેમણે પક્ષનેતા તરીકે કરેલી પસંદગી વિવાદાસ્પદ છે. વળી તે પસંદગીને સ્વીકાર કરાવવા માટે ધારાસભ્ય ઉપર તેમના તરફથી આડકતરું દબાણ લાવવામાં આવ્યું હતું–આશ્રી મોરારજીભાઈ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે ડૉ. જીવરાજ મહેતાની બાબતમાં આવું જ દબાણ લાવનાર શ્રી મોરારજીભાઈને આવી ફરિયાદ કરવાને હક્ક નથી, તે પણ આ આક્ષેપમાં જે તથ્ય હોય તે તે પણ શ્રી કામરાજના પ્રમુખસ્થાનને ગૌરવ આપનારું ન જ ગણાય. આ બધું છતાં પણ લાલબહાદુર શાસ્ત્રીનું ભારે કવખતનું મૃત્યુ અને તે કારણે પક્ષનેતા નકકી કરવા અંગે ઊભી થયેલી અણધારી
વિષમ કોટીને તેમણે ભારે મક્કમતાપૂર્વક તેમ જ કુશળતાપૂર્વક સામને કર્યો છે અને તેમાં તેમણે સફળતા પ્રાપ્ત કરી છે. તેમને જોતાં અને તેમની કાર્યવાહીનું નિરીક્ષણ કરતાં, સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે છે. તેમના હાથમાં કોંગ્રેસની નૌકા સહીસલામત છે એવી આપણને પ્રતીતિ થાય છે. તેમને આપણ ના હાદિક ધન્યવાદ ઘટે છે.
હવે શ્રીમતી ઈન્દિરા ગાંધી કેંગ્રેસના પાર્લામેન્ટરી પક્ષના નેતા. બન્યા છે એટલે આખા ભારતના નેતા બન્યા છે એ નિશ્ચિત હકીકત. છે. આ નેતૃત્વની અપાર જવાબદારી છે. આ જવાબદારીઓને નવા નિમાયેલા પક્ષનેતા આજની અત્યંત કટોકટીભરી પરિસ્થિતિમાં પહોંચી શકશે કે કેમ એ સવાલ આજે અનેકના દિલમાં ખટકયા કરે છે. જ્યારે લાલબહાદુર શાસ્ત્રી આ સ્થાન ઉપર આવ્યા ત્યારે પણ આવી જ શંકા સૌ કોઈના મનમાં ઊભી થઈ હતી, અને એ શંકા શાસ્ત્રીજીએ પોતાની કુશળ કામગીરીથી ખાટી પાડી હતી. પણ અનેક જટિલ સમસ્યાઓને હલ કરવાની હથરોટીને શાસ્ત્રીજીના સંબંધમાં આપણને થોડો ઘણો અનુભવ હતો. ઈન્દિરા ગાંધી વિશે હજુ આપણે આવો કોઈ અનુભવ નથી. એમ છતાં પણ દેશનું ભાગ્ય ઘણ મેટું છે. જેને ઈશ્વર આવા સ્થાન ઉપર મુકે છે તેને મોટા ભાગે જરૂરી સૂઝ પણ ઈશ્વર આપે છે. આપણે આશા રાખીએ કે જેમ શાસ્ત્રીજીના સંબંધમાં આપણી અટકળે ખેટી પડી તેમ ઈન્દિરા ગાંધી વિશેની આપણી અટકળો પણ ખૂટી પડે અને તેમના નેતૃત્વ નીચે દેશ વધારે આબાદ બને અને તાન્કંદ મંત્રણાઓએ જે સુલેહશાંતિની ભૂમિકા પેદા કરી છે એ ભૂમિકા ઉપર સૂલેહશાંતિની નક્કર ઈમારતનું ઈન્દિરા ગાંધીના હાથે નિર્માણ થાય.
આ લાંબી આલોચનાના અંતે એક જ વાત કહેવાની બાકી રહે છે કે દેશની સર્વોત્કૃષ્ટ નેતા આપણી વચ્ચેથી એકાએક વિદાય થાય અને નવા નેતાની પસંદગી કરવાની પરિસ્થિતિ ઊભી થાય—આ કોઈ પણ દેશ માટે એક મોટી કટોકટી પેદા થઈ ગણાય. આવી કટોકટીને આટલી બધી સરળતાથી આપણી લોકશાહી પહોંચી વળી શકી, ન કોઈ સંઘર્ષ, ન કોઈ અથડામણ, ચૂંટણી કરવી પડી તે પણ પૂરી ખેલદિલીથી, જીતનારના મોઢા ઉપર કઈ વિજેતાને ગર્વ નહિ, હારનારના મેઢા ઉપર પરાજિતની કોઈ હતાશા નહિ, આગળ કે પાછળ ન મળે કઈ કડવાશ, ન મળે કોઈ અશિષ્ટ પ્રચાર -આ કોઈ સામાન્ય ઘટના નથી. આ જે કાંઈ બન્યું તે પુરવાર કરે છે કે આપણે – આપણા દેશે-લોકશાહીને પુરેપુરી પચાવી છે. સાચી લોકશાહી એટલે ઉદાત્ત સ્પર્ધા, ખેલદિલી અને વિનયપૂર્ણ સંયમ. આ તત્વોનું પક્ષનેતાની આ ચૂંટણીમાં આપણને સુભગ અને ભારે ગૌરવપ્રદ દર્શન થાય છે. આસપાસ પ્રવર્તતી સરમુખત્યારશાહી વચ્ચે પણ આપણે ત્યાંની લેકશાહી સુરક્ષિત છે, સુનિશ્ચળ છે એવી પ્રેરક પ્રોત્સાહક શ્રદ્ધા આપણા દિલમાં પેદા થાય છે.
ઈન્દિરા ગાંધીએ રચેલા નવા પ્રધાનમંડળ વિષે ખાસ કાંઈ કહેવાનું પ્રાપ્ત થતું નથી. ફેરફારો નજીવા તે પણ નિરર્થક નથી. આ પ્રધાનમંડળની મદદ વડે ઈન્દિરા ગાંધીનું શાસન યશસ્વી બને અને દેશની જટિલ સમસ્યાઓ હળવી બને, તાશ્કેદ મંત્રણાઓ દ્વારા સ્વપાયલી શાંતિ ચિરપ્રતિષ્ઠિત બને અને આર્થિક અકળામણમાંથી દેશ ઊંચે આવે એમ આપણે અંતરથી ઈચ્છીએ અને પ્રાર્થીએ!
- પરમાનંદ સંધિ સમાચાર - તા. ૨૧-૬૬ના રોજ રાત્રીના ૮ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંધના સભ્યો તથા તેમના કુટુંબીજનોને મુંબઈ ખાતે મરીન લાઈન્સ સ્ટેશનની પાછળ આવેલા તારાબાઈ હાલમાં ભારત સરકારના ફિલ્મ ડીવીઝનના સહકાર વડે ભારતના સ્વર્ગસ્થ મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રી પ્રધાનમંત્રીના પદ ઉપર આવ્યા ત્યાર બાદ તેમણે લીધેલી કેનેડા તથા બ્રિટનની મુલાકાત, ૧૯૪પના મે માસમાં તેમણે કરેલે રશિઆને પ્રવાસ, જાન્યુઆરીના પ્રારંભમાં રશિયામાં તાશ્કેદ. ખાતે યોજવામાં આવેલી ભારત પાકિસ્તાનની શિખર પરિષદ, અને શાસ્ત્રીજીના જીવનની અન્તિમ યાત્રાને લગતા ચિત્રપટ દેખાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંઘના ઘણાખરા આગેવાન સભ્ય ઉપસ્થિત થયા હતા અને આશરે પાંચ ભાઈબહેનોએ ભાગ લીધે હતે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.