________________
૧૯ર
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૬૬
પરમાનંદ
બને તેમ હતું નહિ તેમ જ અંગત ફાયદા માટે આ દુશ્મનાવટભરી પ્રવૃત્તિને લાભ ઉઠાવવાની ઈચ્છા સેવે એ પણ તેમના વિશે શકય હતું નહિ.. પાકિસ્તાન સાથેને આ સંઘર્ષ ભારત ઉપર લાદવામાં આવ્યા છે અને આક્રમણને સામને કરો એટલે જ માત્ર સીમિત હેતુ આ સંઘર્ષને છે અને આખરે તે, ભારતને પિતાના પડેટશી સાથે શાંતિપૂર્વક રહેવાનું જ છે–આ હકીકત ઉપર તેઓ સતત ભાર મૂકતા રહ્યા હતા. સાંકડી દષ્ટિથી પ્રેરાયેલી ટીકાટીપ્પણીની સામે થઈને પણ, કચ્છ અંગે થયેલી સમાધાનીને વળગી રહેવાની તેમણે નૈતિક હિંમત દાખવી હતી; અને ઈન્ડસ બેઝીન–સિધુ નદીના પાણીને લગતા કોલકરારને તેઓ એટલી જ મક્કમતાપૂર્વક વળગી રહ્યા હતા. સુલેહ- શાંતિ પુન: પ્રસ્થાપિત કરવાના સર્વ કોઈ સ્વમાનભર્યા માર્ગો ટુંઢવા તેઓ પ્રયત્નશીલ રહ્યા હતા, જેનું તાશ્કેદનું જાહેરનામું આબાદ સાક્ષી- , રૂપ છે. “ The last of life for which the first was made.” જે હેતુ માટે તેમણે જન્મ લીધો હતો તે હેતુની અંતિમ પરિપૂતિ–આવી એક કવિની ઉકિત તેમના વિષયમાં સંપૂર્ણપણે સાચી પૂરવાર થઈ હતી.
શાસ્ત્રીજી પિતાના અંગત સંબંધમાં વિનમ્ર હતા અને પૂરી ધીરજવાળા હતા. તેઓ ભારતના મહા અમાત્ય બન્યા ત્યાર બાદ તેમને મારે બે વાર મળવાનું બનેલું. આ અંગે મારા મન ઉપર એવી છાપ પડી હતી કે આપણે જે કાંઈ કહેવા માગતા હોઈએ તેને તેઓ પૂરી ધીરજ અને ધ્યાનપૂર્વક સાંભળતા હતા અને આપણા મુદ્દા અંગે પિતે બંધાઈ જાય એવો ઉત્તર તે સ્વાભાવિક રીતે ન આપે અથવા તે તે અંગે પોતાના વિચારો મુકતપણે આપણને ન જણાવે તે પણ, પિતાના દષ્ટિકોણથી જુદા પડતા દષ્ટિકોણની તેઓ પૂરી કદર કરતા હતા અને નવા વિચારો અને ખ્યાલોને તેઓ પૂરી આદર કરતા હતા. મને યાદ છે કે તેમણે આપણને મળવા માટે આપેલા સમયથી ત્રણ કે ચાર મિનિટ પણ મોડું થયું હોય તે પણ તે માટે તેઓ દિલગીરી દર્શાવતા હતા અને ક્ષમા માગતા હતા, જ્યારે છેલ્લી ઘડીએ આપેલી એપેઈન્ટમેન્ટ (મળવાને સંકેતો રદ કરવામાં અથવા તો લોકોના ટોળાને એક કે બે કલાક ખાટી કરવામાં પોતે કશું જ ખોટું કરતા નથી એવા આપણા આગેવાન રાજકારણી પુર ની વાત સાવ જુદી જ છે. શાસ્ત્રીજીની સાદાઈ સાચા દિલની હતી. એમાં કોઈ દેખાવ કરવાની વૃત્તિ નહોતી. તેમની નમ્રતા મુગ્ધ બનાવે તેવી હતી, તેમની અંતરનિષ્ટ પારદર્શક હતી. જેમ જેમ તેમને અનુભવ વધતો ગયે અને એક પછી એક કટોકરીને તેઓ સામનો કરતા ગયા, તેમ તેમ તેમને વિશ્વાસ અને અંતરગત તાકાત વધતાં ગયાં જેનું, જો તેઓ વધુ જીવ્યા હોત તે, દેશ માટે પારવિનાનું મૂલ્ય હતું. કમનસીબે, તેમને મળેલા મહાન નૈતિક વિજયની સર્વોત્કૃષ્ટ ઘડિએ આપણી વચ્ચેથી તેઓ એકાએક હંમેશને માટે વિદાય થઈ બેટા !
મૃત્યુ સૌ કોઈને સરખા બનાવે છે, પણ એ જ મૃત્યુ મહાન માનવીની મહત્તાને કાંઈ જુદી જ આભા અર્પે છે. જે સંદર્ભમાં શાસ્ત્રીજીનું મૃત્યુ નીપજ્યું એ સંદર્ભે શાસ્ત્રીજીને દુનિયાની નજરમાં મહામાનવ બનાવી દીધા છે. પિતાના ૧૮ મહિને નાના રાજકીય સૂત્રધારણ દરમિયાન શાસ્ત્રીજીએ રાષ્ટ્રની પાયાની એકતા, અને ધૃતિપૂર્ણ તાકાતને પ્રતિબિંબિત કરી છે. જેટલી શાંતિપૂર્વક જીવવાની ઈરછા છે એટલે જ પ્રબળ પોતાને મળેલી સ્વતંત્રતા ટકાવી રાખવાનો નિશ્ચય છે–એવી પ્રજાસમુદાયની–રાષ્ટ્રની – ઈચ્છા અને નિશ્ચયમયતાને શાસ્ત્રીજીએ મૂર્તરૂપ આપ્યું છે.
બાઈબલની પરિભાષામાં કહું તો For a brief time in our nation's history, the week inherited a large part of this small planet :' આપણા રાષ્ટ્રના લાંબા ઈતિહાસમાં
થોડી ઘડિ માટે, આ ના નાસરખા ગ્રહના એક મોટા ફલક ઉપર ઈશ્વરને પ્યારા એવા એક વિનમ્ર આદમીનું શાસન પ્રવર્યું હતું. અનુવાદક:
મૂળ અંગ્રેજી:
- શ્રી ગગનવિહારી લ. મહેતા - પૂરક નોંધ: લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયે આજે લગભગ ૨૦ દિવસ થવા આવ્યા એમ છતાં તેમના અવસાન અંગેની આપણા દિલની વેદના હજ જરા પણ શમી નથી. જેમ જેમ તેમને વિચાર કરીએ છીએ, તેમના વિશે વધારે સાંભળીએ છીએ, જાણવા પામીએ છીએ તેમ તેમ તેના વિષેને આપણે આદર વધતું જાય છે, તેમની મહત્તા વિશેને આપણે આંક ઊંચે ચઢતે જાય છે, સામાન્ય દેખાતો આદમી શું આટલો બધો અસામાન્ય હતો એવું કૌતુક અને કુતૂહલ આપણાં ચિત્તને ઘેરી વળે છે. એમાં પણ જ્યારે આપણને ખબર પડે છે કે તેમના અવસાન સમયે તેમની પાસે કોઈ બેકબેલેન્સ નહોતી–કોઈ મૂડી નહોતી – ત્યારે આપણા આશ્ચર્યને કોઈ પાર રહેતા નથી, અને આપણું મસ્તક તેમના ચરણમાં સહજભાવે નમી પડે છે. કોઈ પણ દેશને મહાઅમાત્ય અને તે પણ આવી પાટ ઉમરે ગુજરી જાય ત્યારે તેની પાસે મૂડીમાં કશું જ ન હોય – આવો બીજો દાખલો ઈતિહાસમાં મળવા મુશ્કેલ છે. આવા અપરિગ્રહ ભાગ્યે જ અન્યત્ર જોવા, જાણવા કે સાંભળવા મળે તેમ છે. - અલબત્ત, જૈન સાધુએ પરિગ્રહી હોવાનો દાવો કરી શકે તેમ છે, પણ તેઓ સંસારથી નિવૃત્ત છે, અકર્મક છે, અને ભિક્ષેપજીવી છે. શાસ્ત્રી પ્રવૃત્ત હતા, કર્મયોગને વરેલા હતા, સકર્મક હતા અને સ્વાવ- . લંબી હતા. ચેતરફ ભાગ વૈભવથી વીંટળાયેલા અને પારવિનાની સત્તાના ધારક અને એમ છતાં આવો અપરિગ્રહી-આવે અનાસકત માનવી દુનિયામાં ભાગ્યે જ પાકે છે. તેનું ખરું મૂલ્ય, શ્રી ગગનવિહારી મહેતા કહે છે તેમ, તેના મૃત્યુ બાદ જ જગતના જાણવામાં આવ્યું છે. આવી એક વ્યકિતની મહત્તાના અનુમાપક બે ત્રણ નાના છતાં રહસ્યપૂર્ણ પ્રસંગે નીચે રજૂ કરતાં ઊંડી પ્રસન્નતા અનુભવું છું.
પરમાનંદ શાસ્ત્રીજી અને રામનાથ લાલબહાદુર શાસ્ત્રીને રામનાથ નામને એક નોકર હતો. તે શાસ્ત્રીજીની છેલ્લાં ૪૫ વર્ષથી નોકરી કરતો હતો. શાસ્ત્રીજી પોતાના બધા પ્રવાસમાં તેને સાથે રાખતા હતા અને મોટા ભાગે તે તેમની રસોઈ કરતા હતા અને સારસંભાળ પણ લેતે હતે. તાશ્કેદની યાત્રા પ્રસંગે પણ રામનાથ શાસ્ત્રીજીની સાથે હતે. તાશ્કેદ રામનાથ ગયા સાથે અને પાછા આવ્યા એકલે. શાસ્ત્રીજીની અંતિમ યાત્રા નીકળી ત્યારે તે બેહોશ થઈ ગયું હતું. શાસ્ત્રીજી સાથે રામનાથને સંબંધ શેઠ નોકરને નહિ પણ અમુક અંશે બાપ - દીકરા જે હતે. આ બાબતનો પત્તો લાગતાં જન્મભૂમિને પ્રતિનિધિ લાલબહાદુર શાસ્ત્રીના નિવાસસ્થાને ગયો અને આ રામનાથને મળ્યો. તેની સાથે વાત કરતાં રામનાથે આંસુભરી આંખેએ શાસ્ત્રી સાથેના સંબંધને જે રીતે વર્ણવ્યો તે તેના જ શબ્દોમાં નીચે મુજબ હતો:
“મારી બા ભગવાનને ઘેર ગઈ ત્યારે હું તો એક વર્ષના હતા, હું અને મારી બહેન એમ અમને બંનેને અહીં આ કુટુંબમાં આધાર મળી ગયું. મને બાબુજીની રસોઈ કરવાનું કામ સોંપાયું અને એમની બીજી તજવીજ સાચવવાનું પણ સોંપાયું. બાબુજી મને પોતાના દીકરા જેવા જ સમજતા. આટલું કહેતાં કહેતાં રામનાથને અવાજ ગળગળે બની ગયો. મેં એને પૂછ્યું:“તે ભાઈ રામનાથ, શાસ્ત્રીજીની કઈ વસ્તુ તને ખૂબ જ ગમી ગઈ હતી?” મારો સવાલ સાંભળી રામનાથ બે ક્ષણ ... વિચારના રૂપમાં ઊતરી ગયે... પણ તુરત જ બહાર આવ્યું: “બાબુજીની એવી તે કઈ વસ્તુ નહોતી જે મને પ્રિય ન હોય ! એ હા, કેવા માયાળુ હતા એ! ન કોઈ દિવસ એ એ ગુસ્સે થાય. તમને કહું, હમણાં થોડા દિવસ પર અમે અલાહાબાદ