________________
Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૪
← પ્રબ જીવન
પ્રબુદ્ધ જૈન'તુ નવસસ્કરણુ વર્ષ ૨૭ : અક ૧૯
મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૯૬, મગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮
તત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
મહામના લાલબહાદુર શાસ્ત્રી : એક મૂલ્યાંકન
"For a brief time in our nation's history, the meek inherited a large part of this small planet" “આપણા રાષ્ટ્રના ઈતિહાસમાં થોડી ઘડિ માટે, એક વિનમ્ર આદમીનું આ નાનાસરખા ગ્રહના મોટા ભાગ ઉપર શાસન પ્રવર્યું હતું. (તા. ૨૦-૧-૬૬ના રોજ એલ ઈન્ડિયા રેડિઓ મુંબઇ ઉપરથી પ્રસારિત કરવામાં આવેલ પ્રવચનના અનુવાદ.)
,
લોકશાહી તંત્રમાં રાજકારણ અવશ્ય અત્મ્યન્ત મહત્ત્વનુંજેની ઉપેક્ષા થઈ ન શકે એવું—તત્ત્વ છે; આ રાજકારણ આપણા ચાલુ જીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને તે પ્રજાના સ્થાયી રસના હંમેશા, વિષય રહ્યો છે. અને એમ છતાં આજ રાજકારણ અમુક અંશે આપણને અવનત બનાવે છે; સાલાભ, અધિકારતૃષ્ણા, અંગત હરીફાઈઓ અને મેલી ખટપટ- આવા માનવી પ્રકૃતિમાં રહેલાં હીણાં તત્ત્વો બહાર લાવવામાં રાજકારણ હંમેશા નિમિત્તભૂત્ત બનતું રહ્યું છે.
શ્રી મુ`બઇ જૈન યુવક સૌંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા
આમ છતાં પણ, સદ્ભાગ્યે, વખતો વખત અનેક દેશોમાં એવા માનવીઓ પાકતા જોવામાં આવે છે કે જેઓ પોતાનાં વચના અને વર્તન વડે જાહેર જીવનને ઊંચી કક્ષા ઉપર લઈ આવે છે અને સંસ્થાઓ અને સામુદાયિક પ્રવૃત્તિઓને નવા પ્રાણનૂતન અર્થમયતા-અપે છે. આવા એક માનવી લાલબહાદુર શાસ્ત્રી હતા. તેઓ નાની અને અતિ સામાન્ય શરૂઆતથી માંડીને દુનિયાની સૌથી મોટી લોકશાહીના માળખામાં રહેલા સર્વોચ્ચ અધિકારસ્થાન ઉપર પહોંચ્યા હતા. પણ કાશીની એક ઝુંપડીમાંથી નવી દિલ્હીમાં આવેલા નં. ૧૦ જનપથ સુધીનું તેમનું ઉર્વારોહણ જન્મના કોઈ અકસ્માતના કારણે અથવા તે વિશિષ્ટ કોટિની કોઈ કૌટુંબિક પ્રતિષ્ઠાના કારણે, અથવા તો કાવાદાવા કે મેલી ખટપટના પ્રતાપે બનવા પામ્યું નહાળું, પણ કેવળ પેાતાના ચારિત્ર્યબળના કારણે, સખ્ત પરિશ્રમને કારણે અને ધર્મશાસ્ત્રોની પ્રેરણા દ્રારા અને ગાંધીજી જેવા મહામાનવ સાથેના વર્ષોભરના સંપર્કના લીધે તેમનામાં જે પ્રકારની શિસ્તવૃત્તિ કેળવાઈ તે શિસ્તવૃત્તિના પરિણામે આમ બનવા પામ્યું હતું. શાસ્ત્રીજીએ રાષ્ટ્રીય આઝાદીના આન્દોલનમાં ભાગ લીધા હતા, કોંગ્રેસની હીલચાલના એક અગ્રગણ્ય નેતા બન્યા હતા, અને તે દિલ્હીમાં આવીને સ્થિર થયા તે પહેલાં સરકારી ક્ષેત્રની અંદર તેમ જ બહાર તેમણે અનેક અધિકારો અને સાસસ્થાનો ધારણ કર્યાં હતાં. પણ જો કે તેઓ કોઈ પણ જવાબદારીથી કદિ દૂર ભાગ્યા નહાતા, એમ છતાં પણ, તેમણે કદિ પણ કોઈ અધિકાર કે સત્તાસ્થાન પ્રાપ્ત કરવાની લાલસા ધરાવી હોય એમ બન્યાનું કદિ પણ જાણવામાં આવ્યું નથી. તેમણે સહજપણે જે જવાબદારી પોતાની સામે આવી તે સ્વીકારી હતી અને તે મુજબ પ્રાપ્ત થતી ફરજનું પાલન કર્યું હતું. તેઓ સંવેદનશીલ પ્રકૃતિના અને સહૃદય માનવી હતા અને નૈતિક જવાબદારી અંગે તેઓ તીવ્રપણે સભાન હતા.
૧૯૫૬ની સાલમાં જ્યારે આપણા દેશમાં રેલ્વેના અકસ્માતોની પરંપરા નિર્માણ થઈ હતી ત્યારે, જો કે ખરી રીતે આ ઘટના તેમની કોઈ સીધી જવાબદારી સાથે સંબંધ ધરાવતી નહોતી, એમ છતાં પણ, પોતાના હાદાનું તેમણે એકાએક રાજીનામું આપ્યું હતું. જ્યારે પણ માંગણી કરવામાં આવી ત્યારે પોતાના સ્થાન ઉપરથી તેઓ નિવૃત્ત થયા હતા અને જરૂર પડી ત્યારે કશી પણ ધાંધલ કે ધમાલ કર્યા સિવાય અધિકાર પર તેઓ પાછા ફર્યા હતા. ૧૯૬૪ના જાન્યુઆરી માસમાં ભુવનેશ્વર ખાતે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં, જ્યારે નહેરુની તબિયત એકાએક લથડી પડી હતી ત્યારે, શાસ્ત્રીજીએ કોંગ્રેસ અધિવેશનનું કુશળતા, ધીરજ તેમ જ ભારે દક્ષતાપૂર્વક સંચાલન કર્યું હતું. ત્યારે જ લોકોની સમજમાં આવી ગયું હતું કે નહેરુના વારસદાર શોધવામાં મુશ્કેલી નહિ પડે. જ્યારે નહેરુ વિદાય થયા ત્યારે તેમના જવાથી પેદા થયેલું ખાલીપણું શાસ્ત્રીજીએ એવી રીતે પુરી દીધું કે સત્તાપરિવર્તનને દેશના વહીવટને નાનાસરખા પણ આંચકો ન લાગ્યો. ભારતના સામાન્ય માનવીમાં જે શ્રેષ્ઠ તત્ત્વ રહેલું છે તે કોષ્ઠ તત્ત્વના તેઓ પ્રતિનિધિ હતા; તેઓ ખરેખર અસામાન્ય એવા એક સામાન્ય માનવી હતા. કશી પણ અતિશયોકિતના જોખમ વગર કહી શકાય કે પોતાના પક્ષ સાથે વાટાઘાટ કરીને અને જરૂર જણાતાં વિરોધપક્ષના અભિપ્રાયાની જાણકારી મેળવીને સમગ્ર અભિપ્રાયની તારવણી કરવાના પ્રયત્નો દ્વારા તેમણે કેટલીક રીતે આપણા દેશમાં લોકશાહીના ઊંડા પાયા નાંખ્યા હતા. જ્યારે પોલીટીશ્યન રાજકારણી નેતા—આગામી ચૂંટણીના જ વિચાર કરે છે ત્યારે સ્ટેટ્સમેન–રાજકીય સૂત્રધાર—આવતી પેઢીના વિચાર કરે છે. શાસ્ત્રીજી દેશનાં સામાન્ય સ્ત્રી - પુરુષોની જરૂરિયાતા, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, અને હાડમારીઓ—જેથી તેઓ પોતે સારી રીતે વાફેક હતા—આ બધાના વિચાર કરતા હતા; તે વિષે પૂરી ચિંતા ધરાવતા હતા.
જ્યારે છેલ્લા ઑગસ્ટ–સપ્ટેમ્બર માસ દરમિયાન દેશ ઉપર લડાઈ લાદવામાં આવી ત્યારે શાસ્ત્રીજીએ જરા પણ ખચકાયા સિવાય અને તેમના પ્રશંસકો પણ આશ્ચર્યચકિત બની જાય એવી નિશ્ચળતાપૂર્વક તેમણે લડાઈનું સંચાલન કર્યું હતું. જે લોકો ૧૯૬૨ ની આખર દરમિયાન ચીની હુમલાના પ્રસંગે મળેલા પરાજ્યના કારણે હતાશ બન્યા હતા તેમના દિલમાં પાકિસ્તાન સાથેના કમનસીબ સંઘર્ષ દરમિયાન શાસ્ત્રીજીની નેતાગીરીએ અને દારવણીએ નવા આત્મવિશ્વાસ પેદા કર્યો હતો. આ બધું છતાં શાસ્ત્રીજી લડાયક વૃત્તિના કોઈ ભાગ