________________
૧૯૭
પ્રબુદ્ધ જીવન
સ્થૂ ચરને
રહ્યા
ફોટોગ્રાફ પ્રગટ થયા હતા. ગઈ કાલ સુધી જે એકમેકના દુશ્મન લેખાતા હતા, તેમાંના એક શાસ્ત્રીજીના શબને ધારણ કરતી તેમાંના બીજા અચ્યુબખાન હાથ આપી રહ્યા છે, ઊંચકી છે. આંખા માની ન શકે એવું આ દ્રશ્ય છે. આખરે માનવી માનવી વચ્ચે શત્રુતા ઉપરની વસ્તુ છે; મિત્રતા એ પાયાની વસ્તુ છે. જ્યારે અયુબખાને શાસ્ત્રીજીને પોતાની કાંધ ઉપર લીધા ત્યારે તેનું અંતર પણ હલી ઊઠ્યું હશે અને તેને પણ જરૂર પ્રશ્ન થયો હશે કે આ બધા વિખવાદ - શત્રુવટ - શાને માટે? આપણે આશા રાખીએ કે કદિ કદિ દુર્ઘટનામાંથી સુઘટના સરજાય છે તેમ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદો મિટાવવા માટે આપણે પશુબળના આશ્રય નહિ લઈએ એવી પરસ્પરની પ્રતિજ્ઞા ઉપર સહીઓ થયા બાદ તરતમાં નીપજેલું શાસ્ત્રીજીનું મૃત્યુ આ
પ્રતિજ્ઞાને પરિપક્કવ બનાવશે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધોનું નિર્માણ કરશે.
સ્વ.ન્યાયમૂર્તિ શ્રી રતિલાલ ભાઇચંદ
મહેતા
ગુજરાત સ્ટેટ રેવન્યુ ટ્રીબ્યુનલના પ્રેસીડેન્ટ શ્રી રતિલાલ ભાઈચંદ મહેતાનું મુંબઈ ખાતે ૬૩ વર્ષની ઉમ્મરે આ માસની છઠ્ઠી તારીખે થોડા દિવસના હૃદયરોગના પરિણામે અવસાન થયું. આ સમાચારે તેમના બહોળા પરિચિત મંડળમાં સ્વાભાવિક રીતે ઊંડા ખેદની લાગણી પેદા કરી છે. ગુજરાતને એક ગૌરવપ્રદ ગુજરાતીની ખાટ પડી છે.
ગુજરાત સંયુકત મહારાષ્ટ્રથી છુટું પડયું ત્યાર પહેલાં તેઓ બૃહદ મુંબઈના પ્રીન્સિપાલ સેશન્સ જજ હતા, તેમની એ કારકિર્દી દરમિયાન બહુ ચકચારને પાત્ર બનેલેા નાણાવટી કેસ ચલાવવાની જવાબદારી તેમના શિરે આવી હતી. આ કેસમાં નેવીના કમાન્ડર કે. એમ. નાણાવટી સામે મુંબઈના એક વ્યાપારી શ્રી પ્રેમ આહુજાનું ખૂન કરવાના આરોપ મૂકાયો હતો.જ્યુરીએ કમાન્ડર નાણાવટીના પક્ષમાં પેાતાના અભિપ્રાય જાહેર કર્યો હતો. પણ આ અભિપ્રાયને–જ્યુરીના વીકટને—perverse વિકૃત માનસ દાખવતજાહેર કરીને આ કેસને વધારે વિચારણા માટે હાઈકોર્ટ તરફ તેમણે રવાના કર્યો હતા. આ કેસને અંગે તેમણે બહુ મોટી નામના પ્રાપ્ત કરી હતી, ઘણી મોટી હીંમત દાખવી હતી.
૧૯૬૦માં મુંબઈ રાજ્યનું વિભાજન થયા બાદ શ્રી રતિલાલ ભાઈચંદ મહેતા ગુજરાતની હાઈકોર્ટના જજ તરીકે નીમાયા હતા જે સ્થાન ઉપરથી ૧૯૬૧ની આખરમાં તેઓ નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ ૧૯૬૨ની શરૂઆતમાં ઉપર જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેટ રેવન્યુ ટ્રીબ્યુનલના પ્રમુખ નીમાયા હતા અને તેમના અવસાન સુધી તે સ્થાન ઉપર તેઓ ચાલુ હતા.
તેમનો જન્મ પાલણપુરમાં થયા હતા. તેમણે ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં રહીને કર્યો હતો. ૧૯૫૦ થી ૬૦ ના દશકાની શરૂઆતમાં તેઆ મુંબઈમાં સેશન્સ જજ નિમાયા હતા. તે પહેલાં મુંબઈ હાઈકોર્ટની આરીજીનલ સાઈડે તેઓ પ્રેકટીસ કરતા હતા. શ્રી રતિલાલભાઈ એક વિનયનમ્ર, શીલસંપન્ન અને સૌજન્યપૂર્ણ વ્યકિત હતા. તેમનું ન્યાયપ્રદાન એકાન્ત સત્યનિષ્ટાથી પ્રેરિત અને પ્રભાવિત હતું. એક શાન્ત, ગતિશીલ અને નિર્મળ જળને વહાવતા ઝરણા જેવું તેમનું જીવન હતું. જાહેરાત કે ધાંધલધમાલથી તેઓ સદા દૂર હતા. યથા શકિત કર્તવ્યપાલન અને સત્ય આચરણ એ જ માત્ર તેમના જીવનનું ધ્યેય હતું.
સ્વ. સાહિત્યાચાય શ્રી ખાલચંદ હીરાચીઁ
મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી બાલચંદ હીરાચંદનું નવમી જાન્યુઆરીના રોજ લાંબી માંદગી ભાગવ્યા બાદ ૯૨ વર્ષની પરિપક્કવ ઉંમરે માલેગાંવ ખાતે અવસાન થયું છે. તેઓ જૈન સમાસમાજના એક પ્રૌઢ આગેવાન હતા, તથા સારા કવિ, લેખક અને વિવેચક હતા, અનેક જૈન સામિયકામાં તેમનાં કાવ્યો અને લેખો પ્રગટ થતાં હતાં. તેમને, તેમની સાહિત્યસેવાની કદર બદલ, ‘સાહિત્યચંદ્ર'નું બિરુદ આપવામાં આવ્યું હતું. ગુજરાતી તેમ જ મરાઠી ભાષા ઉપર તેઓ સારૂં પ્રભુત્વ ધરાવતા હતા. તેમના પરલોકગમનથી દેશને—ખાસ કરીને જૈન સમાજને—એક સાચા ચિન્તક, વિચારક અને સેવાભાવી સજજનની ખોટ પડી છે. તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થા! પરમાનંદ
સાધના શિબિર
સૌરાષ્ટ્રના દક્ષિણ પ્રદેશમાં આવેલા તીર્થાધામ તુલસીશ્યામ ખાતે આચાર્ય રજનીશજીના સાન્નિધ્યમાં ફેબ્રુઆરી માસની ૪, ૫, તથા ૬ એમ ત્રણ દિવસ માટે યોજાયેલી શિબિર અંગે પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં જે જાહેરાત કરવામાં આવી છે તેના અનુસંધાનમાં વિશેષ જણાવવાનું કે આ શિબિરમાં જોડાવા ઈચ્છતાં ભાઈ - બહેનોએ વ્યકિતદીઠ રૂા. ૮૫ ને બદલે ૧૦૦ નીચે જણાવેલ ઠેકાણે ભરીને પાતપોતાનાં નામ નોંધાવવાના છે અને આ ભાઈ - બહેનેાએ મુંબઈથી અમદાવાદ પહોંચવાની ગાઠવણ પાતે જાતે કરવાની છે. તેમના માટે અમદાવાદના નવા સ્ટેશને પશ્ચિમ બાજુએ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની તુલસીશ્યામ પહોંચવા માટે ખાસ રિઝર્વ કરેલી બસ ફેબ્રુ આરીની ત્રીજી તારીખે સવારે બરાબર ૭-૩૦ વાગ્યે ઉપડશે અને સાંજના સાડાસાત વાગ્યા લગભગ તુલસીશ્યામ પહોંચશે. આ બસ બપોરના ભાજન માટે અમરેલી મુકામે દાઢથી બૅ કલાક ખેટી થશે. શિબિરની પૂર્ણાહુતિ થયા બાદ સાતમી તારીખે આ બસમાં આવેલા ભાઈ-બહેનોને આસપાસ આવેલાં કેટલાંક જોવાલાયક સ્થળોને ફેરવવામાં આવશે. આઠમી તારીખે સવારે તુલસીશ્યામથી આ બસ ઉપડશે અને સાંજના સમયે અમદાવાદ પહોંચશે. અમદાવાદી મુંબઈ યા અન્ય સ્થળે પહોંચવાની સગવડ દરેક ભાઈ- બહેને જાતે કરવાની રહેશે.
12
તા. ૧૬-૧૯૬૬
અમદાવાદથી તુલસીશ્યામ પહોંચવાનો બીજો માર્ગ એ છે કે અમદાવાદથી રાત્રે નવ વાગ્યા લગભગ ઉપડતી સામનાથ મેલમાં નીકળીને અમરેલી પહોંચવું અને ત્યાંથી તુલસીશ્યામ માટે ઉપડતી બસમાં બેસી તુલસીશ્યામ પહોંચવું અને એ મુજબ તુલસીશ્યામથી અમદાવાદ પાછા આવવું.
ઠે. : જીવન જાગૃતિ કેન્દ્ર, ઍડવર્ડ સિનેમાની સામે,
૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨.
આ શિબિરમાં જોડાનાર ભાઈ - બહેનો માટે તુલસીશ્યામમાં રહેવા, ખાવા, પીવા તથા સુવા વગેરેને લગતી સર્વ પ્રકારની સગવડ હશે. આ સંબંધમાં વધારે માહિતી મેળવવા તથા શિબિરમાં જોડાવા ઈચ્છનારે નીચે જણાવેલ ઠેકાણે સંપર્ક સાધવા :
વિષયસૂચિ
રાષ્ટ્ર વ્યક્તિત્વની આસ્થા રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય રાજકારણીય પરિસ્થિતિ
શ્રી રમણલાલ સી. શાહ, ઍક્સિ : ટે. નં. ૩૫૮૪૫૧ ૩. નં. ૨૨૩૩૧
ધર :
મહાપ્રસ્થાનના પથ પર–૪
ગુજરાત સાહિત્ય પરિષદ : ત્રેવીસમું અધિવેશન, સુરત વર્તમાન ભારત-અમેરિકી સંબંધો: એક સમીક્ષા
દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પરમાનંદ
શ્રી પ્રબોધકુમાર સન્યાલ ભૂપેન્દ્ર ત્રિવેદી
ચેસ્ટર બાલ્સ
૧૭૯
વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૮૧
પૃષ્ઠ
૧૮૩ ૧૮૫
૧૮૩
૧૯૦
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુ’—૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ